તમે વેબસાઇટના કોઠામાં નહીં, એની દુનિયામાં પ્રવેશ્યા … દુનિયા રંગ રંગીલી ! અાપણે જીવનમાં એવા વળાંકે ઊભા છીએ જ્યાં હાર – જીત વિશે વિચારવાનું નથી રહેતું. “અોપિનિયન” તમારો (સ્વૈચ્છીક) કર્મયોગ છે. બાકી અાપણે બધાં અર્જુન !! કાશ અાપણી સાથે ય એક કૃષ્ણ હોત … … ! અા સદીના અાપણાં લક્ષણો જોઈ કૃષ્ણ કદાચ મરક મરક હસતા કહે … ‘ભાઈ, તું જ અર્જુન અને તું જ કૃષ્ણ !’
અાપણી ભય-શંકાનું નિવારણ અાપણું કામ (“અોપિનિયન”) કરશે. તમારી અાટલાં વર્ષોની તપશ્ચર્યા છે … સાહિત્ય રસિક અને ગુજરાતી ભાષા પ્રેમીઅોનાં અાદર, માન, સન્માન અને સહકાર એ તમારું કવચ … પછી અભિમન્યુનો કોઠો હોય કે વેબ દુનિયા … !!
તમે મારી જેવા અનેકના પ્રેરણા સ્રોત છો. મારાથી કાંઈક સારું લખાશે તો જરૂર મોકલીશ. તમારા અામંત્રણ બદલ અાભાર.
તમારા “અોપિનિયન” વિશે અમારો અોપીનિયન અવાર-નવાર અાપીને તમને ‘ચિયર અપ’ નથી કર્યા તે બદલ ક્ષમસ્વ ! પણ “અોપિનિયન” પર મારી સ્નેહ નજર રાખતી હોઉં છું.
તમે તમારા અાત્મવિશ્વાસના ગાડે જોતરાયા છો, પણ તમે ક્યાં એકલા છો ! તમારી સાથે સદ્દભાવનાના ગાડે ગાડા છે. તમે તો જાણે સમગ્રતાથી ભરેલા છો. ‘વિપુલ’ છો.
વિપુલ સ્નેહ, વિપુલ સહાનુભૂતિ, વિપુલ સહયોગ … મારી ને મહેશની વિપુલ શુભેચ્છાઅો.
બૉસ્ટન, 04 મે 2013
![]()


ગતિનો પ્રાણવાયુ અને પેટ્રોલનું ઈંધણ મને ફુલાવીને ટેટા જેવો બનાવી રહ્યાં છે. સતત ધસમસતા મારા જેવા આ બધા રક્તકણો, તેમ જ ટ્રેનો, જેટ પ્લેનો અને મહાકાય સ્ટીમરોમાં વહી રહેલા, આવા જ અનેક રક્તકણો રાષ્ટ્રની આર્થિક વ્યવસ્થાને ધમધમતી રાખી રહ્યાં છે. વિશ્વના આ સૌથી સમૃદ્ધ દેશ જેવા તગડા બનવા, દુનિયાના પ્રત્યેક રાષ્ટ્રે હોડ બકી છે. આખું માનવજગત એક ન અટકાવી શકાય તેવી દોડમાં પ્રવૃત્ત છે, અને પ્રત્યેક ક્ષણે આ દોડ જેટની ઝડપે, સતત વર્ધમાન થતી રહે છે. આ મૂશકદોડનો કોઈ અંત નજર સમક્ષ દેખાતો નથી. બધાં વિનાશની, સર્વનાશની દુર્ગમ ખીણ તરફ, પ્રચંડ ગતિએ, એકશ્વાસે, ધસમસી રહ્યાં છે. કોઈને બ્રેક લગાવવાની ફુરસદ, ઇચ્છા કે સમય નથી.
ઇતિહાસને પન્ને નોંધાયેલું છે કે ૮થી ૧૧મી સદી દરમ્યાન આરબો સાથે ભારતને સાહિત્યિક અને સાંસ્કૃિતક સંબંધ હતો. ત્યાંથી સૂફી, સંત અને ફકીરો આવ્યા. એટલે કે ઇસ્લામ સાથે હિંદુ પ્રજાને પહેલો સાંસ્કૃિતક અને સાહિત્યિક નાતો જોડાયો. તે પછી સામ્રાજ્ય વિસ્તારના ભૂખ્યા રાજાઓની ચડાઈ થઈ અને તેઓ ભારતમાં સ્થાયી થયા. ભારતમાં જેમ શક, હુણ અને કુષાણ આવેલા તેમ જ મોગલો આવ્યા. શિવાજી મોગલો સામે પોતે હિંદુ હતા માટે નહિ પણ બીજા રાજાએ પોતાના રાજ્ય પર હલ્લો કર્યો માટે લડ્યા હતા. મોગલો મુસ્લિમ હતા તેથી ભારત પર ચડી આવ્યા કે એમની સત્તા વિસ્તારની લાલસા એમને આ ફળદ્રુપ જમીન ભણી દોરી લાવી ? એમ તો ગુપ્ત, મૌર્ય અને ચાલુક્ય વંશના રાજાઓ હિંદુ હતા છતાં સામ્રાજ્ય વિસ્તારની એષણા સંતોષવા એમણે તો ઘણા જંગ ખેલેલા. અશોકે બુદ્ધ ધર્મ અંગીકાર ન કર્યો હોત તો તે એક સામ્રાજ્યવાદી અને હિંસા આચરનાર રાજા તરીકે પંકાયો હોત. કહેવાનો મતલબ એ છે કે રાજ્યો અને મહારાજ્યોના વિસ્તારની મહત્ત્વાકાંક્ષા સંતોષવા ઉપરોક્ત લડાઈઓ થયેલી, તેમાં ધર્મનું પરિબળ મુખ્ય ચાલક હોય તેમ સાબિત નથી થતું.