તૂટીને ત્રણ થઇ ગઇ.
સ્ત્રીમાંથી જણ થઇ ગઇ.
ધટના તો રોજ બને,
એનું કારણ થઇ ગઇ.
સારા દિવસો થાશે,
હૈયે ધારણ થઇ ગઇ.
પીધો ત્યારે જંપ્યો,
બોતલ મારણ થઇ ગઇ.
બળતા ચૂલો ને હું,
આ તપેલી રણ થઇ ગઇ.
છોરાં ભૂખ્યાં સૂતાં,
કાયા કામણ થઇ ગઇ.
લખ ચિઠ્ઠી લોહીથી,
સાડી લટકણ થઇ ગઇ.
૯/૮/૨૦૨૦
e.mail : naranmakwana20@gmail.com
![]()


અયોધ્યામાં જે રામજન્મભૂમિ મંદિર બંધાઈ રહ્યું છે એમાં હું ક્યારે ય પગ ન મૂકું અને તેનાં બે કારણ છે. પહેલું કારણ એ છે કે અયોધ્યામાં રામલલ્લાનું મંદિર અપવિત્ર માર્ગે બંધાઈ રહ્યું છે. ૧૯૪૮માં બાબરી મસ્જીદમાં ફૈઝાબાદ જિલ્લા મેજિસ્ટ્રેટની મદદથી મોડી રાતે રામલલ્લાની તસ્વીર ઘૂસાડવામાં આવી ત્યારથી આજ સુધીમાં જૂઠ, હિંસા, છેતરપિંડી વગેરે દરેક માર્ગ અપનાવવામાં આવ્યા છે. સર્વોચ્ચ અદાલત સાથે સોગંદનામું રજૂ કરીને અને પછી સોગંદ તોડીને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો. અપવિત્ર માર્ગે બંધાયેલું સ્થાન પવિત્ર ન હોઈ શકે. વળી ભગવાન રામ તો ભગવાનોમાં મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે. એ પુરુષોમાં ઉત્તમ એટલા માટે હતા કે રામ મર્યાદાનું પાલન કરતા હતા. જે મર્યાદા ઓળંગે એ રામભક્ત ન હોઈ શકે અને જો કોઈ તમામ મર્યાદાઓ ઓળંગીને ભગવાન રામનું મંદિર બાંધે તો પણ ત્યાં રામનો વાસ ન હોઈ શકે. આમ આ એક કારણ છે.