ઊભી બજારે
રોળાતું એ સ્ત્રી ધન
અહીં તહીં
આસપાસ ચોપાસ
અનેક રાતોની રાતોમાં
વેરાય છે, ઢોળાય છે, વલોવાય છે,
ને પરંપરામાં ખોવાય છે
ત્યારે બસ – ત્યારે
ટૂંકી પડતી મારી આ
કલમ ટુંકાય છે અને
વ્યથા કથાઓમાં જ્યારે
વિસ્તરાય છે જીવનકથા
એમની – ત્યારે
સંવેદના –
બૂમ પાડતી પાડતી
મને ગળે વળગી પડી
કહે છે બસ કરો
બસ કરો રે, કલમઘસુઓ
હવે લખવાનું બંધ કરો
કારણ કે હું અહીં નથી
ક્યારે ય પણ હું ક્યાં ય ન હતી,
મરી ચૂકી છું
નામશેષ થઇ ચૂકી છું
બુઠ્ઠી બની ચૂકી છું
ધાર વગરની હા બિલકુલ ધાર વગરની
અને એટલે જ
મારું નામ
બદલાયું છે હવે
નિ:સંવેદના-
એક મરેલી
હા એક મરેલી
કઠણ કાળજાની
જાડી ચામડીની બની
ચૂકી છું અને એટલે જ
પેલી સ્ત્રી ઊભી બજારે
સતત રોળાય છે
ઢોળાય છે નિરંતર અવિરત
અને ખોવાય છે હા એ
અબળા તેની પરંપરામાં – વર્ષોથી ખોવાય છે
બસ, પરંપરામાં યથાવત.
તા. ૪-૩-૨૦૧૫
e.mail : koza7024@gmail.com
![]()


દુનિયાભરના મહેનતકશો પહેલી મેના દિવસે મજૂર દિન મનાવે છે, પરંતુ અમદાવાદની કાપડમિલોના મજૂરો વરસોથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ મનાવતા હતા. આજે તો અમદાવાદમાં મોટા ભાગની કાપડ મિલો બંધ થઈ ગઈ છે, પરંતુ એક જમાનામાં ભારતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં બહુ ઉમંગથી ચોથી ડિસેમ્બરે મજૂર દિવસ ઉજવાતો હતો. દુનિયાના કામદારો કરતાં અમદાવાદના મિલ કામદારોના નોખા મજૂર દિવસનો પણ અનોખો ઇતિહાસ છે. અમદાવાદમાં પહેલી કાપડ મિલ તો ઈ.સ. ૧૮૬૧માં શરૂ થઈ હતી. કામના અમર્યાદિત કલાકો અને ઓછા વેતનની કામદારોની નિયતિ અને તે સામેનો તેમનો વિરોધ અને હડતાળો પણ પડી હતી. પરંતુ ૧૯૧૭ની ચોથી ડિસેમ્બરે પડેલી હડતાળ ઇતિહાસના પાને કાયમ અંકિત થઈ ગઈ છે.
૧૯૧૭ અને ૧૯૧૮ની સફળ હડતાળોથી કામદારોમાં નવાં જાગૃતિ અને જોમ આવ્યાં. અનસૂયાબહેન પ્રત્યેની તેમની આસ્થા અને વિશ્વાસ મજબૂત થયાં. સંઘર્ષ નહીં પણ સદ્દભાવ અને સમાધાનથી કામદારોના પ્રશ્નો ઉકેલવાની ગાંધીજીની રસમથી આગળ વધવા ગાંધીવાદી મજૂર સંગઠન ‘મજૂર મહાજન સંઘ’ની ૨૫મી ફેબ્રુઆરી ૧૯૨૦ના રોજ સ્થાપના થઈ. આ વરસે જેની સ્થાપનાનું શતાબ્દી વરસ છે તે ‘મજૂર મહાજન સંઘ’ના અનસૂયાબહેન સ્થાપક અને આજીવન પ્રમુખ હતાં. ‘મજૂર મહાજન સંઘ’ મારફતે તેમણે કામના કલાકોમાં ઘટાડો, કામના સ્થળે સલામતી, વેતન વધારો અને બોનસ જેવી માંગણીઓ તો સ્વીકારાવી સાથે સાથે કામદાર કલ્યાણનાં અનેક કામો કર્યાં. મજૂરોનાં જીવન ધોરણમાં સુધારો આણવા તેમણે પ્રયત્નો કર્યાં હતાં. મિલોમાં કામ કરતી મહિલાઓ માટે ઘોડિયાઘર અને સમાન વેતન અપાવ્યાં હતાં. મહિલા મંડળો,છાત્રાલય, કન્યાગૃહ, વ્યાયામ શાળા, વાચનાલય અને કામદાર કલ્યાણ કેન્દ્રો શરૂ કર્યાં હતાં.
એકબીજાની વિરોધી તેમ જ વિરોધાભાસી હકીકતોનો ખડકલો થઈ રહ્યો છે. સત્યની શોધ ન કરવી, મિથ્યા પુરવાર થશે.