"પુસ્તકો માણસનાં સૌથી ઉત્તમ મિત્ર છે”, એવું તમે વાંચ્યું/સાંભળ્યું હશે. પુસ્તકો વગરની દુનિયા કેવી હોય, તે કલ્પના કરવી મુશ્કેલ છે. પુસ્તક શોખની, શિક્ષણની, જરૂરિયાતની, ટાઇમ-પાસની વસ્તુ છે. કોઈને કોઈ સ્વરૂપે પુસ્તક આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીના તમામ પડાવોને પ્રભાવિત કરતું રહે છે. પુસ્તકોનો આવિષ્કાર થયો, ત્યારથી લઈને માનવ જીવનમાં તેની ઉપયોગિતા પર અનેક જ્ઞાની લોકોએ ખૂબ બધા વિચારો કર્યા છે, ખૂબ બધું લખ્યું છે.
આધુનિક રાજકીય ચિંતન અને રાજકીય વિજ્ઞાનના જનક ઇટાલિયન નિકોલો મેકિયાવલી આમ તો નિષ્ઠુર વિચારક હતો, પરંતુ તેના વ્યક્તિત્વમાં અમુક નાજૂક બાબતો પણ હતી. એમાં પુસ્તકોનો સમાવેશ થાય. તત્કાલીન રોમમાં ફ્લોરેન્ટીનના રાજદૂત અને અંગત મિત્ર ફ્રાંસેસ્કો વેટ્ટોરીને ડિસેમ્બર ૧૫૧૩માં લખેલા પત્રમાં મેકિયાવલીએ તેના વાંચનના શોખ અંગે લખ્યું હતું –
"સાંજ પડે હું નિવાસે પાછો ફરું છું અને પુસ્તકોના મારા કમરામાં જાઉં છું. દરવાજે હું દિવસનો મારો મેલોઘેલો પહેરવેશ ઊતારીને ટાંગી દઉં છું, અને દરબારી વસ્ત્રો ધારણ કરીને પ્રાચીન જ્ઞાનીઓના દરબારમાં પ્રવેશ કરું છું. મને પ્રેમથી આવકાર આપવામાં આવે છે. ત્યાં મારા માટે આહાર તૈયાર હોય છે. હું તેમની સાથે વાતો કરું છું અને તેમના આચરણ વિશે હું સવાલો પૂછું છું. તેઓ નમ્રતાથી મને જવાબો આપે છે. ત્યાં ચાર કલાક સુધી મને કંટાળો નથી આવતો, હું દરેક દુઃખ ભૂલી જાઉં છું, મને ગરીબી, મોતનો ડર નથી લાગતો. હું મારી જાતને સંપૂર્ણપણે તેમને સમર્પિત કરી દઉં છું."
મેકિયાવલી તેનાં પુસ્તકો સાથે વાતો કરતો હોય એ કલ્પના કેટલી જબરદસ્ત છે. એ સાચી પણ છે. આપણે જ્યારે પુસ્તક વાંચીએ છીએ, ત્યારે આપણે તેની સાથે એવી રીતે સંવાદ કરીએ છીએ, જાણે એક મિત્ર સાથે વાત કરતા હોઈએ! ૨૦૦૬માં, હોલીવૂડની એક ફિલ્મ 'નાઈટ એટ ધ મ્યુઝિયમ' આવી હતી. તેમાં રોજ રાત પડે મ્યુઝિયમમાં શો-કેસમાં મુકવામાં આવેલાં જનાવરો જીવતાં થાય છે!
ધારો કે મેકિયાવલીની લાઈબ્રેરીનાં પુસ્તકો જીવતાં થઈને જે તે લેખકનું સ્વરૂપ ધારણ કરે અને મેકિયાવલી સાથે સંવાદ કરે તો? આમ ભલે ફિલ્મી કલ્પના લાગે (કોઈએ આવો પ્લોટ વિચારવા જેવો છે), પણ ડેન્માર્કમાં પ્રતિવર્ષ યોજાતા રોસકિલ્ડે મ્યુઝિક ફેસ્ટિવલમાં સન ૨૦૦૦માં રોની અબેરજેલ નામના એક સ્થાનિક લેખકને એવો વિચાર આવ્યો હતો કે જેમ પુસ્તકોની લાઈબ્રેરી હોય છે, તેવી માણસોની લાઈબ્રેરી હોય તો કેવું?
આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસની સાથે માણસોએ એકબીજા મળવાનું અને સંવાદ કરવાની ઓછું કરી દીધું છે, ત્યારે માણસો એકબીજાંને 'પુસ્તક' તરીકે મળે, તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ એવો વિચાર આ રોનીભાઈને આવ્યો હતો. એ વિચાર એટલો સશક્ત હતો કે આજે ૨૦ વર્ષ પછી ૮૦ દેશોમાં આવી લાઈબ્રેરી ચાલે છે, જેમાં માણસો 'પુસ્તક' બનીને એકબીજાને મળે છે. એ પ્રવૃત્તિનું નામ છે ‘હ્યુમન લાઈબ્રેરી’ એટલે કે માણસોની લાઈબ્રેરી.
આઈડિયા એવો છે એમાં જે વ્યક્તિ ‘મેમ્બર’ બનવા માગતી હોય, તે ‘પુસ્તક’ બને, અને ‘વાચકો’ માટે ઉપલબ્ધ રહે. એટલે ધારો કે હું ‘પુસ્તક’ તરીકે પેશ થવા તૈયાર થાઉં, તો કોઈ નિશ્ચિત જગ્યાએ કોઈ મને ‘વાંચવા’ આવે. એ મને મારા જીવન વિશે, વ્યવસાય વિશે, સફળતા-નિષ્ફળતા વિશે, દુઃખ-દર્દ વિશે પૂછે. ભારતમાં પણ અનેક શહેરોમાં આવી લાઈબ્રેરીઓ ચાલે છે.
જેમ પરંપરાગત લાઇબ્રેરીમાં વિષયવાર પુસ્તકો હોય છે, તેવી રીતે આ ‘હ્યુમન લાઈબ્રેરી’માં પણ કેવા પ્રકારના લોકો ‘પુસ્તકો’ રૂપે ઉપલબ્ધ છે, તેની સૂચિ બને છે. એટલે ધારો કે કોઈ ‘વાચક’ને સેરેબ્રલ પાલ્સીનું પુસ્તક ‘વાંચવું’ હોય, તો લાઈબ્રેરીમાં તે એવા રોગનો અનુભવ હોય તેવી વ્યક્તિને ‘વાંચવા’ માટે પસંદ કરી શકે. વ્યક્તિઓ સામેથી ‘પુસ્તક’ બનવા તૈયાર થઇ હોય, એટલે તેમને ‘વાચકો’નો કોઈ પણ સવાલનો જવાબ આપવાની શરમ ન હોય.
ધ હ્યુમન લાઇબ્રેરી ઓર્ગેનાઈઝેશન નામની નહીં નફો-નહીં ખોટના ધોરણે ચાલતી સંસ્થા આ લાઇબ્રેરીને ચાલવે છે. આ સંસ્થા ઊભી કરનાર રોની અબેરજેલ કહે છે કે અગાઉ તેણે અને તેના સહયોગીઓએ શહેરી વિસ્તારોમાં થતી હિંસા સામે સ્ટોપ ધ વાયોલેન્સ નામની ચળવળ સાત વર્ષ ચલાવી હતી. તે વખતે તેને પ્રશ્ન થયો હતો કે લોકો સાવ અજાણ્યા માણસો પર હિંસા કેમ કરતા હશે? તેને લાગ્યું કે તેનું એક કારણ એ છે કે તેમની વચ્ચે ભૂતકાળમાં કોઈ સંબંધ ન હતો. રોની કહે છે કોઈ વ્યક્તિ પસંદ ન હોય પણ તેની સાથે એક સામાજિક સંબંધ હોય, તો હિંસા ઘટી શકે.

આ વિચારમાંથી હ્યુમન લાઈબ્રેરીનો જન્મ થયો હતો, જેનો મૂળ હેતુ અજાણ્યા લોકો સાથે ઓળખાણ સ્થાપિત કરવાનો છે. આપણે અત્યંત ધ્રુવીકરણવાળા સમયમાં રહીએ છીએ, જેમાં જે ‘આપણા’ જેવા ન હોય અથવા આપણાથી ‘જુદા’ હોય તેવા લોકો પ્રત્યે આપણને બહુ બધા પૂર્વગ્રહો હોય છે. ધારો કે કોઈ વ્યક્તિ જેલની સજા કાપીને આવી છે અથવા ધારો કે સમલૈંગિક છે. આપણે જ્યાં સુધી તેને જાણતા નથી, ત્યાં સુધી આપણામાં તેના વિશે ઘણીબધી ગેરમાન્યતાઓ હોય છે. તેમાંથી જ નફરત અને ઘૃણા પેદા થાય છે. હ્યુમન લાઇબ્રેરીમાં આવા વિષમ લોકોને ખુલ્લા થવાનો અને પૂર્વગ્રહો દૂર કરવાનો મોકો મળે છે.
જુદા હોવું એટલે એકલા હોવું. જે સમાજ એક સરખા જોડા સીવતો હોય અને બધાને તેમાં ફીટ કરવાનો પ્રયાસ કરતો હોય, ત્યાં ‘નાના-મોટા પગવાળા’ માણસો તરછોડાય છે અને ભેદભાવનો શિકાર બને છે. આપણે નાના હતા ત્યારે આપણા વડીલો આપણને ઘણીવાર કહેતા હતા કે ‘આ પુસ્તક તારાથી ન વંચાય.’ આપણે સ્વતંત્રત થઈને ન વાંચવાનાં પુસ્તકો વાંચતા થયા, પછી આપણને ખબર પડી કે એ પુસ્તકોમાં તો કશું અસાધારણ ન હતું. બલકે, આપણે તે વાંચ્યા ન હતાં એટલે આપણે અધૂરા હતા. મોટા થઈને આપણે બહુ બધાં પુસ્તકો વાંચ્યાં, પછી ખબર પડી કે કોઈ પુસ્તક સારું કે ખરાબ નથી હોતું. પુસ્તક સારી રીતે લખાયેલું અથવા ખરાબ રીતે લખાયેલું હોય છે.
માણસોનું પણ એવું જ છે. આપણે તેને ‘વાંચીએ’ નહીં ત્યાં સુધી તે આપણને ખરાબ જ લાગે. શાહરુખ ખાનની ‘બાઝીગર’ ફિલ્મમાં ગીતકાર રાની મલિકે એટલે જ લખ્યું હતું;
કિતાબે બહોત સી પઢી હોંગી તુમને
મગર કોઈ ચહેરા ભી તુમને પઢા હૈ
સૌજન્ય : લેખકની ફેઇસબૂક દિવાલેથી સાદર
![]()


આજકાલ ભારતમાં ભમી રહ્યો છે એ કોરોના મહા રાક્ષસ છે. નાનપણમાં ‘ટચૂકડી ૧૦૦ વારતાઓ’-ની ચૉપડી વાંચેલી. એમાં કેટલીયે વારતાઓમાં રાક્ષસની વાત આવે, બોલતો ને હાંફતો ને ધૂણતો ને ફાંફાં મારતો જતો હોય – માણસ ગંધાય માણસ ખાઉં, માણસ ગંધાય માણસ ખાઉં. આ કોરોના એવો છે, કહો કે એથીયે ભૂંડો છે.
‘ઓપિનિયન’ દોઢ દાયકા સુધી મુદ્રિત રૂપે, ત્રણ વર્ષ ડિજિટલ અવતારે અને છેલ્લાં સાત વર્ષથી ઓનલાઇન સામાયિક રૂપે સતત પ્રગટ થતું રહ્યું. તેની સર્વસમાવેશી નીતિ અને લેખકોની સ્વાયત્તતા જાળવી રાખવાનું ધ્યેય દાદ માગી લે તેવું ખરું. નિબંધો, લેખો, કાવ્યો અને વાર્તાઓનાં માધ્યમથી ડાયસ્પોરિક સાહિત્યને સંગોપીને સુરક્ષિત રાખવાનું કાર્ય પા સદીથી ચાલ્યું આવે એ નાની સૂની સિદ્ધિ નથી. તે માટે તેના સંસ્થાપક અને સંચાલક તેમ જ તેને ધબકતું રાખનારા સહુ ધન્યવાદને પાત્ર ઠરે.
1981માં ગુજરાત સરકાર દ્વારા ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ની સ્થાપના થઇ. મૂળે તો સાહિત્યના સંરક્ષણ અને સંવર્ધનનો હેતુ. અકાદમી સ્વાયત્ત સંગઠન હોવાથી તેના અધ્યક્ષની ચૂંટણી સામાન્ય સભાના સભ્યોના મતદાનથી થતી. અનેક નામાંકિત સાહિત્યકારોએ અકાદમીનું અધ્યક્ષ પદ શોભાવેલું. 1991માં સ્વ. મનુભાઈ પંચોલીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવી. દર્શક બીજી મુદ્દત માટે બિનહરીફ ચૂંટાઈ આવેલા અને તેમના પછી પણ અકાદમીને ચૂંટાયેલા પ્રમુખો મળેલા. તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન અન્ય સાહિત્યકારોનો સાથ લઈને સ્વાયત્ત અકાદમીનું બંધારણ ઘડ્યું, જે મંજૂર પણ થયું. મુશ્કેલી એ થઇ કે બંધારણ ધારાસભામાં પસાર થયેલું ન હોવાથી તેને સરકાર બદલી શકે તેમ હતું; અને થયું પણ તેમ જ. મનુભાઇના કાર્યકાળ દરમ્યાન અર્જિત થયેલી મહત્તમ કક્ષાએ પહોંચેલી સ્વાયત્તત હાથમાંથી સરી
ગઈ. 2003થી 2015 સુધી સરકારે ચૂંટણીનું આયોજન ન કર્યું હોવાને લીધે કામ ચાલુ રજિસ્ટ્રાર અને ખેલકૂદ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સેક્રેટરી દ્વારા અકાદમીનું સંચાલન થતું રહ્યું. 2015માં ગુજરાતીના લેખક અને નિવૃત્ત આઈ.એ.એસ. ઓફિસર ભાગ્યેશ ઝ્હાની ચૂંટણી યોજ્યા વિના નિમણૂંક થઇ. તેના પ્રતિભાવ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ અને બીજા નામાંકિત સાહિત્યકારોની આગેવાની હેઠળ Autonomous Academy Agitation – સ્વાયત્ત અકાદમી આંદોલન શરૂ થયું.


હતા. તેઓ મહિલાઓનો આદર કરતા. તેમણે ખેત ગુલામી પ્રથા નાબૂદ કરી. આ પુસ્તક હિન્દી, ઇંગ્લિશ, કન્નડ, ઉર્દૂ અને ગુજરાતીમાં અનુવાદિત થયું. આ વાત હિંદુત્વવાદના પ્રચારકોની માન્યતા વિરુદ્ધ હોવાને કારણે ગોવિદ પાનસરેની હત્યા કરાઈ. અંતિમવાદી વિચાર ધરાવનારાઓ સામે સત્ય હકીકત રજૂ કરવાની આ સજા. લોકોએ આ ક્રૂરતાનો જવાબ પાનસરેના પુસ્તકો વધુ સંખ્યામાં ખરીદીને વાળ્યો.
ગૌરી લંકેશના ઘરની બહાર જ તેમની હત્યા કરાઈ. કારણ? જમણેરી અંતિમવાદી હિન્દુ વિચારોનું ખંડન કરવાની હિંમત દાખવવી, જેને માટે તેમને Anna Politkovskaya પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. તેઓ મહિલાઓના અધિકારો માટે ઝુંબેશ ચલાવતાં અને જ્ઞાતિ આધારિત ભેદભાવ વિરુદ્ધ ચળવળ કરતાં. સંઘ પરિવારના સૂફી પવિત્ર સ્થાનને હિન્દુ સ્થાનકમાં ફેરવી નાખવાના પ્રયાસને તેઓએ વખોડેલો. જ્ઞાતિ અને લિંગભેદના સંદર્ભમાં તેમણે કહેલું, હિન્દુઈઝમ એ કોઈ ધર્મ નથી, એ તો સમાજની સ્તરીકરણની વ્યવસ્થા છે. ભારતીય જનતા પક્ષના ત્રણ સભ્યો સામે ઝવેરીઓને છેતરવા બદલ કેઈસ કરવા માટે તેમના પર બદનક્ષીનો દાવો કરવામાં આવેલ.


