દૂર સામીપ્યમાં સ્વપ્ન પ્રસરાવી દે છે,
કાળ કઠણ છે ચોખટ પર લાવી દે છે.
તીવ્ર ધ્વનિ ઘેઘુર દૃશ્ય રાતાં તોફાન,
ઊના ઉજાગરા આંખ પર ખીંટી તરે છે.
ચૈતર જેવી ચાંદની પલકોથી નીકળે,
દીવાસ્વપ્ન પાંપણનાં પલકારે ટપકે છે.
પક્ષી જેવો હું ટહુક્યો તો કેવું થયું ?
મનની વ્હાલસોયી ડાળખી પણ ફરફરે છે,
તારી કાયા જ તારી ઊગમણી દિશા છે,
દીવાસ્વપ્ન ટેવવશ ફક્ત જિંદગી કાપે છે.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


આટલાં ધર્મયુદ્ધો ને આટલાં કોમી રમખાણો પછી પણ, આખો દેશ ફરી એક હિંસા માટે બહુ આતુર છે. એમ લાગી રહ્યું છે કે દેશ કોમી આગમાં બળવા જીવ પર આવી ગયો છે ! વોટ્સએપ, ફેસબુક વગેરેમાં હિન્દુઓ મુસ્લિમો અને મુસ્લિમો હિન્દુઓ વિરુદ્ધ જે ઝનૂન ફેલાવી રહ્યા છે તે ફરી એક દેશને લોહિયાળ બનાવે તો નવાઈ નહીં ! બંને કોમો લોહી રેડીને શું માંગે છે તે નથી સમજાતું, પણ લોહીની લાલચ ઘટતી નથી. સૈકાઓ જૂની હિંસા હાથમાં કૈં આવ્યું નથી, તો પણ એકબીજાની વિરુદ્ધ ઝેર ઓકવાનું અટકતું નથી. કરુણતા એ છે કે બંને કોમને, જે થઈ રહ્યું છે તેમાં ખોટું કૈં દેખાતું ને હકીકત એ છે કે બંને પક્ષે સત્ય સિવાય બધું જ છે. બંનેમાં સારું પણ ને નબળું પણ છે, પણ નબળાઈ સામે પક્ષે જ છે ને આપણે તો દૂધે ધોયેલાં જ છીએ એવો ભ્રમ વ્યાપક છે.
ઇન્ડોનેશિયાના પ્રથમ રાષ્ટ્રપતિ (૧૯૪૫-૧૯૬૭) રહેલા સુકર્ણોએ તેમની આત્મકથામાં, ભારતે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ન સ્વીકારી તેના પર વ્યંગ કરતાં લખ્યું હતું, “ઇન્ડોનેશિયામાં ૧૦,૦૦૦થી વધુ ટાપુ છે અને અમારા દરેક ટાપુ પરનો નાગરિક આજે ઇન્ડોનેશિયાની નવી ભાષા ‘બહાસા’ બોલે છે. જયારે ભારત આટલો વિશાળ દેશ હોવા છતાં આજ સુધી તેની રાજભાષા અપનાવી નથી શક્યો.”