રાખે છે એક લાગણી મુજ ને અમીર જેમ
પ્રેમમાં ભાવભીના નેણે નીર ઉભરાતાં જેમ.
મોર મારા મનનો ગહકતો રહ્યો છે રાતભર,
દિલની વીણા પર પ્રેમની ગઝલ લખાતી જેમ.
દૂધ જેવી ચાંદી ઊર્મિઓ પ્રેમ રંગે વરસતી રહી,
મેઘ-ધનુ અમૃત ધારા વરસાવે ધરતી પર જેમ.
હર્ષની હેલીમાં પ્રેમ મદિરા જામ નવા છલકાવે,
આંસુઓ કોરા જિંદગીની સુરા પીવાતી જેમ.
રંગમય વાતાવરણ નશીલી આંખો મદિલી ક્ષણો,
છાની અછાની પ્રણયની આશાઓ ફળતી જેમ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


ઉદાહરણ આપવું હોય તો ગોસેવકો અને ગોરક્ષકોનું આપી શકાય. ભારતમાં મુસલમાનોની વસ્તીને કારણે માત્ર અને માત્ર ગાય એટલી લાચાર છે કે તેની રક્ષા અને સેવા કરવી પડે એમ છે. બીજા પશુઓની સેવા કે રક્ષા કરવાની જરૂર નથી, માત્ર ગાયની સેવા અને રક્ષા કરવી પડે એમ છે. આ વિચિત્ર વાત નથી? બીજા કોઈ પશુની સેવા અને રક્ષા કરવી નથી પડતી અને એકલી ગાયની જ કેમ રક્ષા કરવી પડે છે? હકીકતમાં પોતાની જાતને કોઈક જગ્યાએ જોતરવા માટે અને એ દ્વારા હિત સાધવા માટે ગાય એક સાધન છે. રમત બહુ સરળ છે. ગાય હોય કે ભાષા, પહેલા એને આદરણીય બનાવો, રાષ્ટ્રીય અને ધાર્મિક ઓળખ એના ઉપર આરોપો, એને રાષ્ટ્રીય-પ્રજાકીય વજૂદનો હિસ્સો બનાવો અને પછી? પછી એને નિરાધાર લાચાર અબળા બનાવો. વળી દુ:શ્મનો તો હોવા જ જોઈએ એટલે તેનાં દુ:શ્મનો ઓળખી કાઢો અને જરૂર પડે તો પેદા કરો. અને એ પછી? એ પછી દેખીતીરીતે એ લાચાર નિરાધાર દુ:શ્મનગ્રસ્ત અબળાને સેવકોની અને રક્ષકોની જરૂર પડશે.