[પાર્ટ-2]
કોઈ પણ સત્તાધીશને સવાલ કરો તો તેને ન ગમે. 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરામાં 58 રામસેવકોને જીવતાં સળગાવી દીધાં તે ઘટના પાશવી હતી. એ ઘટના બાદ ગુજરાતમાં મુસ્લિમો પ્રત્યે રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. માની લઈએ કે ગોધરાની ઘટના પૂર્વ આયોજિત કાવતરું હતું, પરંતુ આ કાવતરું સરકાર પકડી શકી ન હતી; તેથી 58 નિર્દોષ લોકો ભોગ બની ગયાં ! સરકાર માટે આ શરમજનક ઘટના હતી; કેમ કે ગુજરાતમાં આ પ્રકારની કોઈ ઘટના અગાઉ બની ન હતી. મુખ્ય મંત્રી હિન્દુઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હતા; તેથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા ભોગ બનનારની ડેડ-બોડીઓ અમદાવાદ મંગાવીને સામૂહિક સ્મશાનયાત્રા કઢાવી ! તેથી લોકો વધુ ઉશ્કેરાયા; અમદાવાદ શહેર અને અન્ય વિસ્તારોમાં ત્રણ દિવસ સુધી સામૂહિક હિંસા ફાટી નીકળી ! સરકારની પક્ષપાતની કાર્યવાહી અંગે આક્ષેપો થયા. તે વખતે વડા પ્રધાન અટલ બિહારી બાજપાઈ હતા; તેમણે કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાડીઝને અમદાવાદ મોકલ્યા. ફર્નાડીઝ અનેક લોકોને મળ્યા. ફર્નાડીઝે બાજપાઈને રિપોર્ટ કર્યો. તેથી બાજપાઈ ગુજરાતની મુલાકાતે આવ્યા. તે સમયે બાજપાઈએ તત્કાલિન મુખ્ય મંત્રીને કહ્યું હતું-‘રાજધર્મ નીભાવો !’ બાજપાઈ; સત્તાપક્ષના અન્ય નેતાઓ તથા ગુપ્તચર એજન્સીના રિપોર્ટથી જાણતા હતા કે ગુજરાતમાં સરકાર લઘુમતીઓની દરકાર કરતી નથી ! બાજપાઈને આ બે શબ્દો ન છૂટકે પોતાના મુખ્ય મંત્રીને કહેવા પડ્યા હતા ! આ બે શબ્દોને કારણે વિપક્ષ અને ન્યાય ઈચ્છી રહેલ લોકોને જબરજસ્ત બળ મળ્યું હતું !
આ તોફાનોમાં સરકારી આંકડા મુજબ 790 મુસ્લિમો, 254 હિન્દુઓ અને અન્ય આંકડાઓ મુજબ 1,926થી 2,000થી વધુ નિર્દોષ બાળકો / મહિલાઓ / વૃદ્ધોની ઘાતકી હત્યાઓ થઈ ! બળાત્કાર થયાં ! 2,500થી વધુ લોકોને ઈજા પહોંચી. 273 દરગાહો, 241 મસ્જિદો, 19 મંદિરો, 3 ચર્ચને તોડી નાખવામાં આવ્યા કે તેમને નુકશાન કરવામાં આવ્યું ! મુસ્લિમોના 1 લાખ ઘર / 1,100 હોટલ / 15,000 ધંધાઓ / 3, 000 ગૃહઉદ્યોગ / 5,000 વાહનોને નુકશાન પહોંચ્યું ! 2 લાખ મુસ્લિમોને ઘર છોડવું પડ્યું ! કરોડો રૂપિયાની સંપત્તિનો નાશ થયો ! કરોડો રુપિયા રાહતમાં ખર્ચાયા. 27,780 લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા. 11,167 લોકોને ગુનાહિત વર્તણૂક માટે એરેસ્ટ કર્યા; તેમાં 3,269 મુસ્લિમ અને 7,896 હિન્દુઓ હતા. 16,615 લોકોને અટકાયતી પગલાં માટે એરેસ્ટ કરવામાં આવ્યા; જેમાં 2,811 મુસ્લિમો અને 13,804 હિન્દુઓ હતા ! Concerned Citizens Tribunal, તથા Crimes Against Humanityના જણાવ્યા મુજબ એરેસ્ટ કરેલ આરોપીઓમાંથી 90% આરોપીઓને ત્વરિત બેઈલ ઉપર મુક્ત થઈ ગયા હતા ! હત્યા અને આગ ચાંપવાના આરોપીઓ પણ જામીન ઉપર છૂટી ગયેલ ! આ બધી ઘટનાઓના કારણે અમેરિકાએ તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાના વિઝા આપવાનો ઈન્કાર કરી દીધો હતો ! ગોધરા-હિંસા અને પછીની હિંસાથી વિશ્વમાં ગુજરાતનું નામ ખરડાયું હતું; સ્વાભાવિક છે કે સત્તામાં હોય તેનો વાંક જોવામાં આવે. SIT તથા સુપ્રિમકોર્ટની ક્લિન-ચિટથી આ હત્યાઓ થઈ નથી તેવું સાબિત થઈ જતું નથી ! સત્તામાં ફરી-ફરી ચૂંટાઈ જાય, તેથી આ હત્યાનો ઇતિહાસ ભૂંસાઈ જતો નથી ! હા, ‘સત્તા’ હોય તો ચૂકાદા તરફેણમાં જરૂર આવે છે !
સવાલ એ છે કે ન્યાય માંગવો તે ગુનો છે? 24 જૂને 2022ના રોજ સુપ્રિમકોર્ટનો ચૂકાદો આવે છે અને બીજે જ દિવસે તીસ્તાની મુંબઈથી ધરપકડ કેમ? શું તીસ્તા આતંકવાદી છે? તીસ્તા સેતલવાડ વડા પ્રધાનને આંખના કણાની જેમ કેમ ખટકે છે? આ છે કારણો : [1] તીસ્તાએ પોતાની NGO મારફતે 2002ની હિંસાની સચ્ચાઈ ઉજાગર કરી; અને સરકારને જવાબદાર ઠેરવી. [2] ન્યાય માટે જુદી જુદી કોર્ટમાં લડાઈ લડી. તેમના પ્રયાસના કારણે જ સુપ્રિમકોર્ટે 2008માં SITની રચના કરી. આ SIT સાથે ‘કામ પાડવા’માં ‘સત્તા’નો દમ નીકળી ગયો ! [3] તત્કાલિન મુખ્ય મંત્રીને અમેરિકાએ વિઝા આપવાનો ઈન્કાર કર્યો તે સહન થઈ શકે તેમ ન હતું. [4] મુખ્ય મંત્રીમાંથી 2014માં વડા પ્રધાન બન્યા; 2919માં ફરી વડા પ્રધાન બન્યા છતાં 2002ની નામોશીથી છૂટકારો ન મળ્યો ! [5] તીસ્તાએ સુપ્રિમકોર્ટમાં જઈને ‘બેસ્ટ બેકારી કેસ’ / ‘બિલ્કીસ બાનો કેસ’ મુંબઈમાં ટ્રાન્સફર કરાવ્યો; જેથી ગુજરાતની ‘સત્તા’ને નીચાજોણું થયું ! બન્ને કેસમાં આરોપીઓને સજા થઈ. ‘બિલ્કીસ બાનો કેસ’માં IPS અધિકારી આર.એસ. ભગોરાને 30 મે 2019ના રોજ ડિસમિસ કરવા પડ્યા ! બિલ્કીસ ઉપર ગેંગરેપ થયો હતો. તેની અઢી વર્ષની દીકરી સહિત પરિવારના 7 વ્યક્તિઓની 3 માર્ચ 2002ના રોજ હત્યા થઈ હતી. સુપ્રિમકોર્ટે તેને 50 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો. ‘સત્તા’ માટે નીચાજોણું થયું હતું. [5] રાષ્ટ્રીય /આંતરરાષ્ટ્રીય મીડિયામાં આ કિસ્સાઓ ગાજતા હોવાથી વડા પ્રધાનની ‘ઈમેજ’ને ધક્કો પહોંચતો હતો. 2002ની હિંસા અંગે સ્ટિંગ ઓપરેશનો થયા. જેના કારણે નામોશી સતત થતી રહી હતી. પુસ્તકો લખાયાં – ‘Gujarat files-Anatomy of a cover up’ લેખક – રાણા અય્યુબ, 25 માર્ચ 2026 / ‘The anatomy of hate’ લેખક-રેવતી લૌલ, 10 ડિસેમ્બર 2018 / ‘Fear and Forgiveness : The Aftermath of Massacre’ લેખક-હર્ષ મંદર, 1 જાન્યુઆરી 2015 / ‘Between Memory and Forgetting : Massacre and the Modi years in Gujarat’ લેખક-હર્ષ મંદર / ‘Scarred : Experiments with Violence in Gujarat’ લેખક-ડિઓને બુન્શા, 1 જાન્યુઆરી 2006 / ‘Communal Violence, Forced Migration and the State : Gujarat since 2002’ લેખક – સંજીવની બાડીગર લોખંડે, 13 ઓક્ટોબર 2016 / ‘Under cover : My journey into the darkness of Hindutva’ લેખક-આશિષ ખેતાન, 11 જાન્યુઆરી 2021 / ‘Gujarat Behind the Curtain’ લેખક – આર.બી. શ્રીકુમાર, 17 ડિસેમ્બર 2015 / ‘Gujarat : The Making of a Tragedy’ લેખક-તીસ્તા સેતલવાડ / સિદ્ધાર્થ વરદરાજન, 25 નવેમ્બર 2003. તીસ્તાની ઝૂંબેશના કારણે સત્યશોધકો આગળ વધતા હતા અને પુસ્તકોમાં પર્દાફાશ કરતા હતા; જેથી ‘અવતારી-દિવ્યશક્ત’ની ઈમેજમાં ગોબો પડતો હતો ! ખાસ તો વિદેશોમાં ‘વિશ્વગુરુ’ની છબિ વધુ ખરડાઈ રહી હતી; એટલે જ તીસ્તા સેતલવાડને જેલમાં પૂરવામાં આવ્યાં !
રાણા અય્યુબ તથા આશિષ ખેતાનનાં પુસ્તકો સાબિત કરે છે કે હિંસામાં ‘સતા’ કઈ રીતે સંડોવાયેલ હતી. બેસ્ટ બેકરી કેસમાં ઝહિરા શેખને ફરી જવા બચાવ પક્ષે લાંચ આપી હતી ! તેમના સ્ટિંગ ઓપરેશનની કારણે બાબુ બજરંગી અને માયા કોડનાનીને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં. 2002ની હિંસા પછી ‘સત્તા’એ એક જબરજસ્ત વિજય હાંસલ કર્યો છે – તેણે નાગરિકોને ભીડમાં ફેરવી નાખ્યા છે ! જે ભીડ હવે સત્યશોધકો ઉપર હુમલાઓ કરે છે; ગાળો આપે છે; અવાજ દબાવે છે. એક તરફ ભીડ; બીજી તરફ સત્તાનો જુલમ ! જે સત્યશોધકો હિમ્મત કરે છે તેમને ‘સત્તા’ જેલમાં પૂરે છે !
17 જુલાઈ 2022
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()



1932માં ‘ધ ગૂડ અર્થ’ને ‘પુલિત્ઝર પ્રાઇઝ’ એનાયત થયું. આ નવલકથામાં વાંગલંગ નામના ચીની ખેડૂતના જીવનનું આલેખન છે. ધરતીની મમતાના કારણે એ અને એની માયાળુ પત્ની અનેક વર્ષો સુધી સંઘર્ષ તથા કષ્ટ વેઠતાં રહે છે અને પછી શ્રીમંત બને છે. એમાં ચીનની કઠોર અને કપરી વાસ્તવિકતાઓનું સચોટ નિરુપણ હતું. ચીનને એની રહસ્યમયતા માટે રસપ્રદ માનનાર અમેરિકા માટે આ દૃષ્ટિકોણ નવો હતો. ‘ધ ગૂડ અર્થ’ ત્રણ નવલકથાઓની શ્રેણીમાંની પ્રથમ નવલકથા છે. તેનો ગુજરાતીમાં અનુવાદ ‘ધરતી’ નામે 1937માં નીરુભાઈ દેસાઈએ કર્યો છે.
