જીવે છે સૌ લોહીમાં પોત પોતાનું મહાભારત !
શ્વાસો શ્વાસ પર વ્યાસની સહી કયાં છે ?
સમુદ્રોની છાતી ઉપર તરનાર કાળિયો નાગ !
ગોમતી નદીના તટ પર દ્વારકાધીશ કયાં છે !
ખૂપી ગયો રથ કર્ણ તણો જો હું જ લાગુ,
તિક્ષ્ણ તીરે વીંધી નાખે એ અર્જુન ક્યાં છે!
ઝીલિયા પોતીકાના બાણો ખુલ્લી છાતીએ,
દિર્ગાહ આયુષી ગંગા પુત્ર ભીષ્મ ક્યાં છે ?
કહો ધર્મીને સંભળાવે નહિ માયાની રામાયણ,
હરણ કરે સીતાનું એ કંસ – મારીચ કયાં છે?
ટેકરે આવી ચડ્યા, વિંધ્ય અચલ જેનું નામ,
જીવન સંજીવની લઈ દેવકી નંદન કયાં છે ?
દુષ્કર્મની પાદુકા હાથમાં લઈ, મંદિરે ઊભો છું,
સત્કર્મોનો હિસાબ જાણતા શ્રીરામ કયાં છે !
જીવન રૂપી ભવસાગર જે તરે તે જ જાણે,
પાણિયારી સ્થિર દીવો શ્વાસો શ્વાસ કયાં છે!
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


મધ્ય પ્રદેશના રાયસેના જિલ્લામાં તાજેતરમાં દિગંબર સમાજના પર્યુષણ પર્વ દરમિયાન અનોખા ઉપવાસ કરવામાં આવ્યા હતા. જિલ્લાના બેગમગંજમાં, એક હજાર જૈનોએ 24 કલાક માટે તેમના મોબાઈલ ફોન મંદિરમાં જમા કરાવી દીધા હતા. સમાજના જૈન મુનિઓએ લોકો સમક્ષ ઇ-ફાસ્ટિંગનો એટલે કે ઇન્ટરનેટથી દૂર રહેવાનો સંકલ્પ મુક્યો હતો. તેની પાછળ તર્ક એવો હતો કે લોકો મોબાઈલ ફોનના એટલા જ વ્યસની થઇ ગયા છે, જેટલા ચા-બીડી-તમાકુના થઇ જાય છે અને હવે એવી સ્થિતિ છે કે તેમાંથી છૂટવા માટે ઉપવાસની ટેવ પાડવી જોઈએ.