સજળ આંખે, નદીનાં નીર સમ નયનોથી અશ્રુપાત,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
જીગરની વેદના, મ્હોબતની મતા સંભાળી બેઠો,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
વસેલાં દૂર, તો પણ બેઉ મન તો અંતે છે એક જ,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
વાયરા દર્દના, આંખોથી ગુલાબી પ્યાલી છલકાવે,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
નિર્માલ્યનાં અનંત ફૂલ, સાગર જેવી ચંચળ ઊર્મિ,
નદીમાં ખરતાં ફૂલની માફક, તરતી તરતી જાઉં છું.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


“હું ભલે માત્ર 14 વર્ષની હોઉં, મારે શું કરવું છે તેની મને બરાબર ખબર છે, મને ખબર છે કોણ સાચું છે અને કોણ ખોટું. મારી પાસે મારા અભિપ્રાયો, મારા પોતાના વિચારો અને સિદ્ધાંતો છે, અને કદાચ હું ગાંડાઘેલી કિશોરી જેવી લાગું તો પણ, હું એક બાળકને બદલે એક વ્યક્તિ જેવો અહેસાસ કરું છું, હું કોઈપણથી સ્વતંત્ર અનુભવ કરું છું … હું બીજા મોટાભાગના લોકોની જેમ, વ્યર્થ જીવવા નથી ઈચ્છતી. હું એવા લોકોનાં કામમાં આવવા માગું છું અને તેમના જીવનમાં ખુશી લાવવા ઈચ્છું છું, જેઓ મારી આસપાસ રહે છે પણ પણ મને જાણતા નથી. હું મર્યા બાદ પણ જીવવા ઈચ્છું છું.”
વીસમી સદીના છઠ્ઠા દાયકામાં ગુજરાતી સાહિત્યમાં પ્રયોગપરાયણતા, ભાષાકર્મ, ઘટનાનું તિરોધાન, વગેરેને આગળ કરનારા આધુનિકોની બોલબાલા હતી. એમાંના ઘણા અધ્યાપકો, પંડિતો, અભ્યાસીઓ હતા. અને ‘મુખ્ય પ્રવાહ’ના હતા. ત્યારે ૧૯૫૯માં એક લેખકની પહેલી લઘુનવલ પ્રગટ થાય છે, ‘કાયર.’ રેલવે-અકસ્માતમાં પુરુષત્વ ગુમાવી બેઠેલા નાયક ગિરધરના ચિત્તની લીલાઓનું, ગુણિયલ પત્ની ચંપાના સંદર્ભમાં, વેધક નિરૂપણ અહીં થયેલું જોવા મળે છે.