જહાજે જહાજે કિનારા બદલાય છે,
કિનારે કિનારે વાટ જોનારા બદલાય છે.
ચેતનવંત દેહ એક લાશ બંને છે,
જનાજે જનાજે સહારા બદલાય છે.
નાટક તો એકનું એક જ હોય છે,
સમયાંતરે ભજવનારા બદલાય છે.
મીરાં-નરસિંહ લખી ગયાં ભજનો,
પેઢી દર પેઢી ગાનારાં બદલાય છે.
ઠેરઠેર મંદિર, મસ્જિદ, દેવળ છે,
ટોચે ટોચે બસ મિનારા બદલાય છે.
દ્રશ્યો પણ એ, કલાકાર પણ એ જ છે,
રોજે રોજ હવે તો જોનારા બદલાય છે.
જામ પણ એ ‘મૂકેશ’ સાકી પણ એ જ છે,
દિવસ ઢળતા અહીં પીનારા બદલાય છે.
ન્યુ જર્સી, યુ.એસ.એ.
e.mail : mparikh@usa.com