એક દુનિયામાં પોઢ્યાં
અને બીજીમાં જાગ્યાં
એકાએક ડિઝનીનું જાદું ગાયબ છે
પૅરિસ હવે રોમાંચક નથી રહ્યું
ન્યુયોર્ક ટ્ટટાર નથી ખડું હવે
ચીની દિવાલ નથી રહી ગઢ
અને મક્કા નિર્જન છે
આલિંગનો અને ચૂંબનો
અચાનક હથિયાર બની ગયા છે
માબાપ અને મિત્રોને મળવાનું ટાળવું
પ્રેમનું કૃત્ય મનાય છે.
અચાનક આપણને ભાન થાય છે કે સત્તા,
સૌંદર્ય તથા નાણાનું કાંઈ મૂલ્ય નથી
અને જેની તાતી જરૂર છે એ ઑક્સિજન
મેળવી આપવામાં અસક્ષમ છે.
દુનિયા એનું જીવન ચાલું રાખે છે
અને એ સુંદર છે
એ માત્ર મનુષ્યોને પિંજરે પૂરે છે
મને લાગે છે આપણને સંદેશો આપવા માગે છે :
“તમે અનિવાર્ય નથી
તમારા વગર
વાયુ, ધરતી, જળ અને આકાશ
મજામાં છે
પાછા ફરો ત્યારે યાદ રહે
તમે મારા મહેમાન છો
માલિક નહીં.”
સ્રોત : MARKOGERTSCHNIG.com
![]()


“બૌદ્ધિકો એટલે પોતાના એકદંડિયા મહેલમાં બેસીને ‘બૌદ્ધિકો દ્વારા, બૌદ્ધિકો માટે અને બૌદ્ધિકોનું’ સંશોધન કરતા લોકો.” ધીરુભાઈ શેઠને મળતાં, તેમની સાથે વાત કરતાં આ માન્યતાનો છેદ ઊડી જતો જણાતો. ૭ મે, ૨૦૨૧ના રોજ, ૮૫ વર્ષની વયે દિલ્હીમાં તેમનું અવસાન થયું, એ દેશના બૌદ્ધિક જગતને પડેલી મોટી ખોટ કહી શકાય.
ભણાવતા તેજસ્વી પ્રોફેસર રજની કોઠારી, ભીખુભાઈ પારેખ વગેરે વિવિધ શાખાઓના લોકો મળતા. વિવિધ મુદ્દે વાદવિવાદ, તર્ક તેમ જ ચર્ચાઓની એવી રંગત જામતી કે ત્રણ-ચાર કલાક ક્યાં ય પસાર થઈ જતા અને માનસમાં એક નવી જ સમજણનો ઉઘાડ થઈ જતો.
નાટ્યકાર વિશે : ૨૦મી સદીના ખ્યાતનામ બ્રિટિશ નાટ્યકાર ડૅવિડ કૅમ્પ્ટન (૧૯૨૪-૨૦૦૬) લૅસ્ટરમાં જન્મેલા. આ પ્રચુર નાટ્યકારે પાંત્રીસ વર્ષના ગાળામાં સ્ટેજ, રેડિયો અને સિનેમા માટે ૧૨૦થી વધુ સ્ક્રિપ્ટ લખી અંગ્રેજી ભાષામાં એકાંકી ક્ષેત્રે મોટું પ્રદાન કર્યું છે. એમનાં નાટકો ખૂબ જ લોકપ્રિય હોઈ આજે પણ ભજવાય છે.
દિવાલને પેલે પાર શું થઈ રહ્યું હશે એનાં જ વિચારો ચાલ્યાં કરે. ત્યાંથી શરૂ થાય છે મોકાણ.