પહેલો વરસાદ છે જરા, એમાં પલળી તો જો,
તન મન ભીંજાઈ જાશે, આભ નીચે આવી તો જો.
ખૂબ તપ્યો તો તાપમાં હવે, અમી વર્ષાની ઠંડક માણી તો જો
રોમ રોમ પુલકિત થઈ જશે, ફૂલની જેમ ખીલી તો જો.
ભીની માટીની આ સોડમ જરા માણી તો જો
પાણીનાં ખાબોચિયામાં છબછબિયાંની મજા લઈ તો જો
આ તો પ્રેમ છે, ક્યારે પડી જશે એમાં ખબર નહિ પડે
દિલની આ લાગણીનો રસ ચાખી તો જો
તરબોળ થઈ જશે જિંદગી, પ્રેમમાં પડી તો જો,
છલકતો જામ છે આ, જરા નશો કરી તો જો.
ઝૂમી ઊઠશે "મૃદુલ મન" તારું,
જિંદગીમાં આ પ્રેમની મોસમ માણી તો જો.
08/05/2021
e.mail : mruduls.ms@gmail.com
![]()


‘કોડિયું’ જેનું મુખપત્ર છે તે લોકભારતીની સ્થાપના 28 મે 1953માં બુદ્ધપૂર્ણિમાના દિવસે થઈ હતી. આ દિવસે લોકભારતીની સ્થાપનાને 68 વર્ષ થશે.
માણસે પોતાનો ક્રોસ પોતે જ ઉપાડવાનો હોય છે તેમ બુદ્ધે પોતાના જીવનથી એ શીખવ્યું કે દરેકે પોતાનું મહાભિનિષ્ક્રમણ પોતે જ કરવાનું હોય છે. મહાત્મા ગાંધીએ શીખવ્યું કે દરેક માણસ જ્યાં હોય ત્યાંથી ઊઠીને ઊભો થઈ શકે અને સત્ય – અહિંસાના માર્ગે અન્યાય સામે યુદ્ધે ચડી શકે.