યુગોથી કર્યા કરું છું
નિરંતર પ્રેમનું તપ
નિહાળ્યા કરું છું
તારાં બદલાતાં રૂપ
પહેલા યુગમાં તું વિહરતી
ઓઢીને દિશાઓ રૂપકડી
ધુપકિરણો શી તરતી
પરી – અપ્સરા ભૂલી પડી ?
તારા નામની પહેલી કવિતા
પ્રજ્વલિત અગ્નિ ઈશાનમાં
ઉત્તરે ઉતરેલી કોઈ સરિતા
ને લય તારો વૈકુંઠી ગાનમાં
વહેતી કામિની લાવામય
મનમાં તો મૂંઝારા કારમા
ઓહ કેવાં રે મોહના ભય
સ્ખલનના નિસાસા હારમાં
આજે સ્મૃિતપટે જોઉં રંગલિસોટા
ઊર્મિઓ- કેટલાં પિક્ષ્લ, ડીજિટલ ફોટા
http://avataran.blogspot.co.uk/search?updated-min=2013-01-01T00:00:00Z&updated-max=2014-01-01T00:00:00Z&max-results=6
![]()



ગયા અઠવાડિયે યોજાયેલી એક સાહિત્યસભામાં હાજરી આપવાનું બનેલું. એક મહાનુભાવ સાહિત્યકારના ગ્રન્થ વિશે સમીક્ષાનો ઉપક્રમ હતો. ગ્રન્થકાર પણ એક વક્તા રૂપે હાજર હતા. ગ્રન્થનું નામ છે, “અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો”. પહેલા સમીક્ષકે શરૂઆતમાં જ પોતાની મીઠી મૂંઝવણ રમૂજમાં રજૂ કરી, કે ટાઇટલ-પેજ પર ગ્રન્થના શીર્ષકમાં હોવું જોઇતું અનુસ્વાર કેમ નથી ! એમનું તાત્પર્ય એમ હતું કે ગ્રન્થમાં જો અમેરિકાવાસી પુરુષ અને સ્ત્રી, નર અને નારી, બન્ને જાતિના સર્જકોની વાત છે, તો શીર્ષકના “કેટલાક” શબ્દ પર અનુસ્વાર હોવું જોઇએ– “અમેરિકાવાસી ‘કેટલાંક’ ગુજરાતી સર્જકો”, એમ હોવું જોઇએ. તો બરાબર કહેવાય. એમની ફરિયાદ સાચી હતી, છતાં, સભાના અન્ત ભાગમાં ચર્ચા-ચર્ચી ચાલેલી.