હંજ વલા, ઐં કિન ડેસજા વાસી?
કાછેજી રિણ કંધી આંકે કીં લગી વિઇ ખાસી?
રિણજી રેતી મથેતાં કપરી ધોમ ધખેતી;
વંટોડ઼ ચડ઼ેતા ડમરી થિઇ ભભૂત ભમેતી.
અસીં જગ પ્રવાસી
મૃગજડ઼જા પડ઼છાયા રાડ઼ોરાડ઼ કરીંતા,
ગાંઢી થિઇ લાચાર ભનીને લુ લુછેતી;
હી ધરણી આય પિંઢ પણ પ્યાવસાહતસી,
કાછેજી રિણ કંધી આંકે કીં લગી વિઇ ખાસી?
અસીં જગ પ્રવાસી
હંજ વલા, આંજી વસાહત ડિસીને,
આંજે બાર બચડ઼ેજી અનામત ડિસીને;
ધરપત થિઇ વિઇ મુંકે જિયણ ભરજી,
કુધરતજી હી રંગીન કરામત ડિસીને.
અસીં જગ પ્રવાસી
અસીં કર સુરગમેં અચી પુગાસી !
કાછેજી રિણ કંધી આંકે ઇ લગી વિઇ ખાસી?
સજી પૃથમી વતન અસાંજો અસીં જગ પ્રવાસી,
મૃગજડ઼મેં તાં મક્કા ડિઠો, ડિઠો ધૂડ઼મેં કાસી
અસીં જગ પ્રવાસી
સચ્ચી માણસાઇજો જિતે મેરામણ તો ડોલે,
કચ્છી માડ઼ુ કામણગારી મિઠડ઼ી બોલી બોલે;
માણસાઇજી મેકાઇધાસી મહેંક સજે જગમેં,
રિણકંધી તેં મારા કેયાસી ઇતરે ઠાંસી ઠાંસી.
અસીં જગ પ્રવાસી
૩૧-૦૧-૨૦૧૧
(કવિજી ચોપડ઼ી : “મંધિયાણી મંજા")
![]()


મુંબઈના જે બોમ્બે કુરિયર પ્રેસમાં ૧૭૯૭માં પહેલીવાર ગુજરાતી મજકૂર છપાયો તે જ પ્રેસમાં છપાઈને ૧૮૦૮માં પહેલુંવહેલું ગુજરાતી પુસ્તક બહાર પડયું. એ પુસ્તકનું લાંબુલચક નામ હતું : ‘ઇલસ્ટ્રેશન્સ ઑફ ધ ગ્રામેટિકલ પાર્ટસ ઑફ ધ ગુજરાતી મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજિસ.’ નામ જ સૂચવે છે તેમ આ પુસ્તક ત્રિભાષી હતું. આ પુસ્તકમાં ગુજરાતી મજકૂર છાપવા માટે જે બીબાં વપરાયાં છે તે બહેરામજીએ બનાવેલાં તે જ બીબાં હોય તેમ અક્ષરો સરખાવી જોતાં લાગે છે. અલબત્ત, બહેરામજીનું તો ૧૮૦૪માં અવસાન થયેલું. એટલે આ પુસ્તકનો ગુજરાતી મજકૂર તેમણે કમ્પોઝ કર્યો ન હોય. આ પુસ્તક તે મુંબઈમાં છપાયેલું પહેલું મરાઠી પુસ્તક પણ છે. તેના લેખક હતા એક અંગ્રેજ ડૉ.રોબર્ટ ડ્રમન્ડ. વ્યવસાયે સરકારી સર્જન. આજની એશિયાટિક સોસાયટી ઑફ મુંબઈની પુરોગામી સંસ્થા લિટરરી સોસાયટી ઑફ બોમ્બેની ૧૮૦૪ના નવેમ્બરની ૨૬મીએ સ્થાપના થઈ ત્યારના તેના સ્થાપકોમાંના એક હતા ડૉ. ડ્રમન્ડ. આ પુસ્તક પ્રગટ થયું તે પછીના વર્ષે તેઓ સ્વદેશ જવા મુંબઈથી રવાના થયા. પણ તેમનું વહાણ અધવચ્ચે ડૂબી જતાં ૧૮૦૯ના માર્ચની ૧૪મી તારીખે ‘લોસ્ટ એટ સી’ એવી નોંધ સાથે બોમ્બે આર્મીના નોકરિયાતોની યાદીમાંથી તેમનું નામ દૂર કરવામાં આવ્યું.
એક હતો પોપટ. પોપટ બહુ જ ભલો ને ડાહ્યો હતો.