જુઠ્ઠાણાંની ધરતી પર
જુમલાબાજી લઈ રહી હિલ્લોળ …
દેશ આખો એમાં છે તરબોળ …
ત્યારે …
પામી રહ્યો છે નવીન સૂર્ય ઉદય.
ભારે નિર્ભય
એકવીસમી સદીમાં!
એની ફૂંકે
અનિષ્ટો – અન્યાયો – અસમાનતાનાં
ઊડી રહેશે ફોતરાં
અધિકારોના હાથ લહેરાશે
આવકારવા …
દુઃખી, પીડિત, વંચિત, દલિત, દીન લોકોનાં હૃદયમાં
એનાં પથરાશે અજવાળાં
જુમલખોરોના જુમલાઓનો
એ કરશે હિસાબ ચોખ્ખો!
વહેશે એની વાણીની સરવાણી
હશે જેનામાં પાણી,
એનો કરશે એ સ્વીકાર …
વિપક્ષોને કરી દઈ તારતાર,
સત્તાનો એ ઉતારી દેશે ભાર
ધરાર …
૨૯ નવેમ્બર, ૨૦૧૮
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2019; પૃ. 09