Opinion Magazine
Number of visits:
10130379
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ખાલી ભરી ભરી

દેવિકા ધ્રુવ|Opinion - Opinion|20 August 2026

એક નવી વાત .. સ્મશાનગૃહની … ચોંકી જવાય એવી વાત. સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની. સાવ ખાલી ખુલ્લી જગા અને છતાં ભરીભરી. એક એક કણ પાસે મણમણની વાત.

ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની. થોડાં વર્ષો પહેલાં જ એનું હૃદયંગમ વર્ણન સાંભળ્યું હતું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દૃષ્ટિ આર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વીડિયો પણ જોવા મળી. દિલને ખૂબ શાતા વળી.

સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવાળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત, કરુણ નાદ સાથે .. તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગીય સ્થળની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુદ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય, દરેકનાં પ્રિય ગીત/ભજન/કવિતા વાગતાં જાય. આહા..હા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતાંજોતાં ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનું મન થઈ આવ્યુ!

હા, તો થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યું. જળ, આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલખનિરંજન શંકર, પાર્વતી, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ, ગદાધારી હનુમાન, વિશ્વના સર્જક બ્રહ્મા, સાથમાં લક્ષ્મીદેવી, પાલનહાર વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન સરસ્વતી, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર, રાસરમૈયા નટખટ કૃષ્ણ, વંદનીય મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતાં ગયાં. મન શોકારહિત થતું જતું આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતાની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત, સુશોભિત દીવાલો. આટલું જોતાંજોતાં અને ખરેખર તો સાચા અર્થમાં માણતાં જતાં જોયું કે, વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે. એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ .. આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક શાયરે કહ્યું છે ને કે, “કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે!” 

વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારની મૂર્તિઓ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ‘ડીવાઈન’ દૃશ્ય ઉભું કરે છે. સંગીતના સુમધુર ધીમા સૂરો તો સતત ચાલુ જ.

છેલ્લે બીજા બે ફાંટા પડે છે : ૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…

માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં સુધી, કેવીકેવી રીતે લઇ જાય છે ! માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે વળગેલો માણસ અંતે લાકડે ચઢી ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં ભીંત પર ટીંગાઈ જાય છે!

“રાખના રમકડા … કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા … તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ … રાખના રમકડાં. “મૃત્યુ વિશે ઘણું લખાયું છે, ખૂબ સુંદર લખાયું છે પણ આવા જીવને લઈ જતાં મુક્તિધામો વિશે ઝાઝુ લખાયાનું જાણમાં નથી. 

આ મુક્તિધામ એટલે કશાકમાંથી છૂટી જવાની જગા નથી. કોઈ બંધનથી પર થવાનું સ્થાન નથી. પણ સ્વમાંથી સર્વસ્વ કે સમષ્ટિને પણ પેલે પાર કશુંક હશે તેના તરફ આનંદપૂર્વક જીવને પ્રયાણ કરાવતી એક રમણીય જગા જેના હિંડોળે પ્રસન્નતાથી ઝુલવાનું મન થાય. પરમ શાંતિની કાલ્પનિક અનુભૂતિ કેવી આલ્હાદક! આમ તો ખાલી ખાલી છતાં ભરી ભરી લાગે!

પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ જગાની વાતો સાંભળીને, વીડિયો જોઈને મનને ખૂબ જ સારું લાગ્યું. આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે. એટલું જ નહિ, તેઓ તો નિયતિને કારણે થતા દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભૂતિઓ સમા છે. તે સૌને મારા વંદન.

એમ લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતાં સ્વજનો અને મિત્રોના હૃદયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતાંજતાં સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ. જો કે, વિશ્વનાં ઘણાં શહેરોમાં આવા મુક્તિધામો બંધાયા હોવાનું જાણવા પણ મળ્યું છે. ખાલી છતાં ભર્યુંભર્યું, શાંત મૌન સંકેતોના કોલાહલથી ગાજતું અને પડઘાતું આ સ્થાન, મુક્તિધામ. 

ક્યાંક વાંચેલાં સરસ વાક્યો યાદ આવ્યાં.

“A Place Where Smiles Meet Tears. The long  new journey begins here!” અને

“emptiness is not a state of nothingness, but a starting point for growth and fulfillment.

“ખરેખર આ અજબ ખેલ માટે, મુક્તિના મુકામ માટે તો, એટલે જ કહેવાનું મન થાયઃ

અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
તમે આવો બેઘડી, તો ઘડી વહાલી લાગે.
ભરીભરી લાગે ..

e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com

Loading

20 August 2026 Vipool Kalyani
← આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે?

Search by

Opinion

  • આખરે આપણી નાગરિકતા પુરવાર શાનાથી થાય છે?
  • શું અર્બન નક્સલ, શું દિમાગી નક્સલ જેન ઝી સારુ હર લેબલ કમઅક્કલ       
  • રાખડી ને રુદિયાની વાતું
  • રહસ્ય હવેલીનું
  • માણસ પણ જંતુ જ છે, તો તે જંતુનાશકને લાયક છે?

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?

Poetry

  • નિષ્ક્રમણ
  • ગઝલ
  • માર્યા જશે
  • ચાર સાંપ્રત હિન્દી કાવ્યો
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved