દેવત્વની કળીઓ પ્રગટી, અનંત તેજની નદીઓ વહાવી,
પાંદડીએ પાંદડીએ ગેબની અમૃતપ્યાલી ચંદ્રકાની પાયી,
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.
આથમતી રજની ને ઊગતું પ્રભાત, હૈયામાં ગંગા વહાવી,
અંતરના આભમાં માયા માટીની કિરણમાળા પ્રગટાવી.
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.
આભનાં ઊંડા જળથી પ્રેરણાદાયક વરસતી પુણ્યવાદળી,
આયુષ્યતીર્થ ઘાટે ઘાટેથી જગત ને છંટાઈ રહ્યું રસપાણી.
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.
અંતરિક્ષ ઘુમ્મટમાં ભાગ્યના બ્રહ્માંડમાં બ્રહ્મમાર્ગ દાખવી,
પૃથ્વીની કઠોરતા, યાત્રાના શ્રમમાં, તડકાના કેસરમાં ન્હાઈ,
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.
સંસારસાગરમાં પ્રારબ્ધના વેદોચ્ચારે કંઈ ઉષાગીત ગાતી,
પુણ્યથાળ બન્યો ભાનુ ભર્યો દિન અને શશીશોભી રાત્રી,
અમાનુષ અજવાળામાં આપણે તો ઈશ્વના નામે વાણી.
ઘાટકોપર, મુંબઈ
e.mail bijaljagadsagar@gmail.com