ઊગતી સવાર
ચાલતી માનવ કતારો,
દોડતા માનવ ચહેરાઓ
વિંટળાતું જનજીવન
ભાગતું નગર
કામની શોધમાં ઊભેલા કતારબંધ
માનવ સમૂહો
સ્કૂલબેગ સાથે
અવનવા યુનિફોર્મથી સજ્જ
રિક્ષા-બસમાં ઠલવાતું
બાળપણ
ચાની લારી ફૂટપાથી બાંકડા પર
વેરાતું બાળપણ
નવા જીવનની શોધમાં
ઝડપથી બુટપાલીસ
કરતાં ચબરાક ચહેરાઓ
કતારબંધ મોટરકારમાંથી
ઓકાતું પ્રદૂષણ
સમૃદ્ધિની શોધમાં ભાગતું
ભટકતું વેરાતું જનજીવન
અવિરત દોડતા યંત્ર માનવથી
ઉભરાતું નગર
ઢંકાતો સૂર્ય
ઢળતી સાંજ
થાકેલી રાત્રિ
ઘોર અંધકાર
સ્તબ્ધ શાંતિ
ભરપૂર નિદ્રામાં
અશાંત માનવ સમૂહો
પીઠ ફેરવતી રાત્રિ
ફરી પાછી ઊગતી સવાર
એ જ ઘટમાળ એ જ ક્રમ
દોડતું ભાગતું આખું નગર
થાકેલી સાંજ
એ જ રાત્રી
ઘોર અંધકાર
બધું જ યંત્રવત
બીબાંઢાળ જનજીવન
પણ ક્યારે ઊગશે એ સવાર
એક એવો દિવસ
ઉષ્માભરી ધમધમતી
પ્રેમસભર સવાર
માનવ માનવ વચ્ચે
પ્રેમની સાંકળ વડે
બંધાયેલું સાચુકલું
કહેવાય તેવું જનજીવન
જીવતો સાચુકલો માણસ
બીબાંઢાળ યંત્રવત
માનવ ચહેરાઓથી કંઇક જુદુ જ
નવજીવન
નવું પ્રસ્થાન
તા. ૧ ડિસેમ્બર, ૨૦૦૬
e.mail : koza7024@gmail.com