ધાન્ય ખૂટી જાય તો પણ ધીરજ ધરજો,
ખિસ્સાં ખાલી થાય તો પણ ધીરજ ધરજો.
મોટી મોટી રાહતોના આવે વાવડ,
કોઈ ના ડોકાય તો પણ ધીરજ ધરજો.
રામાયણ જુઓ, મહાભારત પણ માણો,
આંખો સૂઝી જાય તો પણ ધીરજ ધરજો.
ઘરમાં સૌના એક મોટીમસ આફત છે,
છુટ્ટાછેડા થાય તો પણ ધીરજ ધરજો.
માવા ને તંબાકુ માટે ફાંફાં મારો,
પોલીસ પકડી જાય તો પણ ધીરજ ધરજો.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 05 મે 2020