હવે તો બસ કર, તું હરિ.
આવતી આફતો ફરીફરી.
માંડ કળ વળી કોરોનાની,
ત્યાં વાવાઝોડું દીધું ધરી.
આમ આપદા શાને આપે?
કેમ જીવવું હરિ મરીમરી?
કૈંક હોમાશે એનાં ખપ્પરમાં,
જીવમાત્રને જાણે ખરાખરી.
વિચારજે આખરે તારાં અમે,
ના ગમતું જીવવાનું ડરી ડરી.
સૂકાં સાથે લીલું પણ બળશે,
દેખાય છે ક્રૂરતા તારી નરી નરી.
દૂર રાખજે એને દેવ દયાનિધિ,
વિનવીએ નયનાશ્રુ ભરી ભરી.
પોરબંદર
e.mail : chaitanyajc555@gmail.com