તું નથી ને હું છું
આ ક્ષણે તો એમ લાગે છે
કે હું મારા વગર છું
કારણ
છું એનો કોઈ ખ્યાલ પણ નથી
હું એવા સમયમાં છું
જ્યાં ઘણી ઓળખ
કરવાની રહે છે
રાત પૂરી થવામાં છે
પણ પૂરી થઈ નથી
સવાર પડવામાં છે
પણ પડી નથી
સવાર
રાતને ખસેડવા મથે છે
પણ તારાઓને તો
કરચલીયે પડતી નથી
પહાડીઓ અંધારાની
ઢગલીઓ જેવી જરા ય ચસકતી નથી
પવન પડી ગયો છે
નદી પર લહેર ઊઠતી નથી
એટલે એ પણ
પાંપણ જેવો
વળાંક લેતી અટકી ગઈ છે
પંખીઓએ હજી ડાળીઓ
ખંખેરી નથી એટલે
ફફડાટ પણ નથી
કળીઓ પણ
ખૂલવા વિચારે છે
પણ ડાળીએ બેઠેલો
અંધકાર ખસે તો ખીલેને !
સ્થિર છે બધું
પૃથ્વી ફરવાનું ભૂલી ગઈ છે
કે તેણે હમણાં જ ફરવાનું શરૂ કર્યું છે
તે નથી જાણતો
કદાચ હું જ છું પહેલો
ને તું અવતરી રહી છે
તું આવે તો જીવ આવે
આવે તો ઈશ્વર બનાવીએ
કદાચ
ઈશ્વર પહેલાંના સમયમાં છું
ને અવતારું છું તને
પૃથ્વી પર
પહેલો પ્રેમ કરવાનું આપણે ભાગે આવ્યું છે
એ કેવી રીતે થાય તે નથી ખબર
તું નથી
ને બનતાં જગતમાં
તને ખોળું છું
ને બની રહી છે ત્યારે
બનેલાં જગતને તારામાં ….
(પ્રગટ : “એતદ્દ”; ‘ઓક્ટોબર – ડિસેમ્બર, 2022)
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


ગીતાંજલિ શ્રીની નવલકથા ‘રેતસમાધિ’માંથી પસાર થતાં મને ઉપરોક્ત પંક્તિઓ યાદ આવી કે નાયિકા માતા ચંદ્રપ્રભાદેવીનું જીવન એટલે એમની મેઘધનુષી, વાસંતી જિંદગીના ચડાવઉતરાવની, ઋતુઋતુના બદલાવની ગાથા જેમાં હેમંત, પાનખર અને વસંત પછી ફરી નવી ઋતુનું આગમન.
આકૃતિ પામે છે અને એની ઉપયોગિતા વધે છે. મા ફરીથી ખાયા પિયા – મઝા કિયા-ના પાર્ટી મૂડમાં પણ આવી જાય છે. મા માટે એનો દીકરો જે અહીં ‘બડે’ તરીકે ઓળખાય છે એમની, એમનાં પત્નીની, ગંભીર પ્રકૃતિના પૌત્ર અને દિલદાર પૌત્ર સિડની વિવિધ પ્રકારની લાગણીઓનો અણસાર પણ મળતો રહે છે. ત્રીજા ભાગમાં મા-બેટી સરહદ પાર કરીને પાકિસ્તાન જાય છે. નામ તો રોઝીની ઇચ્છાઓનું લેવાયું છે
આ કથા સીધી સીધી શીરાની જેમ ગળે ઉતરી જાય તેવી તો નથી જ. મારા પર એની અસર એ રીતે એ થઈ કે એક વાર હાથમાં લીધા પછી બેથી ત્રણ વાર મૂકી પણ દીધી છે છતાં ફરીથી હાથમાં લીધી અને વિચારી વિચારીને પઠન કરતી રહી. ક્યાંક મને મારી લાગણી વ્યક્ત થતી લાગી તો ક્યાંક વાસ્તવિક જિંદગીના કેટલાયે પાત્રો સામે જીવંત થઈ ગયાં અને લાગે કે ગીતાંજલિ શ્રી આ લોકોથી પરિચિત હશે ? એવું વિચારવાનું એક કારણ એ પણ ખરું કે તેઓ સુરત રહી ગયાં છે એટલે દક્ષિણ ગુજરાતથી પરિચિત છે. “માનું મૃતપ્રાય અવસ્થામાંથી જીવન તરફ પરત થવું અને પરતોનું ઉકેલાતાં રહેવું અને જિંદગીને ચાહવું એ આ કથાનો પ્રધાન ધ્વનિ છે . તો સામે