દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
કાચું કોડિયું વાત આ જાણે,
પરમ પુનિત ને પાવન.
મન-બરતનને માંજીએ સાચ્ચે,
ચકચકાટ દિલભાવન.
દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
નાની અમથી સમજી લઈએ,
ક્ષણની આવનજાવન.
આસોની અજવાળી અમાસ,
ઝગમગ દીવા મુબારક.
દીપ જલે જો ભીતર સાજન,
રોજ દિવાળી આંગન.
e.mail : ddhruva1948@yahoo.com
Houston
http://devikadhruva.wordpress.com
![]()


ભારતનાં સત્ત્વશીલ પ્રાંતીય સાહિત્યને સાચા અર્થમાં ભારતીય સાહિત્ય બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલ સાહિત્ય અકાદમી, ભારતીય ભાષાઓની ઉત્તમ કૃતિઓને વિવિધ ભાષામાં અનુવાદિત કરાવવાની પ્રશંસનીય પ્રવૃત્તિ કરે છે. ઉડિયા ભાષાની આ સીમાચિહ્નરૂપ કૃતિને અકાદમીએ પસંદ કરી ભારતની વિવિધ ભાષાઓના ભાવકો સુધી પહોંચાડવાનું પડકારજનક કાર્ય કર્યું છે. આ કૃતિને ગુજરાતી ભાષામાં અનુવાદિત કરવાનો પડકાર ઉઠાવવાનું કામ ઉત્તરા દેસાઈ અને નારાયણ દેસાઈ એ કર્યું છે. આ કાર્ય પાછળ ઉમાશંકર જોશીની પ્રેરણા પણ મહત્ત્વનું પરિબળ બન્યું. અનુવાદ આમ તો ભારે કપરું કામ છે પરંતુ અનુવાદકો કહે છે તેમ – ‘અમારા પૈકી એકની માતૃભાષા ઓડિયા અને બીજાની ગુજરાતી છે, એટલે એક અનુવાદકને જે સગવડ ન મળે તે અમને મળી છે.’ અને એટલે જ તો ‘માટીનો માનવી’ આપણી પોતીકી કૃતિ લાગે છે. સુરતી બોલીની આછી છાંટ ધરાવતો અનુવાદ કૃતિને ગુજરાતીપણું આપે છે. મૂળ કૃતિ પ્રત્યેની વફાદારી અનુવાદમાં જળવાઈ રહે અને છતાં પોતાપણાનો અહેસાસ થતો રહે છે. કદાચ કૃતિના કથાવસ્તુમાં પડેલ પેલા સનાતન ભારતીય મૂલ્યો એના માટે કારણભૂત હશે.
‘માટીનો માનવી’ એ શીર્ષકથી ગુજરાતીમાં અનુદિત કૃતિ, ‘માટીર મણિસ’ એ મૂળ તો ઉડિયા ભાષાના મૂર્ધન્ય સાહિત્યકાર કાલિન્દીચરણ પાણિગ્રહીની નોંધપાત્ર નવલકથા છે. મૂળે નવલકથાકાર
છાપરું ..’ વારંવાર ભાંગતું અને ફરી પાછું ઊભું થતું આ ઘર, જાણે હજારો વર્ષોથી વિદેશી આક્રમણો સામે ખંડિત થતી ને પાછી જીર્ણોદ્ધાર પામતી ભારતીય સંસ્કૃતિ ! ‘રામાયણ’ના કથાબીજ પર રચાયેલી આ કૃતિમાં લેખક અહિંસા, સહિષ્ણુતા, ત્યાગ અને ભાતૃપ્રેમ જેવાં સનાતન ભારતીય મૂલ્યોનું આલેખન સાદી ભાષામાં સરળ કલ્પન, પ્રતીકો અને મીથના પ્રયોગથી કરે છે.