પોલી વિદ્વત્તાની વાંસળીમાંથી એક બસૂરો સૂર અવારનવાર ફૂટી નીકળે છે – ગુજરાતી ભાષા મરી રહી છે. સુજ્ઞ જનો કહે છે – ભાઈ, એવું નથી, બાબુ સુથાર તો ભાષાના આવા સ્થિત્યન્તરને સમજાવતી સિદ્ધાન્તપીઠિકા ય રજૂ કરે છે, પણ વાંસળીવાળાઓ વાત કાને નથી ધરતા.
ખરેખર તો જેને જેને માતૃભાષાની દાઝ હોય એ સૌએ પોતાના પક્ષેથી ભાષાની હિફાજત ઝટ શરૂ કરી દેવી જોઈએ. જાણ્યે-અજાણ્યે મારા બે ફેસબુક મિત્રો એ કામ કરી રહ્યા છે. એક છે, અડવો કડવો-ના નામે લખતા ભાષાવિદ અને બીજો છે મારો યુવાન મિત્ર શક્તિસિંહ.
અડવોકડવો-ભાઈ શબ્દોની આપસઆપસની સગાઈની તેમ જ શબ્દાર્થશાસ્ત્રની કોઈ શાખામાં ગામ્ભીર્યથી થતી હોય એવી કેટલીક વાતો સહજપણે ટૂંકમાં પણ મજા પડે એટલી સરળ રીતે કરે છે. અભિનન્દનીય છે.
લોકમાં જઈને શક્તિસિંહ ઉખાણાં મેળવે છે, લખીને રજૂ કરે છે, ઉકેલી આપે છે. મને એમ સમજાય છે કે તળમાં વાક્ચાતુર્યથી રંજિત કેટલું બધું ભાષાબળ પડ્યું છે. હું એને લિન્ગ્વિસ્ટિક પરફૉર્મન્સનાં સમૃદ્ધ દૃષ્ટાન્ત કહું છું. શહેરની સપાટ જીવનશૈલીમાં જીવતું કોણ કોને કેટલાં ઉખાણાં કહેતું હશે? જવાબમાં પ્રશ્ન મળશે : ઉખાણું એટલે -? મને તો એમ કે શક્તિ વાર્તાઓ વધુ લખે તો સારું કહેવાય. પણ વાર્તાસર્જન માટે ય આ એના માટે પોષક ખોરાકનું કામ કરશે.
મેં દસેક વર્ષ પર મારા એવા જ મિત્ર અતુલ રાવલની મદદમાં ‘બા-ની ભાષા, મારી ભાષા’ નામનો એક ઑનલાઈન પ્રોજેક્ટ જાહેર કરેલો. હેતુ એ હતો કે વિદેશવાસી ગુજરાતી સન્તાનોને પ્રાથમિક કક્ષાનું ભાષાજ્ઞાન આપવું, સર્જનાત્મક રીતે આપવું. સન્તાને નિયત દિવસે-સમયે ઘરના કમ્પ્યૂટર પર બેસી જવાનું અને સામે છેડેથી હું મારા શ્હૅરેથી મારા કમ્પ્યૂટર પર બેસી જે શીખવું એ એણે શીખવાનું. અતુલે ૧૨૦૦ ઇમેઇલ મોકલેલા. પણ મોટા ભાગના ઍન.આર.આઇ. થઈ ચૂકેલા ગુજરાતી માબાપોને નવરાશ નહીં મળી હોય, કે જરૂરત નહીં વરતાઈ હોય, તે ૧૨-ના પણ ઉત્તર નહીં મળેલા !
ભાષાની હિફાજત માટે એક પ્રયોગ રૂપે હું સૌને જોડણીકોશ જોવા કહું છું. જ્યારે ત્યારે ડોકિયું કરવું, ખુશ થવાશે – જેમ દિવસમાં જેટલી વાર અરીસામાં ચ્હૅરો જોઈએ એટલી વાર થવાય છે.
હું વરસો પહેલાંથી આપણી ભાષાની એક બાબત તારવી શક્યો છું. (બીજાઓ તારવી શક્યા હોય તો તેની મને ખબર નથી). એ વિશે કહેતાં આનન્દ થાય છે કે ગુજરાતી ભાષામાં મનુષ્યશરીરનાં પ્રમુખ અંગો સાથે જોડાયેલા શબ્દપ્રયોગોનો ભંડાર ભર્યો છે. દાખલા તરીકે, ‘જીભ’ સાથે જોડાયેલો આ પ્રયોગ – જીભનો કૂચો વળવો; અને આ સાધિત શબ્દરૂપ – જીભાજોડી. આ શબ્દપ્રયોગોને કહેણી, રૂઢિપ્રયોગ કે કહેવત જે કહેવું હોય એ કહો, કામચલાઉ ધૉરણે ચાલશે.

Pic courtesy : alamy
હેમન્ત દવે ‘ના મામો કરતાં કહેણો મામો સારો એ ન્યાયે’ આપણે ત્યાંના કોશોને ‘એમની પોતાની રીતે ઉપયોગી થાય એવા’ કહે છે. એવો એક છે, “સાર્થ જોડણીકોશ”. હું એમાં જોઈને કહું છું, સંખ્યા આશરે કહું છું. જુઓ —
ગુજરાતી શબ્દ ‘જીવ’. એ પોતે જ કેટલો પાલ્પેબલ છે – સ્પર્શક્ષમ. મને તો એને જોઉં કે તરત એ મને જોતો દેખાય છે ! એની સાથે જોડાયેલા ૬૦થી પણ વધુ પ્રયોગો છે.
આ પણ જુઓ —
‘જીભ’ સાથે જોડાયેલા ૨૫થી પણ વધુ છે.
‘છાતી’ સાથેના ૪૦થી વધુ છે.
‘હાથ’ સાથેના તો ૧૭૫થી વધુ છે.
‘આંગળી’ સાથેના ૨૦થી વધુ છે.
‘પગ’ સાથેના ૧૨૦થી વધુ છે.
‘માથું’ સાથેના ૧૦૦થી વધુ છે.
‘આંખ’ સાથેના ૫૦થી વધુ છે. અને વ્હાલા
‘હૃદય’ સાથેના ૫૦થી વધુ છે.
બીજાં અંગો સાથેના પણ હશે, ખૉળ્યા નથી …
આ બધા પ્રયોગોની સદૃષ્ટાન્ત વાતો, હવે પછી ક્યારેક.
મને ભાષાનું આ શારીર સાયુજ્ય અથવા બાયો કૉન્ફિગરેશન અપ્રતિમ લાગ્યું છે. રમૂજમાં કહી શકાય કે કદાચ એને કારણે જ ગુજરાતીઓ કાયનેટિક – વેગવન્તા કે તરવરિયા – ભમી શકતા હોય છે ! હું એને ભાષાની અનોખી લાક્ષણિકતા ગણું છું. અનોખી એટલા માટે કે કોઈપણ ભાષા જીભેથી પ્રગટે છે પણ ગુજરાતીમાં તો, જીભ છાતી હાથ પગ, ને જેના વિના શરીર કદી શોભે નહીં એ માથું, ને જેના વિના જગત દેખાય નહીં એ આંખ, ને હે ભગવાન ! જેના વિના જિવાય નહીં એ હૃદય – જેવાં પ્રમુખ અંગો સાથે જોડાયેલા, મેં ગણી બતાવ્યું તેમ, અનેક શબ્દપ્રયોગો છે, સંખ્યાબંધ છે. આ લાક્ષણિકતા વિશ્વની બીજી કોઈ ભાષાની ય હશે, પણ ન હોય તો સારું, આપણો ગર્વ અક્ષત રહે.
એ શબ્દપ્રયોગો કવિતાસાહિત્યમાં નથી ભળ્યા એટલા કથાસાહિત્યમાં ભળ્યા છે પણ પ્રજાજીવનમાંથી વીસરાતા ગયા છે. જો કે એનું રોણું ન કરાય, નૉંધ લેવાય, જેથી સાવધાન થવાય.
મારા મામાના ઘરે બાપદાદાના વારાનો ઇસ્કોતરો હતો, એ ખૂલે, એટલે એક અનોખી સુગન્ધ આવતી. પણ મારા નાના હાથ એના ઊંડાણે પ્હૉંચે નહીં તો પણ ઊંહ્હ ઊંહ્હ કરીને પ્હૉંચાડતો. સરસ કશી જૂની જીવલેણ સુન્દર વસ્તુ હાથ લાગતી, જેમ કે, રેશમી ભૂરું અબોટિયું – સસ્મિત સૂંઘ્યા કરતો …
સવાલ ભાષાના ઇસ્કોતરે હાથ ઊંડાણે પ્હૉંચાડીએ એનો છે.
(September 4, 2022 : USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


એંશીના દાયકામાં જન્મેલાઓ માટે મિખાઇલ ગોર્બાચેવ એક એવા રશિયન નેતા હતા જેમના માથા પર જાણે કોઇ બીજા દેશના નકશાના આકારનું નિશાન હતું. સોવિયેત યુનિયનના આખરી નેતાનું ગયા અઠવાડિયે ૩૧મી ઑગસ્ટના રોજ ૯૧ વર્ષની વયે મોત થયું. ગોર્બાચેવ એવા રશિયન રાજકીય નેતા હતા જેમણે વીસમી સદીમાં સામ્રાજ્યવાદી વલણના સામે પ્રવાહે તરવાનું નક્કી કર્યું. મિખાઇલ ગોર્બાચેવ સત્તા પર આવ્યા તે પહેલાં સોવિયેત યુનિયન એક એવો સુપર પાવર હતો જે યુ.એસ.એ.નો કાયમી શત્રુ હતો. મિખાઇલ ગોર્બાચેવે લીધેલા નિર્ણયોએ ઘણું બધું બદલી નાખ્યું.
મિખાઇલ ગોર્બાચેવે વિશ્વના રાજકીય ઇતિહાસમાં બે સૌથી મોટા કામ કર્યાં – એક તો શિત યુદ્ધનો અંત આણવો અને સોવિયત યુનિયન વિખેરવાનો નિર્ણય લીધો. જો કે ગોર્બાચેવ સોવિયેતના તંત્રને વિખેરવા નહોતા માગતા બલકે તેમાં સુધાર લાવવા માગતા હતા. તેમેણે શરૂઆત કરી આર્થિક સુધારાઓ સાથે અને આ સાથે જ તેમની સાથે આજ સુધી જોડાયેલો શબ્દ અસ્તિત્વમાં આવ્યો – ગ્લાસનોસ્ટ – એટલે કે ઓપનનેસ – નિખાલસતા – વાણી સ્વાતંત્ર્ય. સરકાર અને અર્થતંત્રની કાર્યવાહીમાં પૂરેપૂરી પારદર્શિતાની અપેક્ષા સાથે ગોર્બાચેવને આશા હતી કે લોકો યુ.એસ.એસ.આર.માં પોતાની જિંદગીને ફરી વ્યવસ્થાના પાટે ચઢાવી દેશે. આ પહેલાં તેમણે પેરેસ્ત્રોઇકા – એટલે કે પુનઃ ઘડતરનો મંત્ર આપ્યો કારણ કે યુ.એસ.એસ.આર.નું અર્થશાસ્ત્ર સાવ ખાડે ગયું હતું. ગોર્બાચેવને ખબર હતી કે યુ.એસ.એસ.આરે. પોતાના અર્થતંત્રનું પુનઃ બંધારણ કરવું જરૂરી છે અને માટે જ તેમણે પેરેસ્ત્રોઇકાનો વિચાર મૂક્યો. આ પુનઃ બંધારણ કે પુનઃ ઘડતર માત્ર આર્થિક બાબતો સ્થિર કરવાના હેતુથી નહોતા લૉન્ચ કરાયા. ગોર્બાચેવને ખાતરી હતી કે સામાજિક અને રાજકીય સ્તરે પણ સંજોગો બહેતર બનશે જે માઠા અર્થતંત્રથી વણસ્યા હતા. તે મરણિયા સામ્યવાદને પુનર્જિવિત કરી ૧૫ રિપબ્લિક્સ વચ્ચે સમાન ભાગીદારી લાવવાનો ઇરાદો ધરાવતા હતા. આ ૧૫ રિપબ્લિક્સમાં સૌથી શક્તિશાળી હતા રશિયા અને યુક્રેન પણ તેમના પ્રયાસો બાદ છ વર્ષના ગાળામાં સામ્યવાદ અને સોવિયેત સંઘ બન્ને પડી ભાંગ્યા. એમણે આ ફેરફારો સોવિયેત યુનિયનને વિખેરવાના આશયથી તો શરૂ નહોતા જ કર્યા. આર્થિક સ્થિતિ સુધારવી, યુ.એસ.એ. સાથે શસ્ત્રોની રેસનો અંત આણવો, યુરોપ સાથે સંબંધો બહેતર બનાવવા, અફઘાનિસ્તાનમાથી સૈન્યનું બિન જરૂરી સાહસ પાછું ખેંચી લેવા જેવા હેતુ સાથે ગોર્બાચેવે કામ શરૂ કર્યુ. સોવિયેત યુનિયનનો પુનઃઉદ્ધાર એક રાષ્ટ્રલક્ષી પગલું છે તેમ ગોર્બાચેવ માનતા હતા પણ આમ કરવામાં જે માથાભારે તત્ત્વો પ્રવૃત્ત થયા તે તેમને માટે કલ્પના બહાર હતા. ૧૯૧૭ની રશિયન ક્રાંતિએ જે સામ્યાવાદી તંત્રની ભેટ આપી હતી તે પડી ભાંગી.
ગયું હતું અને ગોર્બાચેવને રાજકીય સ્તરે પ્રવૃત્ત થયા પછી આ તંત્રને સુધારવા તેમણે કવાયત કરી પણ સંઘ વિખેરાયો તેની પાછળ પણ ગોર્બાચેવ જ કારણભૂત બન્યા.
ભારતના 48માં મુખ્ય ન્યાયમૂર્તિ નૂતલપાટિ વેંકટરમણ 26મી તારીખે નિવૃત્ત થયા છે. તેમની વિદાયના બે દિવસ પહેલાં, રાજકીય પક્ષો દ્વારા મફત સેવા-સુવિધાઓ આપવા સંબંધી મામલાની સુનાવણી કરતી વખતે તેમણે એક ટીપ્પણી કરી હતી કે એક વ્યક્તિ જે સેવાનિવૃત્ત થઇ ગઈ છે અથવા સેવાનિવૃત્ત થઇ રહી હોય, તેનું દેશમાં કોઈ મૂલ્ય નથી. આમ તો ટીપ્પણીનો સંદર્ભ સુનાવણી વેળા એક વકીલે આ મામલામાં નિવૃત્ત જસ્ટિસ આર.એમ. લોઢા જેવી સમિતિની રચના કરવાનું સૂચન કર્યું તે હતું, પરંતુ પોતાની જ નિવૃત્તિના બે દિવસ પહેલાં તે આવું બોલ્યા તે સૂચક છે. ખાસ તો એટલા માટે કે દેશની લોકતાંત્રિક વ્યવસ્થાને પ્રભાવિત કરે તેવા અનેક નિર્ણાયક મામલાઓ તેમના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટ સમક્ષ આવ્યા હતા.
આપ્યાં હતાં, પરંતુ તેમના નાક નીચે રાષ્ટ્ર માટે મહત્ત્વના છ કેસોમાં કોઈ જ પ્રગતિ થઇ ન હતી, અને જેની બંધારણીય બેંચ સમક્ષ વ્યાપક સમીક્ષા કરવાની અવશ્યકતા હતી તેવા 53 કેસો, અગાઉના મુખ્ય ન્યાયમૂર્તિઓની માફક જ, પડતર રાખવામાં આવ્યા હતા. સૌરવ દાસ નામના આ વિશ્લેષણના લેખકે અલગ-અલગ અરજીકર્તાઓ સાથે વાત કરીને તેમના કેસો અને જસ્ટિસ રમણના કામકાજને લઈને તેમના મત જાણવાની કોશિશ કરી હતી. “નિરાશા અને હતાશા.” એવા બે ભાવ આ વાતચીતમાં બહાર આવ્યા હતા.