શબ્દોમાં તરતી સાંજ, ધુમ્મસમાં વિચારો ભર્યા,
કલ્પના વિસ્તરી કારણોની પાર, અક્ષરો તર્યા.
ધુમ્મસ ફૂટી ગયા છે શબ્દોના મૌન પ્રદેશમાં,
રઝળતા કાગળો મૂકી શબ્દો, ક્યાં જઈ ખર્યા ?
કાયનાત ચશ્માંનાં કાચ પર આરપાર છેદી,
કાગળની લટકતી વસંતો, શબ્દો ને દર્પણ કર્યા.
શબ્દોના દર્પણમાં ઊગી નીકળ્યાં છે એવાં ફૂલ,
ધોધમાર પાંપણોમાં જળનાં પ્રતિબિંબ ઠંર્યા.
શબ્દોની પારદર્શકતા, હાથમાં કાગળનું સફેદ રણ,
ત્રણ અક્ષરની છાંયડી, વાદળને મૃગજળ કર્યાં.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
 


 આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(‘આપ’)ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ બી.જે.પી.નો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘આપ’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે?
આમ આદમી પાર્ટી કૉન્ગ્રેસની જગ્યા લઈ શકશે? અને જો લઈ શકે તો એ દેશના હિતમાં હશે? પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(‘આપ’)ને ભવ્ય વિજય મળ્યો એ પછી આ બે પ્રશ્ને અત્યારે દેશમાં ચર્ચા ચાલી રહી છે. બીજી રીતે કહીએ તો કેવો પક્ષ બી.જે.પી.નો વિકલ્પ હોઈ શકે અને હોવો જોઈએ અને ‘આપ’ આવો હોવો જોઈએ એવો વિકલ્પ બની શકશે? સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.
સંસ્કૃત કાવ્યમીમાંસા રસ-કેન્દ્રે વિકસેલી છે. પશ્ચિમમાં ઍરિસ્ટોટલ-પ્રણીત સાહિત્યમીમાંસા અનુકરણ-કેન્દ્રે વિકસેલી છે.