 આપણે બધાં જાણીએ છીએ કે દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હતા ને ગૃહ મંત્રી સરદાર પટેલ હતા. એ સાચું કે વડા પ્રધાન સરદાર બન્યા હોત તો દેશની સ્થિતિ જુદી હોત, પણ એ ન થયું. સરદારને અન્યાય થયો એવું માનનારો એક વર્ગ આજે પણ છે, પણ ગમે તેટલું જુદું વિચારીએ તો પણ તે વખતે કૉન્ગ્રેસનું શાસન હતું એ હકીકત છે ને એ શાસન, વચ્ચેનાં થોડા વર્ષ બાદ કરીએ તો 2014 સુધી રહ્યું. એ પછી ભા.જ.પ.ની સરકાર આવી ને એને એમ લાગ્યું કે સરદારને અન્યાય થયો છે તો સરદારને પુન: સ્થાપવાના પ્રયત્નો થયા ને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક સ્તરે પુન: પ્રતિષ્ઠા પણ થઈ.
આપણે બધાં જાણીએ છીએ કે દેશ આઝાદ થયો ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ હતા, વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હતા ને ગૃહ મંત્રી સરદાર પટેલ હતા. એ સાચું કે વડા પ્રધાન સરદાર બન્યા હોત તો દેશની સ્થિતિ જુદી હોત, પણ એ ન થયું. સરદારને અન્યાય થયો એવું માનનારો એક વર્ગ આજે પણ છે, પણ ગમે તેટલું જુદું વિચારીએ તો પણ તે વખતે કૉન્ગ્રેસનું શાસન હતું એ હકીકત છે ને એ શાસન, વચ્ચેનાં થોડા વર્ષ બાદ કરીએ તો 2014 સુધી રહ્યું. એ પછી ભા.જ.પ.ની સરકાર આવી ને એને એમ લાગ્યું કે સરદારને અન્યાય થયો છે તો સરદારને પુન: સ્થાપવાના પ્રયત્નો થયા ને તેની સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વૈશ્વિક સ્તરે પુન: પ્રતિષ્ઠા પણ થઈ.
કાલથી છ રાજ્યોમાંથી કેવડિયા સુધીની નવી આઠ ટ્રેનને વડા પ્રધાન દ્વારા લીલી ઝંડી અપાઈ. ભા.જ.પ. સરકારની એ મુદ્દે ભૂરી ભૂરી પ્રશંસા કરવાની રહે કે તેણે કૉન્ગ્રેસી હોવા છતાં સરદારને વૈશ્વિક સ્તરનું ભરપૂર માન આપ્યું. આવી અપેક્ષા કૉન્ગ્રેસ પાસેથી ન રખાય. એ જુદી વાત છે કે પેસેંજર ટ્રેનો શરૂ નથી થતી ને આઠ આઠ નવી ટ્રેનો કેવડિયા ખાતે ઠાલવવાનું શરૂ થયું છે. એ સારી વાત છે કે સરકારે કામધંધા તો ચાલુ કરી દીધા છે, પણ ટ્રેનો શરૂ ન થવાને કારણે અપડાઉન કરનારા હજારો લોકો નોકરીએ જતાં પહેલાં જ હાંફી જાય છે ને એનું બધું ભારણ સરકારી ને ખાનગી બસો પર આવે છે. નોકરીએ જવા માટે એક એક કિલોમીટર લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે એ હકીકત છે. ઇચ્છીએ કે આ સ્થિતિમાં સુધારો થાય.
કૉન્ગ્રેસે દાયકાઓ સુધી કેન્દ્રમાં સત્તા ભોગવી ને વંશવાદ ચલાવ્યો. એમાં દેવેગૌડા ને મનમોહનસિંહ જેવા વડા પ્રધાન પણ આવ્યા, પણ તેમનો પ્રભાવ પડવો જોઈએ એટલો પડ્યો નહીં. દેવેગૌડા જેવા મહાવિદ્વાન વડા પ્રધાનનો આ દેશ અને કૉન્ગ્રેસ લાભ ના લઈ શક્યાં કમનસીબી છે. વિશ્વકક્ષાના અર્થશાસ્ત્રી આ દેશમાં હોવા છતાં મનમોહનસિંહ તેમના જ પક્ષ દ્વારા દુષ્પ્રભાવમાં રહ્યા એ પણ કેવું?
એક સમય એવો આવ્યો કે ઇન્દિરા ઈઝ ઈન્ડિયા – સૂત્ર પ્રચારમાં આવ્યું. ઇન્દિરાના કાળમાં જ 26 જૂન, 1975થી ઈમરજન્સી દેશભરમાં લાગુ થઈ ને દેશને કાળી ટીલી લાગી. મનમોહન પાસે ઇન્દિરાનો અવાજ હોત અને ઇન્દિરા પાસે મનમોહનનો સંયમ હોત તો પણ વાત જુદી હોત. જો કે એ વાત કરવાનો હવે અર્થ નથી, કારણ ઘડિયાળ હવે અવળું ફરે એવી શક્યતા નથી, પણ એક વાત છે કે આખા દેશમાં એક સમયે કૉન્ગ્રેસી સરકાર હતી ને આજે એ જ કૉન્ગ્રેસનાં વળતાં પાણી છે ને હવે કૉન્ગ્રેસ પાણી વગરની થાય તો નવાઈ નહીં. આઝાદી કાળથી સત્તા ભોગવતી કૉન્ગ્રેસ આજે પડી ભાંગી છે ને વિપક્ષમાં બેસતો ભા.જ.પ. આજે સત્તા પર છે. વાજપેયી જેવા એક ઉત્તમ વડા પ્રધાન ભા.જ.પે. આપ્યા ને એથી પણ વધારે દબદબો એક ગુજરાતી નરેન્દ્ર મોદીનો વડા પ્રધાન તરીકે આજે છે. સાચું તો એ છે કે સમયનું ચક્ર ફરે છે ને તે ઉપરનીચે કરતી વખતે કોઇની શરમ રાખતું નથી.
ઇન્દિરા ઈઝ ઈન્ડિયા-ની જેમ મોદી ઈઝ ઈન્ડિયા – થાય તો નવાઈ નહીં, પણ, લોકશાહીમાં વ્યક્તિ નહીં, દેશ સૌથી ઉપર રહે એ અપેક્ષિત છે. એવું જરા પણ નથી કે ભા.જ.પ.ની સરકારે કૈં કર્યું નથી. નોટબંધીનો શો ફ્લોપ થયો હોય તો પણ મોદીએ દેશ-વિદેશમાં ભારતનો ધ્વજ માનભેર લહેરાવ્યો છે તેની ના પાડી શકશે નહીં. સર્જિકલ સ્ટ્રાઈક, 370ની નાબૂદી, વિદેશી રોકાણ ને વિદેશી કંપનીઓ કે યુનિવર્સિટીને અહીં સક્રિય થવાનું આમંત્રણ, કોરોના સામે રસીકરણ પ્રોજેકટ જેવાં ઘણાં કામો સરકારને નામે છે જ ! કેટલાકમાં બફાયું પણ છે. ચીનની કનડગત સામે સરકારે સખત વાંધો ઉઠાવીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. ચીની એપ બંધ કરીને અને ચીન સાથેના કોન્ટ્રાક્ટ રદ્દ કરીને ચીનને વિચારવાની સરકારે ફરજ પાડી છે, તો બુલેટ ટ્રેનનો મસમોટો રેલવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ 2021ની શરૂઆતમાં જ ચીનને સોંપીને ચીન સામેનો વિરોધ કેટલો પોકળ છે તે પણ સાબિત કર્યું છે. એક તરફ ચીને કોરોના આખા વિશ્વમાં ફેલાવ્યો હોય, ભારત સાથે અનેક વખત સરહદી ચેડાં કર્યાં હોય ત્યારે ભારત સરકાર ચીનને રેલવે કોન્ટ્રાક્ટ આપીને લાભ ખટાવે એ કોઈ રીતે યોગ્ય નથી.
સરકારે અમુક મર્યાદામાં શો બિઝનેસ કરવો પડે એ સમજી શકાય, પણ દેશમાં જ દેખાડો કરવાનો તો અર્થ નથીને ! આ દેખાડો વડા પ્રધાન સુધી હોય તો કૈંકે ક્ષમ્ય, પણ તેનો લાભ રાજ્યના મુખ્ય મંત્રીઓ કે મેયરો પણ ઉઠાવતા હોય તો ક્યાંક તો મર્યાદા રાખવાની રહેને ! રોજ જ મોદીની સાથે રૂપાણી પણ “રૂપ” છલકાવ્યા કરે તો પ્રજાને કંજક્ટિવાઈટિસ થવાનો ભય રહે એવું નહીં?
ભા.જ.પ.નો કે તેના આદર્શોનો અહીં જરા પણ વિરોધ નથી, પણ તેના સત્તાધીશોમાં જે છાક વર્તાય છે તે અંગે ઉપલા સ્તરે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બધા કાયદા કાનૂનો પ્રજાને જ લાગુ પડે ને ભા.જ.પ.ને તેમાંથી મુક્તિ હોય એવું તો ના હોયને ! કે ભા.જ.પ.નો સભ્ય પ્રજામાં ન ગણાય એમ સમજવાનું છે? ભા.જ.પ.નો હોદ્દેદાર હોય એટલે વિવાહમાં હજારો માણસોને બોલાવી શકે ને સાધારણ માણસને પોલીસ નિયમો બતાવે એ યોગ્ય છે? ભા.જ.પ.ની રેલી ને તેનાં સરઘસો કોરોનાની ગાઈડલાઇન્સથી અલગ ગણવાના છે? એને સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરવામાંથી મુક્તિ અપાઈ હોય એવું તો જાહેર થયું નથી, તો આ ભેદભાવ કેમ?
કોણ જાણે કેમ પણ સાધારણ ભા.જ.પી. કાર્યકર પણ ભેજામાં રાઈ રાખીને ફરતો હોય છે ને એમાં સ્થિતિ ચા કરતાં કિટલી ગરમ-ની વિશેષ છે. તાજો જ દાખલો એક ભા.જ.પી. ધારાસભ્યનો છે. ધારાસભ્ય સુધારાસભ્ય હોય તો ગમે, પણ એવું ઓછું જ છે. સુરતના એક ધારાસભ્યે ભા.જ.પી. કાર્યકરોને એવી ધરપત આપી કે પોલીસ રોકે તો એને પેજ કમિટીનું કાર્ડ બતાવી દેજો ને પછી પણ ન માને તો મને ફોન કરજો. શહેરમાં કેટલાક સમયથી પેજ કમિટીનું કામ ચાલે છે ને એ કામ કરનારને પેજ કમિટી પ્રમુખનું કાર્ડ આપવામાં આવે છે. એ સંદર્ભે ભા.જ.પી. ધારાસભ્યે પોતાને ફોન કરવાની ડિંગ મારી.
સારી વાત છે કે ભા.જ.પી. કાર્યકરો સક્રિય છે ને તે સારી રીતે કામ કરી શકે એ માટે તેને કાર્ડ આપવામાં આવ્યા છે. એમાં પોલીસની કનડગત થાય તો ધારાસભ્યે કહ્યું કે પોલીસને કાર્ડ બતાવી દેજો ને પછી પણ પોલીસ ન માને તો ફોન કરજો. આવી શેખી મારવાના જે સૂચિતાર્થો છે તેનાથી પ્રજામાં ખોટા મેસેજ જાય તેમ છે. જેમ કે ભા.જ.પી. કાર્યકર બધાં વિધિવિધાનોથી પર છે, એમનું પોલીસો પણ કૈં બગાડી ન શકે, બગાડે તો ધારાસભ્ય એને ઠેકાણે કરી શકે વગેરે ….
પહેલો પ્રશ્ન તો એ થાય કે ભા.જ.પી. કાર્યકર પક્ષનું કામ કરે તો તેને પોલીસ રોકે શું કરવા? પોલીસો કાનૂની કામોને પણ રોકે એવી દહેશત રાખવાનું એ ધારાસભ્યને કયું કારણ છે? પોલીસ રોકે તો કયા સંજોગોમાં? માસ્ક ન પહેર્યું હોય કે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોય કે રાત્રિ કરફ્યુમાં કાર્યકર કામ કરતો હોય તો પોલીસ રોકે. એમ રોકવાનું ગેરકાનૂની તો નથી ! પોલીસે એ કરવાનું કામ છે ને એ કરે ને કોઈ કાર્યકરને રોકે તો ધારાસભ્ય તેને બચાવવાની વાત કરે તે વાજબી છે? પોલીસને કામ કરતાં રોકવાનો કે તેને તેની ફરજથી વિમુખ કરવાનો ધારાસભ્યને અધિકાર ખરો? રાત્રિ કરફ્યુ દરમિયાન ભા.જ.પ.નો કાર્યકર પક્ષનું કામ જાહેરમાં કરે તો તે ગુનો છે. એવો ગુનો, કાર્યકરને તે ભા.જ.પી. હોવા માત્રથી ક્ષમ્ય નથી. બીજી વાત એ કે રાત્રિ કરફ્યુ દસ પછી શરૂ થાય છે ને સવારે છ સુધી હોય છે. એ સમય દરમિયાન પેજ કમિટીનું કામ થતું હોવાનો સંભવ નથી, તો પોલીસને રોકવાનું કયું કારણ રહે તે નથી સમજાતું. કયા હેતુથી ધારાસભ્યે કાર્યકરોની ઢાલ બનવાનું સ્વીકાર્યું તે સ્પષ્ટ નથી. એમ લાગે છે કે ધારાસભ્યે પોતાનો રૂવાબ છાંટવા જ આવી વાત કરી છે.
આવું ઘણાં કાર્યકરોમાં, કોર્પોરેટરોમાં, ધારાસભ્યોમાં, સાંસદોમાં, મંત્રીઓમાં જોવા મળે છે. આ યોગ્ય નથી. ગમે એવી મહાસત્તાઓ અહંકારમાં આથમી ગઈ છે ને એના ઢગલો દાખલાઓ આપણી પાસે છે. સત્તાનો દુરુપયોગ સારાં પરિણામો આપતો નથી એ ભા.જ.પ. સિવાય કોણ વધારે સારી રીતે કહી શકે એમ છે? સરમુખત્યારો પ્રજાને નકારીને લાંબું ટકી શક્યા નથી ને લોકશાહીમાં પ્રજા સર્વોપરી છે એવું જે સત્તાધીશો નથી સ્વીકારતા તેને પ્રજા પણ સ્વીકારતી નથી. પ્રજા જે સત્તાની ભક્તિ કરે છે તેને લાયક સત્તાએ બનવું પડે ને ન બને તો ભક્તો ઈશ્વર બદલી નાખે છે તો કોઈ પણ સત્તા તે શી વિસાતમાં ? સત્તા સાનમાં સમજે તે જરૂરી છે ને ના સમજે તો સમય સમજાવશે. ઈચ્છીએ કે ભા.જ.પી. સત્તાધીશો કોઈ વહેમમાં ન રહે ને વિવેક ને પ્રમાણ ભાન ન ચૂકે.
0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 18 જાન્યુઆરી 2021
 


 મારે એમનાં વિશે એક વાક્ય કહેવું હોય તો હું એમ કહું કે ‘પ્રકાશભાઈ એટલે આપણા જનજીવન, સંસ્કૃતિ અને કલા-સાહિત્યનો જીવંત એનસાયક્લોપીડિયા’, પણ છતાં ય વાત આટલેથી પૂરી ન થાય. પ્રકાશભાઈનો પરિચય ચાર  ક્ષેત્રોમાં વિકસેલો અને વિસ્તરેલો છે.
મારે એમનાં વિશે એક વાક્ય કહેવું હોય તો હું એમ કહું કે ‘પ્રકાશભાઈ એટલે આપણા જનજીવન, સંસ્કૃતિ અને કલા-સાહિત્યનો જીવંત એનસાયક્લોપીડિયા’, પણ છતાં ય વાત આટલેથી પૂરી ન થાય. પ્રકાશભાઈનો પરિચય ચાર  ક્ષેત્રોમાં વિકસેલો અને વિસ્તરેલો છે. આપણે ત્યાં જમાલપુરમાં ખાંડની શેરી છે, ત્યાં ૧૯૪૬ માં કોમીએખલાસ માટે મરી ફીટનાર વસંત-રજબની ખાંભીઓ છે. તમે આ શેરીમાં જાવ તો અહીંના લોકો પણ પ્રકાશભાઈને ઓળખતા હોય, ઓળખતા હોય એટલું જ નહીં પણ એવો દ્રઢ વિશ્વાસ ધરાવતા હોય કે આ ખાદીનાં લૂગડાં પહેરતો માણસ સગવડ પ્રમાણે પક્ષ બદલતો રાજનીતિજ્ઞ નથી, પણ અમદાવાદનાં જનજીવનમાં વણાયેલી મિલનાં કાપડ જેવી ખજૂરા વિનાની બિનસાંપ્રદાયિક પ્રજાકીય રાજનીતિનો પ્રહરી છે. રાજનીતિના બે છેડા છે. એક છેડો છે મૂલ્ય આધારિત પ્રજાકીય રાજનીતિનો અને બીજો છે પક્ષીય વિચારધારાની રાજનીતિનો. આ બંનેનો ભેદ પણ સમજવા જેવો છે. અને બંને છેડે રહેલા મહાનુભાવોને પણ બરાબર રીતે ઓળખવા જેવું છે. પક્ષીય રાજનીતિ સાથે સંકળાયેલાં લોકોની સમજ એવી હોય છે કે જો મૂલ્ય એમનાં પક્ષે હોય તો તેઓ મૂલ્યના પક્ષે હોય છે. અને પ્રજાકીય રાજનીતિના વિરલાઓ મૂલ્ય જ્યાં હોય ત્યાં, રાજસત્તાની સામે તો સામે, બરાબર કરોડરજ્જુ જાળવીને ઊભા હોય. ૧૯૭૬ માર્ચથી ૧૯૭૭ જાન્યુઆરી સુધી કટોકટી દરમિયાન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કરોડરજ્જુ સમાં સ્વાયત્તતાનાં મૂલ્ય ખાતર પ્રકાશભાઈ જેલમાં ગયેલા. આ નવ માસનો જેલવાસ બહુ સૂચક છે.  એવું નથી કે બીજા નહોતા ગયાં … પણ આજે એ જ મૂલ્ય એમને વ્યર્થનો વિવાદ લાગે છે. અને પ્રકાશભાઈ આજે પણ એ જ મૂલ્ય માટે કટીબદ્ધ છે. આ ફર્ક છે પક્ષીય રાજનીતિ અને પ્રજાકીય રાજનીતિ વચ્ચેનો. ગુજરાતની કે દેશની એવી એક પણ પ્રજાકીય ચળવળ નથી જેમાં પ્રકાશભાઈ ન જોડાયા હોય. જે.પી. અંદોલનથી લઈને વિ.પી. આંદોલન અને અન્ના આંદોલનમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી. એમને સડક પર હાથમાં લાઉડસ્પીકર લઈ સભા સંબોધતા કે સૂત્રોચ્ચાર કરાવતા જોઈએ ત્યારે એમનું પ્રજાકીય રાજનીતિનું પાસું બરાબર સોળે કળાએ ખીલેલું લાગે. હિંદી કે અન્ય ભાષાઓમાં સાહિત્યકારો સહજ રીતે આવી ભૂમિકા લે છે. દિનકરજી તો ‘સિંહાસન ખાલી કરો કઈ જનતા આતી હૈ’ જેવી લોકતંત્રની ધારદાર તલવાર જેવી પંક્તિઓ પણ લખતા, કે નાગાર્જુન સડક પર ઊભા રહી ‘ઇન્દુજી ઇન્દુજી ક્યા હુઆં આપકો, બેટે કે મોહ મેં ભૂલ ગઈ બાપકો’ પોકારે. આપણે ત્યાં આ કમી પ્રકાશભાઈ પોતાનાં લેખન અને જાહેર જીવનની ભૂમિકાથી પૂરી કરે છે. આજ એક્યાશી વર્ષે પણ એમનાં જોમમાં કોઈ નથી. ૪૫-૫૦ વર્ષથી તેઓ રાજનીતિના આ પ્રજાકીય છેડે સન્નાટો નથી છવાવા દેતા.
આપણે ત્યાં જમાલપુરમાં ખાંડની શેરી છે, ત્યાં ૧૯૪૬ માં કોમીએખલાસ માટે મરી ફીટનાર વસંત-રજબની ખાંભીઓ છે. તમે આ શેરીમાં જાવ તો અહીંના લોકો પણ પ્રકાશભાઈને ઓળખતા હોય, ઓળખતા હોય એટલું જ નહીં પણ એવો દ્રઢ વિશ્વાસ ધરાવતા હોય કે આ ખાદીનાં લૂગડાં પહેરતો માણસ સગવડ પ્રમાણે પક્ષ બદલતો રાજનીતિજ્ઞ નથી, પણ અમદાવાદનાં જનજીવનમાં વણાયેલી મિલનાં કાપડ જેવી ખજૂરા વિનાની બિનસાંપ્રદાયિક પ્રજાકીય રાજનીતિનો પ્રહરી છે. રાજનીતિના બે છેડા છે. એક છેડો છે મૂલ્ય આધારિત પ્રજાકીય રાજનીતિનો અને બીજો છે પક્ષીય વિચારધારાની રાજનીતિનો. આ બંનેનો ભેદ પણ સમજવા જેવો છે. અને બંને છેડે રહેલા મહાનુભાવોને પણ બરાબર રીતે ઓળખવા જેવું છે. પક્ષીય રાજનીતિ સાથે સંકળાયેલાં લોકોની સમજ એવી હોય છે કે જો મૂલ્ય એમનાં પક્ષે હોય તો તેઓ મૂલ્યના પક્ષે હોય છે. અને પ્રજાકીય રાજનીતિના વિરલાઓ મૂલ્ય જ્યાં હોય ત્યાં, રાજસત્તાની સામે તો સામે, બરાબર કરોડરજ્જુ જાળવીને ઊભા હોય. ૧૯૭૬ માર્ચથી ૧૯૭૭ જાન્યુઆરી સુધી કટોકટી દરમિયાન અભિવ્યક્તિ સ્વાતંત્ર્યની કરોડરજ્જુ સમાં સ્વાયત્તતાનાં મૂલ્ય ખાતર પ્રકાશભાઈ જેલમાં ગયેલા. આ નવ માસનો જેલવાસ બહુ સૂચક છે.  એવું નથી કે બીજા નહોતા ગયાં … પણ આજે એ જ મૂલ્ય એમને વ્યર્થનો વિવાદ લાગે છે. અને પ્રકાશભાઈ આજે પણ એ જ મૂલ્ય માટે કટીબદ્ધ છે. આ ફર્ક છે પક્ષીય રાજનીતિ અને પ્રજાકીય રાજનીતિ વચ્ચેનો. ગુજરાતની કે દેશની એવી એક પણ પ્રજાકીય ચળવળ નથી જેમાં પ્રકાશભાઈ ન જોડાયા હોય. જે.પી. અંદોલનથી લઈને વિ.પી. આંદોલન અને અન્ના આંદોલનમાં પણ એમની સક્રિય ભૂમિકા રહી. એમને સડક પર હાથમાં લાઉડસ્પીકર લઈ સભા સંબોધતા કે સૂત્રોચ્ચાર કરાવતા જોઈએ ત્યારે એમનું પ્રજાકીય રાજનીતિનું પાસું બરાબર સોળે કળાએ ખીલેલું લાગે. હિંદી કે અન્ય ભાષાઓમાં સાહિત્યકારો સહજ રીતે આવી ભૂમિકા લે છે. દિનકરજી તો ‘સિંહાસન ખાલી કરો કઈ જનતા આતી હૈ’ જેવી લોકતંત્રની ધારદાર તલવાર જેવી પંક્તિઓ પણ લખતા, કે નાગાર્જુન સડક પર ઊભા રહી ‘ઇન્દુજી ઇન્દુજી ક્યા હુઆં આપકો, બેટે કે મોહ મેં ભૂલ ગઈ બાપકો’ પોકારે. આપણે ત્યાં આ કમી પ્રકાશભાઈ પોતાનાં લેખન અને જાહેર જીવનની ભૂમિકાથી પૂરી કરે છે. આજ એક્યાશી વર્ષે પણ એમનાં જોમમાં કોઈ નથી. ૪૫-૫૦ વર્ષથી તેઓ રાજનીતિના આ પ્રજાકીય છેડે સન્નાટો નથી છવાવા દેતા.  અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિની ચૂંટણીને આખરી મહોર (સર્ટિફિકેશન) મારવા માટે છઠ્ઠી જાન્યુઆરીએ મળેલી અમેરિકાની પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન, સેવામુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં કેપિટલ હિલ (સંસદ ભવન) પર ચઢાઈ કરીને તેને જે રીતે ચાર કલાક બાનમાં લીધું અને હિંસા મચાવી, તે ઘટના અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે દર્જ થશે. એક રીતે તો એ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેનનો તખ્તાપલટનો જ પ્રયાસ હતો. પ્રતિનિધિ સભા ચૂંટણીનાં પરિણામો પર સર્ટિફિકેશન જારી કરે, એટલે એક રાષ્ટ્રપતિની ઘરવાપસી અને બીજા રાષ્ટ્રપતિનો વ્હાઈટ હાઉસ પ્રવેશ અધિકૃત રીતે નક્કી થઇ જાય.
અમેરિકાના ૪૬મા રાષ્ટ્રપતિની ચૂંટણીને આખરી મહોર (સર્ટિફિકેશન) મારવા માટે છઠ્ઠી જાન્યુઆરીએ મળેલી અમેરિકાની પ્રતિનિધિ સભાની બેઠક દરમિયાન, સેવામુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ રાજધાની વોશિંગ્ટનમાં કેપિટલ હિલ (સંસદ ભવન) પર ચઢાઈ કરીને તેને જે રીતે ચાર કલાક બાનમાં લીધું અને હિંસા મચાવી, તે ઘટના અમેરિકાના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે દર્જ થશે. એક રીતે તો એ નવનિર્વાચિત રાષ્ટ્રપતિ જો બાઈડેનનો તખ્તાપલટનો જ પ્રયાસ હતો. પ્રતિનિધિ સભા ચૂંટણીનાં પરિણામો પર સર્ટિફિકેશન જારી કરે, એટલે એક રાષ્ટ્રપતિની ઘરવાપસી અને બીજા રાષ્ટ્રપતિનો વ્હાઈટ હાઉસ પ્રવેશ અધિકૃત રીતે નક્કી થઇ જાય.