હૈયાને દરબાર
વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી જશે પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે.
જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે.
મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે.
પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગા રે સતી એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે.
— ગંગા સતી
————————–
બહુ નાનપણમાં સાંભળેલી આ લોકપ્રિય ભક્તિ રચનાનો અર્થ તો બહુ મોડો સમજાયો હતો. પરંતુ જ્યારે સમજાયો ત્યારે થયું કે ભારતીય અધ્યાત્મશાસ્ત્ર કેટલું ગૂઢ છે અને ગંગા સતી જેવી સાવ સામાન્ય નારી પણ કેવું ઉચ્ચ જ્ઞાન પામી છે! મેરુ તો ડગે કરતાં ય ચડિયાતી રચના એટલે વીજળીને ચમકારે મોતીડાં પરોવો …!
 આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાનાં લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગા સતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
આ એક પંક્તિથી ગુજરાતી સંતસાહિત્યમાં ઝબકારો કરનાર ગંગા સતી અને પાનબાઈનું નામ ગુજરાતીઓ માટે અજાણ્યું નથી. ભાવનગરના રાજપરા ગામમાં જન્મનાર ગંગાનાં લગ્ન સમળિયાના ગિરાસદાર કહળસંગ સાથે થયા હતા. લગ્ન વખતે તે કાળની રાજપૂત પરંપરા પ્રમાણે પાનબાઈ નામની કન્યાને સેવિકા તરીકે સાથે મોકલવામાં આવી હતી. લગભગ સમાન ઉંમરની પાનબાઈ ગંગા સતીને માટે અધ્યાત્મપંથની સહયાત્રી બની.
પ્રસ્તુત પદમાં ગંગા સતી માનવજીવનને વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક હોય છે તેમ માનવજીવન પણ ક્ષણિક છે. એમાં ઈશ્વરના નામનું મોતી પરોવવાનું છે. જો એ તક ચૂકી ગયા તો વીજળી થયા પછી અંધારું થઈ જાય એમ મૃત્યુ આવી પહોંચશે. વળી, ભજનમાં ઉલ્લેખ છે કે એકવીસ હજાર છસ્સો કાળ ખાશે. તો એની પાછળ વૈજ્ઞાનિક ગણતરી છે. સામાન્ય રીતે આપણે દર મિનિટે ૧૫ શ્વાસોશ્વાસ લેતા હોઈએ છીએ. તો આ ગણતરી પ્રમાણે એક દિવસના ૨૧,૬૦૦ શ્વાસોશ્વાસ થાય. એટલે કે કાળ એ રીતે સમયને ખાઈ રહ્યો છે. અને આમ જ એક દિવસ શ્વાસ બંધ થઈ જશે એથી હરિનામનું મોતી પરોવી લેવાનું છે.
સૌરાષ્ટ્રની ધરતી એટલે સંતો, ભક્તો અને શૂરવીરોની ધરતી. ગંગા સતીના ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન સામે શીશ ઝૂકે. સતી, સંત અને શૂર ગંગા સતીનો જન્મ પાલિતાણા પાસેના રાજપરા ગામે ઇ.સ. ૧૮૪૬માં થયો હતો. ગંગાબાનાં લગ્ન રાજપૂત ગિરાસદાર કહળસંગ ગોહિલ સાથે થયા હતા. ગંગા સતી રોજ, એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતાં.
ભગતી રે કરવી હોય તેણે રાંક થઈને રેવું ને પાનબાઈ
મેલવું અંતરનું અભિમાનજી
ગંગા રે સતી એવું બોલ્યા રે .. પાનબાઈ
જનમ સફળ થઈ જાય જી
એક મીરાં ચિતોડમાં થયાં મીરાંબાઈ, એક મીરાં શ્રી રંગમમાં થયાં આંડાલ, એક મીરાં કર્ણાટકમાં થયાં અક્ક મહાદેવી અને એક મીરાં સૌરાષ્ટ્રમાં થયાં ગંગા સતી.
સંતજાતમાં જ્ઞાતિના આધારે ઊંચનીચના ભેદને કોઈ સ્થાન નથી. સંતોની દુનિયામાં તો ‘હરિ કો ભજે સો હરિ કો હોઈ’ની જ નીતિ અપનાવવામાં આવે છે. આ સત્ય ગંગા સતી ભજનમાં બોલી રહ્યાં હતાં.
જાતિપણું, છોડીને અજાતિ થાવું ને
કાઢવો વરણ વિકાર રે,
જાતિ પાતિ નહીં, હરિના દેશમાં ને
એવી રીતે રહેવું નિર્માન રે.
ગંગા સતીના પિતાનું નામ ભાઈજી ભાઈ જેસાજી સરવૈયા હતું. માતાનું નામ રૂપાળી બા હતું અને પિતા રાજપૂત ગિરાસદાર હતા. ગિરાસદાર પરંપરા પ્રમાણે ગંગાબાનાં લગ્ન પછી પાનબાઇ નામની કન્યાને સેવિકા તરીકે તેમની સાથે મોકલવામાં આવી હતી એ વાત મેરુ તો ડગે … લેખમાં થઈ ગઈ છે. ગંગા સતી રોજ, એક ભજનની રચના કરતાં અને તે ભજન પાનબાઈને સંભળાવતાં. આ રીતે આ ક્રમ બાવન દિવસ ચાલ્યો. બાવન દિવસમાં બાવન ભજનોની રચના થઈ.
ગંગા સતીના વીજળીને ચમકારે મોતીડાં પરોવો પંકિતએ ગુજરાતી સાહિત્યમાં ચમત્કાર કર્યો. જવાહર બક્ષીના કહેવા મુજબ રવીન્દ્રનાથ ટાગોર જેવા વિશ્વ કવિ પણ આવી પંક્તિ આપી શક્યા નથી. વીજળીનો ચમકારો દુર્લભ છે. વીજળીનો ચમકારો એટલે શું ? ભારે વરસાદ, તીવ્ર પવન અને વાદળોના ગડગડાટ વચ્ચે હજાર વોલ્ટના હજારો બલ્બ લગાવ્યા હોય તેના કરતાં ય વધુ ઝળહળાટ અને આ ક્ષણિક ઝબકારે મોતી પરોવવાનું કામ એથી ય દુર્લભ. જબરજસ્ત કૌશલ્ય હોય તો જ પાર પડે.
જીવનને ગંગા સતી વીજળીના ચમકારાની ઉપમા આપે છે. જેમ વીજળીનો ચમકારો ક્ષણિક છે. આ ક્ષણિક જીવનમાં ભગવદ્ પ્રાપ્તિ જેવી અસાધારણ ઘટના ઘટી શકે છે. દરેક માનવી માટે સોમવારથી રવિવારની વચ્ચે સાત દિવસ જ હોય છે. માનવીનો અંતકાળ આ સાત દિવસમાંથી ક્યારે આવશે તે નક્કી નથી, ગંગા સતી કહે છે કે એક ક્ષણ પછી અંધારું થઈ જશે. એટલે મૃત્યુ આવી પહોંચશે. તેથી અંધકાર થઈ જાય તે પહેલા ભગવદ્ પ્રાપ્તિનું મોતી પરોવી લેવાનું કાર્ય સિદ્ધ થઈ શકે તેમ છે.
 સુપ્રસિદ્ધ લેખક ભાણદેવજીએ સંત કવયિત્રીઓ પર ઘણું સંશોધન કર્યું છે. ગંગા સતીનાં અધ્યાત્મ ઉપર જ એમનાં ત્રણ પુસ્તકો છે. એક સ્થાને એમણે આ ભક્તિ ગીતના સંદર્ભે લખ્યું છે કે, "વીજળીને ચમકારે પંક્તિના ત્રણ અર્થ છે. પહેલો અર્થ એ છે કે વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી. મોતી પરોવવા ઘણી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મ પથ પર અનંત સાવધાની અને જાગૃતિ જોઈએ. પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ નિશ્ચિત રસ્તો ન હોય એમ મનુષ્યે પણ ક્ષણે ક્ષણે રસ્તો કંડારતા જવાનું છે. તેથી જ ગંગા સતી કહે છે કે સતત સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેવી સાવધાની – વીજળીને ચમકારે મોતી પરોવવા જેવી સાવધાની.
સુપ્રસિદ્ધ લેખક ભાણદેવજીએ સંત કવયિત્રીઓ પર ઘણું સંશોધન કર્યું છે. ગંગા સતીનાં અધ્યાત્મ ઉપર જ એમનાં ત્રણ પુસ્તકો છે. એક સ્થાને એમણે આ ભક્તિ ગીતના સંદર્ભે લખ્યું છે કે, "વીજળીને ચમકારે પંક્તિના ત્રણ અર્થ છે. પહેલો અર્થ એ છે કે વીજળીને ચમકારે મોતી પરોવવું એટલે અપરંપાર જાગૃતિ રાખવી. મોતી પરોવવા ઘણી એકાગ્રતા અને સ્થિરતા જોઈએ. ક્ષણભરમાં કાર્ય સિદ્ધ કરી લેવાનું હોવાથી અધ્યાત્મ પથ પર અનંત સાવધાની અને જાગૃતિ જોઈએ. પક્ષીઓને આકાશમાં જવાનો કોઈ નિશ્ચિત રસ્તો ન હોય એમ મનુષ્યે પણ ક્ષણે ક્ષણે રસ્તો કંડારતા જવાનું છે. તેથી જ ગંગા સતી કહે છે કે સતત સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. કેવી સાવધાની – વીજળીને ચમકારે મોતી પરોવવા જેવી સાવધાની.
બીજો અર્થ છે કે જીવન બહુ ટૂંકું છે, વીજળીના ચમકાર જેવડું. તેથી જે સમય મળ્યો છે એમાં મોતી પરોવી લો.
ત્રીજો યોગિક અર્થ છે. ગંગાસતીએ લખ્યું કે રાખવું સ્વરભેદમાં ધ્યાન. આ સ્વરોપાસના છે. સંસ્કૃતમાં શિવ સ્વરોદય નામે ગ્રંથ છે જે સ્વરવિદ્યાનો શ્રેષ્ઠ ગ્રંથ ગણાય છે. એમાં કહ્યું છે કે આપણા શ્વાસ બંને નસકોરાંથી હંમેશાં સમાન રીતે નથી ચાલતા. એકમાં વધુ એકમાં ઓછો એમ ડાબે જમણે ચાલ્યા કરે. ડાબું ચાલતું હોય ત્યારે સમજવું કે ઈડામાં શ્વાસ ચાલે છે કારણ ઈડા ડાબી બાજુ છે જેને તંદ્ર નાડી કહેવાય છે. પીંગલા જમણી તરફ હોવાથી શ્વાસ જમણી તરફ વધુ હોય તો પીંગલામાં કહેવાય. વારાફરતી શ્વાસ બદલાય ત્યારે વચ્ચે થોડીક એવી ક્ષણો આવે છે શ્વાસ બન્નેમાં સમાન ભાવે ચાલે છે. એ ક્ષણ સિદ્ધ થાય તો આધ્યાત્મિક છલાંગ લાગી શકે. ગંગા સતી આ ગૂઢ વિદ્યા જાણતાં હતાં એટલે કહ્યું કે રાખવું સ્વરભેદમાં ધ્યાન. બન્નેમાં શ્વાસ સમાન થાય ત્યારે એ સુષુમણામાં કહેવાય. દિવસો સુધી યોગીઓના શ્વાસ સુષુમણામાં ચાલે એ ધ્યાનની ઉત્તમ અવસ્થા છે. કુંડલિનીને સુષુમણાના માર્ગમાં કેમ લેવી એની યુક્તિ ગંગા સતી જાણતાં હતાં. આ સુષુમણાનો શ્વાસ વીજળીના ઝબકાર જેવો છે. તેનો ઉપયોગ કરી લો. એ વખતે સમાધિ લાગી જાય તો જીવનનું મૂલ્યવાન મોતી પરોવાઈ જાય!
પાનબાઈ આ પરમ પદ પામ્યાં હતાં એટલે જ ગંગા સતી છેલ્લે પાનબાઈને કહે છે કે તમે પદ પામ્યાં નિર્વાણ. અધિકારી શિષ્યને ગુરુ આ કહે એથી મોટું પ્રમાણપત્ર બીજું એકેય નથી.
ગંગા સતી ભક્તિ આંદોલનનાં મધ્યકાલીન સંત કવયિત્રી હતાં. જેમણે ગુજરાતીમાં સંખ્યાબંધ ભજનો રચ્યાં હતાં.
ગંગાસતી અને પતિ કહળસંગ અત્યંત ધાર્મિક હતાં. એમને બે દીકરીઓ જ હતી એટલે પાનબાઈ પુત્રવધૂ હોવાની વાત ખોટી છે. તેમનું ઘર ધાર્મિક સત્સંગનું કેન્દ્ર હતું. કહેવાય છે કે આવનારા લોકો અને સાધુઓ માટે તે નાનું પડતા તેઓ ખેતરમાં જઇ વસ્યાં અને ત્યાં ઝૂંપડી બાંધી રહેવા લાગ્યાં અને સત્સંગ ત્યાં ચાલુ રાખ્યો. સિદ્ધિનો અકારણ ઉપયોગ અને પરિણામ સ્વરૂપ આવી મળેલ પ્રસિદ્ધિ ભજનમાં બાધા કરશે એમ સમજાતાં તેમણે પ્રાયશ્ચિતરૂપે કળુભાએ દેહત્યાગનો સંકલ્પ કર્યો. ગંગા સતીએ પણ તેમની સાથે દેહત્યાગની ઈચ્છા વ્યક્ત કરી. પરંતુ કહળસંગે પાનબાઈનું અધ્યાત્મ શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેમને રોકાઈ જવાની આજ્ઞા કરી.
કહળસંગે દેહત્યાગ કરી સમાધિ લીધી ત્યાર પછી ગંગા સતી રોજ એક ભજનની રચના કરતાં અને પાનબાઈને સંભળાવતાં. ગંગા સતીનાં ભજનો એક રીતે પાનબાઈને ઉદ્દેશીને અપાયેલ આધ્યાત્મિક શિક્ષણ છે. બાવન દિવસ સુધી આ ક્રમ જારી રહ્યો, જેના પરિણામે બાવન ભજનોની રચના થઈ. ગંગા સતીએ ત્યાર બાદ સમાધિ લીધી. ઈ. સ. ૧૯૭૯માં તેમના જીવન પર આધારિત દિનેશ રાવલ દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ચલચિત્ર ગંગા સતી રજૂ થયું હતું.
ગંગા સતીએ ગુરુનો મહિમા અને મહત્ત્વ, અનુયાયીનું જીવન, કુદરત અને ભક્તિનો અર્થ વગેરે પર ભજનો રચ્યાં છે. આ ભજનો કોઇ ભગવાનનો ઉલ્લેખ કરતા નથી પરંતુ સામાન્ય સ્વરૂપમાં ભગવાનનો ઉલ્લેખ કરે છે. તે અધ્યાત્મના વિવિધ પાસાંઓને પણ રજૂ કરે છે. આ ભજનો સૌરાષ્ટ્ર અને ભક્તિ સંગીતમાં હજુ પણ લોકપ્રિય છે.
ગંગા સતીની બાવન ભજન રચનાઓમાં સદ્દગુરુ મહિમા, નવધા ભક્તિ, યોગસાધના, નામ અને વચનની સાધના, ક્રિયાયોગ, શીલવંત સાધુના લક્ષણો, સંતના લક્ષણો, આત્મસમર્પણ, ભક્તિનો માર્ગ, નાડીશુદ્ધિ, મનની સ્થિરતા, સાધુની સંગત, વચનનો વિવેક અને સંપૂર્ણ શરણાગતિના ભાવો આલેખાયા છે. આ રીતે આ ભજનોમાં ભક્તિ, જ્ઞાન અને યોગનો ત્રિવેણીસંગમ થયેલો જોવા મળે છે.
ગંગા સતીનાં ભજનોમાં વેદ, ઉપનિષદ, ગીતા, પુરાણોનું તત્ત્વજ્ઞાન, ઇંડા, પિંગલા, સુષુમણા, મૂલાધાર, કુંડલિની પ્રાણાયમની સમજ, પરા-અપરાવિદ્યા, જન્મ – મૃત્યુ – પુનર્જન્મ – મોક્ષ – ક ર્મ- દ્વૈત – અદ્વૈત – જેવું આચાર્યોનું બ્રહ્મજ્ઞાન એક સાથે જોવા મળે છે.
આ અમર રચના અનેક કલાકારોએ ગાઈ છે જેમાં લલિતા ઘોડાદ્રા, હેમંત ચૌહાણ, ભારતી વ્યાસ તથા આજની પેઢીમાં હિમાલી વ્યાસ નાયક તથા વનરાજ-બલરાજ જેવા યુવા કલાકારો પણ એ ગાય છે. સાંભળીને હૃદયસ્થ કરવા જેવી આ ભક્તિરચનાનો આનંદ તમે પણ લેજો.
https://www.youtube.com/watch?v=FvFvGe1CV50
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=656303
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 24 સપ્ટેમ્બર 2020
 


 મહાત્મા ગાંધીએ, સન 1948માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, 1958માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના 56મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે :
મહાત્મા ગાંધીએ, સન 1948માં, કરેલી કદાચ છેલ્લી નોંધમાંની એકનો ઉલ્લેખ, 1958માં પ્રકાશિત, પ્યારેલાલકૃત ‘લાસ્ટ ફેઇઝ’ના બીજા ગ્રંથમાંના 56મા પાન પર થયો છે. ‘ગાંધીજીનું તાવીજ’ તરીકે તે જાણીતો બન્યો છે. ગાંધીજીની આ નોંધ આમ છે : ‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’
‘આત્મકથા’માં ગાંધીજીએ ‘રાયચંદભાઈ’ પ્રકરણના અંતે લખ્યું જ છે : ‘… મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવનસંસર્ગથી, ટૉલ્સ્ટૉયે તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’ – સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો.’ કાન્તિભાઈ કહે છે તેમ, ‘વીસમી સદી ઘણી ઊથલપાથલની, ઘણા ચઢાવ-ઉતારની, માણસની જ્વલંત સિદ્ધિઓની અને સાથોસાથ માણસનાં નપાવટ કુકર્મોની સદી રહી. આ સદીમાં માણસને આપણે એવરેસ્ટ-ઊંચી છલાંગ મારતોયે જોયો અને અતલ ઊંડી ગર્તામાં ગબડી પડતોયે જોયો. સૃષ્ટિનાં અવનવાં રહસ્યો છતાં કરતી, માણસને માટે અનેકાનેક શક્તિઓ ને કુશળતાઓ હાથવગી કરતી અને આપણી પૃથ્વીની જ નહીં, આકાશગંગાનીયે પેલે પારનાં વિશ્વોમાં ડોકિયું કરાવતી વિજ્ઞાનની અભૂતપૂર્વ શોધો આ સદીમાં થઈ, તો તેની સાથોસાથ બબ્બે મોટાં યુદ્ધો તેમ જ બીજાં તો અનેકાનેક યુદ્ધો આજ સુધી લડાતાં રહ્યાં છે અને માણસની બર્બરતાની અને અક્કલહીનતાની ચાડી ખાતાં રહ્યાં છે. અગાઉ ક્યારે ય કલ્પનાયે ન કરી હોય એટલી સાધન સમૃદ્ધિ અને વૈભવ માણસને આ સદીમાં ઉપલબ્ધ થયાં છે, અને છતાં લાખો માણસો માનવસર્જિત દુકાળમાં ભૂખમરાથી આ સદીમાં મર્યા છે. …’
કાન્તિભાઈ કહે છે તેમ, ‘વીસમી સદી ઘણી ઊથલપાથલની, ઘણા ચઢાવ-ઉતારની, માણસની જ્વલંત સિદ્ધિઓની અને સાથોસાથ માણસનાં નપાવટ કુકર્મોની સદી રહી. આ સદીમાં માણસને આપણે એવરેસ્ટ-ઊંચી છલાંગ મારતોયે જોયો અને અતલ ઊંડી ગર્તામાં ગબડી પડતોયે જોયો. સૃષ્ટિનાં અવનવાં રહસ્યો છતાં કરતી, માણસને માટે અનેકાનેક શક્તિઓ ને કુશળતાઓ હાથવગી કરતી અને આપણી પૃથ્વીની જ નહીં, આકાશગંગાનીયે પેલે પારનાં વિશ્વોમાં ડોકિયું કરાવતી વિજ્ઞાનની અભૂતપૂર્વ શોધો આ સદીમાં થઈ, તો તેની સાથોસાથ બબ્બે મોટાં યુદ્ધો તેમ જ બીજાં તો અનેકાનેક યુદ્ધો આજ સુધી લડાતાં રહ્યાં છે અને માણસની બર્બરતાની અને અક્કલહીનતાની ચાડી ખાતાં રહ્યાં છે. અગાઉ ક્યારે ય કલ્પનાયે ન કરી હોય એટલી સાધન સમૃદ્ધિ અને વૈભવ માણસને આ સદીમાં ઉપલબ્ધ થયાં છે, અને છતાં લાખો માણસો માનવસર્જિત દુકાળમાં ભૂખમરાથી આ સદીમાં મર્યા છે. …’ 
 અને આનો ઉકેલ ‘હિંદ સ્વરાજ’ તેમ જ ‘સર્વોદય’માં પડેલો છે. ગાંધીએ આપણને 1909માં ચેતવેલા. જ્યારે ગાંધી પહેલાં, ટૉલ્સ્ટોય અને રસ્કિને આપણને વારવાનો મજબૂત પ્રયાસ કરેલો. ‘અન્ટુ ધિસ લાસ્ટ’ના ગુજરાતી અનુવાદને આવકારતાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ લખે જ છે ને, ‘પુસ્તકો લખ્યે કે વાંચ્યે શું વળે ? દુિનયા તો કાં બળથી ચાલે, કાં છળથી ચાલે અને કાં ધનથી. ચોપડીથી ? જવા દો એ વાત !’ એમ કહેનારા હતા અને છે. પણ ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાં  યે ન મળે ને બીજી ત્રાંબીઆના તેર લેખે મળે. જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં ‘અન્ટુ ધિસ લાસ્ટ’ અક્ષયપાત્ર છે.’
અને આનો ઉકેલ ‘હિંદ સ્વરાજ’ તેમ જ ‘સર્વોદય’માં પડેલો છે. ગાંધીએ આપણને 1909માં ચેતવેલા. જ્યારે ગાંધી પહેલાં, ટૉલ્સ્ટોય અને રસ્કિને આપણને વારવાનો મજબૂત પ્રયાસ કરેલો. ‘અન્ટુ ધિસ લાસ્ટ’ના ગુજરાતી અનુવાદને આવકારતાં મનુભાઈ પંચોળી ‘દર્શક’ લખે જ છે ને, ‘પુસ્તકો લખ્યે કે વાંચ્યે શું વળે ? દુિનયા તો કાં બળથી ચાલે, કાં છળથી ચાલે અને કાં ધનથી. ચોપડીથી ? જવા દો એ વાત !’ એમ કહેનારા હતા અને છે. પણ ચોપડીએ ચોપડીએ ફેર છે, એક લાખ દેતાં  યે ન મળે ને બીજી ત્રાંબીઆના તેર લેખે મળે. જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં ‘અન્ટુ ધિસ લાસ્ટ’ અક્ષયપાત્ર છે.’ મુરિયલ લેસ્ટરનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે : Ambasssador of Reconciliation. તેમાં With Gandhi in India and at Kingsley Hall નામક રોચક પ્રકરણ છે. વિલાયતના લેન્કેશર પરગણામાં વિદેશી માલના બહિષ્કારને કારણે ઊભી થયેલી હાલાકીથી બેકારોની સંખ્યા વધી હતી. કલકારખાનાં ઠપ્પ થઈ ગયેલાં. આ વિસ્તારના આવા એક બેકાર પરંતુ સમજુ આદમીએ ઊભી થયેલી હાલાકી જોઈ જવા ગાંધીને આમંત્ર્યા. ગાંધીને જોઈતું હતું તે મળ્યું. હિંદની પરિસ્થિતિનો ચીતાર એમણે લેન્કેશરની પ્રજાને આપ્યો અને બહોળા પ્રમાણમાં તે લોકોનાં દિલ જીતીને પરત થયેલા.
મુરિયલ લેસ્ટરનાં સંસ્મરણોને આલેખતું પુસ્તક છે : Ambasssador of Reconciliation. તેમાં With Gandhi in India and at Kingsley Hall નામક રોચક પ્રકરણ છે. વિલાયતના લેન્કેશર પરગણામાં વિદેશી માલના બહિષ્કારને કારણે ઊભી થયેલી હાલાકીથી બેકારોની સંખ્યા વધી હતી. કલકારખાનાં ઠપ્પ થઈ ગયેલાં. આ વિસ્તારના આવા એક બેકાર પરંતુ સમજુ આદમીએ ઊભી થયેલી હાલાકી જોઈ જવા ગાંધીને આમંત્ર્યા. ગાંધીને જોઈતું હતું તે મળ્યું. હિંદની પરિસ્થિતિનો ચીતાર એમણે લેન્કેશરની પ્રજાને આપ્યો અને બહોળા પ્રમાણમાં તે લોકોનાં દિલ જીતીને પરત થયેલા. ચંદુ મહેરિયાએ નોંધ્યું છે તેમ, ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડા યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધનિુક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે. દેશના જુદા જુદા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજે પણ એવા ઘણાં જૂથો દુનિયામાં કાર્યરત છે; જે માત્ર ને માત્ર અહિંસક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજે છે અને સફળ પણ થાય છે. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસા’ના વિચારનો સિંહફાળો હતો, તે તો હવે દુનિયા સ્વી કારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિ ને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.”
ચંદુ મહેરિયાએ નોંધ્યું છે તેમ, ગાંધીજીએ અંગ્રેજોની બેરહમ હિંસા સામે ઉંહકારો પણ કર્યા સિવાય, કશા જ પ્રતિકાર વિના, માત્ર ને માત્ર અહિંસા દ્વારા જ સમગ્ર આઝાદીની લડત ચલાવી. બબ્બે વિશ્વયુદ્ધો કે લાંબા ગાળાનાં ઠંડા યુદ્ધો, પરમાણુ-અણુબૉમ્બથી માંડીને અત્યાધનિુક શસ્ત્રોથી દેશ અને દુનિયા સજ્જ હોય, સર્વત્ર હિંસા અને યુદ્ધની જ બોલબાલા હોય ત્યારે ગાંધીજીના અહિંસાના પ્રયોગો દુનિયામાં આજે પણ ક્યાંક ને ક્યાંક અજમાવાય છે અને તે સફળ પણ થતા રહ્યા છે. દેશના જુદા જુદા ખૂણે મહિલાઓના દારૂબંધી આંદોલન હોય કે સુંદરલાલ બહુગુણાનું ચીપકો આંદોલન, પૂર્વોત્તર હોય કે પશ્ચિમના દેશો આજે પણ એવા ઘણાં જૂથો દુનિયામાં કાર્યરત છે; જે માત્ર ને માત્ર અહિંસક માર્ગે જ પોતાના કાર્યક્રમો યોજે છે અને સફળ પણ થાય છે. માર્ટિન લ્યૂથર કિંગ, નેલ્સન મંડેલા કે આંગ સાન સૂકીની લડતમાં ગાંધીજીની ‘અહિંસા’ના વિચારનો સિંહફાળો હતો, તે તો હવે દુનિયા સ્વી કારે જ છે. ગાંધીજી માટે અહિંસા એ કોઈ આંદોલન પૂરતો મુદ્દો નહોતો એટલે જ એ કહેતા કે, “માણસ બીજાઓ સાથેના પોતાના વ્યવહારમાં અહિંસાનું આચરણ નહીં અને મોટી બાબતોમાં એનો પ્રયોગ કરવાની આશા રાખે તો તે ભીંત ભૂલે છે. માણસ પોતાના જ મંડળમાં અહિંસક રહે ને બહાર હિંસક રહે એ ન બની શકે. વ્યક્તિ ને અહિંસાની તાલીમ લેવાની જરૂર હોય, તો રાષ્ટ્રને તો એવી તાલીમ લેવાની જરૂર એથી પણ વધારે રહે છે.” કિશોરલાલભાઈએ આપેલા ‘ગાધી-વિચાર-દોહન’ મુજબ, ‘દરેક યુગમાં અને દરેક પ્રજામાં સત્યના તીવ્ર શોધકો અને જનકલ્યાણ માટે અત્યંત ધગશ ધરાવનારા વિભૂતિમાન પુરુષો અને સંતો પેદા થાય છે. તે યુગના અને તે પ્રજાના બીજા માણસો કરતાં તેમણે સત્યનું કાંઈક વધારે દર્શન કરેલું હોય છે. એમનું કેટલુંક દર્શન સનાતન સિદ્ધાંતોનું હોય છે, અને કેટલુંક પોતાના જમાનાની પરિસ્થિતિમાંથી ઉદ્દભવેલું હોય છે. વળી, કેટલાક સિદ્ધાંતો તેના સનાતન સ્વરૂપમાં તેમને સમજાયા હોય, છતાં તેનો વ્યાવહારિક અમલ કરવા જતાં તે યુગ અને પ્રજાની પરિસ્થિતિ બંધબેસતી આવે એની મર્યાદામાં જ તેની પદ્ધતિ તેમને સૂઝે એમ બને છે. આ બધામાંથી જગતના જુદા જુદા ધર્મો ઉદ્દભવ્યા છે.’
કિશોરલાલભાઈએ આપેલા ‘ગાધી-વિચાર-દોહન’ મુજબ, ‘દરેક યુગમાં અને દરેક પ્રજામાં સત્યના તીવ્ર શોધકો અને જનકલ્યાણ માટે અત્યંત ધગશ ધરાવનારા વિભૂતિમાન પુરુષો અને સંતો પેદા થાય છે. તે યુગના અને તે પ્રજાના બીજા માણસો કરતાં તેમણે સત્યનું કાંઈક વધારે દર્શન કરેલું હોય છે. એમનું કેટલુંક દર્શન સનાતન સિદ્ધાંતોનું હોય છે, અને કેટલુંક પોતાના જમાનાની પરિસ્થિતિમાંથી ઉદ્દભવેલું હોય છે. વળી, કેટલાક સિદ્ધાંતો તેના સનાતન સ્વરૂપમાં તેમને સમજાયા હોય, છતાં તેનો વ્યાવહારિક અમલ કરવા જતાં તે યુગ અને પ્રજાની પરિસ્થિતિ બંધબેસતી આવે એની મર્યાદામાં જ તેની પદ્ધતિ તેમને સૂઝે એમ બને છે. આ બધામાંથી જગતના જુદા જુદા ધર્મો ઉદ્દભવ્યા છે.’ ‘ગાંધી, મહાપદના યાત્રી’ પુસ્તકના કર્તા જયન્ત મ. પંડ્યા ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ પ્રકરણમાં કહે છે, તે પ્રસંગ અહી ખૂબ પ્રસ્તુત છે:
‘ગાંધી, મહાપદના યાત્રી’ પુસ્તકના કર્તા જયન્ત મ. પંડ્યા ‘પ્રેમપંથ પાવકની જ્વાળા’ પ્રકરણમાં કહે છે, તે પ્રસંગ અહી ખૂબ પ્રસ્તુત છે: વિડંબના એવી છે કે રાષ્ટ્રવાદના મૂળભૂત કે અંગભૂત પદાર્થો (જેવા કે બહુમતી પ્રજાનો ધર્મ, બહુમતી પ્રજાની ભાષા, બહુમતી પ્રજાની સંસ્કૃતિ, સામાજિક રીતિરિવાજ, શરીરિક દેખાવ, રૂપરંગ વગેરે) તળ ભૂમિમાં તેની સોળે કળાએ ખીલેલા જોવા મળે છે, પરંતુ જેમ જેમ તળ ભૂમિથી દૂર જાવ એમ એમ એ પાતળા પડવા માંડે અને ઓઝલ થવા માંડે. સરહદનો હિંદુ કે ભારતીય તમને તમારા જેવો હિંદુ કે ભારતીય નથી લાગતો. એટલે તો આપણે ઇશાન ભારતના ભારતીયને ચીના કે જપાની માની બેસીએ છીએ અને પેલાએ કહેવું પડે છે કે, ‘ભાઈ હું પણ ભારતીય છું.’ આ દુનિયા આખીની સરહદ પરની વાસ્તવિકતા છે.
વિડંબના એવી છે કે રાષ્ટ્રવાદના મૂળભૂત કે અંગભૂત પદાર્થો (જેવા કે બહુમતી પ્રજાનો ધર્મ, બહુમતી પ્રજાની ભાષા, બહુમતી પ્રજાની સંસ્કૃતિ, સામાજિક રીતિરિવાજ, શરીરિક દેખાવ, રૂપરંગ વગેરે) તળ ભૂમિમાં તેની સોળે કળાએ ખીલેલા જોવા મળે છે, પરંતુ જેમ જેમ તળ ભૂમિથી દૂર જાવ એમ એમ એ પાતળા પડવા માંડે અને ઓઝલ થવા માંડે. સરહદનો હિંદુ કે ભારતીય તમને તમારા જેવો હિંદુ કે ભારતીય નથી લાગતો. એટલે તો આપણે ઇશાન ભારતના ભારતીયને ચીના કે જપાની માની બેસીએ છીએ અને પેલાએ કહેવું પડે છે કે, ‘ભાઈ હું પણ ભારતીય છું.’ આ દુનિયા આખીની સરહદ પરની વાસ્તવિકતા છે.