આજે પલાંઠી વાળી તો
તમે આવી બેઠા મારામાં
હું બેસું છું તો
મારું ખોળિયું તમે પહેરી લો છો
દાઢી કરું છું
તો રેઝર તમારી દાઢી પર
ફરતું હોય છે
આમ પરાણે મારા પર છવાઈ
રહેવાનો કોઈ અર્થ છે?
મારા ગળામાં આવીને
તમે ખાંસો તે સારું નથી
કારણ ડોકટર ગોળી
મને ગળાવે છે
મારા પગમાં પગ નાખીને
બેસો તો
ક્યાં સુધી હું
તમને જ ચાલ્યા કરીશ તે કહેશો?
મારે બદલે તમે જ જીવવાના હો તો મારે ક્યાં જીવવું?
ત્યાં મારી ખાંસી
મારા દીકરામાંથી ઊઠે છે…
0
e.mail : ravindra21111946@gmail.com
![]()


કોરોના જાણે એક નાનકડા બીજમાંથી ઝડપ ઝડપમાં ફાલીને વિકસેલા બિહામણા મોટા ઝાડ સમું ધૂણે છે; બબડે છે, માણસ ગંધાય, માણસ ખાઉં … ૨૦૧૯ના ડિસેમ્બરથી આછોપાતળો શરૂ થયેલો અને ૨૦૨૦ના પ્રારમ્ભથી રીતસરનો મંડાયેલો એ આજે જૂનની ૨૧-મીએ કેટલો તો વકર્યો છે એ તો હવે આપણા સૌના અનુભવની વાત છે. આ મહામારી પોતે જ ઠરીઠામપણે જિવાતા જીવનમાં જનમેલી એક મહામોટી અસંગતિ છે, ઍબ્સર્ડિટી છે, અનર્થ છે.