પચાસ લાખ વર્ષથી છીએ આ ધરા પર અણનમ.
કંઈ કેટલી ય વાર ધ્રૂજી ધરા
કંઈ કેટલી ય વાર ફાટ્યાં આભ
કંઈ કેટલા ય ફાટ્યા જ્વાળામુખી
તો ય રહ્યા અમે અણનમ
પૂર, વાવાઝોડાં આવ્યાં અનેક,
ત્સુનામી આવ્યાં અનેક, બૉમ્બ-અણુબૉમ્બ વરસ્યા અનેક,
તો ય રહ્યા અમે અણનમ.
પ્લેગ, કોલેરા, શીતળા, મેલેરિયા,
સહ્યા પ્રકોપ અનેક
એઇડ્સ, સાર્સ, સ્વાઈન ફ્લ્યૂ, સ્પેનિશ ફ્લ્યૂના
સહ્યા પ્રકોપ અનેક,
તો ય રહ્યા અમે અણનમ.
હવે આવ્યો આ કોરોનાનો કહેર,
તો ય રહીશું અમે અણનમ.
અમારી પાસે છે
વિજ્ઞાનનું બ્રહ્માસ્ત્ર,
હરાવીશું કોરોનાને,
ન સ્વીકારીશું હાર કદી.
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 22 ઍપ્રિલ 2020