હવે એનું નામ
મારી જિંદગીની કિતાબનાં પાનાંઓમાં નથી
હું જીવું છું
મારી જિંદગી, સતત વ્યસ્તતામાં
જ્યાં મને મારા માટે જ કોઈ સમય નથી
આઝાદી?
એ કઈ બલાનું નામ છે?
મનને ગમતાં કપડાં પહેરવાનું?
કોઈએ કહ્યું આ દુનિયાની નજર બહુ બૂરી છે
જીન્સ, શર્ટ, શોર્ટ, ટોપ
અને પેલું મારું વહાલું બ્લેક ટીશર્ટ પણ
પહેર્યાં વગરનું પડ્યું છે સાવ ઉદાસ
પણ મારી નજર હવે એ તરફ નથી જતી
હું ભૂલી ગઈ છું એ ખુશીને
જે એ કપડાં પહેરતાં મારી આંખોમાં આવી જતી હતી
અને અરીસો હસી ઊઠતો હતો
આજે એ જ અરીસો જોતાં ઢળી પડે છે મારી આંખો
આમ તો હું કોઈનું સાંભળતી નહોતી
આજે હું મારી પ્યારી દીદાનું પણ સાંભળતી નથી
અને એના પત્રો એમ જ પડ્યા રહ્યાં છે
જાણે એના શબ્દો વર્ષોથી રાહ જુએ છે મારી
મને મારો જ સમય આજે નથી મળતો મારા માટે
મારી આંખોમાં ઘણીવાર આંસુ આવીને ચાલ્યાં જાય છે
કંઇક તૂટી ગયું છે અંદરથી
અને દુનિયા મને બહારથી સજાવે છે પોતાની રીતે
હું જેમ બદલું છું એમના કહેવાથી
ત્યારે એમની લાડલી બનતી જાઉં છું
પણ હકીકતમાં હું એક ઢીંગલી બનતી જાઉં છું
એક ખૂબસૂરત અને કહ્યાગરી ઢીંગલી
હવે આ ઢીંગલીને જોઇને દુનિયા ખુશ થાય છે
ઢીંગલી તો સદાય હસતી જ હોય છે ને?
એને ક્યાં ખબર હોય કે ખુશી શું અને દુઃખ શું
આઝાદી શું અને જિંદગી એ વળી શું?
આજે મારા કોઈ વિચાર નથી
ન જિંદગી છે
ન મારી પોતાની કહી શકાય એવી કોઈ ખુશી
થોડો સમય છે મારી આઝાદીનો
એ પણ આ દુનિયાને મેં આપી દીધો છે
એટલે આજે કોઈ વિચારો પણ મારા નથી
એનું નામ, એની યાદો
ક્યારેક આંખોમાં તરી આવે
અને હૃદયના ધબકારા થોડીવાર જાગી જાય
મને અહેસાસ કરાવે કે હું પણ શ્વસું છું
તમારી જેમ અને જીવું છું
પણ દુનિયાની નજર પડતાં જ હું ફરી હસી ઊઠું છું
તારું નામ
જો હવે મારી કોઈ કિતાબમાં નથી
કારણ કે,
આ જિંદગી પણ હવે મારી નથી
મારા મુખ પર સ્મિત છે,
આંખોમાં ખુશી
ઓગળી રહી છે મીણબત્તી માફક
એમની યાદોની સાથે આઝાદી
મારો હાથ હવામાં લહેરાય છે
તને, મને અને તારી યાદોને
“અલવિદા, એ જિંદગી!”
e.mail : navyadarsh67@gmail.com
![]()


ન્યાયમૂર્તિ ગોગોઈએ બે મહિના પહેલાં સર્વોચ્ચ અદાલતોના બોર્ડ પરથી ગાયબ કરવામાં આવતી મેટરોનું કૌભાંડ ઉઘાડું પાડ્યું હતું. રિવાજ એવો છે કે જે તે અદાલતમાં દરવાજા નજીક મૂકવામાં આવતા બોર્ડ પર દિવસ દરમ્યાન ચાલનારા ખટલાઓની યાદી મૂકવામાં આવે છે. જે અદાલતમાં જે દિવસે જેટલા વાગે ખટલો બતાવવામાં આવ્યો હોય એ સમયે અસીલોના વકીલોએ હાજર રહેવું પડતું હોય છે. મુંબઈના એક ઊઠી ગયેલા ઉદ્યોગપતિના મામલામાં ખટલો બોર્ડ પર બતાવવામાં જ નહોતો આવતો ઉદ્યોગપતિના વકીલો ગેરહાજર રહેતા હતા અને એ રીતે કેસ આગળ વધતો જ નહોતો. જો કારણ પૂછવામાં આવે તો ખુલાસો કરવામાં આવતો હતો કે બોર્ડ પર મેટર જ નહોતી એટલે અમને જાણ જ નહોતી. આમાં ફાયદો એ કે વકીલને તારીખ માગ્યા વિના તારીખ મળી જાય અને કોઈ વઢે પણ નહીં. ‘અમે શું કરીએ અમે તો તૈયારી સાથે આવ્યા હતા, પણ બોર્ડ પર મેટર જ નહોતી.’ આ ઉપરાંત છેલ્લા એક મહિના દરમિયાન મુખ્ય ન્યાયમૂર્તિએ રાફેલ અને બીજા ખટલાઓમાં આકરું વલણ અપનાવ્યું હતું અને ચૂંટણીપંચનો પણ કાન આમળ્યો હતો.