હૈયાને દરબાર
પૂનમની રાત એ દિવ્ય રાત્રિ. કુદરતની કવિતાનું નિતાંત સૌંદર્ય. શરદ પૂનમ હજુ બે દિવસ પહેલાં જ ઉજવાઈ, એટલે ચંદ્ર-તારા મંડિત રાતનું વર્ણન કરતાં ગીતોની જ વાત કરાય ને!
ચંદ્રનું મને જબરજસ્ત આકર્ષણ છે. પૂનમની રાતે ચાંદને ટગર ટગર જોયા કરવાનું ખૂબ ગમે. એમાં ય કોઈ અદ્ભુત કુદરતી સ્થળે પૂનમનો ચાંદ સત્સંગ કરવા આવી જાય, એ તો સોને પે સુહાગા! એવું કેટલી ય વાર બન્યું છે કે ભારતનું લેહ-લદાખ હોય કે સ્વિટ્ઝર્લેન્ડનો આલ્પ્સ પર્વત, યોગાનુયોગે જે બેસ્ટ જગ્યાએ હું હોઉં ત્યાં ચાંદો ગુફ્તગૂ કરવા આવી જ ગયો હોય. યાદ આવે છે ભેડાઘાટની. મધ્ય પ્રદેશનું એ અપ્રતિમ સ્થળ છે. આરસની ચટ્ટાનો વચ્ચેથી વહેતી નર્મદા અને માથે પૂર્ણ ચંદ્રનું અજવાળું હોય એનાથી સર્વોત્તમ રાત્રિ કોઈ હોઈ શકે?
એવી જ એક સુંદર મજાની ચાંદની રાતે અમે નર્મદામાં નૌકા વિહાર કરી રહ્યાં હતાં અને એક સુંદર ગીત યાદ આવી ગયું. એ ગીત હતું રૂપલે મઢી છે સારી રાત રે સજન, એનું ઢુંકડૂં ન હોજો પરભાત. સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો, હજી આદરી અધૂરી મારી વાત રે …! પછી તો ચાંદ પરનાં ગીતોની મહેફિલ જામી. આધા હૈ ચંદ્રમા રાત આધી, રહ ન જાયે તેરી મેરી બાત આધી, તૂ ચંદા મૈં ચાંદની, દેખો વો ચાંદ છૂપ કે કરતા હૈ ક્યા ઈશારે જેવાં કેટલાં ય ચંદ્ર ગીતો ચાંદની રાતને ઓર રંગીન બનાવી ગયાં. ચાંદની રાત ખાસ કરીને સ્ત્રી હૃદયમાં અનોખા ભાવ સ્પંદનો જગાવે છે. પ્રિયજનનો સાથ હોય, તો પૂનમની રાત જાણે મધુરજની જ બની જાય!
પૂર્ણ ચંદ્રનું અજવાળું નર્મદાનાં નીરમાં પ્રકાશ પાથરી રહ્યું હતું અને એ રોમાંચક ઘડીઓમાં આ અત્યંત રોમેન્ટિક ગીતો મન પર સવાર હતાં, પરંતુ આપણે અહીં મુખ્ય વાત કરવાની છે એવાં જ પ્રણયભીનાં ગુજરાતી ગીતોની. ગુજરાતી સુગમ સંગીતનાં સર્વોત્તમ રોમેન્ટિક ગીતોમાં અગ્રક્રમે આવી શકે એવા રાગ મિશ્ર પહાડી પર આધારિત આ ગીત, રૂપલે મઢી છે સારી રાત…માં નારી સંવેદનાની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિ છે.
 લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.
લંડનના રોયલ આલ્બર્ટ હોલમાં, લતા મંગેશકરે ગાયેલાં ફિલ્મી ગીતોની એલ.પી.માં, દિલીપ ધોળકિયાએ સ્વરબદ્ધ કરેલું એક માત્ર ગુજરાતી ગીત લેવાયું હતું એ ગીત તે રૂપલે મઢી છે સારી રાત. કવિ હરીન્દ્ર દવેના શબ્દો, દિલીપભાઈનું સંગીત અને લતાજીના અવાજે આ ગીતમાં કેવી કમાલ કરી હશે કે હિન્દી ગીતોની એલ.પી.માં આ ગુજરાતી ગીત લેવાયું! રૂપેરી રાતનું સૌંદર્ય કે સોળે કળાએ ખીલેલી ચાંદની રેલાવતી ધવલ નિશાની મોહિનીથી ઋજુ હૃદય કવિ મુક્ત રહી શકતા નથી. શરદઋતુની ચાંદની ખીલી હોય ત્યારે મન પર કાબૂ રાખવો કેટલો મુશ્કેલ હોય એ તો કોઈક કવિને અથવા પ્રેમીને જઈને જ પૂછવું પડે. નવરાત્રી પછીની શરદ પૂનમનું હિન્દુ શાસ્ત્રમાં ખૂબ મહત્ત્વ છે. ચાંદને સૌંદર્ય સાથે સરખાવાય છે. ચાંદની રાતે ચાંદ-ચકોરીનું મિલન એ પ્રેમની પરાકાષ્ઠા ગણાય છે. નિરભ્ર રાત્રિની શુભ્ર ચાંદની પ્રેમીઓના મિલનને તેજોમય બનાવે છે.
કાકાસાહેબ કાલેલકરે એક સ્થાને લખ્યું છે કે, "ચાંદની રાતે ગરીબ-તવંગરનો ભેદ કર્યા વિના કુદરત વૃક્ષોની નીચે એના ગાલીચા પાથરી દે છે. ઝાડનાં પાંદડાં હાલવા માંડે ત્યારે જમીન પર પથરાયેલા ગાલીચા જીવતાં થઈને વધારે જ શોભી ઊઠે છે. એક રસિક સંસ્કૃત કવિએ તો ચાંદરણાનું વર્ણન કરતા કમાલ કરી હતી. બિલાડીના ગાલ-મૂછ પર ચાંદની રાતનો પ્રકાશ પડતાં એ દૂધ જ છે એમ માની બિલાડીએ તેને ફરી ફરી ચાટવાનો સપાટો ચલાવ્યો હતો. પૂનમને દિવસે આકાશ ધોવાઈ-લૂછાઈને સાફ થયેલું હોય છે. ચંદ્ર વિશેષ પ્રસન્ન હોય છે અને પાગલ મનને વધુ ઘેલું બનાવે છે. ચાંદની રાત એટલે કાવ્યમય ગાંડપણનો ઉત્સવ. ડાહ્યા માણસોએ પસંદ કરેલું ગાંડપણ અને પાગલોર્મિનો મુશળધાર વરસાદ!”
ચાંદની વાત આવે ત્યારે ગુલઝાર સાહેબ યાદ આવ્યા વિના રહે નહીં. વાત ભલે અહીં ગુજરાતી ગીતોની જ કરીએ છીએ, પરંતુ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં ગુલઝારનાં ચાંદ ગીતો અપવાદરૂપે આજે યાદ કરવાં જ પડે. ગુલઝારની કવિતામાં ચાંદ વગર કામ ના ચાલે. ચાંદ અને ચાંદની વિના એમની કવિતા અધૂરી. ગુલઝારે ચાંદને અનેક વાર યાદ કર્યો છે. જાણે એમની ઇચ્છાઓ અને આકાંક્ષાઓનું એ પ્રતિબિંબ છે. ગુલઝારનો ચાંદ બહુરૂપી છે. ચાંદ દ્વારા એમણે અગણિત સંભાવનાઓ અને બહુઆયામી વ્યક્તિત્વ ઉજાગર કર્યા છે. બેસબબ મુસ્કુરા રહા હે ચાંદ કોઈ સાઝિશ છૂપા રહા હૈ ચાંદ, જાને કિસ કી ગલી સે નિકલા હૈ, ઝેપા ઝેપા સા રહા હૈ ચાંદ ….! ઉપરાંત, કોસા કોસા લગતા હૈ, તેરા ભરોસા લગતા હૈ, રાતને અપની થાલી મેં, ચાંદ પરોસા લગતા હૈ … તો સર્વોત્તમ છે. ગુલઝારનાં ગીતો યાદ કરો, મુખડા-અંતરામાં ક્યાંક તો ચાંદ છુપાયો જ હોય છે. જેમ કે, એમનું સૌપ્રથમ ફિલ્મી ગીત મોરા ગોરા અંગ લઈ લે..ની પંક્તિ છે, બદરી હટા કે ચંદા, ચૂપકે સે ઝાંકે ચંદા …, તેરે બિના જિંદગી સે શિકવા તો નહીં ગીતમાં એક પંક્તિ આવે છે : તુમ જો કહ દો તો આજ કી રાત ચાંદ ડૂબેગા નહીં, રાત કો રોક દો …! બીતી ના બિતાઈ રૈના..ની એક પંક્તિ છે ચાંદ કી બિંદી વાલી, બિંદી વાલી રતિયા … તથા મેરા કુછ સામાન … ગીતની અકલ્પનીય તુલના તો જુઓ! એકસો સોલહ ચાંદ કી રાતેં ઓર તુમ્હારે કાંધે તિલ..! વાહ, કયા બાત હૈ! ગુલઝારે તેમના બે કાવ્યસંગ્રહનાં શીર્ષકોને પણ એક સુંદર પંક્તિમાં ખૂબસૂરત રીતે સમાવ્યા છે : એક સબબ મરને કા એક તલબ જીને કી, ચાંદ પુખરાજ કા, રાત પશ્મીને કી..!
ચાંદનાં ચાંદરણામાં વહી જવાય એવાં સુંદર કાવ્યો અને ગીતો આપણા સાહિત્યનું અભિન્ન અંગ છે. ચાંદની રાતે સ્ત્રી-પુરુષનું મન એકબીજાંને મળવા આતુર થઈ જાય છે. સ્ત્રી માટે પ્રેમસંબંધ ડાયરીના અંગત પાનાં જેવો છે. એને એ સાચવી, સંગોપી રાખે છે અને મન થાય ત્યારે પ્રેમનું પાનું ઉઘાડીને ચૂમી લઈ, વહાલ વરસાવી અને ક્યારેક આંસુનો છંટકાવ કરીને પાછું મનના કબાટમાં મૂકી દે છે. વિરહિણી માટે પૂનમનો ચાંદ હૃદયમાં વિરહ વેદના જગાવે છે. પ્રેમથી મોટું કોઈ બંધન નથી અને પ્રેમથી વધીને કોઈ આઝાદી નથી. પ્રેમી જે જુએ એટલું જ જોઈ શકાય.
રૂપલે મઢી છે ગીતમાં નાયિકા એટલે જ કહે છે કે રૂપાળી, ટપકિયાળી ભાત સમી રાત છે એટલે સવાર, તું જરા આઘી જ રહેજે. પ્રિયતમ સાથેના પ્રલંબ પ્રેમાલાપને મારે અધવચ્ચે નથી અટકાવી દેવો. શરદપૂનમની જ વાત નીકળી છે તો અન્ય એક સુંદર ગીતનો ઉલ્લેખ જરૂરી છે. લોકગીત અને ગરબાની કક્ષાએ પહોંચી ગયેલું અવિનાશ વ્યાસનું ગીત, આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો, કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો .. લાજવાબ ગીત છે. લતા મંગેશકરના મીઠા અવાજમાં આ ગીતનું માધુર્ય વધુ નિખરી ઊઠે છે. તારા રે નામનો છેડ્યો એકતારો, હું તારી મીરાં તું ગિરધર મારો .. પંક્તિઓ દ્વારા નારી હૃદયની સમર્પિતતા પૂર્ણપણે અહીં પ્રગટ થઈ છે. અન્ય સુંદર ગીત છે રૂપા મઢેલ રાતડી ને ટમ ટમ ટમ તારા ..! રાત અને ચાંદની જુગલબંદી રાતભર ચાલી શકે એમ છે.
સાહિર લુધિયાનવીનું એક એવું જ રોમેન્ટિક ગીત અભી ના જાઓ છોડ કર કે દિલ અભી ભરા નહીં ..ને પણ આ પ્રકારનાં ગીતોની સમકક્ષ મૂકી શકાય. સિતારે ઝિલમિલા ઊઠે, ચરાગ જગમગા ઊઠે, બસ અબ ના મુઝ કો ટોકના, ન બઢ કે રાહ રોકના, અગર મૈં રૂક ગઈ અભી, તો જા ન પાઉંગી કભી, જો ખત્મ હો કિસી જગહ યે ઐસા સિલસિલા નહીં …! અહીં પણ અધૂરી આસ અને અધૂરી પ્યાસ છોડીને ન જવાની પ્રિયજનની વિનંતી જ છે.
આવાં સુંદર ગીતોનો ફાયદો એ છે કે જે લાગણી પ્રિયજન સમક્ષ વ્યક્ત ન કરી શકાતી હોય એ આ ગીતોની અદ્ભુત પંક્તિઓ દ્વારા વ્યક્ત થઈ જાય છે. અને છેલ્લે, સુપ્રસિદ્ધ ગીતકાર-સંગીતકાર નિનુ મઝુમદારની શરદ ઋતુની રાતની અદ્ભુત કાવ્યમય અભિવ્યક્તિના ઉલ્લેખ વિના લેખ અધૂરો જ ગણાય. ગુજરાતી કાવ્ય સૃષ્ટિમાં શાશ્વત સ્થાન પામેલી આ રચના એમનાં દીકરી મીનળ પટેલના અવાજમાં સાંભળવી એ અદ્ભુત લ્હાવો. એ કાવ્યના અંશ સાથે લેખ પૂરો કરી શારદીય ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ:
ગરબા-ગીત લેખમાળાનું સમાપન કરીએ :
એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.
એક સુસ્ત શરદની રાતે
ત્યાં મંદ પવન લ્હેરાયો,
ડાળે પંખી બેચેન થયાં, જરી ઘેનભરી કચકચ કીધી
એક બચ્ચુ હરણનું બેઠું થયું હળવેથી ડોક ખણી લીધી,
મૃગલીએ પાસું બદલીને નિજ બાળનું શિર સૂંઘી લીધું,
ને ભીરુ સસલું ચમકીને બેચાર કદમ દૂર દોડી ગયું.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લ્હેરાયો,
ચંપાએ ઝૂકી કાંઈ કહ્યું મધુમાલતીના કાનોમાં;
મધુમાલતી બહુ શરમાઈ ગઈ
અને ઝૂમખે ઝૂમખે લાલ થઈ
ને ચંપો ખડખડ હસી પડ્યો.
ભ્રૂભંગ કરી રહી વૃક્ષઘટા,
કંઈ ફૂલ બકુલનાં કૂદી પડ્યાં મધુવનની ક્યારી ક્યારીએ,
માંડી કૂથલી ઉશ્કેરાઈ ને ચકિત થઈ ગભરુ કળીઓ
ગુલબાસ જૂઈ ગણગણી ઊઠ્યાં,
દર્ભે ડમરાને ગલી કરી,
ને વૃદ્ધ પીપળો ડોકું ધુણાવી ગયો સમય સંભારી રહ્યો.
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહેરાયો,
કાઢીને અંચલ મેઘ તણો દિગ્વધૂપ અંગો લૂછી રહી,
જોવા શશિરાજ ચઢ્યો ગગને, અણજાણને ઈચ્છા જાગી ગઈ;
ક્યહીંથી અણદીઠો સ્નેહ ઝર્યો પ્રસ્વેદ ફૂટ્યો પાને પાને,
સૂતેલી કલાન્ત પ્રગલ્ભ ધરાને રૂપેરી રોમાંચ થયો,
એક સુસ્ત શરદની રાતે
જ્યાં મંદ પવન લહરાયો.
https://www.youtube.com/watch?v=JCFLgPuipKU
—————————
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત
સૂરજને કોઈ ઓલી મેર રોકી રાખો
હજી આદરી અધૂરી વાત
રૂપલે મઢી છે સારી રાત રે સજન
વેળા આવી તો જરા વેણ નાખો વાલમા
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર .. દૂર દૂર ..
એની મોરલીના સૂરે કરું વાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં
કેવા રે મોહાબ્બતનાં તાણ જરા જોઈ લઉં
મારા કિનારા રહો દૂર નિત દૂર દૂર .. દૂર દૂર ..
રહો મજધારે મારી મુલાકાત રે …
રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનુ ઢૂંકડું ન હોજો પ્રભાત
• ગીત : હરીન્દ્ર દવે • સંગીત : દિલીપ ધોળકિયા • સ્વર : લતા મંગેશકર
https://www.youtube.com/watch?v=MPAO8mgfFr4
—————————
સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 25 અૉક્ટોબર 2018
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=441555
 


 પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનનું નામ ખૂબ જ સરળતાથી કવ્વાલી સંગીતની સાથે જોડી દેવામાં આવે છે. નુસરત ફતેહ અલી ખાનના ગાયનની શક્તિ અને અગાઉ કોઈ તૈયારી વિના તાત્કાલિક રજૂઆત કરવાની ક્ષમતાઓ કવ્વાલી સંગીતને આંતરરાષ્ટ્રીયસ્તરે લઈ જાય છે. તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભારત સુધી પણ પહોંચી ચૂકી છે, સાથે જ મુખ્યપ્રવાહનાં સંગીતમાં તેમણે જે ધાડ પાડી છે તે તેમના વ્યક્તિત્વને વધુ રસિક બનાવે છે. તેમણે ઘણી ફિલ્મ્સ માટે સાઉન્ડટ્રેક્સ તૈયાર કર્યાં છે. નુસરત ફતેહ અલી ખાન હોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે માર્ટિન સ્કોરસીસ, ટીમ રોબિન્સ અને ઓલિવર સ્ટોનની ફિલ્મ્સ માટે પોતાનો અવાજ આપી ચૂક્યા છે, સાથે જ તેમણે કેટલીક હિન્દી ફિલ્મ્સ માટે પણ સંગીત તૈયાર કર્યું છે. નુસરત ફતેહ અલી ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે હોલિવૂડ ફિલ્મ્સમાં અને સાથે બોલિવૂડ ફિલ્મ્સમાં જે સંગીત પીરસ્યું છે, તેનાથી તેમની વ્યાપક સ્તરે ફેલાયેલી કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે, અને સાથે-સાથે તે પોપ સંગીતની મર્યાદાનો પણ ખ્યાલ આવે છે, કે જેનું સ્થાન નુસરત ફતેહ અલી ખાનના સંગીતે લીધું છે.
પાકિસ્તાની ગાયક નુસરત ફતેહ અલી ખાનનું નામ ખૂબ જ સરળતાથી કવ્વાલી સંગીતની સાથે જોડી દેવામાં આવે છે. નુસરત ફતેહ અલી ખાનના ગાયનની શક્તિ અને અગાઉ કોઈ તૈયારી વિના તાત્કાલિક રજૂઆત કરવાની ક્ષમતાઓ કવ્વાલી સંગીતને આંતરરાષ્ટ્રીયસ્તરે લઈ જાય છે. તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ભારત સુધી પણ પહોંચી ચૂકી છે, સાથે જ મુખ્યપ્રવાહનાં સંગીતમાં તેમણે જે ધાડ પાડી છે તે તેમના વ્યક્તિત્વને વધુ રસિક બનાવે છે. તેમણે ઘણી ફિલ્મ્સ માટે સાઉન્ડટ્રેક્સ તૈયાર કર્યાં છે. નુસરત ફતેહ અલી ખાન હોલિવૂડના દિગ્ગજ દિગ્દર્શકો જેવા કે માર્ટિન સ્કોરસીસ, ટીમ રોબિન્સ અને ઓલિવર સ્ટોનની ફિલ્મ્સ માટે પોતાનો અવાજ આપી ચૂક્યા છે, સાથે જ તેમણે કેટલીક હિન્દી ફિલ્મ્સ માટે પણ સંગીત તૈયાર કર્યું છે. નુસરત ફતેહ અલી ખાને આંતરરાષ્ટ્રીય સ્તરે હોલિવૂડ ફિલ્મ્સમાં અને સાથે બોલિવૂડ ફિલ્મ્સમાં જે સંગીત પીરસ્યું છે, તેનાથી તેમની વ્યાપક સ્તરે ફેલાયેલી કાર્યક્ષમતાનો ખ્યાલ આવે છે, અને સાથે-સાથે તે પોપ સંગીતની મર્યાદાનો પણ ખ્યાલ આવે છે, કે જેનું સ્થાન નુસરત ફતેહ અલી ખાનના સંગીતે લીધું છે.

 ત્યારબાદ વર્ષ 1988માં આવેલી હોલિવૂડ દિગ્દર્શક માર્ટિન સ્કોરસીસની ફિલ્મ 'ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ'માં પેશનના નામના એક સાઉન્ડટ્રેકમાં ખાને તેમનો આલાપ રેકોર્ડ કર્યો. ત્યારબાદ વર્ષ 1994માં આવેલી દિગ્દર્શક ઓલિવર સ્ટોનની ફિલ્મ 'નેચરલ બોર્ન કિલર્સ'માં ખાનના ભક્તિમય ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ, આ ફિલ્મમાં ખાનના અવાજનો ઉપયોગ તે દ્રશ્યમાં કરવામાં આવ્યો કે જેમાં એક વ્યક્તિ હિંસક રીતે રમખાણ મચાવી રહ્યો છે અને આ જોતાં જ નુસરત ફતેહ અલી ખાન હવે ગેબ્રિઅલથી નારાજ થઈ ગયા. આ પશ્ચિમની ટીકા કરતા ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પશ્ચિમના લોકો સંગીતને એક સ્તરની માફક જુએ છે અને તેઓ સંગીતના લયને સમજે છે પણ સંગીતમાં જે કવિતા છે તેને તેઓ સમજી શકતા નથી.
ત્યારબાદ વર્ષ 1988માં આવેલી હોલિવૂડ દિગ્દર્શક માર્ટિન સ્કોરસીસની ફિલ્મ 'ધ લાસ્ટ ટેમ્પટેશન ઓફ ક્રાઈસ્ટ'માં પેશનના નામના એક સાઉન્ડટ્રેકમાં ખાને તેમનો આલાપ રેકોર્ડ કર્યો. ત્યારબાદ વર્ષ 1994માં આવેલી દિગ્દર્શક ઓલિવર સ્ટોનની ફિલ્મ 'નેચરલ બોર્ન કિલર્સ'માં ખાનના ભક્તિમય ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો, પરંતુ, આ ફિલ્મમાં ખાનના અવાજનો ઉપયોગ તે દ્રશ્યમાં કરવામાં આવ્યો કે જેમાં એક વ્યક્તિ હિંસક રીતે રમખાણ મચાવી રહ્યો છે અને આ જોતાં જ નુસરત ફતેહ અલી ખાન હવે ગેબ્રિઅલથી નારાજ થઈ ગયા. આ પશ્ચિમની ટીકા કરતા ખાને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે પશ્ચિમના લોકો સંગીતને એક સ્તરની માફક જુએ છે અને તેઓ સંગીતના લયને સમજે છે પણ સંગીતમાં જે કવિતા છે તેને તેઓ સમજી શકતા નથી. પર્લ જેમ નામના એક રોક બેન્ડનો ગાયક અને ગીતકાર એડી વેડેર એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેણે સમજણપૂર્વક નુસરત ફતેહ અલી ખાનનાં સંગીત અને તે સંગીતની કવિતાના અર્થનો સુંદર રીતે ઉપયોગ કરી જાણ્યો. ડિરેક્ટર ટીમ રોબિન્સની વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'ડેડ મેન વોકિંગ'માં એડી વેડેર અને નુસરત ફતેહ અલી ખાને સાથે મળીને, ફેસ ઓફ લવ નામનો એક સાઉન્ડટ્રેક તૈયાર કર્યો. સાથે જ ફિલ્મની શરૂઆતમાં જ આ સાઉન્ડટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં આ સંગીત થકી ફિલ્મના પાત્રોની ઓડિયન્સ સમક્ષ ઓળખાણ કરાવવામાં આવે છે. આખરે વર્ષ 1997માં નુસરત ફતેહ અલી ખાન બોલિવૂડ ફિલ્મ્સમાં એક સંગીતકાર તરીકે પરત ફર્યા અને ઓર પ્યાર હો ગયા નામની એક હિન્દી ફિલ્મમાં સંગીત તાલબદ્ધ કર્યું. પરંતુ, આ ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે જ તેમનું મૃત્યુ થઈ ગયું.
પર્લ જેમ નામના એક રોક બેન્ડનો ગાયક અને ગીતકાર એડી વેડેર એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેણે સમજણપૂર્વક નુસરત ફતેહ અલી ખાનનાં સંગીત અને તે સંગીતની કવિતાના અર્થનો સુંદર રીતે ઉપયોગ કરી જાણ્યો. ડિરેક્ટર ટીમ રોબિન્સની વર્ષ 1995માં આવેલી ફિલ્મ 'ડેડ મેન વોકિંગ'માં એડી વેડેર અને નુસરત ફતેહ અલી ખાને સાથે મળીને, ફેસ ઓફ લવ નામનો એક સાઉન્ડટ્રેક તૈયાર કર્યો. સાથે જ ફિલ્મની શરૂઆતમાં જ આ સાઉન્ડટ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં આ સંગીત થકી ફિલ્મના પાત્રોની ઓડિયન્સ સમક્ષ ઓળખાણ કરાવવામાં આવે છે. આખરે વર્ષ 1997માં નુસરત ફતેહ અલી ખાન બોલિવૂડ ફિલ્મ્સમાં એક સંગીતકાર તરીકે પરત ફર્યા અને ઓર પ્યાર હો ગયા નામની એક હિન્દી ફિલ્મમાં સંગીત તાલબદ્ધ કર્યું. પરંતુ, આ ફિલ્મ રિલીઝ થઈ તેના બીજા દિવસે જ તેમનું મૃત્યુ થઈ ગયું. આ ફિલ્મમાં કુલ 10 ગીતો હતાં અને તે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે લખ્યા હતા. આ સિવાય અન્ય બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો વર્ષ 1999માં આવેલી મહેશ ભટ્ટની 'કારતૂસ' ફિલ્મ અને મિલન લુથરિયાની 'કચ્ચે ધાગે' ફિલ્મમાં નુસરત ફતેહ અલી ખાનનાં જૂના સંગીતનો ફરી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ 2000 અને ત્યાર બાદનાં વર્ષોમાં નુસરત ફતેહ અલી ખાનના અવાજનો ઘણી હોલિવૂડ ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ મ્યુિઝક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં 'બ્લડ ડાયમંડ' (2006), '2012' (2009) અને 'ઝીરો ડાર્ક થર્ટી' (2012) જેવી દિગ્ગજ હોલિવૂડ ફિલ્મ્સનો સમાવેશ થાય છે.
આ ફિલ્મમાં કુલ 10 ગીતો હતાં અને તે જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે લખ્યા હતા. આ સિવાય અન્ય બોલિવૂડ ફિલ્મ્સની વાત કરીએ તો વર્ષ 1999માં આવેલી મહેશ ભટ્ટની 'કારતૂસ' ફિલ્મ અને મિલન લુથરિયાની 'કચ્ચે ધાગે' ફિલ્મમાં નુસરત ફતેહ અલી ખાનનાં જૂના સંગીતનો ફરી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય વર્ષ 2000 અને ત્યાર બાદનાં વર્ષોમાં નુસરત ફતેહ અલી ખાનના અવાજનો ઘણી હોલિવૂડ ફિલ્મ્સના બેકગ્રાઉન્ડ મ્યુિઝક તરીકે ઉપયોગ કરવામાં આવ્યો કે જેમાં 'બ્લડ ડાયમંડ' (2006), '2012' (2009) અને 'ઝીરો ડાર્ક થર્ટી' (2012) જેવી દિગ્ગજ હોલિવૂડ ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ભારતીય સિનેમામાં નુસરત ફતેહ અલી ખાનનું પ્રશંસનીય યોગદાન રહેલું છે અને હિન્દી ફિલ્મ 'તન્હાઈ' માટે તેમણે જે છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું, તેનો સની દેઓલની વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'દિલ્લગી'માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં આવેલી બોલિવૂડ ફિલ્મ ધડકનમાં દુલ્હે કા સહેરા નામના ગીતમાં પણ નુસરત સાહબના અવાજ સાંભળવા મળે છે. આ સિવાય વર્ષ 1997માં આવેલો સંગીતકાર એ.આર.રહેમાનના આલ્બમ વંદે માતરમમાં ગુરુસ ઓફ પીસ નામના એક ગીતમાં ખાન અને રહેમાન સાથે અવાજ આપી ચૂક્યા છે.
ભારતીય સિનેમામાં નુસરત ફતેહ અલી ખાનનું પ્રશંસનીય યોગદાન રહેલું છે અને હિન્દી ફિલ્મ 'તન્હાઈ' માટે તેમણે જે છેલ્લું ગીત રેકોર્ડ કર્યું હતું, તેનો સની દેઓલની વર્ષ 1999માં આવેલી ફિલ્મ 'દિલ્લગી'માં ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2000માં આવેલી બોલિવૂડ ફિલ્મ ધડકનમાં દુલ્હે કા સહેરા નામના ગીતમાં પણ નુસરત સાહબના અવાજ સાંભળવા મળે છે. આ સિવાય વર્ષ 1997માં આવેલો સંગીતકાર એ.આર.રહેમાનના આલ્બમ વંદે માતરમમાં ગુરુસ ઓફ પીસ નામના એક ગીતમાં ખાન અને રહેમાન સાથે અવાજ આપી ચૂક્યા છે. 