તાજી … તાજી … સ્વતંત્રતા …
ચાખીને લ્યો, ચાખીને!
હે! સ્વતંત્રતા ચાખવાની?
પણ, કેવી રીતે?
મને ફાવે એવી રીતે? તમને ગમે એવી રીતે? એમને ગમે એવી રીતે?
મને ગમે એવી રીતે? કે, આ … બધાંને ગમે છે એમ કરીને?
સમજાતું જ નથી સ્વતંત્રતા લેવાની તો લેવાની કંઈ રીતે?
રડીને? હસીને? ખરીને? ઊગીને? ઉછીને? આગળથી? પાછળથી? ઉપરથી? નીચેથી?
વાંકેથી? સીધેથી, આજથી? કાલથી? વાંચીને? ગોખીને? બોલીને? ખોલીને?
દાબીને? હળવેકથી કે પછી. ખાલી … ખાલી … ચૂપ થઈને?
હા … હા … બાપુએ એવું જ તો કીધું હતું, ચૂપ થઈને પણ, અહિંસાથી!
બાપુને કહો, હવે તો એમની અહિંસાની જડીબૂટ્ટીની –
લોકોએ મળીને એક્સપાયરી ડેટ જાહેર કરી દીધી છે.
અને શપથ લીધા છે કે,
અમે બધાં મળીને ભારત દેશના કલ્યાણ અને સમૃદ્ધિનું ખૂન કરી નાખીશું!
કેમ? તો કે અમને આ દેશે સ્વતંત્રતા આપી છે,
જેમ ગમે એમ કરવાની! ને એટલે જ તો અમે …
વિચાર્યા વિના, બુદ્ધિના લઠ્ઠની જેમ … સમય અને સ્થળ જોયા વગર નીકળી જઈએ છે,
આપણી જાતનું જ ફૂલેકું કાઢવા!
આવા લોકોને એક સલાહ છે, ખાલી સલાહ હો,
સ્વતંત્રતાનો એટલો જ નશો ચડ્યો છે તો,
જેણે જે કરવાનું ગમતું નથી, એને એ કરવાથી મૂક્ત કરાવોને –
એટલે સ્વતંત્રતા અપાવોને!
બાને પપ્પાની રાહ જોવાની ગમતી નથી!
છોટુંને રોજ વાડકો લઈને એનાથી વધારે,
ચહેરાથી ગરીબ દેખાતા લોકોની પાસે જઈને,
“આપોને …” કહેવાનું ગમતું નથી!
ઇરછાને અધૂરી રહેવાનું ગમતું નથી! ઈર્ષાને ઘટવાનું ગમતું નથી!
પ્રેમને એકદમ થવાનું ગમતું નથી! ને વ્હેમને થયા વગર રહેવાતું જ નથી!
સરહદે એકલા લઢતા –
સિપાહીને દેશની અંદર ચાલી રહેલું છમકલું ગમતું નથી!
આટલું અમથું નથી, હજુ કહું તો …
મને તો મૂઈ સ્વતંત્રતા જ ગમતી નથી!
મને કોઈ બાંધીને રાખો, ક્યારેક સાંધીને રાખો,
ક્યારેક રાખવા માટે રાખો, તો ક્યારેક ખાલી-ખાલી રાખો!
પણ રાખો … મને મારાથી સ્વતંત્ર થવું છે!
એવી કોઈ જગાએ જવું છે,
જ્યાં ખાલી હોય, હું અને સ્વતંત્રતા!
કેમ ખબર છે? કારણકે મારે સમજવું છે,
કાલે મેં –
દિલ પર પથ્થર મૂકીને પાંજરું ખોલ્યું છતાં,
પંખી કેમ ઊડ્યું ના?
E-mail : panchalbrijesh02@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉક્ટોબર 2018; પૃ. 16
 


 ગાંધીજીનું પહેલું ચરિત્ર – લેખક : જોસેફ ડોક; અનુવાદક : બાલુભાઈ પારેખ; પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર, પાનાં 20 + 156; રૂ. 40
ગાંધીજીનું પહેલું ચરિત્ર – લેખક : જોસેફ ડોક; અનુવાદક : બાલુભાઈ પારેખ; પ્રકાશક – નવજીવન પ્રકાશન મંદિર, પાનાં 20 + 156; રૂ. 40
 ગાંધીજીની સત્યાગ્રહી ચળવળના સાક્ષી એવા આ ચરિત્રલેખકને એ વાતની પાકી પ્રતીતિ થઈ ચૂકી હતી કે, “આપણામાંના મોટા ભાગના માણસો કરતાં આપણા આ હિંદી મિત્ર ઉચ્ચ ભૂમિકા પર વસે છે.” જૉસેફ ડૉકના માનસપટ પર બે દૃશ્યોની અવિસ્મરણીય છાપ પડે છે : એક તો પોતાના દુઃખી દેશબાંધવો માટે સ્વેચ્છાએ અને તત્પરતાપૂર્વક જેલની સજા સ્વીકારનાર બૅરિસ્ટર ગાંધી અને બીજું દૃશ્ય; મીરઆલમ અને પઠાણ સાથીઓ ગાંધીજીને જંગલી માર મારી બેહોશ કરી દે છે, ત્યારે તેમના પ્રત્યે ગાંધીજીની ક્ષમાની લાગણી. હાથે કરીને ગરીબ તરીકે રહેવા કૃતસંકલ્પ થયેલા આ યુવાન બૅરિસ્ટરની ‘ગજબની નિઃસ્વાર્થતા’ પ્રત્યે જન્મેલી ગૌરવ અને શ્રદ્ધાની હિંદીઓની લાગણીની સમાંતરે આ ધર્મપુરુષ ચરિત્રલેખકની લાગણી પણ ભાવક પામી શકે છે.
ગાંધીજીની સત્યાગ્રહી ચળવળના સાક્ષી એવા આ ચરિત્રલેખકને એ વાતની પાકી પ્રતીતિ થઈ ચૂકી હતી કે, “આપણામાંના મોટા ભાગના માણસો કરતાં આપણા આ હિંદી મિત્ર ઉચ્ચ ભૂમિકા પર વસે છે.” જૉસેફ ડૉકના માનસપટ પર બે દૃશ્યોની અવિસ્મરણીય છાપ પડે છે : એક તો પોતાના દુઃખી દેશબાંધવો માટે સ્વેચ્છાએ અને તત્પરતાપૂર્વક જેલની સજા સ્વીકારનાર બૅરિસ્ટર ગાંધી અને બીજું દૃશ્ય; મીરઆલમ અને પઠાણ સાથીઓ ગાંધીજીને જંગલી માર મારી બેહોશ કરી દે છે, ત્યારે તેમના પ્રત્યે ગાંધીજીની ક્ષમાની લાગણી. હાથે કરીને ગરીબ તરીકે રહેવા કૃતસંકલ્પ થયેલા આ યુવાન બૅરિસ્ટરની ‘ગજબની નિઃસ્વાર્થતા’ પ્રત્યે જન્મેલી ગૌરવ અને શ્રદ્ધાની હિંદીઓની લાગણીની સમાંતરે આ ધર્મપુરુષ ચરિત્રલેખકની લાગણી પણ ભાવક પામી શકે છે. ઈટલીના 13મી સદીમાં થઈ ગયેલા મહાકવિ દાન્તેનું એક પ્રલંબ કાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ બહુ મશહૂર છે. કહે છે કે પશ્ચિમનું સમગ્ર સાહિત્ય વાંચી નાખો, પણ ‘ડિવાઇન કૉમિડી’ ન વાંચ્યું, તો કંઈ વાંચ્યું નહીં !
ઈટલીના 13મી સદીમાં થઈ ગયેલા મહાકવિ દાન્તેનું એક પ્રલંબ કાવ્ય ‘ડિવાઇન કૉમિડી’ બહુ મશહૂર છે. કહે છે કે પશ્ચિમનું સમગ્ર સાહિત્ય વાંચી નાખો, પણ ‘ડિવાઇન કૉમિડી’ ન વાંચ્યું, તો કંઈ વાંચ્યું નહીં ! એ ઈટાલીમાં રાજકીય ઊથલપાથલનો સમય હતો અને કહે છે કે દાન્તેના વિરોધીઓ સત્તા પર આવતાં, તેને દેશનિકાલ કરી દેવામાં આવ્યો હતો. તે અગર પકડાઈ જાય, તો તેને જીવતો જલાવી દેવાનો હુકુમ, પોપે જારી કર્યો હતો ! તેનું ન કોઈ ઘરગામ કે દેશ હતા. એક ભટકતો શાયર હતો !
એ ઈટાલીમાં રાજકીય ઊથલપાથલનો સમય હતો અને કહે છે કે દાન્તેના વિરોધીઓ સત્તા પર આવતાં, તેને દેશનિકાલ કરી દેવામાં આવ્યો હતો. તે અગર પકડાઈ જાય, તો તેને જીવતો જલાવી દેવાનો હુકુમ, પોપે જારી કર્યો હતો ! તેનું ન કોઈ ઘરગામ કે દેશ હતા. એક ભટકતો શાયર હતો !