પોતાનો ધર્મ દરેકને વહાલો હોય છે અને ધર્મસંસ્કાર ગળથૂથીમાં મળતા હોવાથી ખાસ કોઈ મહેનત વિના એ જિંદગીનો હિસ્સો બની જતા હોય છે. ધર્મમાં નીતિ છે, ન્યાય છે, કરુણા છે એમ દરેક પ્રકારનાં માનવીય મૂલ્યો છે એવી પણ આપણી શ્રદ્ધા છે અને એવી પાછી દ્રઢ શ્રદ્ધા છે. દરેકને એમ લાગે છે કે એક આદર્શ જીવન જીવવા માટે પોતાના ધર્મમાં એ બધું જ છે જે હોવું જોઈએ. આવી શ્રદ્ધા આજકાલની નથી, હજારો કે સેંકડો વરસ જૂની છે.
સવાલ એ છે કે આપણી નજરમાં જે સંપૂર્ણ છે અને સહજસાધ્ય છે એ ધર્મને ઘરની ચાર દીવાલોમાં કે અંગત જીવનમાં મર્યાદિત રાખીને આધુનિક રાજ્ય અપનાવવાની જરૂર શું કામ પડી? ધર્મિક રાજ્યની જગ્યાએ આધુનિક નાગરિક રાજ્ય વિકસાવવા માટે કોઈ ઓછી પળોજણ કરવી પડે? કેટલેક અંશે ધર્મસંસ્કાર ભૂંસવા પડે, નાગરિકસંસ્કાર વિકસાવવા પડે, બંધારણ ઘડવું પડે, આધુનિક સેક્યુલર કાયદાનું રાજ વિકસાવવું પડે કોઈ ઓછી પળોજણ છે? જે સહજસાધ્ય છે, જે ગળથૂથીમાં મળે છે એને છોડીને જગતના કેટલાક દેશોએ કષ્ટસાધ્ય માર્ગ શા માટે અપનાવ્યો?
બે શક્યતાઓ છે. એક શક્યતા એવી છે કે જેને પુનર્જાગરણ (રેનેસાં) તરીકે ઓળખાવવામાં આવે છે એ આંદોલનના વિચારકો હકીકતમાં જાગેલા નહીં, સૂતેલા હોવા જોઈએ. એ બેવકૂફોએ ધર્મ નામની સુંદર, સંપૂર્ણ અને સહજસાધ્ય ચીજને આપણી પાસેથી દૂર ધકેલી દીધી તેમ જ અંગત જીવન પૂરતી મર્યાદિત કરી દીધી અને એની જગ્યાએ એવા રાજ્યની કલ્પના કરી જે કષ્ટસાધ્ય હોય. એ બેવકૂફો સર્વગુણસંપન્ન ધાર્મિક રાજ્ય હડસેલતા ગયા અને તેની જગ્યાએ સેક્યુલર રાજ્યનું ડીંડવાણું પકડાવતા ગયા.
બીજી શક્યતા એવી છે કે એ લોકો બેવકૂફો નહોતા, પણ ખરેખર જાગેલા અને જગાડનારા હતા. તેમણે જગતના ઇતિહાસનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ધર્મ નામની સંસ્થાનો નીરક્ષીર અભ્યાસ કર્યો હતો, ભાવિ સમાજ(જેમાં આપણે છીએ)ના સ્વરૂપને સમજી લીધું હતું અને આવી રહેલા યુગની જરૂરિયાતો સમજી લીધી હતી. તેમને એમ લાગ્યું હોવું જોઈએ કે અસ્મિતાઓ સ્વભાવત: પ્રતિદ્વંદ્વી હોવાની. બીજી અસ્મિતા ન હોય તો પહેલી અસ્મિતાનું કોઈ વજૂદ જ નથી રહેતું. આમ જગતમાં અસ્મિતાઓનો સંઘર્ષ થતો આવ્યો છે અને એમાં ધાર્મિક અસ્મિતા તો વધારે બળકટ છે. આ જગતમાં ધર્મના નામે જેટલી હિંસા થઈ છે એટલી સત્તા માટે નથી થઈ. બીજી બાજુ નાગરિકની કોઈ અસ્મિતા જ નથી હોતી. ભારતીય નાગરિક હોવાની ઓળખ જરૂર છે, અસ્મિતા નથી. આમ અસ્મિતારહિત આધુનિક રાજ્ય એ સેક્યુલર રાજ્ય. ધર્મરહિત નહીં, અસ્મિતારહિત એ સેકયુલરિઝમનો સાચો આર્થ છે.
બે વિકલ્પો છે. જો તમે તમારી જાતને રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન માનતા હો, તો તમારે એ બેવકૂફોને કચરાટોપલીમાં ફગાવી દેવા જોઈએ. તમારે તમારા સ્વયંસપૂર્ણ ધર્મની આરાધના કરવી જોઈએ, એનો પ્રચાર કરવો જોઈએ, એના આધારિત રાજ્ય કેવું રળિયામણું હોવાનું એની સોનેરી કલ્પનાઓ કરવી જોઈએ, સેક્યુલર રાજ્યની મર્યાદા બતાવવી જોઈએ, ધર્મ આધારિત રાજ્યની વિશેષતાઓ બતાવવી જોઈએ, વગેરે. આ બધું જ તમારા માટે શક્ય છે, કારણ કે તમે રેનેસાં યુગના વિચારકો કરતાં વધારે બુદ્ધિમાન છો અને દૂરનું જોઈ શકો છો. આવું માનનારા તમે એકલા નથી એટલે શરમાવાની કે સંકોચ કરવાની પણ જરૂર નથી. મુસ્લિમ દેશોમાં અનેક પાઘડી પહેરેલા કે ટોપી પહેરેલા મૌલાનાઓ તમારી સાથે છે. હાથમાં શસ્ત્રધારી જેહાદી તમારી સાથે છે. ખ્રિસ્તી અને બૌદ્ધ દેશોમાં પણ થોડા આવા મળી રહેશે. હવે સોશ્યલ મીડિયા હાથવગાં થયાં છે એટલે અજાણ્યા વિચારકો પણ ઉમેરાયા છે.
આવો બહાર આવો. તમારી સંખ્યા વધી રહી છે એટલે ડર્યા વિના તમારી બુદ્ધિપ્રતિભાનો અમને લાભ આપો. પ્લીઝ અમારી આંખો ફરતે બાજેલાં પડળો દૂર કરો. આ તમારો યુગધર્મ છે જે તમારે બજાવવો જોઈએ. સોશ્યલ મીડિયા પર બે ગાળો લખીને તમે તમારી દાર્શનિક પ્રતિભાને વેડફો છો એ જોઇને દુ:ખ થાય છે. તમારે તો ફ્રાન્સિસ બેકન, થોમસ હોબ્સ, જે. જે. રૂસો અને વોલ્તેર (જો નામ સાંભળ્યા હોય તો) જેવા આધુનિક યુગના મ્લેચ્છ વિચારકોને તેમની જગ્યા બતાવી દેવી જોઈએ અને પાછું એવું સામર્થ્ય તમે ધરાવો પણ છો. તમારો યુગધર્મ આધુનિક સેક્યુલર રાષ્ટ્રના ભાંગીને ભુક્કા કરીને અરબી સમુદ્રમાં પધરાવી દેવાનો છે અને તેની જગ્યાએ હિંદુરાષ્ટ્રની સ્થાપના કરવાનો છે. આને માટે વૈકલ્પિક વિચારદર્શનની થીસિસ જોઈએ જે તમે વિકસાવી શકો એમ છો.
આ વિરાટ કાર્ય છે, કહો કે યુગકાર્ય છે જે સોશ્યલ મીડિયા પર સેક્યુલરિસ્ટોને બે ગાળો આપીને નહીં થાય. આવો બહાર આવો, દેશ લલકારી રહ્યો છે ત્યારે તમે સોશ્યલ મીડિયા પર અમારા જેવા તુચ્છ લોકોને ગાળો દેવામાં સમય નહીં બગાડો. જો આળસ કરશો તો મુસલમાનો આગળ નીકળી જશે. તેઓ તો ક્યારના હાથમાં સ્ટેનગન લઈને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવા નીકળી પડ્યા છે. તેમને પણ તમારી જેમ આધુનિક લોકતાંત્રિક સેક્યુલર રાજ્ય સ્વીકાર્ય નથી. તેમને પણ એમ લાગે છે કે તેમનો ધર્મ નિતાંત સંપૂર્ણ અને સુંદર છે. તેમનો નિર્દોષ ધર્મ દરેક યુગ માટે અને દરેક પ્રજા માટે છે. જે તમે તમારા ધર્મ માટે માનો છો એ જ એ લોકો પણ તેમના ધર્મ માટે માને છે. એક અક્ષરનો પણ ફરક નથી.
જે તમે માનો છો એ જ બીજા માને છે, જે સપનાં તમે જુઓ છો એ જ બીજા જુએ છે. જે તમે કરવા માગો છે એ જ બીજા કરવા માંગે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસીઓ છો, ધર્મની અસ્મિતા અલગ અલગ છે. આનું શું પરિણામ આવે છે એ જાણો છો? આમ તો તમે રૂસો અને વોલ્તેરને ભૂંસી નાખવા જેટલી દાર્શનિક પ્રતિભા તમે ધરાવો છો એ છતાં આ નાચીજ ધ્યાન દોરવાની ગુસ્તાખી કરે છે. તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે કૂચ સમાંતરે ચાલે છે. ભૂમિતિમાં તમે ભણ્યા હશો કે સમાંતરે ચાલતી બે રેખા ક્યારે ય એકબીજાને મળતી નથી. આમ તમે બધા એક જ દિશાના પ્રવાસી છો એટલે એકબીજાનો ભેટો થવાનો નથી અને સાચો ધર્મ કોનો એ નક્કી કરવા માટે ધીંગાણું ક્યારે ય થવાનું નથી.
સમાંતરે ચાલતી હિંસક ધાર્મિક કૂચોમાં જે હિંસા થાય છે ધર્મસહોદરની થાય છે. સ્વતંત્રપણે વિચારનારાઓની, અલગ અવાજો વ્યક્ત કરનારાઓની, ચેતવણીઓ આપનારાઓની, અસ્મિતાઓના બોજાઓથી મુક્ત રહીને સર્જન કરવા ઈચ્છતા સર્જકોની, કાંઈક નવું વિચારનારા અને કરનારાઓની થાય છે. તેમની હત્યાઓ કરવી સહેલી છે, કારણ કે તેમની ભીડ હોતી નથી. છેલ્લા ત્રણ દાયકામાં ઇસ્લામિક રાજ્ય માટેના જેહાદીઓએ એકાદ લાખ મુસલમાનોને રહેંસી નાખ્યા હશે. એમાં તેમના પોતાના સંતાનો પણ ખરા, કારણ કે ધર્મઝનૂન અને ટોળાં એ બે મળે પછી વિવેક માટે કોઈ જગ્યા બચતી જ નથી. આની શરૂઆત આપણે ત્યાં પણ થઈ ગઈ છે.
શું થાય માનવીય મૂલ્યોની પીપૂડી વગાડનારાઓને મૂંગા તો કરવા જ પડશે. આપદ્ધર્મ છે! આગળ વધો તમે એકલા નથી. આ ધરતી પર ઈશ્વરનું રાજ્ય સ્થાપવાનું છે, પણ કયા ઈશ્વરનું? કોના ઈશ્વરનું?
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 31 અૉગસ્ટ 2018
 


 ગાંધીનગરનાં સેક્ટર ત્રણમાં, પૂછપરછની ઑફિસની પાછળની બાજુ ,ગરીબોનાં બાળકો માટેની એક શાળા ગયાં સવા બે વર્ષથી ચાલે છે. આ સાંજ-શાળામાં ભણવા આવતાં બધાં બાળકો પાટનગરનાં સેક્ટર ત્રણ અને ચારમાં આવેલાં છાપરાંના રહીશો છે. તેમનાં અભણ મા-બાપ છૂટક મજૂરી તેમ જ ઘરઘાટીનાં કામ થકી પેટિયું રળે છે. શાળા સાઈબાબા મંદિર પાસેના એક ફૂટપાથ પર ઉપર આભ ને નીચે ધરતીના આશરે છ વાગ્યાથી બે કલાક માટે ભરાય છે. તેમાં આઠમા ધોરણ સુધીનાં પચાસેક બાળકો આવે છે. તે બધાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ છે. તેમની એ શાળાની જેમ આ શાળામાં તહેવારોની રજાઓ તેમ જ  દિવાળી અને ઉનાળાનાં વેકેશન હોતાં નથી, ફક્ત રવિવારની જ રજા હોય છે. પાથરણાં પર બેસીને બધાં ધોરણની છોકરીઓ અને છોકરાઓ ભેગાં ભણે છે. શિક્ષકો તેમને ભણાવે છે, તેમની નોટો જુએ છે, તેમને ચિત્રો દોરાવે છે, ઘડિયાંનાં ગીતો ગવડાવે છે. દરરોજ પ્રાર્થના હોય છે. અઠવાડિયામાં એકાદ દિવસ નાસ્તો અને એક સાંજે લૅપટૉપ પર કમ્પ્યુટરનાં ક્લાસ. માંદગીમાં સારવાર. કાંકરિયા અને અડાલજ, વૈષ્ણોદેવી અને સેક્ટર અઠ્ઠ્યાવીસના બગીચામાં ઉજાણીઓ, તહેવારોની ઉજવણીઓ હોય છે. દૂરનાં બાળકોને લેવાં-મૂકવાં એક વાન આવે છે. યુનિફૉર્મ પહેરવાનો નથી, ફી ભરવાની નથી. મકાન નથી, વર્ગો નથી, પાટલીઓ નથી, વીજળી નથી, પાણી નથી. પણ છતાં શાળા ચાલે છે, તેનું કારણ તેને ચલાવનારાંની ધખના છે.
ગાંધીનગરનાં સેક્ટર ત્રણમાં, પૂછપરછની ઑફિસની પાછળની બાજુ ,ગરીબોનાં બાળકો માટેની એક શાળા ગયાં સવા બે વર્ષથી ચાલે છે. આ સાંજ-શાળામાં ભણવા આવતાં બધાં બાળકો પાટનગરનાં સેક્ટર ત્રણ અને ચારમાં આવેલાં છાપરાંના રહીશો છે. તેમનાં અભણ મા-બાપ છૂટક મજૂરી તેમ જ ઘરઘાટીનાં કામ થકી પેટિયું રળે છે. શાળા સાઈબાબા મંદિર પાસેના એક ફૂટપાથ પર ઉપર આભ ને નીચે ધરતીના આશરે છ વાગ્યાથી બે કલાક માટે ભરાય છે. તેમાં આઠમા ધોરણ સુધીનાં પચાસેક બાળકો આવે છે. તે બધાં સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ છે. તેમની એ શાળાની જેમ આ શાળામાં તહેવારોની રજાઓ તેમ જ  દિવાળી અને ઉનાળાનાં વેકેશન હોતાં નથી, ફક્ત રવિવારની જ રજા હોય છે. પાથરણાં પર બેસીને બધાં ધોરણની છોકરીઓ અને છોકરાઓ ભેગાં ભણે છે. શિક્ષકો તેમને ભણાવે છે, તેમની નોટો જુએ છે, તેમને ચિત્રો દોરાવે છે, ઘડિયાંનાં ગીતો ગવડાવે છે. દરરોજ પ્રાર્થના હોય છે. અઠવાડિયામાં એકાદ દિવસ નાસ્તો અને એક સાંજે લૅપટૉપ પર કમ્પ્યુટરનાં ક્લાસ. માંદગીમાં સારવાર. કાંકરિયા અને અડાલજ, વૈષ્ણોદેવી અને સેક્ટર અઠ્ઠ્યાવીસના બગીચામાં ઉજાણીઓ, તહેવારોની ઉજવણીઓ હોય છે. દૂરનાં બાળકોને લેવાં-મૂકવાં એક વાન આવે છે. યુનિફૉર્મ પહેરવાનો નથી, ફી ભરવાની નથી. મકાન નથી, વર્ગો નથી, પાટલીઓ નથી, વીજળી નથી, પાણી નથી. પણ છતાં શાળા ચાલે છે, તેનું કારણ તેને ચલાવનારાંની ધખના છે.  તેમાં તેમનાં જ ડિપાર્ટમેન્ટમાં કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતાં હસુમતીબહેન અને તેમનાં પતિ સંજયભાઈને સામેલ કર્યા. જગ્યા નક્કી થઈ તે કબીરાનાં, પાણી અને લાઇટ વિનાનાં, મકાનની બહાર, એક ઝાડ અને બત્તીના થાંભલાની નીચે. પ્રસન્ન વ્યક્તિત્વનાં હસુમતીબહેન સતત આવે છે. તેમની મોટી દીકરી જાહ્નવી તેની બી.એસ્સી.ની કૉલેજનાં ગ્રુપ સાથે અનુકૂળતા મુજબ અંગ્રેજી ભણાવવા આવે છે. તેની આઠમામાં ભણતી બહેન ઝરણાં ઘણી વાર આવે છે. અહીંની વિદ્યાર્થિનીઓ સાથે તેનાં બહેનપણાં દેખાય છે. ભાવનાબહેન નામનાં એક શિક્ષક ક્યારેક આવે છે. વીરેન્દ્ર મોદી ગયાં એકાદ મહિનાથી નિયમિત આવે છે. તે કાંકરેજ તાલુકાના સિહોરી ગામની સરકારી શાળાના પૂર્વ શિક્ષક છે. દલિત ચળવળ સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ કબીરા, મનોજભાઈ સાકરિયા અને મનોજભાઈ મકવાણા જુદાજુદા પ્રકારે મદદ કરતા રહે છે. તેમાં જમીન, વીજળી અને પાણી માટે સરકારમાં રજૂઆતો આવી જાય છે. મદદ તરીકે એક ટ્રસ્ટ તરફથી કૂલર મળ્યું છે, પણ પાણીનું જોડાણ જ નથી. ગયા શનિવારે ગાંધીનગરના પાર્થભાઈ, પ્રશાન્તભાઈ અને સાથીઓ આ વરસાદમાં આ આકાશી શાળાને ઢાંકવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી આપી ગયા. તેમના પછી એક અધિકારી સજોડે આવ્યા. તેમણે પણ લાઇટ માટેની મદદની ખાતરી આપી. પણ એકંદરે સહાય જૂજ છે. લોકોને શાળા વિશેની માહિતી, તેના સમય સાતત્ય અને તેના નિસ્વાર્થ કામનાં પ્રમાણમાં, ઘણી ઓછી છે.
તેમાં તેમનાં જ ડિપાર્ટમેન્ટમાં કૉમ્પ્યુટર ઑપરેટર તરીકે કામ કરતાં હસુમતીબહેન અને તેમનાં પતિ સંજયભાઈને સામેલ કર્યા. જગ્યા નક્કી થઈ તે કબીરાનાં, પાણી અને લાઇટ વિનાનાં, મકાનની બહાર, એક ઝાડ અને બત્તીના થાંભલાની નીચે. પ્રસન્ન વ્યક્તિત્વનાં હસુમતીબહેન સતત આવે છે. તેમની મોટી દીકરી જાહ્નવી તેની બી.એસ્સી.ની કૉલેજનાં ગ્રુપ સાથે અનુકૂળતા મુજબ અંગ્રેજી ભણાવવા આવે છે. તેની આઠમામાં ભણતી બહેન ઝરણાં ઘણી વાર આવે છે. અહીંની વિદ્યાર્થિનીઓ સાથે તેનાં બહેનપણાં દેખાય છે. ભાવનાબહેન નામનાં એક શિક્ષક ક્યારેક આવે છે. વીરેન્દ્ર મોદી ગયાં એકાદ મહિનાથી નિયમિત આવે છે. તે કાંકરેજ તાલુકાના સિહોરી ગામની સરકારી શાળાના પૂર્વ શિક્ષક છે. દલિત ચળવળ સાથે સંકળાયેલા ઘનશ્યામભાઈ કબીરા, મનોજભાઈ સાકરિયા અને મનોજભાઈ મકવાણા જુદાજુદા પ્રકારે મદદ કરતા રહે છે. તેમાં જમીન, વીજળી અને પાણી માટે સરકારમાં રજૂઆતો આવી જાય છે. મદદ તરીકે એક ટ્રસ્ટ તરફથી કૂલર મળ્યું છે, પણ પાણીનું જોડાણ જ નથી. ગયા શનિવારે ગાંધીનગરના પાર્થભાઈ, પ્રશાન્તભાઈ અને સાથીઓ આ વરસાદમાં આ આકાશી શાળાને ઢાંકવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી આપી ગયા. તેમના પછી એક અધિકારી સજોડે આવ્યા. તેમણે પણ લાઇટ માટેની મદદની ખાતરી આપી. પણ એકંદરે સહાય જૂજ છે. લોકોને શાળા વિશેની માહિતી, તેના સમય સાતત્ય અને તેના નિસ્વાર્થ કામનાં પ્રમાણમાં, ઘણી ઓછી છે.
 ભાષા-સાહિત્યમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઉત્તમ સર્જક સાથે ઉત્તમ ભાવક પણ ખરા. ખૂબ જ સહૃદય, સંવેદનશીલ અને સપોર્ટિવ વ્યક્તિત્વ. સ્થપતિનું નકશીકામ એમનાં કાવ્ય સર્જનોમાં પણ આબેહૂબ ઊતર્યું છે. તેથી જ એમની કવિતાઓમાં બાહ્ય નહીં, પરંતુ આંતર નકશાઓ જ ઊભરી આવે છે. અવિનાશ પારેખ વ્યવસાયે આમ તો આર્કિટેક્ટ-એન્જિનિયર, પરંતુ એમનું સર્જન માત્ર એક ક્ષેત્રમાં સીમિત ન રહેતા અનેક ક્ષેત્રે વિસ્તર્યું છે. યુનિવર્સિટીમાં વૈષ્ણવ ચેર સ્થાપી શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો આધારિત અભ્યાસક્રમો દાખલ કરવા, સંકલનો કરવાં, વિદેશી કવિઓનાં કાવ્ય અનુસર્જનો કરવાં અને રેડિયો-દૂરદર્શનમાં કાર્યક્રમ રજૂ કરવાથી લઈને ‘કોફી મેટ્સ’ પ્રકારનો ઉત્તમ કાર્યક્રમ દસ વર્ષ ચલાવવા જેવાં બહુ આયામો આ કવિને હસ્તગત છે. એટલે જ મારી દૃષ્ટિએ અવિનાશ પારેખ સૌથી પહેલાં તો એક ઋજુ હૃદયના ઉત્તમ માનવી છે, સંવેદનશીલ કવિ છે, કૃષ્ણપ્રેમી ગીતકાર છે અને પછી આર્કિટેક્ટ છે. ભાષાના સંવર્ધન માટે હંમેશા મેં એમને કાર્યરત જોયા છે. મૂળ અજંપાનો જીવ એટલે દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું કર્યા કરવાની લગની એમને સતત રહી છે.
ભાષા-સાહિત્યમાં એમનું નોંધપાત્ર પ્રદાન છે. ઉત્તમ સર્જક સાથે ઉત્તમ ભાવક પણ ખરા. ખૂબ જ સહૃદય, સંવેદનશીલ અને સપોર્ટિવ વ્યક્તિત્વ. સ્થપતિનું નકશીકામ એમનાં કાવ્ય સર્જનોમાં પણ આબેહૂબ ઊતર્યું છે. તેથી જ એમની કવિતાઓમાં બાહ્ય નહીં, પરંતુ આંતર નકશાઓ જ ઊભરી આવે છે. અવિનાશ પારેખ વ્યવસાયે આમ તો આર્કિટેક્ટ-એન્જિનિયર, પરંતુ એમનું સર્જન માત્ર એક ક્ષેત્રમાં સીમિત ન રહેતા અનેક ક્ષેત્રે વિસ્તર્યું છે. યુનિવર્સિટીમાં વૈષ્ણવ ચેર સ્થાપી શ્રીમદ્દ વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો આધારિત અભ્યાસક્રમો દાખલ કરવા, સંકલનો કરવાં, વિદેશી કવિઓનાં કાવ્ય અનુસર્જનો કરવાં અને રેડિયો-દૂરદર્શનમાં કાર્યક્રમ રજૂ કરવાથી લઈને ‘કોફી મેટ્સ’ પ્રકારનો ઉત્તમ કાર્યક્રમ દસ વર્ષ ચલાવવા જેવાં બહુ આયામો આ કવિને હસ્તગત છે. એટલે જ મારી દૃષ્ટિએ અવિનાશ પારેખ સૌથી પહેલાં તો એક ઋજુ હૃદયના ઉત્તમ માનવી છે, સંવેદનશીલ કવિ છે, કૃષ્ણપ્રેમી ગીતકાર છે અને પછી આર્કિટેક્ટ છે. ભાષાના સંવર્ધન માટે હંમેશા મેં એમને કાર્યરત જોયા છે. મૂળ અજંપાનો જીવ એટલે દરેક ક્ષેત્રમાં કંઈક ને કંઈક નવું કર્યા કરવાની લગની એમને સતત રહી છે.