કો’ક દિ’ તમે
          હળવે ડગે આવતા રે’જો − આવતા રે’જો !
ભર બપોરે
   છાંયડો બનીને આવતા રે’જો – આવતા રે’જો !
           ઢળતી સાંજે તારલા વીણી,
           શગતી રાખું ઝીણી.
સમ તમારા
        વાયરાનો હળુ હાથ ધરીને
        તમ તમારે આવતા રે’જો !
                રાત વીંચી જાય ના મારી,
                થાય રાતી આંખ મારી,
સમ તમારા
         શમણાંની સોગાત લઈને
         તમ તમારે આવતા રે’જો !
                એકલું એવું હૈયું કોરે,
                વ્હાલ વિનાનું વેગળું સોરે,
સમ તમારા
         હેતનો મીઠો સાદ બનીને
         તમ તમારે આવતા રે’જો !
                ઘરની ભીંતે
                ઘટના ઘાટે
                મેઘધનુના રંગ ઢોળીને,
સમ અમારા
          કૂમળો રૂડો તડકો બની
          તમ તમારે આવતા રે’જો !
સૌજન્ય : કવયિત્રીના કાવ્યસંગ્રહ – ‘આવતા રે’જો’માંથી, પૃ. 108
ગાયકવૃંદ : કૌષિકભાઈ ખજૂરિયા, આરાધનાબહેન : તબલા સંગતિ આલોકભાઈ વર્મા, વાંસળી વાદક – રૉબિનભાઈ ક્રિશ્ચિયન તેમ જ કી બૉર્ડ વાદક – કિરણભાઈ ઠકરાર
સૌજન્ય : ગુજરાતી સાહિત્ય અકાદમી' તથા 'સબરંગ આર્ટ્સ', કૉમ્પાસ થિયેટર, ઈકનમ; 25 માર્ચ 2018
 


 ગત ૨૫મી ફેબ્રુઆરી, રવિવારનો રવિ રોજ કરતાં જુદા અચાનક આશ્ચર્યની ચમક અને ભડક સાથે ઊગ્યો. સક્ષમ અને સુવિખ્યાત ફિલ્મ-અભિનેત્રી શ્રીદેવીબહેનના શનિવાર, તા. ૨૪મી ફેબ્રુઆરીએ મધરાતે કાર્ડિયાક અરેસ્ટથી દુબઈમાં ૫૪ વર્ષની વયે અવસાન થયાના સમાચાર દેશભરની ન્યૂઝચૅનલો અને મોબાઇલ વોટ્સએપમાં વહેતા થયા. ‘શ્રીદેવીબહેન’ એવું આદરપૂર્વક બહુવચન એટલા માટે વાપરું છું કે તે મારા કરતાં એક વર્ષ અને બે મહિના મોટાં હતાં. અભિનય-શક્તિની સ્વાનુભવબળે સમૃદ્ધિને જોતાં તે અનેક સમવયસ્ક અભિનેતાઓ-અભિનેત્રીઓ કરતાં પણ મોટાં હતાં.
ગત ૨૫મી ફેબ્રુઆરી, રવિવારનો રવિ રોજ કરતાં જુદા અચાનક આશ્ચર્યની ચમક અને ભડક સાથે ઊગ્યો. સક્ષમ અને સુવિખ્યાત ફિલ્મ-અભિનેત્રી શ્રીદેવીબહેનના શનિવાર, તા. ૨૪મી ફેબ્રુઆરીએ મધરાતે કાર્ડિયાક અરેસ્ટથી દુબઈમાં ૫૪ વર્ષની વયે અવસાન થયાના સમાચાર દેશભરની ન્યૂઝચૅનલો અને મોબાઇલ વોટ્સએપમાં વહેતા થયા. ‘શ્રીદેવીબહેન’ એવું આદરપૂર્વક બહુવચન એટલા માટે વાપરું છું કે તે મારા કરતાં એક વર્ષ અને બે મહિના મોટાં હતાં. અભિનય-શક્તિની સ્વાનુભવબળે સમૃદ્ધિને જોતાં તે અનેક સમવયસ્ક અભિનેતાઓ-અભિનેત્રીઓ કરતાં પણ મોટાં હતાં. ઉજમશી પરમારને પહેલવહેલું મળવાનું થયું, ગુજરાત સાહિત્ય પરિષદના સુરતના જ્ઞાનસત્રમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં. ૨૦૧૨ની ૨૨મી ડિસેમ્બરની હૂંફાળી સવારે ચાની ચૂસકી લેતા ઉમળકાભેર વાતો થઈ. પોતે વાર્તાકાર, કવિ કે ચિત્રકાર હોવાનો સહેજ પણ ભાર નહીં. એક સીધાસાદા માણસ તરીકે દરેક સાથે હળીમળી જતા.
ઉજમશી પરમારને પહેલવહેલું મળવાનું થયું, ગુજરાત સાહિત્ય પરિષદના સુરતના જ્ઞાનસત્રમાં, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં. ૨૦૧૨ની ૨૨મી ડિસેમ્બરની હૂંફાળી સવારે ચાની ચૂસકી લેતા ઉમળકાભેર વાતો થઈ. પોતે વાર્તાકાર, કવિ કે ચિત્રકાર હોવાનો સહેજ પણ ભાર નહીં. એક સીધાસાદા માણસ તરીકે દરેક સાથે હળીમળી જતા.