ઇન્ડેક્સ ઑપોઝિશન યુનિટી નામની એક ચીજ છે જેનું બહુપક્ષી સંસદીય રાજકારણમાં ઘણું મહત્ત્વ છે.
૧૯૫૨, ૧૯૫૭ અને ૧૯૬૨ એમ ઉપરાઉપરી ત્રણ સામાન્ય ચૂંટણીઓમાં વિરોધ પક્ષો કૉન્ગ્રેસના ગઢનો કાંકરો પણ નહીં હલાવી શક્યા એ પછી વિરોધ પક્ષોમાં હતાશા પેદા થવા લાગી હતી. એ સમયમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓની ચૂંટણી મહદંશે સાથે યોજાતી હતી. એમને લાગવા માંડ્યું હતું કે આ રીતે તો કૉન્ગ્રેસને સત્તા પરથી ઊતરતા દાયકાઓ લાગશે એટલે સમાજવાદી નેતા ડૉ. રામ મનોહર લોહિયાએ નૉન-કૉન્ગ્રેસીઝમની થિયરી આગળ કરી હતી. સંસદની અંદર, સંસદની બહાર, રસ્તા પર અને ચૂંટણીના મેદાનમાં વિરોધ પક્ષોએ સાથે મળીને કૉન્ગ્રેસનો મુકાબલો કરવો જોઈએ. તેમણે વિરોધ પક્ષોને સમજાવ્યું હતું કે મતવિભાજન સંસદીય રાજકારણને કેવી રીતે પ્રભાવિત કરે છે.
ગઈ ચૂંટણીમાં પાંચ-પાંચ ટકા મતો મેળવનારા બે રાજકીય પક્ષો સાથે આવી જાય તો એમને મળનારા મતોનું પ્રમાણ ૧૦ ટકા થઈ જાય, પરંતુ સામેના હરીફ પક્ષને ૧૨થી ૧૫ ટકાનું નુકસાન થતું હોય છે. જેટલા પ્રમાણમાં મતવિભાજન ટળે એટલા પ્રમાણમાં યુદ્ધરેખા સ્પષ્ટ થઈ જતી હોય છે એટલે મતોનું ધ્રુવીકરણ થવા લાગે છે જેમાં શાસક પક્ષને નુકસાન થાય છે. આનું અટપટું શાસ્ત્ર છે જેને સેફોલૉજી તરીકે ઓળખાવવામાં આવે છે.
જગતમાં સેફોલૉજી નામનું શાસ્ત્ર વિકસે (અને આજે પણ સંપૂર્ણપણે વિકસેલું છે એવું નથી) એ પહેલાં ડૉ. લોહિયા પામી ગયા હતા કે વિરોધ પક્ષોની એકતા ઑપોઝિશન યુનિટીનો જે ઇન્ડેક્સ પેદા કરે છે જે વિરોધ પક્ષોને ફાયદો કરાવી શકે એમ છે. ઓછામાં ઓછું મતવિભાજન અને વધુમાં વધુ ફાયદો. વિરોધ પક્ષોને ડૉ. લોહિયાની વાત તો ગળે ઊતરી હતી, પરંતુ સેક્યુલર પક્ષોમાં સવાલ ઉપસ્થિત થયો હતો કે આમાં ભારતીય જનસંઘ નામના કોમવાદી પક્ષને સાથે લેવો જોઈએ કે નહીં? કોમવાદી પક્ષ સાથે હાથ મેળવતા ફાયદાની જગ્યાએ નુકસાન થશે તો? કૉન્ગ્રેસ સમાજવાદી પક્ષ જેવા સેક્યુલર પક્ષને કોમવાદી ગણાવશે તો? બીજું, તત્ત્વનું શું? કોમવાદી પક્ષને બાથમાં કેમ લેવાય. આ તો સિદ્ધાંતો સાથે બહુ મોટું સમાધાન કહેવાય. અને ત્રીજું, જેને પ્રજા ઘાસ નાખતી નથી, જેની લોકો મજાક ઉડાડે છે, સમજદાર નાગરિકો જેનાથી ડરે છે, જેનો એજન્ડા હિન્દુ રાષ્ટ્રનો છે, જે પક્ષ પર બિનલોકતાંત્રિક ફાસીવાદી સંગઠનનો અંકુશ છે એ પક્ષ કૉન્ગ્રેસને કાઢવા જતાં મજબૂત થશે તો? આ તો બકરું કાઢતાં ઊંટ પેસવા જેવું થશે. આખરે જનસંઘ (અત્યારની BJP) કૅડર આધારિત પક્ષ છે.
ખેર નૉન-કૉન્ગ્રેસીઝમનો લાંબો ઇતિહાસ છે જેની વિગતોમાં જવાની જરૂર નથી. વિરોધ પક્ષોનો સંયુક્ત મોરચો રચાતો હોવા છતાં અને ઠીક-ઠીક પ્રમાણમાં ચૂંટણીસમજૂતી કરવામાં આવતી હોવા છતાં કૉન્ગ્રેસને સત્તા પરથી ઊતરતા બીજા ત્રણ દાયકા લાગ્યા હતા. આ બાજુ ગેર-કૉન્ગ્રેસવાદે ભારતના રાજકારણને બે રીતે પ્રભાવિત કર્યું હતું. એક તો જનસંઘ/BJPને સમાજમાં આદરપૂર્વકનું સ્થાન મળ્યું અને સંસદીય રાજકારણમાં એની તાકાતમાં વધારો થયો. એ સમયે કૉન્ગ્રેસ માટે એટલી બધી નફરત હતી કે જયપ્રકાશ નારાયણે ત્યાં સુધી કહ્યું હતું કે જો RSS ફાસીવાદી છે તો હું પણ ફાસીવાદી છું. જયપ્રકાશ નારાયણે બિહાર આંદોલન વખતે સંઘપરિવારને સાથે રાખીને એની પ્રતિષ્ઠા વધારી આપી હતી. ગેર-કૉન્ગ્રેસવાદનું બીજું પરિણામ એ આવ્યું કે રાજકીય વિચારધારા અને વિચારધારા આધારિત મર્યાદા જ બચી નહીં. કોઈ કોઈની પણ સાથે જઈ શકે. જેટલી શરમ ઓછી એટલી રાજકીય પ્રાસંગિકતા વધુ. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમાર આનું ઉદાહરણ છે. ગેર-કૉન્ગ્રેસવાદે રાષ્ટ્રીય રાજકારણનો ચહેરો અને ચરિત્ર જ બદલી નાખ્યાં.
૧૯૮૯માં ગેરકૉન્ગ્રેસવાદનો યુગ પૂરો થયો અને એની જગ્યા ગેરબીજેપીવાદે લેવા માંડી છે. એની વચ્ચે અટલ બિહારી વાજપેયીએ NDAની રચના કરીને અને સોનિયા ગાંધીએ UPAની રચના કરીને રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોની છાવણીઓ બનાવી. કેટલાક પક્ષો છાવણીમાં કાયમી સભ્ય હતા તો કેટલાક આવ-જા કરતા હતા. પોતપોતાની જરૂરિયાત મુજબ છાવણી બદલવાની છૂટ હતી. જેમ કે મમતા બૅનરજી, રામવિલાસ પાસવાન, કરુણાનિધિ જેવા બન્ને છાવણીમાં રહીને સત્તા ભોગવી આવ્યા છે. આમ NDAએ અને UPAને કારણે નૉન-બીજેપીઝમની કે આગળના નૉન-કૉન્ગ્રેસીઝમની ખાસ કોઈ જરૂરિયાત રહી નહોતી.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પોતાને અને BJPને જે રીતે આક્રમકપણે પેશ કર્યાં એટલે સ્વાભાવિકપણે નૉન-બીજેપીઝમ કેન્દ્રમાં આવી ગયું. સવાલ એ હતો કે એમાં આગળ કેવી રીતે વધવું. સાથે મળીને ચૂંટણી લડવામાં આપણી વોટબૅન્ક તૂટે તો? આવું બનતું હોય છે. નૉન-કૉન્ગ્રેસીઝમના જમાનામાં ભારતીય જનસંઘને આવો ડર હતો અને જનસંઘ સાથે હાથ મિલાવવામાં બીજા સેક્યુલર પક્ષોને ડર હતો કે રખે મુસ્લિમ મત ગુમાવી દેશું તો? ઉત્તર પ્રદેશની જ વાત કરીએ તો સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ અલગ-અલગ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે જેની વચ્ચે સો-બસો વરસની દુશ્મનીનો ઇતિહાસ છે. ભારતનાં લગભગ તમામ રાજ્યોમાં પરસ્પર વિચ્છેદનની સ્થિતિ છે.
૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ અંગત રીતે તેમની તરફેણમાં જુવાળ પેદા કર્યો હતો. BJPને ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હતી. એકલા ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૩ (બે અપના દલની) બેઠકો મળી અને રાજસ્થાન તેમ જ ગુજરાત જેવાં રાજ્યોમાં તો BJPએ તમામ બેઠકો મેળવી હતી. આ બાજુ કૉન્ગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી ત્યારે વિરોધ પક્ષો હેબતાઈ ગયા હતા. તેમની સામે સવાલ હતો કે નૉન-બીજેપીઝમના નામે હરીફ રાજકીય પક્ષોએ હરીફાઈ ભૂલી જઈને આપસમાં ચૂંટણીસમજૂતી કરવી જોઈએ કે નહીં?
મૂંઝવણ મોટી હતી અને એ કઈ વાતે હતી એની વાત હવે પછી.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 17 માર્ચ 2018
 


 આવું વાંચતા આજે આપણને બહુ નવાઈ ન લાગે, કારણ પાઠ્ય પુસ્તકોની ગુજરાતી ભાષાથી આપણે ટેવાઈ ગયા છીએ. કોઈ પણ વિષયની પરિભાષા માટે આજે પણ આપણે સંસ્કૃત ભાષા પર ઘણો મદાર રાખીએ છીએ. પણ ઉપરનું અવતરણ લીધું છે ઈ.સ. ૧૮૨૮માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે મુખપૃષ્ઠ છે: પહેલું અંગ્રેજીમાં, બીજું ગુજરાતીમાં. ગુજરાતીમાં પુસ્તકનું નામ આ પ્રમાણે છાપ્યું છે: ‘ગણિત વેવ્હારની ચોપડી અને નાણાઓની તપાસણીનું વર્તમાન.’ અલબત્ત, આ ‘મૌલિક’ પુસ્તક નથી, પણ અંગ્રેજીનો અનુવાદ છે. મૂળ લેખકો ડોક્ટર ચાર્લ્સ હટ્ટન અને બોનીકાસલ. ગુજરાતી અનુવાદ કર્યો છે કેપ્ટન જ્યોર્જ જર્વિસે. આપણે ત્યાં એક એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આવા અનુવાદ હકીકતમાં કરતા અહીંના કોઈ સ્થાનિક જાણકાર, પણ પુસ્તક પર નામ છપાતું જર્વિસ જેવા કોઈ અંગ્રેજનું. પણ આ પુસ્તકના ગુજરાતી મુખપૃષ્ઠ પર જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી આ અનુવાદ તૈયાર થયો છે એવો સ્પષ્ટ ઋણસ્વીકાર કરવામાં આવ્યો છે. પુસ્તક દેવનાગરી લિપિમાં, શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. છાપખાનાનું નામ ગુજરાતી મુખપૃષ્ઠ પર જણાવ્યું નથી, પણ અંગ્રેજી મુખપૃષ્ઠ પર મુદ્રકનું નામ જણાવ્યું છે: એફ.ડી. રામોસ. અને તેમણે આ પુસ્તક મુંબઈમાં છાપ્યું છે તેમ પણ જણાવ્યું છે. ૪૬૫ પાનાંના આ પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી.
આવું વાંચતા આજે આપણને બહુ નવાઈ ન લાગે, કારણ પાઠ્ય પુસ્તકોની ગુજરાતી ભાષાથી આપણે ટેવાઈ ગયા છીએ. કોઈ પણ વિષયની પરિભાષા માટે આજે પણ આપણે સંસ્કૃત ભાષા પર ઘણો મદાર રાખીએ છીએ. પણ ઉપરનું અવતરણ લીધું છે ઈ.સ. ૧૮૨૮માં પ્રગટ થયેલા એક પુસ્તકમાંથી. એ જમાનાના ચાલ પ્રમાણે પુસ્તકમાં બે મુખપૃષ્ઠ છે: પહેલું અંગ્રેજીમાં, બીજું ગુજરાતીમાં. ગુજરાતીમાં પુસ્તકનું નામ આ પ્રમાણે છાપ્યું છે: ‘ગણિત વેવ્હારની ચોપડી અને નાણાઓની તપાસણીનું વર્તમાન.’ અલબત્ત, આ ‘મૌલિક’ પુસ્તક નથી, પણ અંગ્રેજીનો અનુવાદ છે. મૂળ લેખકો ડોક્ટર ચાર્લ્સ હટ્ટન અને બોનીકાસલ. ગુજરાતી અનુવાદ કર્યો છે કેપ્ટન જ્યોર્જ જર્વિસે. આપણે ત્યાં એક એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આવા અનુવાદ હકીકતમાં કરતા અહીંના કોઈ સ્થાનિક જાણકાર, પણ પુસ્તક પર નામ છપાતું જર્વિસ જેવા કોઈ અંગ્રેજનું. પણ આ પુસ્તકના ગુજરાતી મુખપૃષ્ઠ પર જગન્નાથ શાસ્ત્રી ક્રમવંતની સહાયથી આ અનુવાદ તૈયાર થયો છે એવો સ્પષ્ટ ઋણસ્વીકાર કરવામાં આવ્યો છે. પુસ્તક દેવનાગરી લિપિમાં, શિલાછાપ પદ્ધતિથી છપાયું છે. છાપખાનાનું નામ ગુજરાતી મુખપૃષ્ઠ પર જણાવ્યું નથી, પણ અંગ્રેજી મુખપૃષ્ઠ પર મુદ્રકનું નામ જણાવ્યું છે: એફ.ડી. રામોસ. અને તેમણે આ પુસ્તક મુંબઈમાં છાપ્યું છે તેમ પણ જણાવ્યું છે. ૪૬૫ પાનાંના આ પુસ્તકમાં ક્યાં ય તેની કિંમત છાપી નથી. કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસનો જન્મ ૬ ઓક્ટોબર ૧૭૯૪, અવસાન ૧૪ ઓક્ટોબર ૧૮૫૧. કુલ ત્રણ ભાઈઓ. તેમાંના બે, જ્યોર્જ અને થોમસ મુંબઈ ઇલાકામાં રહ્યા. થોમસનું કામ મુખ્યત્ત્વે કોંકણ વિસ્તારમાં. જ્યોર્જની ચાર વર્ષની વયે કંપની સરકારનું કામ મદ્રાસમાં રહીને કરતા પિતાનું અવસાન. માતાએ તરત બીજાં લગ્ન કર્યાં અને જર્વિસ તથા તેના બે ભાઈઓને મદ્રાસથી ઈંગ્લન્ડ ધકેલી દીધા, અને પછી ક્યારે ય તેમની સામે જોયું પણ નહીં.  ઇંગ્લન્ડમાં કાકા પાસે રહી ત્રણે ભાઈ ઉછર્યા, ભણ્યા. જરૂરી શિક્ષણ અને તાલીમ મેળવ્યા પછી બોમ્બે મિલીટરી એન્જિિનયર કોર્પ્સમાં સેકંડ લેફ્ટનન્ટની નોકરી મળતાં જ્યોર્જ જર્વિસ ૧૮૧૧ના સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યા. એન્જિનિયર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રસ્તાઓ બાંધવા અંગેનું ઘણું કામ કર્યું અને આપમેળે ગુજરાતી અને મરાઠી ભાષાના સારા જાણકાર બની ગયા. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન હોદ્દાની રૂએ ધ નેટીવ સ્કૂલ બુક એન્ડ સ્કૂલ સોસાયટીના પ્રમુખ બન્યા ત્યારે સ્થાનિક ભાષાઓની જર્વિસની જાણકારીને કારણે તેમને ૧૮૨૨માં સોસાયટીના સેક્રેટરી બનાવ્યા. એ પદે રહીને જર્વિસે ગુજરાતી અને મરાઠીમાં ઘણાં પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. ‘ઇનામ’ આપવાની જાહેરાતો કરીને પુસ્તકો લખાવવાનો ચાલ પણ જર્વિસે શરૂ કર્યો. એલ્ફિન્સ્ટને તેમના ઉપર પસંદગી ઉતારી તેનું બીજું મુખ્ય કારણ એ કે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે અહીંના લોકોને શિક્ષણ તો તેમની માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ. ૧૮૪૦માં ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ સ્થાપીને મુંબઈ સરકારે શિક્ષણનું કામ પોતાના હાથમાં લઇ લીધું. તેના સાત સભ્યોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. ૧૮૪૩માં મુંબઈ હાઈકોર્ટના એક જજ સર અર્સકીન પેરી આ બોર્ડના અધ્યક્ષ બન્યા. લોર્ડ મેકોલેની જેમ તેઓ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમના તરફદાર હતા. તેમણે બોર્ડમાં ઠરાવ મૂક્યો કે કલકત્તા ઈલાકાની જેમ મુંબઈ ઇલાકામાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોવું જોઈએ, મરાઠી, ગુજરાતી વગેરે સ્થાનિક ભાષાઓ નહિ. બોર્ડના ત્રણ ‘દેશી’ સભ્યો જગન્નાથ શંકરશેઠ, ફ્રામજી કાવસજી અને મહંમદ ઈબ્રાહીમ મકબાની સાથે જ્યોર્જ જર્વિસે પણ આ ઠરાવનો જોરદાર વિરોધ કર્યો એટલું જ નહિ, અધ્યક્ષ તેમ જ બીજા ત્રણ અંગ્રેજ સભ્યોની સામે પડીને ઠરાવની વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો. આ ઉપરાંત તેમણે સરકારી લિથોગ્રાફ છાપખાનાના વડા તરીકે અને ‘એન્જિનિયર ઇન્સ્ટીટ્યૂશન’ના વડા તરીકે પણ કામ કર્યું. ૧૮૩૦માં પૂના બદલી થઇ. કારકિર્દીનાં છેલ્લાં કેટલાંક વર્ષ તેઓ મુંબઈના ચીફ એન્જિનિયર રહ્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની માતૃ સંસ્થા લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની ૧૮૦૪માં સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. નોકરીમાંથી રાજીનામું આપીને ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે ફિરોઝ નામની સ્ટીમરમાં સ્વદેશ જવા નીકળ્યા. પણ રસ્તામાં જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે અણધાર્યું અવસાન થયું. ત્યારે ઉંમર ૫૭ વર્ષની.
કેપ્ટન જ્યોર્જ રિસ્ટો જર્વિસનો જન્મ ૬ ઓક્ટોબર ૧૭૯૪, અવસાન ૧૪ ઓક્ટોબર ૧૮૫૧. કુલ ત્રણ ભાઈઓ. તેમાંના બે, જ્યોર્જ અને થોમસ મુંબઈ ઇલાકામાં રહ્યા. થોમસનું કામ મુખ્યત્ત્વે કોંકણ વિસ્તારમાં. જ્યોર્જની ચાર વર્ષની વયે કંપની સરકારનું કામ મદ્રાસમાં રહીને કરતા પિતાનું અવસાન. માતાએ તરત બીજાં લગ્ન કર્યાં અને જર્વિસ તથા તેના બે ભાઈઓને મદ્રાસથી ઈંગ્લન્ડ ધકેલી દીધા, અને પછી ક્યારે ય તેમની સામે જોયું પણ નહીં.  ઇંગ્લન્ડમાં કાકા પાસે રહી ત્રણે ભાઈ ઉછર્યા, ભણ્યા. જરૂરી શિક્ષણ અને તાલીમ મેળવ્યા પછી બોમ્બે મિલીટરી એન્જિિનયર કોર્પ્સમાં સેકંડ લેફ્ટનન્ટની નોકરી મળતાં જ્યોર્જ જર્વિસ ૧૮૧૧ના સપ્ટેમ્બરમાં મુંબઈ આવ્યા. એન્જિનિયર તરીકે ગુજરાત અને મહારાષ્ટ્રમાં રસ્તાઓ બાંધવા અંગેનું ઘણું કામ કર્યું અને આપમેળે ગુજરાતી અને મરાઠી ભાષાના સારા જાણકાર બની ગયા. મુંબઈના ગવર્નર માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન હોદ્દાની રૂએ ધ નેટીવ સ્કૂલ બુક એન્ડ સ્કૂલ સોસાયટીના પ્રમુખ બન્યા ત્યારે સ્થાનિક ભાષાઓની જર્વિસની જાણકારીને કારણે તેમને ૧૮૨૨માં સોસાયટીના સેક્રેટરી બનાવ્યા. એ પદે રહીને જર્વિસે ગુજરાતી અને મરાઠીમાં ઘણાં પાઠ્ય પુસ્તકો તૈયાર કર્યાં. ‘ઇનામ’ આપવાની જાહેરાતો કરીને પુસ્તકો લખાવવાનો ચાલ પણ જર્વિસે શરૂ કર્યો. એલ્ફિન્સ્ટને તેમના ઉપર પસંદગી ઉતારી તેનું બીજું મુખ્ય કારણ એ કે એલ્ફિન્સ્ટનની જેમ જર્વિસ પણ દૃઢપણે માનતા હતા કે અહીંના લોકોને શિક્ષણ તો તેમની માતૃભાષા દ્વારા જ આપવું જોઈએ. ૧૮૪૦માં ‘બોર્ડ ઓફ એજ્યુકેશન’ સ્થાપીને મુંબઈ સરકારે શિક્ષણનું કામ પોતાના હાથમાં લઇ લીધું. તેના સાત સભ્યોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. ૧૮૪૩માં મુંબઈ હાઈકોર્ટના એક જજ સર અર્સકીન પેરી આ બોર્ડના અધ્યક્ષ બન્યા. લોર્ડ મેકોલેની જેમ તેઓ શિક્ષણમાં અંગ્રેજી માધ્યમના તરફદાર હતા. તેમણે બોર્ડમાં ઠરાવ મૂક્યો કે કલકત્તા ઈલાકાની જેમ મુંબઈ ઇલાકામાં પણ શિક્ષણનું માધ્યમ અંગ્રેજી જ હોવું જોઈએ, મરાઠી, ગુજરાતી વગેરે સ્થાનિક ભાષાઓ નહિ. બોર્ડના ત્રણ ‘દેશી’ સભ્યો જગન્નાથ શંકરશેઠ, ફ્રામજી કાવસજી અને મહંમદ ઈબ્રાહીમ મકબાની સાથે જ્યોર્જ જર્વિસે પણ આ ઠરાવનો જોરદાર વિરોધ કર્યો એટલું જ નહિ, અધ્યક્ષ તેમ જ બીજા ત્રણ અંગ્રેજ સભ્યોની સામે પડીને ઠરાવની વિરુદ્ધમાં પોતાનો મત આપ્યો. આ ઉપરાંત તેમણે સરકારી લિથોગ્રાફ છાપખાનાના વડા તરીકે અને ‘એન્જિનિયર ઇન્સ્ટીટ્યૂશન’ના વડા તરીકે પણ કામ કર્યું. ૧૮૩૦માં પૂના બદલી થઇ. કારકિર્દીનાં છેલ્લાં કેટલાંક વર્ષ તેઓ મુંબઈના ચીફ એન્જિનિયર રહ્યા. આજની એશિયાટિક સોસાયટી ઓફ મુંબઈની માતૃ સંસ્થા લિટરરી સોસાયટી ઓફ બોમ્બેની ૧૮૦૪માં સ્થાપના થઇ ત્યારે તેના સ્થાપકોમાંના એક જ્યોર્જ જર્વિસ હતા. નોકરીમાંથી રાજીનામું આપીને ૧૮૫૧ના એપ્રિલની ત્રીજી તારીખે ફિરોઝ નામની સ્ટીમરમાં સ્વદેશ જવા નીકળ્યા. પણ રસ્તામાં જ ૧૮૫૧ના ઓક્ટોબરની ૧૪મી તારીખે અણધાર્યું અવસાન થયું. ત્યારે ઉંમર ૫૭ વર્ષની.