નગરની અંદર ઘર બનાવો એ પહેલાં વનાંચલમાં
તમારી કલ્પનાની એક કુંજ જરૂર રચજો.
કારણ, જેમ સાંજ ઢળ્યે તમારાં પગલાં ઘર ભણી વળે છે,
તેમ સુદૂરે વસતો તમારો એકાકી રઝળુ આતમ પણ એ જ પંથે પળે છે.
તમારું ઘર એ તમારા આત્માનો આવાસ છે.
એ ઘર સૂરજ–મંડપની છાયામાં વિકસે છે, 
અને નીરવ રાત્રિખોળે પોઢી જાય છે. 
એ નિદ્રા સ્વપ્નવિહોણી નથી હોતી; 
તમારું ઘર પણ સ્વપ્નશૂન્ય થોડું હોય છે? 
અને સ્વપ્નમાં એ નગર ત્યજીને વનાંચલે વિહરવા નીકળતું નથી? 
ગિરિશિખરનાં આરોહણ કરતું નથી?
ઉમ્મીદ તો એવી ઊગે છે કે હું બધાં ઘરને મુઠ્ઠીમાં ભરી લઉં, 
વાવનાર વનમાં ને વાડીમાં બીજ વેરતો જતો હોય છે તેમ 
ઘરોની પણ, લાવ ને, વાવણી કરું!
અહો! પહાડોની કંદરાઓ તમારા વસવાટના રસ્તા હોત તો! 
હરિયાળી પગદંડીઓ નગરની શેરીઓ હોત તો! 
સહુ લોક દ્રાક્ષ–મંડપની છાંયમાં એકબીજાને શોધતા હોત તો! 
પછી ઘેર પાછાં ફરતાં તમારાં વસ્ત્રોમાંથી 
માટીની સુગંધ ફોરતી હોત તો!
પૂર્વજોએ સલામતી ખાતર તમને સહુને ભેગાં વસાવ્યાં. 
ભીતિવિવશ એ રસમ હજુ ચાલવાની. 
હજુ પણ તમારાં ઘર વસ્તીમોઝાર રહેવાનાં અને 
તમારી વાડીઓ ગામસીમાડે રહેવાની.
અને, કહો, તમારાં ઘરોમાં શું ભંડાર્યું છે, 
એવી તે કઇ જણસનું જતન કરવાનું છે કે 
ઘરનાં બારણાં તમારે ભીડેલાં રાખવાં પડે છે?
તમારે મનડે શાંતિનો આવાસ છે?
ચિત્તના ઝળહળ શિખરે પહોંચાડે એવી સ્મરણસંપદા છે?
કેવળ દુન્યવી વસ્તુઓની સૃષ્ટિમાંથી દેવભવન ભણી લઇ જાય
એવું હૃદયસૌંદર્ય છે ખરું?
કહો, આવુંઆવું તમારાં ઘરોમાં છે?
કે પછી નરી સગવડો જ સગવડોથી ઘર ઊભરાય છે?
જે અતિથિ બનીને ચાતુરીપૂર્વક ઘરમાં પ્રવેશે છે,
પછી યજમાન બની જાય છે,
ને છેવટે ઘરની સ્વામિની બની બેસે છે! – એ સુવિધા તે કેવી?
અરે, એ તો પછી તમને પાળીતાં પશુ બનાવી દે છે,
તમારી ઇચ્છાઓને કઠપૂતળી બનાવી દે છે!
એમના હાથ મુલાયમ હોય છે, પણ હૃદયે લોઢું ધરબેલું હોય છે.
તમને નિદ્રાવશ બનાવી મૂકે છે,
તમારી હસ્તીની અધિપતિ બની જાય છે.
તમારી સુબુદ્ધિને હાંસી અપાવે છે.
સાચે જ, સગવડોની તૃષ્ણા આત્માની ભાવનાઓનો ભક્ષ કરી જાય છે.
પણ, હે વિશાળ વસુધાનાં સંતાનો,
નૌકાને નાંગરવાના લંગરને નહીં,
પણ નિત્યપ્રયાણના સઢને તમારું ઘર બનાવજો.
જીવિતો માટે સજાવેલી કબર જેવાં ઘરો માંહી તમારો વસવાટ ન હજો.
અને ભવ્ય અને રમ્ય હોય એ પણ ઘરમાં ગુપ્ત ન હજો.
કારણ, જે આતમરામ તમારા ઘટડામાં વિલસે છે
તેના વસવાટ તો આકાશના ભુવનમાં છે;
પ્રભાતી ઝાકળ તેનું દ્વાર છે,
અને રાત્રિનાં ગાન અને નીરવતા તેની બારીઓ છે.
[ખલિલ જિબ્રાનના કાવ્ય ‘ઑન હાઉસીઝ’ પરથી]
 


 યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં દાખલ કર્યું છે. ભારતના એક માત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી, ભારતવાસી પણ હરખાશે.
યુનેસ્કોએ અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીની યાદીમાં દાખલ કર્યું છે. ભારતના એક માત્ર હેરિટેજ સિટીનું માન અમદાવાદને મળ્યું તેથી ન માત્ર અમદાવાદી કે ગુજરાતી, ભારતવાસી પણ હરખાશે. ૨૦૧૪ની ૨૬ મેના દિવસે ભારતના ઇતિહાસમાં પહેલી વાર હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં આવી હતી. આ પહેલાં આવ્યું બન્યું નહોતું અને એવું બનશે એની કલ્પના BJPને લોકસભામાં બે બેઠકેથી ૧૮૨ બેઠકે પહોંચાડનારા લાલ કૃષ્ણ અડવાણીએ પણ નહોતી કરી. સ્વાભાવિકપણે હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકારના વડા પ્રધાનનું શું વિઝન છે, શું એજન્ડા છે, કેવો અભિગમ હશે એ જાણવામાં માત્ર ભારતની પ્રજાને જ નહીં, જગત આખાને રસ હોય. સોગંદવિધિ પછીનું નરેન્દ્ર મોદીનું વડા પ્રધાન તરીકેનું પહેલું પ્રવચન અને લોકસભામાં તેમણે કરેલું પહેલું પ્રવચન કેટલાક લોકો માટે ઉત્તેજનાના અને બીજા કેટલાક લોકો માટે ઊંડી કાળજીના વિષય હતા.
૨૦૧૪ની ૨૬ મેના દિવસે ભારતના ઇતિહાસમાં પહેલી વાર હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં આવી હતી. આ પહેલાં આવ્યું બન્યું નહોતું અને એવું બનશે એની કલ્પના BJPને લોકસભામાં બે બેઠકેથી ૧૮૨ બેઠકે પહોંચાડનારા લાલ કૃષ્ણ અડવાણીએ પણ નહોતી કરી. સ્વાભાવિકપણે હિન્દુ બહુમતીવાદમાં માનનારા પક્ષની સરકારના વડા પ્રધાનનું શું વિઝન છે, શું એજન્ડા છે, કેવો અભિગમ હશે એ જાણવામાં માત્ર ભારતની પ્રજાને જ નહીં, જગત આખાને રસ હોય. સોગંદવિધિ પછીનું નરેન્દ્ર મોદીનું વડા પ્રધાન તરીકેનું પહેલું પ્રવચન અને લોકસભામાં તેમણે કરેલું પહેલું પ્રવચન કેટલાક લોકો માટે ઉત્તેજનાના અને બીજા કેટલાક લોકો માટે ઊંડી કાળજીના વિષય હતા.