
જયપુર, જાન્યુઆરી ૨૫, ૨૦૧૩
પ્રસિદ્ધ લેખિકા અને ડાબેરી વિચારસરણી ધરાવતાં સામાજિક કાર્યકર મહાશ્વેતા દેવીએ કહ્યું છે કે તે અમર રહેવા માગે છે, પરંતુ તેમની ઇચ્છા છે કે જ્યારે તે મૃત્યુ પામે ત્યારે તેમના દેહને ગુજરાતની ધરતી પર દફનાવવામાં આવે. તેઓ એમ પણ ઇચ્છે છે કે તેમની કબર પર મહુડાનું ઝાડ ઉગાડવામાં આવે.
આ નરેન્દ્ર મોદીનું ગુજરાત નહીં પરંતુ ગુજરાતના આદિવાસીઓનો વિસ્તાર તેજગઢ છે. તેમણે એમ પણ કહ્યું કે આજના આધુનિક સમાજોએ આધુનિકતાના અસલી પાઠ રાજસ્થાન સહિત દેશના જુદા જુદા પ્રદેશોમાં રહેતા આદિવાસીઓ પાસેથી શીખવા જોઈએ કેમ કે તેમનામાં ભાગલા નથી.
જયપુર લિટરેચર ફેસ્ટિવલમાં ઉદ્ઘાટન ભાષણ બાદ ‘ભાસ્કર’ સાથેની વિશેષ વાતચીતમાં તેમણે કહ્યું, ‘હું નથી ઇચ્છતી કે મને અગ્નિદાહ આપવામાં આવે. મને પશ્ચિમ બંગાળના પુરુલિયામાં દફનાવવામાં આવે તેમ ઇચ્છું છું. અગ્નિદાહ અને અસ્થિ વિસર્જનમાં મને વિશ્વાસ નથી પરંતુ પુરુલિયામાં અત્યંત જૂની માન્યતા ધરાવતા હિન્દુઓ વસે છે. તેઓ મને ત્યાં દફનાવવાની મંજુરી આપશે નહીં. માટે મેં નિર્ણય કર્યો છે કે મને ગુજરાતમાં દફનાવવામાં આવે. તેજગઢ વિસ્તારમાં જીએનદેવી ગણેશદેવી કામ કરે છે અને મેં આ વિસ્તાર પણ જોયો છે. આ મારા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. હું ઇચ્છું છું કે મને દફન કર્યા બાદ મારી કબર પર મહુડાનો છોડ લગાડવામાં આવે જે વૃક્ષ બનીને લહેરાયા કરે.’
[‘દિવ્ય ભાસ્કર’માંથી સાભાર]
સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૉગસ્ટ 2016; પૃ. 12
![]()


ગુજરાતી ભાષાના વરિષ્ઠ સાહિત્યકાર શ્રી પ્રવીણ દરજીને ઈ.સ. ૨૦૧૪નો ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ એનાયત થવાના પ્રસંગે મને સૌપ્રથમ યાદ આવે છે શ્રી રઘુવીર ચૌધરીના અમદાવાદ ખાતેના મહાદેવનગર સોસાયટીના નિવાસસ્થાને એક વાતચીતમાં ઉચ્ચારેલા શબ્દો : ‘તમારા અક્ષર પ્રવીણ દરજી જેવા જ છે.’ ત્યારથી પ્રવીણ દરજી પ્રત્યેનું મારું આકર્ષણ આરંભાયેલું, કારણ એટલું જ કે હું મારા અક્ષર માટે ભારે આકર્ષણ અનુભવતો હતો. પ્રવીણ દરજીના અક્ષરો જોવાનો પ્રસંગ તો હમણાં જ આવ્યો, પરંતુ તેમના ‘ચીસ’ કાવ્યસંગ્રહનું અવલોકન ‘ગ્રંથ’માં કરવાનું બન્યું હતું. તે સમયે તેમની અછાન્દસ અભિવ્યક્તિ આશાસ્પદ જણાઈ હતી.
‘ગા મેરે મન ગા’ : લેખક – પ્રફુલ્લ દેસાઈ : પ્રકાશક – સાહિત્યસંકુલ, ચૌટાબજાર, સુરત : પૃષ્ટ 200 : કિંમત રૂ. 190