દુઃખ દયા ને દર્દની બાઇબલ થઈ ગઈ!
મૃત તસવીર બાળની વાઇરલ થઈ ગઈ!
સાવ સૂતા તટ ઉપર કેવી પડી!?
લાશ જાણે બુદ્ધની ટાઇટલ થઈ ગઈ!
આમ તો ડૂબે છે હોડીઓ હજાર!
આજ દરિયાની વ્યથા વાઇરલ થઈ ગઈ.
દંગ દુનિયા જંગ જોતી ફિતૂરી!
કાળ સાથે બાળની ફાઇનલ થઈ ગઈ!!
એમ ‘મૌલિક’ આંસુઓ આવી ચડ્યાં!
લાગણીઓ કાવ્યમાં સ્પાઇરલ થઈ ગઈ.
(તાજેતરમાં સિરિયન આંતરવિગ્રહ દરમિયાન વિસ્થાપિત થયેલાં હજારો કુટુંબો પૈકી ત્રણ વર્ષના બાળક અયનલ કુર્દીની લાશ તુર્કસ્તાનના દરિયાકાંઠે ઊંધે માથે રઝળી, તેનો ફોટોગ્રાફ વિશ્વમાં વાઇરલ થયો તે જોઈને.)
૫૨, મહંમદી સોસાયટી, પાલનપુર – ૩૮૫ ૦૦૧
સૌજન્ય : “નિરીક્ષક”, 16 નવેમ્બર 2015; પૃ. 19