Opinion Magazine
Number of visits: 9749481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાલ્મીકિ સમાજના શોષણને નાબૂદ કરવા કાનૂન ઘડો

અંબાલાલ ઉપાધ્યાય|Opinion - Opinion|15 August 2020

હજારો વર્ષોથી ગુલામીમાં સબડી ભૂખમરાની હાલતમાં જીવતા રહેલા વાલ્મીકિ સમાજની હાલત આજે ય દયાજનક છે. જે કામ કોઈ ન કરે તે સફાઈનું કામ, મેલું ગંદુ સ્વચ્છ કરવાનું કામ વાલ્મીકિ સમાજનો પરિવાર, મહિલાપુરુષ બન્ને કરે છે તો ય તેની હાલત નિરાધાર રહી છે. નથી રહેવાને મકાન, નથી શૈક્ષણિક સગવડ, નથી પૂરતો પોષણક્ષમ ખોરાક, મેલું સાફ કરવાનું કામ પોતાના હાથે કરી સ્વચ્છતા બક્ષનારો સમાજ પોતે ગંદી, કઢંગી હાલતનો ભોગ બની રહેલ છે.

ગ્રામપંચાયત, નગરપંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીઓ, નિગમો, જુદીજુદી સરકારી કચેરીઓ વગેરેમાં સફાઈનું કામ કરતા સફાઈ-કામદારને પૂરા પગારના, પ્રોવિડન્ટ ફંડ, વારસાઈમાં નોકરી, પેન્શન વગેરે આર્થિક હિતના અધિકારો જે રીતે સચિવાલયના અધિકારી, કલેક્ટર કચેરીના કર્મચારીઓને લાભ અપાય છે, તેનાથી સફાઈ, કામદારને વંચિત રખાયા છે, તે બધી સંસ્થાઓમાં પ્રજાના ચુંટાયેલ પ્રતિનિધિ વહીવટકર્તા છે. એક બાજુ દલિતોના ઉદ્ધારની વાત કરવી બીજી બાજુ અમલદારીમાં સફાઈ કામદારોનું કારમું બેફામ શોષણ થાય છે. લોકતંત્રમાં આનાથી શરમજનક ઘટના બીજી કઈ હોઈ શકે?

કૉન્ટ્રાક્ટ આપનાર સરકારી, અર્ધસરકારી એજન્સીઓ અને પ્રજાએ ચૂંટેલ સંસ્થાઓ નગરપંચાયત, નગરપાલિકા હોય છે. સરકારી કામે ય કૉન્ટ્રાક્ટ પદ્ધતિ શરૂ કરી વાલ્મીકિ સમાજનું લોહી પીવાની હદે પરિસ્થિતિ વણસી છે.

સ્વરાજ્યને ૭૩ વર્ષનાં વાણાં વીતી ગયાં છે. હજારો વર્ષથી ભૂખમરામાં સબડતા વાલ્મીકિ સમાજને આશા હતી કે સ્વરાજ પછી અમારા ગુલામીમાં સબડતા સમાજને સ્વતંત્રતા મળશે, ગુલામીમાંથી મુક્ત બનીશું, અમારાં બાળકોને ભણવાની તકો મળશે, તેઓને નોકરીઓ મળશે, સારાં મકાનો મળશે, રોજગારીની નવી તકો મળશે અને સમાજની હરોળમાં આવી ખભેખભા મિલાવી દેશના વિકાસમાં સહયોગી બનીશું, પરંતુ દુઃખની વાત છે કે અમારી તે આશા ઠગારી નીવડી છે. નવા ધંધા કે નવી રોજગારી ન મળી, પરંતુ ચાલુ સફાઈના ધંધામાં પણ તે કામ કરવામાં ય અમારા કારમા શોષણની ચક્કી ચાલુ રહી છે. સચિવાલય કે કલેક્ટર કચેરીના કારકુનને પૂરો પગાર મળે, મોંઘવારી  મળે, રજાઓ મળે, માંદગીનું ખર્ચ મળે, પ્રોવિડન્ટ ફંડ મળે, વારસાઈની નોકરી મળે, પેન્શન મળે પણ સફાઈનું કામ કરનારા વાલ્મીકિ સમાજને આમાંથી કશું ન મળે તે માટે કૉન્ટ્રાક્ટની નવી પદ્ધતિ શોધી કાઢી કોન્ટ્રાક્ટરને ઘી-કેળાં અને સફાઈનું કામ કરનારા મહિલા અને પુરુષ-કામદારને ટુકડા ફેંકવાના. આ અમાનવીય પ્રથાને નાબૂદ કરવા સમાજે ઘણા કાલા-વાલા કર્યા, પરંતુ તે નિષ્ફળતામાં પરિણમ્યાં છે. અર્ધભૂખમરાની હાલતમાં અને ગુલામીપ્રથામાં હજુ વાલ્મીકિ સમાજને ક્યાં સુધી સબડવાનું છે ? લોકતંત્રથી ચુંટાયેલ સરકારમાં માનવીય ગુણોનો અંશ હોય તો તત્કાળ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવા વટહુકમ આપે અને કાયદાનું સ્વરૂપ આપે.

સમાજના સફાઈ-કામદારો જ્યાં-જ્યાં કૉન્ટ્રાક્ટ થતા હોય તેવાં કામોનો બહિષ્કાર કરે ને સમાજના કોઈ વ્યક્તિએ અવેજીમાં કામે ન જવા સંકલ્પ કરો. મહાત્મા ગાંધીજીનું શસ્ત્ર સત્યાગ્રહ હતું તે શસ્ત્રનો ઉપયોગ આપણે સત્યનો અમલ માટે કરાવવા જાગૃતપણે સંગઠિત બની ડૉ. બાબાસાહેબ આંબેડકરના પગલે સંઘર્ષ કરવા મંડી પડવાનું છે.

લીંભોઈ, તા. મોડાસા, જિ. અરવલ્લી

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2020; પૃ. 09

Loading

15 August 2020 admin
← હે રામ!
નવી સદી →

Search by

Opinion

  • સંસદ અને ધારાગૃહોમાં સરકારોની કસોટી કરતો પ્રશ્નકાળ
  • ચૂંટણીમાં ઘુસપેઠિયાનો મુદ્દો માપ બહાર ઉછાળાય છે
  • ગઝલ
  • વિદેશનીતિમાં વળાંક: સમજી-વિચારીને લીધેલું પગલું કે કેવળ પ્રચાર?
  • સાઝિશ રમકડાંની

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • વિધ્વંસ
  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved