કોરોનાએ સરજેલી જીવનપીડા બેજોડ છે. ઘરના એકાન્તમાં —
* સ્વજનના મૉતથી એકલાં પડી ગયેલાં કેટલાં ય એક અનોખી એકલતા સહી રહ્યાં છે.
* પ્રિયજનના વિરહથી એકલાં પડી ગયેલાં કેટલાં ય એક વિચિત્ર એકલતા સહી રહ્યાં છે. ચોપાસ દુ:ખદર્દ છે. કોઈ ઇલાજ હાથવગો નથી.
ત્યારે મને જર્મન કવિ રિલ્કેના આ શબ્દો પાસે જવાનું ગમે છે :
“તારા એકાન્તને ભેટ ને એને વ્હાલ કર.
એથી જનમતા દર્દને વેઠી લે.
ને ગાઈ જો એની જોડે જોશમાં.
કેમ કે તારી નજદીક હતાં તે હવે દૂર છે … ”
— રિલ્કે
(September 20, 2020: Ahmedabad)

![]()


સીધીસાદી ટૂંકીવાર્તાનો સાર આપી દેવાનું કામ જરા પણ અઘરું નથી હોતું. પણ વિશ્વભરની ટૂંકીવાર્તાસૃષ્ટિમાં એવી કેટલીયે કૃતિઓ છે, જેનો સાર નથી આપી શકાતો, ઊલટું ફરજ એ પડે છે કે આપણે એને શબ્દ શબ્દમાં વાંચી બતાવીએ. એવી રચનાઓને તો જ ગ્રહી શકાય છે, નહિતર એ દુર્ગ્રાહ્ય રહે છે – ઇન્ક્રૉમ્પ્રિહેન્સિવ.
સુરેશભાઈના “બીજી થોડીક” વાર્તાસંગ્રહમાં એક વાર્તા છે, ‘બે ચુમ્બનો’.
બીજી વાર્તા “ન તત્ર સૂર્યો ભાતિ” સંગ્રહમાંથી લીધી છે, ’પદ્મા તને’.
ત્રીજી વાર્તા “અપિ ચ” સંગ્રહમાંથી છે – ‘રાક્ષસ’. ‘રાક્ષસ’ વાર્તાને હું સાવ જ દુર્ગ્રાહ્ય ગણું છું. એના શબ્દ શબ્દનું વાચન અનિવાર્ય છે. એટલું જ કહું કે આ વાર્તાને બસ વાંચવા માંડો; કથક તમને લઈ જશે એટલે દૂર કે પાછા જ નહીં અવાય. અને જો આવ્યા, તો આવ્યા એમ સમજતાં ઘણી વાર થશે.
= = = = એ સાહિત્યકૃતિ જ મહાન છે જે આપણી ખરી જીવનપીડાનું આપણને મૉંમાથું બતાડે ને આપણને હમ્મેશને માટે જગાડી મૂકે = = = =
સૅમ્યુઅલ બૅકેટના ‘વેઇટિન્ગ ફૉર ગોદો’ નાટકમાં પણ એમ જ છે. નાટકમાં ગોદો એક આશા છે. એની રાહ જોવાય છે. એ આવશે તેની એસ્ટ્રેગૉન અને વ્લાડિમિર બન્ને મિત્રોને ચૉક્કસ જાણ છે. પણ એ ય એટલું જ ચૉક્કસ છે કે ક્યારે આવશે તેની એમને જાણ નથી. મૅસેન્જર છોકરો આવીને રોજ એમ કહે છે કે જેની તમે રાહ જુઓ છો એ આજે નહીં પણ કાલે આવશે.