આ કોરોનાકાળમાં કેટલાક બોધ અને ઉપદેશની વાતો કે કથાઓ આપોઆપ સરજાય છે. એક બોધકથા મને આ મળી છે — રમૂજી છે ને રમૂજના હેતુથી કોઈને પણ કહી શકાય એવી છે :
એક માણસે લગભગ ૮ માસ લગી રોજ્જે લગભગ દરેકના FB પર જઈને like કર્યું. કોઈએ એને પૂછ્યું : તેં ભલા, like કરવા કોઈ જણને ભાડે રાખ્યો છે? : તો વ્યંગને ખડખડાટ હસીને એણે દબાવી દીધો, પણ ‘હા' કહ્યું. તે FB પરનાં likes-નો, એટલે કે, લોકમતનો, ચમત્કાર થયો.
ચમત્કાર એ કે એ માણસ માણસમાંથી કશેક પ્રમુખ બની ગયો !

Picture Courtesy: Logopond
હવે, જુદું એ બનવા માડ્યું છે કે ટ્રમ્પના તેમ જ ટ્રમ્પે કરેલા લોકશાહીના હાલ-બેહાલ જોઈને કેટલાક પ્રમુખ સ્વપત્નીની સલાહથી ચૂંટણી વગેરેની જંજાળમાંથી છૂટીને, ઘરભેગા થવા લાગ્યા છે.
પણ કોઈ કોઈ હજી યે પેલાની જેમ FB પર જઈને સૌ કોઈના મિત્ર થવા નીકળ્યા છે. પણ એ જ તર્ક અનુસાર શાસ્ત્રકારોને સમજાઈ રહ્યું છે કે એ કોઈ કોઈના મે'લ કરવત મોચીના મોચી જેવા બહુ બૂરા હાલ થવાના …
ભલે. પણ આમ, માણસ અને પ્રમુખ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સિલેક્શન ઍન્ડ ઇલેક્શન – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, સ્વમત, પર મત – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, માય વૉઇસ, માય વોટ – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, ડૅમેગોગી ઍન્ડ ડૅમોક્રસી – એ ચક્ર ચાલ્યા કરે છે. આમ, હું-શાહી અને લોકશાહી – એ ચક્ર ચાલ્યા કરે છે.
અને, આમ, નિત્શેનું eternal recurring-માં માનવું સાચું ને સાચું પડ્યા કરે છે.
આમાંથી બોધ તે શું વળી? દરેકે પોતાના ગજા પ્રમાણે કે જીવનની જરૂરતે કરીને જેટલો સારવી લેવો હોય એટલો સારવી લેવો. કેમ કે કોરોના-કોવિડને કોઈની પડી નથી, કેમ કે એ પણ કશાક અણજાણ પણ eternal recurring-નો જ આવિષ્કાર છે …
= = =
(January 6, 2021: USA)
![]()


અમારા પરમ મિત્ર અને સુરેશ જોષી વર્તુંળના એક રત્ન સુનીલ કોઠારીનું ગઈ કાલે ૨૭મી ડિસેમ્બરે દિલ્હીમાં અવસાન થયું. ભારતે એક તેજસ્વી વિદ્વાન અને સન્નિષ્ઠ નૃત્ય-સમીક્ષક તેમ જ ઇતિહાસકાર ગુમાવ્યો. ૧૯૩૩માં જન્મ, મૃત્યુ ૨૦૨૦, ૮૭ વર્ષનું આયુષ્ય.
હું બોડેલી કૉલેજમાં પ્રિન્સિપાલ હતો ત્યારે નૃત્યકલા વિશે વ્યાખ્યાન માટે બોલાવેલા. મને કહે – હું મારી નૃત્યકાર છોકરીઓને લઈને આવીશ. મેં કહેલું, સુનીલભાઈ, આ તો ગામડું છે. તો કહે, ભલે ને મશ્કરીઓ કરે, બીજું શું કરશે. અને વડોદરાની મ્યુઝિક કૉલેજની ચારેક વિદ્યાર્થિનીઓ વડે મુદ્રાઓ અને અંગભંગિઓના લાઇવ દૃષ્ટાન્તો સાથે સરસ વ્યાખ્યાન કરેલું. મશ્કરી કરનારા હશે પણ સદ્ વિદ્યાના પ્રતાપે સ્તબ્ધ બલકે શાણા થઈને જોતા-સાંભળતા હતા.
પેલાના ચિત્તમાં ચોરીછૂપીથી ઘૂસેલો નિત્શેનો એ ડીમન – રાક્ષસ – એને એવા મતલબનું પણ પૂછે છે કે — જીવનમાં જો એ-નું-એ જ થવાનું છે તો તને નથી લાગતું કે તું નિરાશ થઈ જઈશ? તું ભાંગી પડીશ? જો એવું થાય એનો અર્થ એ કે તારા જીવનથી તને સુખ નથી મળ્યું.