સહૃદય અને જાગરૂક સાથી ગુજરાતી,
સ્નેહવંદન અને ગુજરાત-સ્નેહને નાતે એક અપીલ.
આપને ‘ફાર્બસ ગુજરાતી સભા’નો કેટલોક પરિચય હશે જ: આપણી આ ઐતિહાસિક વિરાસત સમી સંસ્થાની સ્થાપના ઈ.સ. ૧૮૬૫માં થઈ હતી. આજ ૧૫૦થી યે વધારે વર્ષોથી આપણી આ સંસ્થા ગુજરાતી સંસ્કૃતિની સેવાના કાર્યમાં રત છે. એ સંસ્થાનું અનોખું, વિદ્યાજગતનું માનીતું રહેલું સામયિક, તે ‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’. ઈ.સ. ૧૯૩૬થી આજ સુધી, ૮૮ વર્ષો સુધી સંસ્કૃતિ મીમાંસાનું, સાહિત્ય સંશોધનનું અને ઇતિહાસ ચિંતનનું અનોખું કામ કરતું આ વિલક્ષણ સામયિક, અવિરત અને સતત સક્રિય રહ્યું છે. દેશવિદેશના સંશોધકો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સાહિત્ય રસિકોનું એ એક માનીતું અને ઉપયોગી સામયિક છે.
સાથોસાથ એ એક પ્રયોગશીલ સામયિક છે. ગુજરાતી સંસ્કૃતિના નવા ઉન્મેષોને પ્રગટાવતા અને પોષતા, એક વિકાસક્ષમ સશક્ત સામયિક તરીકે વ્યાપક વિદ્યાજગતમાં જાણીતું છે.
ગુજરાતી પ્રજાનાં હૃદય અને મસ્તિષ્કનાં ઊંડાણોને સતત તાગતા રહેલા અને ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના ગૌરવની અણથંભ ખેવના કરતા આ સામયિકને આજે આપની હૂંફની, આપના સહકારની, આપની સક્રિયતાની જરૂર છે. આપશોને?
*
‘ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક’-ને ગુજરાતના ઉત્તમોત્તમ લેખકોની સામેલગીરીનો લાભ મળ્યો છે. ચંદ્રવદન મહેતા અને ઉમાશંકર જોશી, બળવંતરાય ઠાકોર અને કનૈયાલાલ મુનશી, ભોગીલાલ સાંડેસરા અને હરિવલ્લભ ભાયાણી જેવા સમર્થ પુરોગામીઓથી શરૂ થયેલી આ સામયિકની ૮૮ વર્ષોની સંસ્કૃતિ યાત્રા આજે યે અણથંભ આગળ ચાલે છે. આજે દેશવિદેશમાં વિખ્યાત એવાં સર્વશ્રી પ્રૉ. ભીખુ પારેખ અને ડૉ. ઈલા ભટ્ટ, સાહસિક વાર્તાકાર હિમાંશી શેલત અને કવિ-ચિંતક ચંદ્રકાંત ટોપીવાળા, વિખ્યાત વિદ્વાનો મધુસૂદન ઢાંકી અને નરોત્તમ પલાણ, વિખ્યાત ચિત્રકાર કવિ ગુલામમોહમ્મદ શેખ અને સમર્થ કલામીમાંસક જ્યોતીન્દ્ર જૈન, આજીવન સંશોધન કાર્યમાં રત રહેલા વીરચંદ ધરમસી અને મુરલી રંગનાથન્ અને એવા જ બીજા ગુજરાતના શ્રેષ્ઠ સર્જકો, સંશોધકો, ચિંતકો, કલાકારોના ઉત્તમ કામને આપ આ સામયિકના અંકોમાં મુખોમુખ થઈ શકશો. ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યના સંશોધનને વરેલા આ સામયિકના આઠ આઠ દશકોના અંકોમાં આપને દુર્ગાશંકર શાસ્ત્રીએ ‘ગુજરાતના ઇતિહાસ અને પુરાતત્ત્વનાં સંશોધન’ વિષે લખેલો અને ૧૯૩૭માં કરાચી ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય સંમેલનમાં રજૂ કરેલો સંશોધન લેખ વાંચવા મળશે, ‘અઢીસેં વર્ષ પહેલાંની પારસી કવિતા’ પરનો જહાંગીર માણેકજી દેસાઇનો ૧૯૩૬માં લખાયેલો લેખ પણ મળશે અને ૧૯૪૨માં આ સામયિકમાં પ્રકાશિત રા.રા. ઈમામુદ્દીન સદરૂદ્દીન દરગાહવાલાનો ‘ચૌદમી સદીનું ગુજરાત’ એ વિષય પરનો લેખ પણ મળશે. આજે અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા(અને હવે ફીજી)માં વસતા ગુજરાતીઓ વિશેના લેખો તાજેતરના અંકોમાં ઉપલબ્ધ છે. ગુજરાતનું એવું એક રસભર્યું, પ્રયોગશીલ, વિદ્યાપ્રતિબધ્ધ, ઊર્જાસભર સામયિક આજ આપની સહભાગિતા, સહાય અને સક્રિય સંડોવણીની માગણી કરે છે. ગુજરાતી સંસ્કૃતિનું હિત આપને હૈયે વસે છે, એની જાણ હોવાથી આ અપીલ અમે આપને કરીએ છીએ.
આપ આ બે રીતે આ સામયિકને સહાય કરો એ વિનંતીઃ
૧. આવતા પાંચ વર્ષોનું આપનું લવાજમ, માત્ર રૂ. ૧૫૦૦/, આ સપ્તાહમાં જ મોકલો (Account Number. 36601001151 ICICI Bank, Juhu Branch, IFS No. ICIC0000366, Account Name: Shri Forbes Gujarati Sabha) – ત્યાં સરળતાથી ઈ લવાજમ મોકલી શકો. અથવા અમારા સાથી શ્રી રાજેશ દોશીને એમના મોબાઈલ નંબર 836 9795793 પર ફોન કરીને ચેકથી કે અન્ય કોઈ રીતે લવાજમ મોકલી શકો.
તે ઉપરાંત,
૨. આપના તરફથી આપની પસંદગીની પાંચ સંસ્થાઓ (આપની શૈશવની શાળાઓ, આપની પસંદગીની કોઈ કૉલેજો, કોઈ પુસ્તકાલયો)-ને એક વર્ષ માટેનું લવાજમ રૂ. ૩૫૦ X ૫ = ૧૭૫૦ મોકલો. આપણું આ સામયિક એ રીતે રસિક વાચકો સુધી વિવિધ સ્થળે પહોંચશે અને આવતી પેઢીઓના ગુજરાતીઓનું ઘડતર એ રીતે થતું રહેશે.
વિદેશમાં વસતા સહૃદય વાચકો માટે એમના વિદેશના સરનામે અંકો મેળવવા માટે વાર્ષિક લવાજમ રૂ. ૨૦૦૦ અને પાંચ વર્ષનું લવાજમ રૂ. ૯૦૦૦ થશે. આ રકમ ભારતમાંથી રૂપિયાના ચલણમાં મોકલવાની રહેશે.
એ રકમ સાથે આપનો સ્નેહભાવ. સમજણ અને સંડોવણી જે અમને મળશે, એ અમૂલ્ય છે.
ઇ.સ. ૧૯૩૬થી આજ સુધી, આઠ દશકોથી ગુજરાતી વાચક સમક્ષ એક માતબર ભાવવિશ્વ, વિચારજગત અને સંસ્કૃતિમીમાંસા સેવાભાવે રજૂ કરતા આપણા આ વિશિષ્ટ સામયિકને અને ૧૮૬૫થી આજ લગી સક્રિય રહેલી આપણી ઐતિહાસિક મહિમાયુક્ત ‘ફાર્બસ ગુજરાતી સભા’ને આવનારા સમયમાં ટકી રહી વિકસવામાં આપની આ સહાય અને સંડોવણી અનિવાર્ય છે.
કવિ નર્મદ કહે છે તેમ, ‘કેટલાંક કરમો વિશે ઢીલ નવ ચાલે’ – અમે ઉપર જે માટે વિનંતી કરી છે એ સ્નેહ-કર્મ, વિદ્યા-ખેવના-કર્મ, ગુજરાત-પ્રીતિ-કર્મ પણ એવું જ, ઢીલ ન કરવાનું કામ ગણી સત્વર સહાય કરશો?
સ્નેહપૂર્વક,
સિતાંશુ યશશ્ચન્દ્ર
સંપાદક અને ટ્રસ્ટી
આ સાથે જોડેલી ફાઈલોમાં આ સામયિકનાં સાત મુખપૃષ્ઠોઃ વિશ્વવિખ્યાત સાંપ્રત ચિત્રકાર અતુલ ડોડિયાનાં ચિત્રો અને મધ્યકાલીન ભારતીય લઘુચિત્રો સહિત. મુદ્રણસજ્જાના કલાકારો ગદ્યકાર નૌશીલ મહેતા અને કવિ-ચિત્રકાર પીયૂષ ઠક્કરની માવજત સાથે.
e.mail : sitanshuy@gmail.com







![]()



જન્મેલા બાળકને થયેલો પેલો પક્ષાઘાત જાણે એક ગુનો હોય, કલંક હોય એમ આસપાસના ઘણા લોકો બાળકને અને માબાપને દયાપાત્ર કે વિચિત્ર ગણી જાણેઅજાણે પરેશાન કરી બેસે છે. માણસને થાય કે વેઠી ન શકાય એવું બેમાંથી કયું? ભીતરનો પેલો સન્નાટો કે બહારનું આ કમઠાણ? – એ પળે એક અજાણી તાકાત આપણી અંદરથી જાગી ઊઠે અને ડૂબાડવા માગતા દરિયાની આરપાર આપણા જહાજની સફર શરૂ થાય. અનેક દિવ્યાંગ બાળકોની, એમનાં અનેક અનામી માબાપોની સાહસ સફર. એનો એક અહેવાલ આપ સહુની સામે રજૂ કરું છું.
વત્સલ અને કર્મઠ જનેતા છે. આજથી પચાસ વરસો પહેલાં, 1972માં એમણે પોતાની દીકરી અને બીજાં બે ‘સેરેબ્રલ પાલ્સી’વાળાં બાળકો સાથે એક નાનકડું થેરપી સેન્ટર શરૂ કર્યું હતું. એ બીજ આજે દેશમાં અને વિદેશોમાં વિખ્યાત એવી આ ‘સ્પાસ્ટિક સોસાયટી’ ‘ઍડેપ્ટ’માં ઊગી નીકળ્યું છે. 
પરિષદના અનુબંધોની યોજના પર ધ્યાન અપાશે, તો પરિષદનું સ્વરૂપ બહુકેન્દ્રી, ગુજરાતીભાષી પ્રજાના નાનાં ગામોથી વિદેશનાં મહાનગરો સુધી વ્યાપક અને લયબદ્ધ બનશે. પંચમહાલના કાલોલથી ડાયાસ્પોરાના કેલિફોર્નિયા સુધીના પરિષદના વૈવિધ્યસભર અનુબંધોનો હું આજે આભાર માનું છું. એ પરિષદ-ઊર્જાની કેન્દ્રોત્સારી ગતિ છે. આ વર્ષોનાં બે જ્ઞાનસત્રો, સૂરત અને પાલનપુરમાં યોજાયાં, એમાં કેટલીક આંતર્બાહ્ય પહેલ કરવી જે શક્ય બની, એ શક્યતાનાં મૂળમાં પડેલી, અવરોધોને વિવેકપૂર્વક છતાં દૃઢતાથી ઓળંગતી સર્જક ઊર્જાનું હવે નિરંતર જતન કરવા જેવું છે. સાથોસાથ, આયોજનનું જે કૌશલ્ય, અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ સાથે, સૂરતની નિમંત્રક સંસ્થાએ દાખવ્યું, એ શક્ય ત્યાં અજમાવવા જેવું છે. આ વર્ષના કોરોનાકાળના વીજાણુ મંડપ વ્યાપ્ત અધિવેશનને પણ સૂરતની એ ક્ષમતાનો ટેકો છે. તો પરિષદની શક્તિની કેન્દ્રગામી ગતિ ‘આનંદની ઉજાણી’-ના (નવલરામના એ શબ્દોએ સૂચવેલી આસ્વાદમૂલક વિવેચનના) કાર્યક્રમો, પરિષદની અગાસીમાં યોજાયા, એમાં અને પરિષદના ગ્રંથાલયમાં જે કાર્યક્રમો નિરંતર યોજાયા, એમાં છે. ‘આનંદની ઉજાણી’ના અનુસંધાને, વીજાણુ માધ્યમનો વ્યાપક ઉપયોગ કરી, ‘નોળવેલની મહેક’ની બેઠકો રચાઈ. એના નિયમિત કાર્યક્રમો કોરોના મહામારીના શરૂઆતના સમયથી, એપ્રિલ 15, 2020થી આજ પર્યંત દર પંદર દિવસે વર્ચ્યુઅલ સ્પેસમાં એકત્ર થતી બેઠકોમાં થયા. વિશ્વભરની ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, શિલ્પ, સિનેમા જેવી કલાઓ અને સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષાઓની ઉત્તમ કૃતિઓ સાથે યુવાચેતનાના, બલકે સહુ રસિકજનોના આ રસભર્યા અનુબંધો હતા. ‘નોળવેલ’-ની દ્રઢનિશ્ચય, ખંતીલી, નિસ્વાર્થ, કાર્યકુશળ ટીમનો આભાર માનીએ એટલો ઓછો. પરિષદની વિવિધ સ્વાધ્યાયપીઠોમાં કેટલુંક ઉત્તમ કામ, રસજ્ઞ વિદ્વાનોનો સાથ મેળવીને, નિશ્ચયપૂર્વક પાર પાડી શકાયું. આ બધામાં અને અન્ય કામોમાં પરિષદને ‘ન કે ના’વ્યાં વિષ, વિષમ ઓથાર, અદયા / અસત્ સંયોગોની, પણ . . .’. સાહિત્યની એ સંજીવની વિદ્યા આપણા સહુનું રક્ષણ કરો અને આપણે એ વિદ્યાનું રક્ષણ કરીએ.