સારાંશ
પ્રસ્તુત લેખમાં વિદ્યાર્થી આંદોલનને દલિત પરિપેક્ષ્યમાં દર્શાવવાની સાથે ઉચ્ચ શિક્ષણની વાસ્તવિકતા, વિધાર્થીઓનાં અનુભવો અને સંઘર્ષનો ચિતાર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશના ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતો સામાજિક ભેદભાવ અને આભડછેટ કઇ રીતે વિદ્યાર્થીના શિક્ષણ જીવન પર અસર કરે છે તેમ જ વિદ્યાર્થી પોતાના શિક્ષણના અધિકાર માટે અનેક પ્રકારે સંઘર્ષ કરે છે. રોહિત વેમુલાના બનાવ વિશેના સંપૂર્ણ ઘટનાક્રમ અને રોહિતનો મૃત્યુ પહેલાંનો છેલ્લો પત્ર દલિત વિધાર્થીની જિંદગીની વ્યથાને પ્રગટ કરીને ઉજાગર કરે છે. દેશ અને વિદેશમાં રોહિતના બનાવને લઈને થયેલ વિદ્યાર્થી આંદોલનો અનેક સ્વરૂપે જોવા મળે છે. જેમાં પ્રદર્શન, ધરણાં અને રેલી દ્વારા સામાજિક ન્યાય માટેની ઝંખના કરે છે. ઉચ્ચ શિક્ષણ પરિસરમાં વિદ્યાર્થી સંગઠન વચ્ચેની લડાઈમાં રાજકીય પરિબળોના હસ્તક્ષેપથી શિક્ષણની સ્વાયત્તતા અને લોકશાહી પર માઠી અસર પડે છે. જે વિદ્યાર્થી જીવન પર વિપરીત કરે છે. દલિત વિધાર્થીની હત્યા છે કે આત્મહત્યા? અને વિશ્વવિદ્યાલયની ભૂમિકા, ગેરરીતિઓ અને જવાબદેહી વગેરેમાં સત્યતાની ચકાસણી તેમ જ સમક્ષ વિદ્યાર્થી નેતૃત્વની પણ સવિસ્તાર સમજૂતી આપવામાં આવી છે.
શબ્દો : વિદ્યાર્થી આંદોલન, સામાજિક ભેદભાવ, વિશ્વવિદ્યાલય, દલિત અને ઉચ્ચ શિક્ષણ, વગેરે.
પ્રસ્તાવના :
રોહિત વેમુલાએ હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં (Hyderabad Central University-HCU) વિદ્યાવાચસ્પતિ[i] (Ph. D) અભ્યાસ કરતા હતા. તેમની ઉંમર 26 વર્ષની હતી. વેમુલા દલિત હતા, ઉપરાંત આંબેડકર વિદ્યાર્થી સંગઠનમાં (Ambedkar Students Association- ASA) કાર્યકર્તા હતા, જે વિશ્વવિદ્યાલય પરિસરમાં સામાજિક, રાજકીય અને જ્ઞાતિના પ્રશ્નો ઉઠાવતા હતા. જેના કારણે તેમને અભ્યાસગાળા દરમ્યાન મળતી શિષ્યવૃતિ (Fellowship) બંધ કરી દેવામાં આવી તેમ જ છાત્રાલયમાંથી (Hostel) મળતી સુવિધા બંધ કરી દેવામાં આવી અને વિશ્વવિદ્યાલયમાંથી બાકાત (Suspend) કરવામાં આવ્યા. સત્તાઘારીઓ, ઉચ્ચ જ્ઞાતિઓ અને પ્રભુત્વ હિંદુ રાષ્ટ્રવાદ વિરુદ્ધ પરિસરમાં અનેક ધરણાં અને પ્રદર્શન કર્યા. પરંતુ સામાજિક ન્યાય મળ્યો નથી. આખરે તા. 17 જાન્યુઆરી 2020ના રોજ આત્મહત્યા કરી હતી. તેમની આત્મહત્યાએ પરિસરમાં વિધાર્થી પ્રદર્શન અને સંઘર્ષ અંતિમ પગલું હતું (Rathod, 2020, p. 2).
ભારતમાં જ્ઞાતિ વ્યવસ્થા આધારિત સામાજિક માળખામાં રચાયેલ છે. જ્ઞાતિ વ્યવસ્થાને લીધે દલિતોએ સામાજિક ભેદભાવનો સામનો કરવો પડે છે. સામાજિક ભેદભાવ સહન કરી રહેલ મોટી સંખ્યા દલિતોની છે. જે ભારતની કુલ વસ્તીના 1/6 ભાગ દલિતોની વસ્તી છે. તેમના પર જ્ઞાતિને લીધે સામાજિક રૂઢિઓ અને જડતા લાદી દેવામાં આવી છે (Vemireddy, 2019). દસ્તાવેજી ફિલ્મ ‘ધ ડેથ ઓફ મેરીટ’[ii] (The Death of Merit) દુ:ખ ભર્યા અનુભવો અને આત્મહત્યાના બનાવો સાથે સંકળાયેલ છે. આ દસ્તાવેજી ફિલ્મનું પ્રસારણ રોહિત પછીના વિદ્યાર્થી આંદોલન વખતે એચ.સી.યુ. પરિસરમાં કરવામાં આવ્યું હતું. જે વિધાર્થીને જોમ અને જુસ્સો પૂરો પાડે છે તેમ જ રોહિતને ન્યાય મળે તે માટે આંદોલન કરવા ટેકો પૂરો પાડ્યો છે.
હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની (Hyderbad Central University-HCU) સ્થાપના 1970થી લઈને અત્યાર સુધી 20થી વધારે સંશોધક વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. આત્મહત્યાનું કારણ જ્ઞાતિ ભેદભાવ છે. આ એક મોટી સમસ્યા છે. આત્મહત્યાના[iii] બનાવોની ચકાસણી પછી જાણવા મળ્યું કે દરેકની આત્મહત્યાનું કારણ જ્ઞાતિ ભેદભાવના છે (Sukumar, 2016, p. 453). આ સમસ્યા સામે સંઘર્ષ કરવા એ.એસ.એ.ની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ સંગઠન દ્વારા વિધાર્થીને જાગૃત કરવામાં આવ્યા. જેથી અનેક વિધાર્થીઓમાં સામાજિક અને રાજકીય સમજણ આવી. જે કે દલિત વિધાર્થીઓમાં સવિશેષ જાગૃતિ આવી. હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિધાલયમાં રોહિત વેમુલાએ કરેલ આત્મહત્યા કે સંસ્થાકીય ખૂન વર્તમાન સમયગાળા દરમિયાન ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં કરતાં સામાજજિક ભેદભાવ, બહિષ્કાર અને હિંસા મહત્ત્વનો વિષય છે. આંધ્ર પ્રદેશમાં દલિત આંદોલનનો ઇતિહાસ અને અત્યાચારના બનાવો વિરુદ્ધ કરેલ આંદોલનો દ્વારા દલિત વિધાર્થીમાં આવેલ ચેતનાને આપણે નજરઅંદાજ ન કરી શકીએ.
પ્રસ્તુત લેખ (Article) ત્રણ વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ ભાગ, ઉચ્ચ શિક્ષણ અને વિદ્યાર્થી આંદોલન. જેમાં, દેશમાં દલિત વિધાર્થીની પરિસ્થિતિ અને ઉચ્ચ શિક્ષણ વિશે વાત કરવામાં આવી છે. તથા જેમાં વિદ્યાર્થી આંદોલનની રૂપરેખા અને એચ.સી.યુ.માં વિદ્યાર્થી સંગઠનોનું રાજકારણ વિષે રજૂઆત કરવામાં આવી છે. બીજા ભાગમાં, રોહિત વેમુલા અને તેની આત્મહત્યા બાબતે સમગ્ર ઘટનાક્રમ અને વિશ્વવિદ્યાલયમાંથી પાંચ દલિત વિધાર્થીઓના સામાજિક બહિષ્કારની પ્રક્રિયા વિશે વાત કરી છે. તેમ જ રોહિત વેમુલાની કૌટુંબિક પરિસ્થિતિ અને શિક્ષણ તેમ જ રોહિતે આત્મહત્યા પહેલા લખેલો છેલ્લો પત્ર અને તેમાં રહેલી ગહનતાને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ત્રીજા ભાગમાં, સામાજિક ન્યાય માટેની લડત માટે વિશ્વવિદ્યાલયમાં સંયુક્ત ક્રિયા સમિતિની (Joint Action Committee for Social Justice – JAC) રચના અને કામગીરી અને દેશ-પરદેશમાં રોહિતની ઘટનાને લઈને થયેલ પ્રદર્શન અને સરઘસનો માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. રોહિતની હત્યા છે કે આત્મહત્યા તેના વિષેના મંતવ્ય અનેક વિદ્યાર્થીનેતા સાથે મુલાકાત કરવામાં આવેલ છે. ટૂંકમાં, રોહિત વેમૂલાની ઘટના વિષેની સમગ્ર વિદ્યાર્થી આંદોલનની ઝાંખી પ્રસ્તુત લેખમાં દર્શાવેલ છે.
ભાગ 1 : ઉચ્ચ શિક્ષણ અને વિદ્યાર્થી આંદોલન :
1.1 ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને દલિત વિધાર્થીઓની પરિસ્થિતિ
ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજયુકેશનના (2015-16) અહેવાલ પ્રમાણે ભારતમાં 799 યુનિવર્સિટી, 39,071 કોલેજ અને અન્ય 11,923 સ્વનિર્ભર સંસ્થાઓ આવેલ છે. ઉચ્ચ શિક્ષણમાં વંચિત વિધાર્થીનું પ્રમાણ જોઈએ તો અનુસૂચિત જાતિનું (એસ.સી.) પ્રમાણ 19.9 ટકા, અનુસૂચિત જનજાતિનું (એસ.ટી.) પ્રમાણ 14.2 ટકા છે (MHRD, 2016, p. iv). ભારતની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં એસ.સી./એસ.ટી. વર્ગનું વધતું પ્રમાણ પણ તેમના વિરુદ્ધ અભદ્ર વ્યવહાર કરવાનું મહત્ત્વનું કારણ બને છે. જેમ કે આઇ.આઇ.ટી., એન.આઇ.ટી., એઇમ્સ અને વિવિધ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા દલિત અને વંચિત સમાજના વિદ્યાર્થીને વિરુદ્ધ જ્ઞાતિ-ભેદભાવ રાખવામાં આવે છે. તેઓને અસમાન અને માનહાનિ પહોચે એવું વર્તન ભોગ બનતા હોય છે. મેરી થોરન્ટોનના (2010) મતે ભારત અને અમેરિકાની પાંચ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કર્યો- જેમાં જાણવા મળ્યું છે કે ઉચ્ચ શિક્ષણ પરિસરમાં જૂથોનું વિભાજન વધુ પ્રમાણમાં અને સર્વવ્યાપી છે. જેમાં ભેદભાવના મુખ્ય કારણો – જ્ઞાતિ, પ્રદેશ, ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા, વર્ગ અને લિંગ વગેરેના આધારે સ્પષ્ટ તફાવત જોવા મળે છે (Nayar, 2019). અન્ય ઉચ્ચ શિક્ષણનો અભ્યાસ, સેમસન ઓવિચેગન (2013) ભારતની મુખ્ય (Premier) વિશ્વવિદ્યાલયમાં દલિતોના અનુભવો વિશે અભ્યાસ કર્યો હતો. આ મુખ્ય વિશ્વવિદ્યાલયઓમાં પણ જ્ઞાતિ-વિભાજન આધારિત વ્યવહારની પ્રથા સદંતર ચાલુ છે. વિશ્વવિદ્યાલયનું વાતાવરણ જ દલિત અને બિન-દલિત વચ્ચેની વિભાજનની મજબૂતાઈથી જાળવણી કરે છે. જ્ઞાતિના પ્રગટ અને અપ્રગટ પ્રકારનો ભેદભાવગ્રસ્ત અનુભવો મુખ્ય વિશ્વવિદ્યાલયમાં થાય છે (Nayar, 2017).
થોરાત કમિટી (2016) દ્વારા એસ.સી. / એસ.ટી. વિદ્યાર્થી પર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઇન્સ (AIIM), દિલ્લીમાં થતા અલગ પ્રકારના વ્યવહાર અને વર્તન પર અહેવાલ તૈયાર કરવામાં આવ્યો. જેમાં, એ.આઇ.આઇ.એમ. (AIIM) દ્વારા કોઈ અંગ્રેજી શીખવા માટેના તાલીમ કોર્સ (Course) ચલાવવામાં આવતા નથી. 84 ટકા એસ.સી. / એસ.ટી. વિદ્યાર્થીઓ માને છે કે અંગ્રેજી માટે સામાન્ય કોર્સ ખોલવામાં આવે. 69 ટકા વિદ્યાર્થી એવું માને છે કે શિક્ષક દ્વારા આંતરક્રિયા બરાબર કરવામાં આવતી નથી. 72 ટકા એસ.સી. / એસ.ટી. વિધાર્થીઓ એવું માને છે કે ભણાવવામાં પણ ભેદભાવ કરવામાં આવે છે. 76 ટકા એવું માને છે કે સૈદ્ધાંતિક રીતે પેપરમાં ચકાસણી કરવામાં આવતી નથી. 88 ટકા એવું માને છે કે ધાર્યા ગુણ કે ટકા આપવામાં આવતા નથી. વ્યાવહારિક અને મૌખિક(Practical and Viva)માં ભેદભાવ રાખવામા આવે છે. 84 ટકા વિદ્યાર્થી એવું માને છે કે ઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થી કરતાં એસ.સી. વિદ્યાર્થીને શિક્ષકો દ્વારા ઓછો સમય આપવામાં આવે છે. 76 ટકા પરીક્ષક ‘કઈ જ્ઞાતિમાંથી આવો છો’ તેવું પૂછે છે. 84 ટકા વિદ્યાર્થીઓ એવું માને છે કે તેમનાં શ્રેણી (Grades) પર જ્ઞાતિની અસર પડે છે. 80 ટકા વિધાર્થીઓ એવું માને છે કે વર્ગખંડની દરેક કામગીરીમાં અલગ પ્રકારે વર્તન કરવામાં આવે છે. 50 ટકા વિદ્યાર્થી એવું માને છે કે છાત્રાલયના ખંડ આપવામાં કે બદલવામાં ઓરમાયું વર્તન રાખવામા આવે છે. ખાનગી ભોજનાલયમાં 76 ટકા એસ.સી. / એસ.ટી. વિદ્યાર્થીઓને બેસવાની જગ્યા પર મનાઈ કરવામાં આવે છે. આ સિવાય પણ રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ભેદભાવનો ભોગ એસ.સી. / એસ.ટી. વિદ્યાર્થીને કરવામાં આવે છે (Thorat, 2016). તેમ જ અનેક ભેદભાવ અને અસમાન વ્યવહારો રોજ બ રોજ એસ.સી. / એસ.ટી. વિદ્યાર્થી વિરુદ્ધ રાખવામા આવે છે. થોરાત પ્રમાણે એ.આઇ.આઇ.એમ.માં 2007થી 2011 વચ્ચે 14 આત્મહત્યાના બનાવ સામે આવ્યા છે. (Thorat, 2016a).
ઉચ્ચ શિક્ષણમાં લોકશાહીકરણ જોવા મળતું નથી. એસ.સી. / એસ.ટી. કુલપતિની વાત કરીએ તો, દેશની 46 કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાંથી ફક્ત એક ખુલ્લી (Open) કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં એસ.ટી. કુલપતિ છે. મધ્ય પ્રદેશમાં 19 વિશ્વવિદ્યાલયમાંથી ફક્ત એક જ એસ.સી. કુલપતિ છે. ઉત્તર પ્રદેશમાં 25 વિશ્વવિદ્યાલયમાંથી એક પણ વિશ્વવિદ્યાલયમાં એસ.સી. કુલપતિ નથી (Kumar, 2016). માહિતી અધિકારના કાયદા (Right to Information) દ્વારા જાણવા મળ્યું કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનએ (UGC) 2009-10 સુધીમાં ભારતની 24 કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં 1,688 પ્રોફેસરમાંથી ફક્ત 24 પ્રોફેસર અને 3,298 એસોસીએટ પ્રોફેસરમાંથી માત્ર 90 અનુસૂચિત જાતિના પ્રોફેસરોની જ નિમણૂંક કરવામાં આવી છે. જો ટકાવારીની વાત કરીએ તો, 2.73 ટકા પ્રોફેસરમાં અને 4.4 ટકા એસોસિયેટ પ્રોફેસરની જ ભરતી કરાઇ છે. ભારતીય બંધારણ પ્રમાણે 15 ટકા અનુસૂચિત જાતિ માટે અનામત છે પરંતુ અમલવારીમાં તફાવત જોવા મળે છે (Kumar, 2016). જેની પાછળ મહત્ત્વનું પરિબળ આભડછેટ છે. આજે પણ ભારતના દરેક રાજ્યમાં દલિત વિરુદ્ધ ભેદભાવ અને અસમાન વ્યવહાર કરવામાં આવે છે. દલિત અધિકાર અભિયાન દ્વારા મધ્ય પ્રદેશમાં સર્વે કરવામાં આવ્યો – 92 ટકા દલિત વિધાર્થીઓ પાણી જાતે ‘પી’ શકતા નથી. 70-79 ટકા લોકો પણ પાણીનો ઉપયોગ કરી શકતા નથી. આ 30 ગામનો 2,155 દલિત પરિવારનો અને 10,506 બધા જ પરિવારનો સર્વે કરવામાં આવ્યો હતો. 100 ટકા ગામમાં દલિતે સ્પર્શ કરેલ ખોરાક કે પાણી કોઈ લેતાં નથી. 80 ટકા ગામમાં વાળંદ દાઢી કે વાળ કાપતા નથી. 50 ટકા ગામમાં આધુનિક નામ દલિત બાળક રાખે તો માર મરવામાં આવે છે. 48 ટકા પરિવારને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડને સ્પર્શ કર્યા વગર અનાજ આપવામાં આવે છે. 31 ટકાને ત્રણ મહિનાથી રાશન મળેલ નથી[iv].
શૈક્ષણિક વર્ષ 2008માં 65 ટકા એસ.સી. વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં આવ્યા – જે હિન્દી અને પ્રાદેશિક ભાષા ધરાવતા વિસ્તારમાંથી આવતા હતા. જે સંખ્યા ઉચ્ચ જ્ઞાતિના વિદ્યાર્થીઓની 43 ટકા જ હતી. 52 ટકા વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારથી આવ્યા હતા. જેની તુલના ઉચ્ચ વિદ્યાર્થીની સંખ્યા 34 ટકા જ હતી. તે પરથી સાબિત થાય છે કે એસ.સી. વિદ્યાર્થીની સંખ્યા વધારે પછાત વિસ્તારમાંથી આવતાં હોવાથી તેમના માટે કોચિંગ ક્લાસ (Coaching Class) ખોલવામાં આવે (Thorat, 2016a) જેથી તેમનો ભાષા અને અભ્યાસ પર વધારે પકડ ઊભી થાય. દલિત વિદ્યાર્થીને આત્મવિશ્વાસ કેળવાય અને નકારાત્મક વિચારોથી દૂર રહે અને જે આત્મહત્યાના બનાવો સીમિત કરી શકાય.
1.2 વિદ્યાર્થી આંદોલન :
વિદ્યાર્થી આંદોલને વિદ્યાર્થીને લગતા પ્રશ્નોનાં સમાધાન માટે વિધાર્થીઓ દ્વારા સંચાલન અને પ્રતિનિધિત્વ કરવું અને તે વિધાર્થીઓના હિત માટે હોય છે. વિદ્યાર્થી આંદોલન ઉત્તમ સમાજની રચના કરવામાં મહત્ત્વનો ફાળો આપે છે. દુનિયામાં અનેક વિદ્યાર્થી આંદોલન થયેલ છે. જેમાં દક્ષિણ આફ્રિકાની ઐતિહાસિક બ્લેક વિશ્વવિદ્યાલયમાં (Black University) દરેક વિધાર્થીને મફત શિક્ષણ મળે અથવા ‘ફી’(Fees)માં ઘટાડો કરવામાં આવે એ ઉદેશ્યને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થી દ્વારા ‘ફી’ વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું. વર્ષ 2015-16માં સમગ્ર દેશમાં વિધાર્થીના નેતૃત્વના પ્રસરી ગયું. ‘ફી નાબૂદી આંદોલન’ (#FeesMustFall Movement) વિશ્વવિદ્યાલયમાં વધતાં જતાં ફી વધારા સામેનું વિદ્યાર્થી આંદોલન છે. ઉચ્ચ શિક્ષણ ખૂબ મોઘું છે જે સામાન્ય ગરીબ કાળા (Black) માનવીને પોષાય તેમ નથી. વિદ્યાર્થીઓની માંગણી હતી કે વિશ્વવિદ્યાલયનું ‘ડિકોલોનાઈજેશન’ (Decolonization) કરવામાં આવે અને અન્ય વિશ્વવિદ્યાલયમાં પ્રવર્તમાન જાતિ અને લિંગ આધારિત ભેદભાવ સામાન્ય કામદાર કે અન્ય સ્ટાફ વિરુદ્ધ ન રાખવામાં આવે. લગભગ નવ[v] વિશ્વવિદ્યાલયના અનેક વિદ્યાર્થીઓએ પ્રદર્શન કરીને માંગણીઓ કરવામાં આવી. અનેક વિદ્યાર્થીને કાઢી મૂકવામાં (Suspend) આવ્યા અને જે વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહેલા હતાં તેમની ઘરપકડ પણ કરવામાં આવી. રાજ્ય સત્તાના સૌજન્યથી બહોળા પ્રમાણમાં પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થી ઉપર હિંસા કરવામાં આવી (Langa, 2017, p. 6).
ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ દ્વારા ભાવ-વધારો અને મોંઘવારી સામે આંદોલન કર્યું હતું. જેને આપણે નવ-નિર્માણ આંદોલન તરીકે ઓળખીએ છીએ. આ આંદોલનની તા. 20ની ડિસેમ્બર 1973ના રોજ એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજને અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજના ભોજનાલયના બિલમાં રૂપિયા 70ના બદલે 100 રૂપિયા કરવામાં આવ્યા. વિદ્યાર્થી ભોજન બિલમાં થયેલા વધારાને પગલે નારાજ હતા. જેનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો. આ પ્રશ્ને વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત નવ નિર્માણની શરૂઆત થઈ. જેનાં મૂળમાં ગુજરાતમાં અનાજનો ભાવ-વધારો અને મોંઘવારીનો હતો. આંદોલનની અસર સમગ્ર ગુજરાતની સરકારી કોલજના ભોજનાલય પર થઈ. વિદ્યાર્થીઓનો વિરોધએ હિંસક રૂપ લીધુ. અને તેમના દ્વારા તોડફોડ શરૂ કરવામાં આવી. પી.ડબલ્યુ.ડી.નો સ્ટોર, કેન્ટીન સળગાવી અને ગૃહપતિ ઘરમાં જઈને અનેક[vi] ચીજ-વસ્તુઓ બહાર કાઢીને આગ લગાવી હતી. પરિસ્થિતી કાબૂમાં લેવા પોલીસની મદદ લેવાઈ. વિદ્યાર્થીઓની ધરપકડ કરી અને જેલ કરવામાં આવી. પરંતુ ત્યાર બાદ આંદોલને સરઘસ સાથે વેગ પકડ્યો. તે સમય દરમ્યાન જ વિદ્યાર્થીઓ દ્વારા ‘નવ નિર્માણ યુવક સમિતિ’ની રચના કરવામાં આવી. પરંતુ વિદ્યાર્થી આંદોલન આગળ જતાં રાજકીય રૂપ લીધું. જેની સમગ્ર ગુજરાતમાં અસર થઈ. ઉગ્ર આંદોલનના પગલે ચીમનભાઈની સરકારે રાજીનામું આપ્યું. વિદ્યાર્થી આંદોલનમાંથી રાજકીય સ્વરૂપના કારણે જમણેરી પરિબળો સક્રિય થયા અને તેમની સમાજમાં પકડ મજબૂત કરવાની શરૂઆત થઈ ગઈ હતી[vii] (Makwana, 2020).
ગૌરવ પઠાનિયા પ્રમાણે ઓસ્માનિયા વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી અલગ રાજ્ય માટેનું આંદોલન કરતાં હતાં. ઓસ્માનિયાએ અનેક વિદ્યાર્થી કાર્યકરોએ સંગઠિત થઈને ધરણાં, રેલી, ચર્ચા વગેરે અલગ તેલંગાણા રાજ્ય મેળવામાં માટે કર્યું હતું. વિશ્વવિદ્યાલયમાં સાંસ્કૃતિક પ્રતિકારે (Culture Resistence) અનેક વિદ્ધાનો બહાર આવ્યા. પ્રતિકાર આંદોલનમાં કળા, સંગીત, ભાષણો અને લખાણો- વિવિધ સ્વરૂપે પરિસરમાં વિધાર્થીની સક્રિયતા દેખાય છે (Pathania, 2018, p. 71). વિશ્વવિદ્યાલયના સામૂહિક વિદ્યાર્થી આંદોલન દ્વારા રાજકીય પરિવર્તન શક્ય બન્યું. પરંતુ લોકો ત્રણ જૂથમાં તેલંગાણાને જોવા માગતા હતા. એક સામાજિક તેલંગાણા, બીજું જૂથ લોકશાહિક તેલંગાણા, ત્રીજું, ભૌગોલિક તેલંગાણા – એમ વિવિધ વિચારધારા આધારિત અલગ પ્રકારના તેલંગાણાની માંગણી કરવા માગતાં હતાં. સામાજિક તેલંગાણાની માંગ કરી રહેલા અનેક વિદ્યાર્થી સંગઠન કે જે હૈદરાબાદની જાહેર વિશ્વવિદ્યાલયમાં શરૂઆતથી ગરીબ, વંચિત અને પછાત વિસ્તારમાંથી આવતા. તે વિધાર્થીઓ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવતા અને પોતાના પ્રશ્નોનું નિરાકરણ અને સામાજિક પરિવર્તન માટેના પ્રયાસો વિદ્યાર્થી સંગઠનના પોતાની ભૂમિકા ભજવતા હતા. જ્યારે અલગ રાજયની વાત આવી ત્યારે પણ અલગ રાજ્યમાં સર્વ-સમાન હોય તેવા નવા રાજ્યની કલ્પના સાથે આંદોલન કરતા. આ સિવાય પણ ઓસ્માનિયા વિશ્વવિદ્યાલયમાં અનેક વિદ્યાર્થી સંગઠનો સમાન પ્રશ્નો અને માંગણીઓ લઈને સાથે આવી સંયુક્ત ક્રિયા સમિતિ – ઓસ્માનિયા વિશ્વવિદ્યાલયનું (Joint Action Committee-Oshamania University) નિર્માણ કરેલ હતું. મારાં ક્ષેત્ર કાર્ય દરમ્યાન જોવા મળ્યું કે પણ તેલંગાણા સરકારની નીતિઓ વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠનો પ્રદર્શન કરી રહ્યા હતા. મુલાકાત દરમ્યાન એક મહત્ત્વની બાબત સામે આવી કે પરિસરમાં વિદ્યાર્થી પોતાની ઓળખ ઊભી કરી રાજકીય પાર્ટીનું સભ્યપદ પણ લઈ લે છે. રાજકીય પાર્ટીના નેતા તરીકે સ્થાપિત થવાનો પ્રયત્ન કરે છે. પરિણામે, વિદ્યાર્થી પ્રશ્નો બાજુમાં રહી જાય છે.
અન્ય એક કોમવાદનો ભોગ અધ્યાપક પણ થાય છે. રીટા બ્રજ પ્રમાણે દિલ્હીમાં વર્ષ 1970ના રોજ શ્યામલાલ કોલેજમાં મુસ્લિમ અધ્યાપકે હિન્દુ છોકરી સાથે લગ્ન કર્યા ત્યારે કોલેજ દ્વારા તેમણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓ ઉગ્ર ચળવળ કરી પછી અધ્યાપકને પરત શૈક્ષણિક સંસ્થામાં લેવામાં આવ્યા (Braz, 1973, p. 136). તેમ જ અનેક વિદ્યાર્થી આંદોલનો જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાં (JNU) પણ થયા છે. પ્રવર્તમાન સળગતા મુદ્દા જેવા કે વર્ગ, ધર્મ, જ્ઞાતિ, જાતિ અને પ્રદેશ વગેરે પ્રશ્નોને લઈને વિદ્યાર્થી સંગઠનો પોતાની ભૂમિકા ભજવે છે અને આંદોલનોને જ મુખ્ય કેન્દ્રબિંદુ માને છે.
દેશની વિશ્વવિદ્યાલયમાં કાઁગ્રેસ, ભા.જ.પ. અને અન્ય ઉચ્ચ જ્ઞાતિ પ્રભુત્વ ધરાવતી રાજકીય પાર્ટીના વિદ્યાર્થી સંગઠન જોવા મળે છે. જેવા કે નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI), અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP), સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI), ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોશિયેશન (AISA) વગેરે હતા. વિશ્વવિદ્યાલય પરિસરમાં ગાંધી, નેહરુ, ટાગોર, વિવેકાનંદ, માર્ક્સ, લેનિન, આઝાદ અને ભગતસિંઘ જ જોવા મળતા હતા. પરંતુ વંચિત વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણમાં વધારો થતાં, આજે વિશ્વવિદ્યાલયના પરિસરમાં આંબેડકર સ્ટુડન્ટ્સ એસોશિયેશન (ASA), બિરસા, આંબેડકર, પેરિયાર સ્ટુડન્ટ્સ એસોશિયેશન (BAPSA), દલિત સ્ટુડન્ટ્સ યુનિયન (DSU) અને આંબેડકર, ફુલે, પેરિયાર સર્કલ (APAS) અને બહુજન સ્ટુડન્ટ ફ્રન્ટ (BSF) વગેરે હાંસિયાના વર્ગ અને જ્ઞાતિથી પીડિત વિદ્યાર્થીને સામાજિક સન્માન સાથે તેમના પ્રશ્નો પણ ઉજાગર કરે છે. જેના પરિણામે, આંબેડકર, પેરિયાર, ફુલે અને બિરસા વગેરે દેશની વિવિધ વિશ્વવિદ્યાલય પરિસરની દીવાલ પર જોવા મળે છે (Kumar, 2016, p. 14). જે દલિત અને બહુજન વિધાર્થીને સામાજિક ઉન્નતિ અને પ્રેરણા પૂરી પાડે છે. વિવેક કુમારના (2016) મતે દલિત યુવાનોની જાગૃતિની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ જ્યારે મરાઠાવાડા વિશ્વવિદ્યાલયમાંથી આંબેડકર વિશ્વવિદ્યાલય નામ રાખવા માટે પણ નામાંતર આંદોલન થયું હતું (Kumar, 2016, p. 14). આવી જ રીતે હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં પણ દલિત યુવાનોમાં આવેલ જાગૃતિ દ્વારા વર્તમાન સમયમાં વિદ્યાર્થી આંદોલન એક પ્રતિક સ્વરૂપે બની રહ્યું છે.
1.3 હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનો અને રાજકારણ :
હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયની સ્થાપના બાદ વિદ્યાર્થી તટીય આંધ્રમાંથી (Coastal Andhra) અનેક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો અને સાથે વિવિધ વિદ્યાર્થી સંગઠનની સ્થાપના પણ થઈ. ઇ.સ. 1998 પહેલા ઉચ્ચ શિક્ષણના અભ્યાસ અર્થે વિદ્યાર્થી વિશ્વવિદ્યાલય પ્રવેશ મેળવતા તે દરમ્યાન અનેક વિદ્યાર્થી પ્રશ્નોના નિરાકરણ માટે ડાબેરી વિદ્યાર્થી સંગઠનો અને ઘર્મનિરપેક્ષ વિદ્યાર્થી સંગઠનોમાં જોડાયા. કેરલા અને કાશ્મીરના વિદ્યાર્થી યુનિવર્સિટીમાં પ્રવેશ ડાબેરીના અને લઘુમતીના મુદ્દાઓ બહાર આવ્યા. જેના પ્રશ્નો વિદ્યાર્થી સંગઠનોએ ઉઠાવ્યા હતા. સાયન્સ વિભાગમાં એ.બી.વી.પી.નું પ્રભુત્વ રહેતું. જેના લીધે અનેક વિદ્યાર્થીઓ દ્વારા આ વિભાગમાંથી આત્મહત્યા કરવામાં આવી. આંધ્ર પ્રદેશના દલિત વિદ્યાર્થી અને અન્ય વિધાર્થીની સંખ્યામાં વધારો થતાં, દલિતના વિદ્યાર્થી પ્રશ્નોને કોઈ બરાબર રજૂઆત કરવામાં આવતી નહોતી. તેથી 1998માં એ.એસ.એ.ની સ્થાપના કરવામાં આવી. કંચ્ચા ઇલેય્યાના કહેવા મુજબ એ.એસ.એ.માં અનેક ગોષ્ઠી સેમિનાર અને ચર્ચાનું આયોજન વારંવાર કરવામાં આવે છે. જેવા કે માનવ વિકાસ, આર્થિક ક્ષેત્રે સર્વાગી પરિવર્તન, સામાજિક પરિવર્તન, ગરીબી, અલગાવપણું, સ્ત્રી-પુરુષ સમાનતા, માનવ અધિકાર અને સ્વાતંત્ર્યતા વગેરે મુદ્દાને લઈને બધા જ વિદ્યાર્થી સમુદાયમાં વર્તમાન પરિસ્થિતિ પ્રત્યે સભાનતા ઊભી થઈ. તેમના કહેવા પ્રમાણે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય, દિલ્લી વિશ્વવિદ્યાલયમાં પણ આવા કાર્યક્રમો પ્રમાણમાં નહિવત કરવામાં આવે છે. આંબડેકર વિદ્યાર્થી સંગઠન ફક્ત દલિત દ્વારા જ ઊભું કરવામાં આવેલ સંગઠન છે. આ સંગઠન દ્વારા દેશને ઉત્તમ સંશોધકો આપ્યા છે. અમને પ્રશ્ન છે કે એ રાજકીય સત્તાધારીઓ અને એ.બી.વી.પી.ના વિધાર્થીઓ જે એ.એસ.એ.નો વિરોધ કરે છે. શું તેમની કોઈ એક પણ દલિત સંશોધક પેદા કર્યા છે. આંબેડકર વિદ્યાર્થી સંગઠન(ASA)ની સ્થાપના બાદ અનેક દલિત વિદ્યાર્થી અંગ્રેજી ચેનલ પર રાષ્ટ્રના પ્રશ્ને ચર્ચા દ્વારા પોતાનું અસ્તિત્વ ઊભું કર્યું છે. વિદ્યાર્થી સંગઠન એ.એસ.એ. દ્વારા ડોન્થા પ્રશાંતએ અને અન્ય વિદ્યાર્થીઓએ ઊભું કરેલ છે. અન્ય વિદ્યાર્થી સંગઠન આંબેડકર, ફુલે, પેરિયાર વર્તુળ, આઇ.આઇ.ટી., બેંગ્લોરમાં આવી રીતે વિદ્યાર્થીઓ પોતાનું અસ્તિત્વ ઊભું કરે છે, ત્યાં પણ રાજકીય દબાણ લાવી તેના પર પણ બંધન કરી દેવામાં આવ્યું હતું[viii]. આંધ્ર પ્રદેશમાં દલિતોમાં અનામત વિભાજનના શરૂઆત 1994માં થઈ ગઈ હતી. પરંતુ તેની અસર લાંબા સમયે દલિત વિદ્યાર્થીમાં પણ પડી. અનામતની અંદર અનામતના મુદ્દે માલા અને માડીગા જ્ઞાતિ વચ્ચે આંતરિક મતભેદ ઊભા થયા. ત્યાર બાદ દલિત વિદ્યાર્થી યુનિયનની (Dalit Student Union) શરૂઆત માડીગા સમાજ દ્વારા કરવામાં આવી. માલા વિદ્યાર્થીઓ એ.એસ.એ.માં વધારે સક્રિય હતા.
હૈદરાબાદ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં વિવિધતાના પ્રતિક રૂપે ભોજન ઉત્સવ(Food Festival)નું દર વર્ષેના અંતે આયોજન કરવામાં આવતું. તે વર્ષે પણ કરવામાં આવેલ હતું. એ.બી.વી.પી. દ્વારા મટનની (Matton) દુકાન જ્યારે એ.એસ.એ. દ્વારા બીફ(Beef)ની દુકાન લગાવવામાં આવી. પરિસરમાં સાંસ્કૃતિક વિવિધતા જોવા મળતી તે ધાર્મિક કટ્ટરવાદી જૂથોને ન ગમ્યું. 2002થી 2009 સુધી આવા કાર્યક્રમ ચાલતા રહ્યા. પરંતુ વિદ્યાર્થીકાળ કે રાજકીય સત્તા ન હોવાથી કંઈ પણ કરી શક્યા નથી. પરંતુ 2014 બાદ કેન્દ્રમાં બી.જે.પી. રાજકીય સત્તામાં આવી ત્યાર બાદ એ.બી.વી.પી. વિદ્યાર્થી સંગઠનમાં નવી તાકાત ઊભી થઈ હતી. જેના લીધે તેમણે દર વર્ષે ઉજવણી કરતાં તે ‘ભોજન ઉત્સવ’ વિરોધ કરેલ હતો. એ.બી.વી.પી. હિંદુત્વ રાષ્ટ્રવાદના નામે વિવિધતાનો પણ વિરોધ પ્રગટ કરી સંઘર્ષની પરિસ્થિતિ સર્જે છે. જેમ કે વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી, બિન-શૈક્ષણિક સ્ટાફ, શૈક્ષણિક સ્ટાફ વગેરે સમાન સામાજિક સંસ્કૃતિમાંથી આવતા નથી. એટલે દલિત અને લઘુમતી પોતાના અલગ વિવિધતા ધરાવતી અને અલગ ખાન-પાનની સંસ્કૃતિ છે. જેનો આપણે સન્માન કરવું જોઇએ નહીં કે વિરોધ. વધતાં જતાં પ્રભાવનાં પગલે વિદ્યાર્થી સંગઠન પોતાની રણનીતિ બદલી એસ.એફ.આઇ. વિદ્યાર્થી સંગઠન અને એ.એસ.એ. સમાન મુદ્દે સાથી આવી એ.બી.વી.પી. અને બીજા વિદ્યાર્થી સંગઠન વિરુદ્ધ ચૂંટણી લડતા.
ભાગ 2 : રોહિત વેમુલા અને આત્મહત્યા
2.1 ઘટનાક્રમ : વિશ્વવિદ્યાલયમાંથી દલિત વિધાર્થીઓના સામાજિક બહિષ્કારની પ્રક્રિયા :
ભારત વિવિધતા ધરાવતો દેશ છે. અલગ-અલગ ધર્મના લોકો વસે છે. દેશની બંધારણીય જોગવાઈ મુજબ યાકુબ મેમણને ફાંસી આપવામાં આવી હતી. પરંતુ માનવ અધિકારની દૃષ્ટિએ જોઇએ તો કોઇ પણ નાગરિકને ‘ફાંસીની સજા’ (Capital Punishment) એ યોગ્ય નથી. વિશ્વમાં ઘણા દેશમાં આજે ફાંસીની સજા નાબૂદ કરવામાં આવી છે. કારણ કે માણસ વ્યક્તિને જીવન આપી શકતો નથી તો તેના જીવનને લઈ લેવાનો અધિકાર નથી. માટે એચ.સી.યુ.માં તા. 30 જુલાઈ 2015ના રોજ અંતિમ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં એ.એસ.એ પણ ભાગ લીધો હતો. એ.બી.વી.પી.એ વિરોધ કર્યો કે આ કોઈ સેમિનાર કે મિટિંગ નથી. પરંતુ એ.એસ.એનું માનવું હતું કે કોઈપણ નાગરિકને ફાંસીની સજા ન થતી જોઇએ. તેની બંધારણીય જોગવાઈ કરીને નાબૂદ કરવી જોઈએ. તેમનો મત ફાંસીની સજા વિરુદ્ધ હતો. કોઈ ઘર્મ કે જ્ઞાતિના નાગરિકના સમર્થનમાં હતો જ નહીં.
અન્ય કારણે એ.એસ.એ એ 2015માં દિલ્હી વિશ્વવિદ્યાલયની કીરોરીમલ કોલેજમાં નકુલસિંહ સાહનીની દસ્તાવેજી ફિલ્મ (Documentary Film) ‘મુજફ્ફરનગર અભી બાકી હૈ’ બતાવવાની હતી. પરંતુ એ.બી.વી.પી.ના વિરોધ અર્થે પ્રસારણ બંધ રહ્યું. ફિલ્મ બતાવવાના સમર્થનમાં એ.એસ.એ હતા. જેના લીધે બંને વિદ્યાર્થી સંગઠન વચ્ચે તણાવ વધતો જતો હતો. ભારતની દિલ્હી વિશ્વવિદ્યાલયમાં ‘રામ’ પર સેમિનાર બાબતે ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંધે (NSUI) વિરોધ કરેલ હતો. આવી જ રીતે એ.એસ.એ એ દસ્તાવેજી ફિલ્મ સંદર્ભે એક સમર્થન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ ઘટનાના વિરોધમાં એ.બી.વી.પી.ના પ્રમુખ સુશિલકુમારે ફેસબુક (FB) પર એ.એસ.એના સભ્ય વિરુદ્ધ ‘ગુંડાઓ’ (Goons) આવું લખ્યું હતું. ત્યાર બાદ એ.એસ.એમાં અસંતોષ ઊભો થયો. સુશિલ કુમારના (ABVPનો સભ્ય) પ્રમાણે તા. 3-4 ઓગસ્ટ 2015ના રોજ એ.એસ.એના સભ્યોએ તેના રૂમ પર આવીને મારપીઠ કરી હતી અને ધમકી પણ આપી હતી. પરંતુ સત્ય અલગ હતું. તા. 5 ઓગસ્ટ 2015ના રોજ સિક્યોરિટી ઓફિસર(દિલીપ સિંઘ)ના અહેવાલ મુજબ એનેક્ક્ષી હોસ્ટેલની સામે સુશિલકુમારથી 50 ફૂટ દૂર એ.એસ.એના 30 વિધાર્થીઓ ઊભા હતા. તો પણ સુશિલકુમાર ખોટા કારણસર હોસ્પિટલમાં પણ દાખલ થઈ ગયો. અને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં એ.એસ.એ વિરુદ્ધ ફરિયાદ નોધાવી. આ બાબતે વિશ્વવિદ્યાલયમાં તપાસ સમિતિની રચના કરવામાં આવી. તા. 12 ઓગસ્ટ 2015ના રોજ આ પ્રોક્ટોરિયલ બોર્ડ(Proctorial Board)ના અહેવાલ મુજબ ‘માર-પીટનો કોઈ સાચો દસ્તાવેજ મળતો નથી’. વિદ્યાર્થી સંગઠન એ.બી.વી.પી.ના સભ્યો ભા.જ.પ.ના નેતા પાસે ગયા અને યુનિવર્સિટીની ગતિવિધિ વિશે જાણ કરી તેમ જ હસ્તક્ષેપ કરવા જણાવ્યું. ત્યાર બાદ તા. 17 ઓગસ્ટ 2015ના રોજ બંદરું દત્તાત્રેયએ (BJP-MP) સ્મૃતિ ઈરાનીને (MHRD) પત્ર લખ્યો અને કહ્યું જ્ઞાતિગત પૂર્વગ્રહ, અતિવાદી અને દેશ વિરોધી રાજકારણ વિશ્વવિદ્યાલયમાં ચાલે છે એવા ખોટા આક્ષેપ કરવામાં આવ્યા. તેમને વિશ્વવિદ્યાલયને પત્ર લખવા જણાવ્યું ત્યાર બાદ માનવ સંશાધન વિકાસ મંત્રાલયના (MHRD) આ મુદ્દે હસ્તક્ષેપ કરવામાં આવ્યો. એમ.એચ.આર.ડી.ના દબાણ વશ થઈને તા. 31 ઓગસ્ટ 2015ના પ્રોક્ટોરિયલ બોર્ડના બીજા રિપોર્ટ મુજબ સુશિલ કુમાર સાથે મારપીટ કરવામાં આવી, તેવું જાહેર કરવામાં આવ્યું અને એક સત્ર (Semester) માટે વિદ્યાર્થીઓને બાકાત (Suspend) કરવામાં આવ્યા હતા. જેમાં, ડોન્થા પ્રશાંત, રોહિત વેમુલા, પી. વિજય અને એસ. ચેમુદુગુન્ટા – મુખ્ય હતા. પરંતુ પ્રથમ પ્રોક્ટોરિકલ બોર્ડના રિપોર્ટમાં મારપીટ નથી તેવું સાબિત કર્યું હતું. ત્યારે બાદ એમ.એચ.આર.ડી.ના પત્ર બાદ બીજા અહેવાલ બાદ ચાર દલિત વિધાર્થીને સસ્પેન્ડ કરવામાં આવે છે. તા. 3 સપ્ટેમ્બર 2015ના રોજ મહત્ત્વની (VIP) નોંધ (Reference) બંદારૂ દત્તાત્રેયએ એચ.સી.યુ.ના રજીસ્ટારને પત્ર (Mail) લખી દબાણ કરે છે. ત્યાર બાદ તા. 8 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રોક્ટોરિયલ બોર્ડના રિપોર્ટની અમલવારી કરતો પત્ર લખી ચાર દલિત વિદ્યાર્થીને હોસ્ટેલ, અભ્યાસ કાર્ય, વર્ગખંડમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવે છે.
બીજા દિવસે, તા. 9 સપ્ટેમ્બર 2015 રોહિતની ફેસબુક પોસ્ટમાં લખે છે કે, ‘મારા બધા જ મિત્રો, આંબેડકરવાદીઓ અને કોમરેડ્સ, હું ખુશી સાથે કહું છું કે મને એક સત્ર માટે વિશ્વવિદ્યાલયમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો કારણે હું એ.બી.વી.પી. અને આર.એસ.એસ. સમર્પિત વ્યવસ્થા વિરુદ્ધ પોતાનો અવાજ રાખતો હતો. હું ખુશી સાથે કહું છું કે હું ભયભીત નથી. તમારી પાસે સમય હોય તો તેમના વિરુદ્ધના પ્રતિકાર માટે અમને મદદ કરો. વહીવટી મકાન સામે સાંજે 7 વાગે’[ix] (Sukumar, 2016, p. 452). રોહિત પોતાના સંદેશમાં વહીવટી તંત્ર સામેના વિરોધની હાકલ કરે છે. ત્યારબાદ તા. 10 સપ્ટેમ્બર 2015ના રોજ એ.એસ.એ.ના સામાન્ય સચિવ (General Secretary) દ્વારા કુલપતિને (Vice Chancellor) પત્ર લખી બાકાત કરાયેલા વિધાર્થીનું સસ્પેન્સન (Suspension) પાછું લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી અને આવી પરિસ્થિતિમાં રોહિત વેમુલા પણ તા. 11 સપ્ટેમ્બર 2015ના રોજ સસ્પેન્સન દૂર કરવા ફેસબૂક પર પોસ્ટ લખે છે. “આજે કેસરિયાની ચાદર આપણાં અંતરાત્મા વિસ્તાર પામી છે. આ નિર્માણ થયેલ પરિસ્થિતિના લીધે અજવાળું દેખાતું નથી. પરંતુ એ સત્ય છે કે લાલ સૂર્ય વાદળી આકાશમાં ચળકશે ત્યારે કેસરિયાનું અંધારું ભવિષ્યમાં મૃત્યુ પામશે[x]” (Sukumar, 2016, p. 451). તેના કહેવા મુજબ લાલ સલામ અને નીલ સલામ – બંને જ એક માત્ર ચાવી છે જે કેસરિયા વિચારધારાનો પગપેસારાને ઘટાડવા ઉપયોગી બનશે. જે રોહિતની કલ્પના સાર્થક કરવા જો વંચિત સમુદાયને સમાન રૂપે સન્માન, વિશ્વાસ અને નિસ્બત સાથે કાર્યની વ્યૂહરચના અને પડકારમાં પણ ભેગા કરવામાં આવે તો તેની કલ્પના શક્ય બનશે (Sukumar, 2016, p. 457). પરિણામે, તા. 11 સપ્ટેમ્બરે 2015ના રોજ સસ્પેન્ડ વિદ્યાર્થીઓનું સસ્પેન્સન પાછું લઈ લે છે. ત્યાર બાદ કુલપતિ (Vice Chancellor) નવી સમિતિનું ગઠન કરે અને તપાસના આદેશ આપવામાં આવે છે.
ત્યાર બાદ એચ.સી.યુ.માં નવા કુલપતિની નિમણૂંક કરવામાં આવી. તેમ જ તા. 23 સપ્ટેમ્બરે વાય.એ. સુધાકર રેડ્ડી, વિશ્વવિદ્યાલયની સમિતિના ચેરમેન તપાસ સમિતિને તપાસ પૂર્ણ કરવા કરવા વિશ્વવિદ્યાલયને પત્ર લખે છે. પરંતુ તા. 24 સપ્ટેમ્બર 2015, એમ.એચ.આર.ડી.માંથી બીજો વખત પત્ર વિશ્વવિદ્યાલયને લખે છે અને એવો ઉલ્લેખ કરે છે કે દેશ વિરોધી (Anti-National) ક્રિયા અને સુશીલ કુમાર પરના હુમલા પર કાર્યવાહી કરવા દબાણ કરે છે. આવા પત્ર વિશ્વવિદ્યાલયમાં તા. 6 ઓગસ્ટ, 2015, તા. 20 ઓગસ્ટ 2015 અને તા. 19 ઓગસ્ટ 2015 એમ અલગ-અલગ સમયમાં ચાર પત્ર કુલપતિને એમ.ડી.આર.સી. દ્વારા મોકલાવે છે. જે સિકંદરાબાદના સાંસદ સભ્ય (MP) પ્રધાનના કહેવા મુજબ આ પત્ર એમ.એચ.આર.ડી. તરફથી આવે છે. તા. 5 નવેમ્બર 2015ના રોજ રોહિત વેમુલા પોતાના પર થયેલ આક્ષેપ ખોટા છે. તેવો પત્ર પોલિસ સબ-ઇન્સ્પેક્ટર લખે છે. તા. 1 નવેમ્બર 2015માં વિશ્વવિદ્યાલય વિરોધમાં હાઇ કોર્ટમાં જાહેરહિતની અરજ કરે છે.
તા. 23 અને 24 નવેમ્બર 2015ના રોજ કુલપતિ(VC)ની કારોબારી પરિષદનો (પેટા સમિતિ) (Sub-Committee of Executive Council) અહેવાલ તેમ જ તા. 17 ડિસેમ્બરે ગૃહપતિએ (Warden) પત્ર લખી રોહિત વેમુલાએ 9482 રૂપિયા ભોજનલયના (Mess) બાકી રકમ ભરવા જણાવ્યું. પરંતુ છેલ્લા 7 મહિનાથી યુ.જી.સી. (University Grant Commision – UGC) ફેલોશિપમાં સુપરવાઈઝર સહી ન કરતાં ફેલોશિપ મળી ન હતી. આ ફેલોશિપ દ્વારા રોહિત વેમુલાનું ઘર અને અભ્યાસનો ખર્ચ ચાલતો હતો. તા. 16 ડિસેમ્બર 2015ના રોજ ઇ.સી. સમિતિ (EC Committee) દ્વારા પાંચ વિદ્યાર્થી જેમાં, ડોન્થા પ્રશાંત, રોહિત વેમુલા, વિજય કુમાર, એસ. ચેમુકુગુન્ટા અને વી. સુકન્યા મુખ્ય વિદ્યાર્થીને બાકાત (Suspend) કરવામાં આવ્યા. જેમાં હોસ્ટેલ, વિદ્યાર્થી ચૂંટણી અને વહીવટી કાર્ય દખલગીરી કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો (Chukka, 2016). ત્યારે તા. 18 ડિસેમ્બર 2015ના રોજ રોહિત વેમુલાએ કુલપતિને પત્ર લખી કહ્યું કે ‘દલિત વિદ્યાર્થીને વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ દરમ્યાન 10 મિલિગ્રામ સોડિયમ ઓકસાઈડ આપી દેવો જોઇએ અને જ્યારે પણ આંબેડકર વિશે વાંચવાનું વિચારે ત્યારે ‘પી’ને મરી જાય અથવા ફાંસીનું દોરડું આપી દે તો લટકીને મરી જાય’. શું દલિત વિદ્યાર્થીને આંબેડકર વિશે વાંચવાનો કોઈ અધિકાર નથી. વહીવટી તંત્ર દ્વારા આંબેડકરની લડત આગળ લઈ જતાં વિદ્યાર્થી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. તેમણે આંબેડકરી પ્રવૃત્તિ કરતાં રોકવા વિશ્વવિદ્યાલયમાંથી બાકાત (Suspend) કરવામાં આવે છે. એક ઘટના સમયનો એક ફોટોગ્રાફ પ્રમાણે, તા. 4 જાન્યુઆરી 2016 વિશ્વવિદ્યાલયના પરિસરમાં સસ્પેન્ડેડ વિદ્યાર્થીઓ રોહિત અને બીજા મિત્રો છાત્રાલયમાંથી ચાલતા સાથે પથારી કરવા માટેની સેતરંગી, થોડાં પુસ્તકો અને આંબેડકરના ફોટો સહિતની તાકાતનો સ્રોત લઈને સામાજિક માળખાની સામે લડવાના આત્મ વિશ્વાસ સભર થઈને નીકળ્યા (Sukumar, 2016). આ મોટો સંદેશ સ્પષ્ટ અને ચોક્કસ દેખાતો હતો. વિશ્વવિદ્યાલયના વહીવટી તંત્રનું અ-લોકશાહીકરણનાં પગલાં વિરુદ્ધ બધા જ આંબેડકરવાદીઓ સંઘર્ષ અને સરઘસ સાથે લડવાની તૈયારનું આહ્વાન પણ થઈ ગયું હતું. તે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે ઝૂકીને નહિ પણ અન્યાય વિરુદ્ધ સંઘર્ષ માટે તૈયાર હતા.
દલિત વિદ્યાર્થીઓને સામાજિક, રાજકીય અને બીજો કોઈપણ પ્રકારનો સંપર્ક પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. પાંચ વિદ્યાર્થીઓને વેલીવાડાની[xi] છાવણીમાં આશ્રયસ્થાન હતું. ઘણાબધા વિદ્યાર્થીઓ સમાન પ્રશ્ન સામે મદદ કરતા હતા. તા. 17 જાન્યુઆરી 2016ના સાંજે પાંચમાંથી એક વિદ્યાર્થી છોડીને જતો રહ્યો. તેણે આત્મહત્યા કરી અને સાથે મૃત્યુ પહેલાંનો એક છેલ્લો પત્ર લખીને ગયો. જે સમગ્ર ગેરબંધારણીય વ્યવસ્થા માટે એક સંદેશ હતો.
2.2 રોહિત વેમૂલાની કૌટુબિક પરિસ્થિતિ અને રોહિતનો છેલ્લો પત્ર :
રોહિત વેમુલાની મૂળ આંધ્રપ્રદેશ રાજ્યના ગુન્તુર જિલ્લાનો વતની છે. તે જમીન વિહોણા પરિવારમાંથી આવે છે. તેમની માતા અનુસૂચિત જાતિમાંથી અને પિતા ઓ.બી.સી. પછાત જ્ઞાતિ (Other Backbard Clasess)માંથી આવે છે. તેમનો પુત્ર રોહિત વેમુલાના મૃત્યુ બાદ ચર્ચાનો મુખ્ય મુદ્દો એ હતો કે રોહિત એસ.સી .છે કે ઓ.બી.સી.? પરંતુ લગ્ન બાદ રોહિતના માતા અને રોહિત છેલ્લાં 10 વર્ષથી વધારે સમય પિતાથી અલગ ગુન્તુર જિલ્લામાં રહે છે. તેમના એક મિત્રના કહેવા મુજબ રોહિતનાં માતાને ઓ.બી.સી. કુટુંબે દત્તક લીધાં હતાં. પરંતુ ત્યાં પણ રોહિતનાં માતાને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યાં હતાં. બાકીનાં તમામ રક્ત સંબધિત બાળકોને શિક્ષણ અપાવેલ હતું. તેમ જ લગ્ન બાદ પણ તેમણે ધાર્મિક ઉત્સવ વખતે પિયરમાં બોલવાતાં પણ ત્યાં પણ ફક્ત ઘરનાં કામકાજ માટે જ તેમનો ઉપયોગ કરવામાં આવતો હતો. પરિણામે રોહિતે પણ છેલ્લા ઘણા સમયથી ઓ.બી.સી. કુટુંબના ઘરે જવાનું બંધ કરી દીધું હતું. જો કે પિતા ઓ.બી.સી. જ્ઞાતિના હોવા છતાં રોહિતનાં માતા જોડે વારંવાર આભડછેટ લાગે છે તેવું વર્તન કરતાં હતાં. કુટુંબમાં અનેક વખત અણબનાવ અને બાલોચાલીના લીધે પિતાથી દૂર અલગ રહેતા હતા. માટે જ રોહિતને ગુન્તુર જિલ્લામાં હંમેશાં દલિત તરીકેનું જીવન જીવવા મળ્યું હતું.
તા. 17મી જાન્યુઆરી 2016ના રોજ હૈદરાબાદ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં રોહિત વેમુલાએ આત્મહત્યાની ઘટના બાદ સમગ્ર દલિત સમાજ અને દેશના યુવાનોમાં ભારે આક્રોશ પ્રવર્ત્યો હતો. રોહિત વેમૂલાએ છેલ્લો પત્ર આત્મહત્યા થોડા સમય પહેલાં લખેલો હતો. જેમાં લખ્યું હતું કે “મને કોઈના માટે ફરિયાદ નથી. સમસ્યા તો મને પોતાની સાથે જ હતી. પણ મારા શરીર અને આત્મા વચ્ચે ખાઈ વધી રહ્યાનું હું અનુભવી રહ્યો હતો. અને હું રાક્ષસ બની ગયો હતો. મારે તો હંમેશાં લેખક બનવું હતું. કાર્લ સગાન જેવા વિજ્ઞાન લેખક બનવું હતું મારે. પણ આખરે લખી લખીને મેં છેલ્લે તો લખ્યો માત્ર આ પત્ર”[xii]. આત્મા (Soul) અને શરીર (Body) વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે. તો જેમાં અંતર વધે તો માનવી વ્યાકૂળ બની જાય છે. રોહિતની ઈચ્છા લેખક બનવાની હતી. પરંતુ આ અંતર વધવાના કારણે પત્ર જ લખી શક્યો હતો. તેના અનુભવોની માહિતી આપતા આગળ તે કહે છે કે “આપની અનુભૂતિઓ પરોક્ષ અને કૃત્રિમ (Second Handed) છે. આપનો પ્રેમ કૃતક છે. આપણી માન્યતાઓ પક્ષપાત અને પૂર્વગ્રહોથી રંગાયેલી છે … માણસની મૂલ્ય એની ઓળખ પરથી થઈ છે. માણસમાત્ર, માણસમાત્રની ઓળખ, ચૂંટણીના એક મત, એક વસ્તુમાં ફેરવાઇ ગયાં છે. માણસને ક્યારે ય વિચાર તરીકે ગણવામાં આવ્યો નથી … અભ્યાસમાં, શેરીમાં, રાજકારણમાં, જીવનમાં અને મોતમાં– એમ દરેક ક્ષેત્રમાં એને કદાચ એ માત્ર એક વસ્તુ જ ગણાયો છે[xiii]”. તે ‘આપણી અનુભૂતિઓ’ એ સમાજના સંદર્ભમાં કહે છે. જે હંમેશાં તટસ્થ હોતી નથી. ફક્ત ભૌતિક વસ્તુમાં જ માનવીની ઓળખાણ સીમિત થઈ જાય છે. માણસ માણસ જ છે – એવી રીતે તેને જોવામાં કે ગણવામાં આવ્યો જ નથી. માનવી જન્મ લે છે ત્યારે જે માનવી જ હોય છે પણ સમાજ દ્વારા ચોક્કસ મૂલ્યવાળી વ્યવસ્થાના બંધનોમાં બાંધી દેવામાં આવે છે. તેના મત પ્રમાણે “મારો જન્મ એક જીવલેણ અકસ્માત છે. બાળપણમાં જેની કોઈએ નોંધ સુધ્ધાં પણ લીધી હોય એવો બાળક હું છું”[xiv]. જ્ઞાતિ અને વર્ગના વાડાના કારણે વંચિત સમાજના બાળકનું બાળપણ પણ વેદના અને કષ્ટથી ભરેલું હોય છે. સામાન્ય બાળક જેવાં બાળપણમાંનું કશું જોયું નથી. તેના કહેવા મુજબ “આ પળે હું અપમાનિત કે દુ:ખી નથી. હું માત્ર ખાલીખમ છું. ખુદની બાબતમાં નિર્લેપ છું. એ કરુણતા છે, અને એટલા માટે હું આ કરી રહ્યો છું … મૃત્યુ પછીની વાતો, ભૂત, પિશાચને એવા બધામાં હું માનતો નથી. જો મને કશામાં વિશ્વાસ હોય તો એમાં છે કે હું આકાશના તારા સુધી પહોચી શકું. બીજા વિશ્વ વિષે હું જાણું છું”[xv]. એક વ્યક્તિ ખાલીખમ ત્યારે જ બને કે જ્યારે તે સમાજથી પર જવા વિચારતો હોય. તો પણ કોઇ પણ વ્યક્તિ અને જૂથને તે જવાબદાર ગણતો નથી. અવસાન બાદ પણ ધાર્મિક ક્રિયા-કાંડ કે અંધ-શ્રદ્ધામાં જરા ય વિશ્વાસ નથી. તે એક નવા વિશ્વની કલ્પના કરે છે.
તેણે કહ્યું કે “મારી સાત મહિનાની ફેલોશિપ તરીકે મારે એક લાખ પંચોતર હજાર રૂપિયા મેળવવાના બાકી છે. આ રકમ જો તમે મારા પરિવારને આપવી શકતા હો તો મેળવી આપજો. મારો દોસ્ત રામજીને ચાળીશ હજાર રૂપિયા આપવાના છે. એણે એ પાછા ક્યારે ય માગ્યા નથી પણ ફેલોશિપની રકમમાંથી એણે એ ચૂકવી દેજો”[xvi]. નૈતિકતાથી ભરેલું આ વાક્ય છે. છેલ્લા પત્રમાં પણ મિત્ર પાસે ઉધાર લીધેલા રૂપિયા પાછા આપવાની વાત કરે છે. દલિત વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણમાં હોય તો પણ તેના માથે દેવું થઈ જાય છે. બીજી તરફ, ફેલોશિપ હોવા છતાં તેનો લાભ તેને મળતો નથી. જ્યારે દલિતને ફેલોશિપ મળે છે તેનો ઉપયોગ પરિવારના આર્થિક બોજો દૂર કરવા થાય છે. એક દલિત વિદ્યાર્થી તરીકે ઉચ્ચ અભ્યાસ સુધી પહોચવું એ પણ એક સંઘર્ષની નિશાની છે.
છેલ્લે, તેના કહેવા મુજબ“મિત્ર ભાઈ ઉમા, તારો ઓરડો આપધાત માટે વાપરવા બદલ માફ કરજે. એ.એસ.એ.(આંબેડકર સ્ટુડન્ટસ અસોસિએશન)ના સાથીઓ, તમને હતાશ કરવા બદલ માફી ઇચ્છું છું. તમે મને પ્રેમ આપ્યો છે. તમને હું ભવિષ્ય માટે શુભેચ્છા આપું છું. એક છેલ્લી વાર – જય ભીમ … આ મારો નિર્ણય છે અને તેના માટે હું એકલો જ જવાબદાર છું. મારા ગયા પછી મારા મિત્રો અને દુ:શ્મનોને પરેશાન પણ કરશો”[xvii]. પોતે મૃત્યુ કરવા જે રૂમ વાપરે છે તેના માટે પણ દિલગીરી વ્યકત કરે છે. એ.એસ.એ.નો એક ભીમ સૈનિક જાય ત્યારે ચોક્કસ હતાશા પ્રવર્તે છે. પરંતુ એણે આપેલ છેલ્લો જય ભીમનો નારા પછી એક નવી ઉર્જાનો સંચાર કરે છે. તેને પત્રમાં તો મિત્રો અને દુ:શ્મનોને માફ તો કરી દીધા પરંતુ આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર સામે લડત આપવામાં ભારતના યુવાનો અને ખાસ કરીને દલિત સમાજ પીછેહઠ નહિ કરે. આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે કે જ્યાં સુધી જ્ઞાતિ અને વર્ગમાં ભેદભાવ સદંતર દૂર સમાજમાંથી વિલય ન થાય ત્યાં સુધી જંપીશું નહિ. જેની શરૂઆત વિધ્યાવિદ્યાલયમાં લાંબા સમયથી થઈ ચૂકી છે.
રોહિતનાં માતાના કહેવા પ્રમાણે, ‘હું ગર્વ સાથે મારા ગામમાં કહેતી હતી કે મારો છોકરો હૈદરાબાદ વિશ્વવિદ્યાલયમાં પીએચ.ડી. કરે છે. મૃત્યુના બીજા દિવસે તે કહે છે કે, આજે હું મારા છોકરાનું મૃત શરીર લેવા આવી છું. તેના ફેસબુકનો ફોટો જોઈએ તો, રોહિત સાથે તેના માતા સિલાઈ મશીનનું કામ કરી રહ્યાં હતાં. મજૂરીકાર્ય દ્વારા ઘરનું નિર્વાહ ચાલતો હતો. જ્યારે રોહિતને ફેલોશીપ મળે ત્યારે એ પરિવારમાં મદદ કરતો હતો’ (Sukumar, 2016, p. 453). દલિત વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણ મેળવવા ખૂબ સંઘર્ષ કરવો પડે છે. જ્ઞાતિના બંધનોનો પણ સામનો કરવો પડે છે.
ભાગ 3 : લડત અને સામાજિક ન્યાય
3.1 સામાજિક ન્યાય માટે સંયુક્ત ક્રિયા કમિટીની રચના (Joint Action Committee for Social Justice – JAC) :
પાંચ દલિત વિધાર્થીના સસ્પેન્સન બાદ અલગ સંગઠનો સમાન મુદ્દે હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનોએ ‘જોઇન્ટ એક્શન કમિટી ફોર સોશિયલ જસ્ટિસ’ની (JAC) રચના કરવામાં આવી. સર્વાનુમતે એ નક્કી થયું કે સસ્પેન્સન મુદ્દે વિશ્વવિદ્યાલય સામે સંવાદ જે.એ.સી. કરશે. વિશ્વવિદ્યાલયના સામાજિક રીતે બહિષ્કૃત થયેલા દલિત વિદ્યાર્થીઓના ન્યાય માટે સંઘર્ષ કરી રહ્યાં છે. જે.એ.સી. દ્વારા સામાજિક ન્યાય માટે વિશ્વવિદ્યાલય સંપૂર્ણ રીતે બંધ માટે એલાન કરવામાં આવ્યું. એચ.સી.યુ.માં સર્વત્ર સામાન્ય હડતાળનો પહેલો દિવસ હતો. જેમાં, હજારો વિદ્યાર્થીઓ સહભાગી થયેલા જોવા મળ્યા. જે આ સમિતિની મોટી સફળતા હતી. વહીવટી વિભાગની બિલ્ડીંગ સંપૂર્ણ બંધ હતી સાથે અલગ-અલગ સ્કૂલ અને ડિપાર્ટમેન્ટ પણ બંધ રહ્યા. તા. 20 જાન્યુઆરી 2016એ જે.એ.સી. દ્વારા જાહેર કર્યું હતું કે આ હડતાળ બધી માંગણીઓ માટેની બેઠક નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે. વિશ્વવિદ્યાલયના સફાઈકર્મીઓ પણ હડતાળમાં જોડાયા હતા. આંદોલનની એકતા માટે શિક્ષકો અને અન્ય કર્મચારીઓ પણ વિશાળ સંખ્યામાં જોડાયા હતા. હજારથી વધારે જેટલા વિધાર્થીઓ દ્વારા દક્ષિણ પરિસરને (South Campus) બંધ કરવા માટે નારા, સૂત્રો, સંઘર્ષનાં ગીતો ગાઇ અને સંગીત વગાડીને આક્રોશ સાથે સ્થળ બંધ કરવામાં આવ્યું હતું. રોહિતના મૃત્યુ બાદ ભૂખ હડતાળ પણ સતત ચાલી રહી હતી. જે ભૂખ હડતાળનો ત્રીજો દિવસ હતો. વિશ્વવિદ્યાલયમાં ક્યારે ય અંત ના આવે એવી રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં, વિશ્વવિદ્યાલય મેદાનમાં 1,500થી વધારે વિધાર્થીઓ કૂચ-ગીત ગાઈ રહ્યા હતા. શિક્ષણ શાખાના શિક્ષકો પણ ખરીદી બજારના (Shopping Complex) કોમ્પ્લેક્ષથી વિશ્વવિદ્યાલયના ગેસ્ટ હાઉસ (University Guest House) સુધી રેલી ચલાવી રહ્યા હતા. આ રેલીના જાણ થતાં વિશ્વવિદ્યાલયના સમગ્ર વહીવટી વિભાગ, કુલપતિ વિશ્વવિદ્યાલયમાંથી જતાં રહ્યા હતા. અન્ય એ આઘાતજનક બાબત હતી કે કુલપતિ પર સેક્શન IPC 306 હેઠળ (ખૂન કરવામાં મદદ કરવાના) ગૂના હેઠળ FIR કરવામાં આવી અને એસ.સી. / એસ.ટી. અત્યાચાર અટકાયત ધારો (Prevension of Atrocities Act) લગાવવામાં આવ્યો હતો. છતાં, તેમને ઘણા લાંબા સમય સુધી કેદ કરવામાં આવ્યો નહીં. પણ હકીકતમાં તે ઈમેલ (Email) લખે છે અને યૂટ્યૂબ (Youtube) વીડિયો પોતાના જ ઇન્ટરવ્યુ દ્વારા પોસ્ટ કરે છે. આજે ખાસ કરીને, તેણે જાહેરમાં કેમ્પસના સમુદાય માટે અપીલ લખી હતી કે જ્યાં તેણે વર્ણવ્યું છે કે ‘આવા બનાવો ભવિષ્યમાં ના બનવા જોઈએ. આવા બનાવો પરિસરની શાંતિનો ભંગ કરે છે’. બધાને કહે છે કે ‘આ આંદોલનને બંધ કરો કારણ કે વિધાર્થીઓ માટેની પ્રાથમિકતાએ અભ્યાસ કરવાનો છે. તેમાં પણ, ખાસ કરીને આ ટૂંકા સમયના સત્રમાં હોય છે. તે હજુ પણ પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકતા નથી. ઘણા બધા દલિત વિદ્યાર્થીઓની કારકિર્દી બગડ્યા પછી અને તેમાંથી એક વિધાર્થીની હત્યા કરાઇ રહી છે’. જે.એ.સી. પ્રમાણે કુલપતિને એ કહેવું યોગ્ય નથી લાગતું કે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની જરૂર છે. કુલપતિ પોતે કહે કે હું કારણ છું કે જેથી વિધાર્થીઓ અહીં ભણવા આવતા નથી. તે મીડિયાને પણ જણાવે છે કે જો અડધા કરતાં વધારે વિદ્યાર્થીઓ એવું ઇચ્છતા હોય તો તે પોતે રાજીનામું આપવા માટે ગંભીરતાથી વિચારે. અમે માંગણી કરીએ છીએ કે આ વિશ્વવિદ્યાલયમાં જો કુલપતિ સ્વીકારતા હોય તો તેમણે જ્યાં હોય ત્યાંથી પરિસરમાં આવવું જોઈએ. અને જે સંખ્યાબંધ લોકો સતત વિરોધ કરી રહ્યા છે. તેમની ગણતરી ધ્યાનમાં લેવી જોઈએ. અમે એ પણ માંગણી કરીએ છીએ કે તાત્કાલિક પોલીસ દ્વારા તેમણે કેદમાં કરી લેવા જોઈએ[xviii].
જાહેર સંમેલન (Metting) તા. 20 જાન્યુઆરી 2016ના રોજ ખરીદી બજારમાં રાખવામાં આવી હતી. જેમાં બે હજારથી વધુ લોકો ભાગીદાર થયા. આ બધા સંમેલનમાં પૂરો દિવસ હાજર રહ્યા હતા. તેમનો અવાજ ‘ખૂની બ્રાહ્મનિક વિશ્વવિદ્યાલય’ના અને રાજયના વહીવટી વિભાગના વિરુદ્ધમાં હતો. અનેક અધ્યાપક, રાજકારણી અને સામાજિક કાર્યકર વગેરેએ વચન આપ્યું હતું કે હોદ્દા પરથી દૂર કરેલા વિધાર્થીઓના ન્યાય માટે લડશે[xix]. તા. 20 જાન્યુઆરી 2016ના દિવસથી સાત વિદ્યાર્થી અચોક્કસ મુદ્દ્ત સુધી ભૂખ હડતાળ કરી. તો પણ રોહિત વેમુલાના ખૂનના આરોપી અપ્પા રાવ (VC) પણ ભાગીદાર હતા. જે વિધાર્થીની સાથે સંવાદ કરવા તૈયાર નથી. તે ઉપક્રમે સામાજિક ન્યાય માટે સંયુક્ત ક્રિયા સમિતિ(JAC-Social Justice)એ તા. 23 જાન્યુઆરી 2016માં સમાચારની જાહેરાત (Press Release) કરી કે જયાં સુધી અમારા પાંચ વિદ્યાર્થીઓને સાંભળવામાં આવશે નહિ ત્યાં સુધી વિદ્યાર્થી ચળવળ વધારે તીવ્ર બનશે[xx].
હૈદરાબાદના પોલિસ કમિશનરે હાઇકોર્ટમાં 3 ઓક્ટોમ્બર 2015ના રોજ સોગંધનામું રજૂ કર્યું જેમાં સુશીલ કુમાર વિશે કહ્યું કે ‘કોઈ હુમલાનું પરિણામ નથી. તે આકસ્મિક છે જે હાલની બિમારીનું નિદાન અને સારવાર કરવામાં આવી છે’[xxi]. સુશિલ કુમારે કરેલ મારમારીનો આક્ષેપ ‘એકદમ ખોટો અને પાયવિહોણો છે’[xxii]. ત્યાર બાદ કોર્ટએ પિટિશન રદ્દબાતલ કરી દીધી હતી. તેથી વિશ્વવિદ્યાલયના વહીવટી તંત્રએ અન્ય વિરુદ્ધ સોગંધનામું અને સજાનો આદેશ 15 ઓક્ટોમ્બરે કર્યો. શા માટે દસ્તાવેજનો આંકડાઓ સંપૂર્ણ તપાસ સમયે મૂક્યા નહિ[xxiii]. બીજી તરફ, વિશ્વવિદ્યાલય કોર્ટ[xxiv] દ્વારા પ્રણવ મુખર્જીને અપીલ કરી કે દરમ્યાનગીરી કરી વિશ્વવિદ્યાલય કોર્ટમાં સભા બોલાવવામાં આવે. કોર્ટ અપરાધી વિરુદ્ધ કાર્યવાહી કરે. તેલંગાણા રાજ્યની પોલીસ ગુનેગારને કેમ પકડતી નથી. છેલ્લા પાંચ દિવસથી એસ.સી. / એસ.ટી. અત્યાચાર અટકાયત ધારો લગાવવામાં આવ્યો છે. આ જે.એ.સી. દ્વારા શૈક્ષણિક સ્ટાફને પણ 22 જાન્યુઆરીના વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જણાવ્યું હતું. બધા જ સ્ટાફ આવી અને એકતા (solidarity) વ્યક્ત કરી હતી. તેમ જ એસ.સી. / એસ.ટી સ્ટાફને જે.એ.સી ની માંગણીઓ સમંત થઈ સામાજિક એકતા દાખવી હતી[xxv].
વડા પ્રધાને કહ્યું કે રોહિત વેમુલા ભારત માતાનો સંતાન છે. પરંતુ સમિતિ જે.એ.સી. દ્વારા તેની સખત શબ્દોમાં નિંદા કરે છે. રોહિત વેમુલા અને બીજા સામાજિક બહિષ્કૃત વિદ્યાર્થીઓ હંમેશાં હિંદુત્વ અને મનુવાદી રાજકારણના વિરોધમાં ઊભા રહ્યા છે. દિલ્લીમાં પ્રદર્શન કરી રહેલાં મહિલા વિદ્યાર્થિનીઓને પુરુષ પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમની અટકાયત કરવામાં આવી હતી. આ ઘટના તેમના રાજકીય લાલસાને રજૂ કરે છે. શું મોદી સરકાર તેમના બી.જે.પી.ના પ્રધાન વિરુદ્ધ પગલાં ભરશે કે જેમને રોહિત વેમુલા અને અન્ય સામાજિક બહિષ્કાર થયેલ સંશોધક વિદ્યાર્થીઓ સામેના અન્યાય કર્યો હતો[xxvi]. આ સિવાય પણ, બનાવ વિરુદ્ધ લડત આપી રહેલા વિદ્યાર્થીઓએ અને સમિતિ જે.એ.સી. દ્વારા “ચાલો એચ.સી.યુ.”નું એલાન કર્યું. જે રોહિતના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની એકતા અને તેમને માનસિક મદદ કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેનો દેશભરના સંશોધકો અને વિદ્વાનોએ સમર્થન આપ્યું હતું. અગ્ર સાંસ્કૃતિક કાર્યકર, ગદરના કહેવા પ્રમાણે ‘હું અહીં શીખવા આવ્યો છું. જે દેશ અને પરદેશમાં તેના દ્વારા ગાઈને પ્રગટ કરી શકાય’[xxvii]. આ વિદ્યાર્થી આંદોલનને દિશા આપવા વિવિધ પ્રકારે સરઘસ, પ્રદર્શન, સંગીત, આક્રોશ ગીત અને નારાબાજી દ્વારા રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય અસર થઈ. ત્યાં વિરોધો અને પ્રદર્શન કરી એચ.સી.યુ.ના વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું અને અન્યાય સામે લડવા મનોબળ મજબૂત કર્યું.
3.2 રાષ્ટ્રીય અને આંતર–રાષ્ટ્રીય ક્ષ્રેત્રે વિદ્યાર્થીઓનું પ્રદર્શન અને વિરોધ :
ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તમાન જ્ઞાતિ પૂર્વગ્રહના આધારે ભયંકર કિંમત દલિત વિદ્યાર્થીને ચૂકવવી પડી છે. રોહિતના બનાવ બાદ આતંર-રાષ્ટ્રીય કક્ષાના 131 વિદ્વાનોએ ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તતો જ્ઞાતિ ભેદભાવ વિરુદ્ધ ન્યાયની માંગણી કરી છે[xxviii]. વિશ્વના અનેક દેશો અને યુનિવર્સિટીમાં રોહિતના બનાવને લઈને પ્રદર્શન કરવામાં આવ્યું જેવા કે લંડનથી મચીગન, સન ફ્રાન્સિસ્કોથી એ.આઇ.સી.[xxix] બોસ્ટનથી જોહન્સબર્ગ, સાઉથ આફ્રિકા અને અન્ય- વિશ્વના બધા દેશમાં વિરોધ કરવામાં આવ્યો હતો[xxx]. સંસ્થાકીય ભેદભાવ દૂર કરી બધા જ વિદ્યાર્થીને શિક્ષિત કરવા અને તેમણે સન્માન અને સહાનુભૂતિની વાતાવરણ આપવું જોઇએ, જેથી આત્મવિશ્વાસનો વધારો થાય.
અનેક વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા. વિશ્વવિદ્યાલયમાં અનેક સ્વરૂપના વિરોધ સામે આવ્યો. જેમાં કોઈ વિદ્યાર્થી ‘મોં’ પર ચિત્ર દોરીને, કોઈ ગીત ગાઈને, આર્ટ દ્વારા, પેઇન્ટિંગ દ્વારા અને રેલીમાં નારાનો ઉચ્ચાર કરીને વગેરે સ્વરૂપે આક્રોશ પ્રગટ કરતાં. અનેક આંતર-રાષ્ટ્રીય સંશોધકોને વિશ્વવિદ્યાલયમાં પ્રવર્તમાન ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાતિભેદ વિરુદ્ધ નિંદા કરતો પત્ર લખ્યો. સામાજિક બહિષ્કાર અને રોહિતને આત્મહત્યા માટે મજબૂર કરવાના વિરોધમાં આંતર-રાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી હાવર્ડ વિશ્વવિદ્યાલયમાં પણ વેંનકટ મરોજુ નામના સંશોધકે વિરોધ પ્રદર્શન કર્યું. એક બનાવ, બર્કલે વિશ્વવિદ્યાલય કેલિફોર્નિયાનો એક વિદ્યાર્થી દેબર્શી ચક્રવર્તી ઇતિહાસ વિભાગનો સંશોધક સાથી (Research Fellow) છે. જે જાદવપુર વિશ્વવિદ્યાલય, કોલકત્તા ખાતે ભૂખ હડતાળ પર બેઠો હતો. રોહિત બનાવ અને સામાજિક બહિષ્કારના લીધે થયેલ અન્યાયના વિરોધમાં પ્રદર્શન કરે છે. તેની સાથે અનેક વિદ્યાર્થીઓ જે જાદવપૂર અને કલકત્તા વિશ્વવિદ્યાલય અને બીજા અનેક વિદ્યાર્થી ઉત્તર અને દક્ષિણ કોલકતા કોલેજના પરિસરમાં પ્રદર્શન અને ભૂખ હડતાળ પર બેઠા હતાં[xxxi].
આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની (USA) માંગણી હતી કે આ બંદરું દત્તાત્રેય અને કુલપતિ અપ્પા રાવ વિરુદ્ધ સી.બી.આઇ.ને તપાસ સોંપવામાં આવે. કોર્ટ કેસ કરી તેમણે તાત્કાલિક એસ.સી. / એસ.ટી. અત્યાચાર અટકાયત ધારા અંતર્ગત સુનાવણી હાથ ધરી 30થી 90 દિવસમાં સજા કરવામાં આવે. એમ.એચ.આર.ડી. (M.H.R.D) સ્મૃતિ ઈરાનીને રાજીનામું આપે કારણ કે તે દલિત વિદ્યાર્થી સાથેના ભેદભાવને સમજી શકી નથી[xxxii]. યુનિવર્સિટીમાં રાજકીય નેતાઓ જે જ્ઞાતિગત ભેદભાવની સંડોવણીમાં ભાગીદાર થાય તેઓને ભારતની શિક્ષણ સંસ્થાઓમાંથી દૂર રાખવા જોઇએ.
શૈક્ષણિક પરિસરમાં કોમવાદ વિરુદ્ધ દેશભરમાં આંદોલનો થયાં છે. જે સંયુક્ત રીતે વિદ્યાર્થી આંદોલનના સમર્થનમાં પ્રદર્શન કરી રહ્યા છે. જેવા કે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તેલંગાણા, મહારાષ્ટ્ર, કર્નાટક, તામિલનાડુ, કેરલા, ગુજરાત, રાજસ્થાન, બિહાર, વેસ્ટ બંગાળ, પંજાબ, હરિયાણા અને અન્ય રાજ્ય પણ રોહિતના બનાવ વિશે દુ:ખ વ્યક્ત કરી સામાજિક ન્યાયની લડાઈમાં સમર્થન અને એકતા માટે હાકલ કરે છે. પોલીસ આરોપીને પકડે તેવી પુકાર કરે છે[xxxiii]. તેમ જ ડૉ. બી.આર. આંબેડકર કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, લખ્ખનવ ખાતે રોહિત બનાવના સમર્થનમાં વિરોધ કરી રહેલા વિધાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ જે.એ.સી. દ્વારા તેનો પણ વિરોધ કરવામાં આવે છે[xxxiv]. આ સિવાય પણ દિલ્હી, મુંબઈ અને સમગ્ર આંધ્ર પ્રદેશમાં વિશાળ વિદ્યાર્થી સમૂહ દ્વારા આંદોલનને સમાજમાં દરેક સ્તરે લઈ જવામાં આવ્યું. આ આંદોલન સામાજિક ચેતના માટે અગ્રેસર રહ્યું.
3.3 રોહિત વેમુલા કરેલ આત્મહત્યા કે સંસ્થાકીય ખૂન ?
તા. 16 ડિસેમ્બર 2015ના રોજ ઇ.સી. સમિતિએ (EC Committee) પાંચ દલિત વિદ્યાર્થીને બાકાત (Suspension) કરી કોઈ પણ સામાન્ય જૂથના કાર્યક્રમમાં હાજરી તેવું ફરમાન કરવામાં આવ્યું. જેવા કે છાત્રાલય પ્રવેશ પર પ્રતિબંધ, વિદ્યાર્થી ચૂંટણીમાં ભાગ ભજવવો નહિ, કોઈપણ સંસ્થાકીય વહીવટી મકાનમાં પ્રવેશ કરવો નહિ. તેઓ પત્ર લખી વિશ્વવિધ્યાલયે એ.એસ.એ.ના પાંચ વિધાર્થીને જણાવ્યુ હતું. આવી રીતે દલિત વિદ્યાર્થીઓને સંસ્થાકીય રીતે સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો. પરિણામે વિધાર્થીઓ પોતાનો સામાન લઈને ખરીદી બજારમાં (Shopping Center) જવા મજબૂર બન્યા. વિધાર્થીઓ દ્વારા સતત 12 દિવસ સુધી અનેકવાર આગ્રહ કર્યો કે સ્થગિતનામું (Suspension) દૂર કરવામાં આવે અને પાછા છાત્રાલયમાં રહેવા માટે રજૂઆત કરવામાં આવી. પરંતુ કુલપતિ દ્વારા કોઈ હકારાત્મક કાર્યવાહી કરવામાં આવી નહિ. તા. 17 જાન્યુઆરી 2016ના દિવસ બાકાત કરાયેલ પાંચ દલિત વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થી રોહિત વેમુલાએ નાછૂટકે આત્મહત્યા કરવા મજબૂર થયાં. આત્મહત્યામાં રોહિત વેમુલા મૃત્યુ પામ્યાં. તેના પરિણામ સ્વરૂપે વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું. આંદોલનના સમર્થનમાં અનેક સંશોધક, કાર્યકરો, રાજકારણીઓ અને કલાકારો વગરે ઘટનાને લઈને મત વ્યકત કર્યો. સંશોધક, સર્વપલ્લી સુજાતાના કહેવા પ્રમાણે રોહિત વેમુલા બીજા વિશ્વમાં જવા માંગતો હતો. તેણે માર્ક્સવાદથી આંબેડકરવાદનું સ્વરૂપ બદલ્યું છે. પરંતુ ‘વાદ’ સમજવામાં નિષ્ફળ રહ્યો. તેને જ્ઞાતિની પ્રતિકૃતિના રૂપે આત્મહત્યા કરી. પરંતુ રોહિતની આત્મહત્યા પાછળ જરૂર પ્રશ્ન ઊભો થાય છે કે અમુક ચોક્કસ લોકો તેને માટે જવાબદાર છે તે સમજવાની જરૂર છે[xxxv]. જે લોકો જ્ઞાતિને શ્રેષ્ઠ માનીને ચાલે છે અને જ્ઞાતિ વ્યવસ્થાનું પાલન કરવામાં માને છે. એ જ લોકોએ તેને આત્મહત્યા કરવા પ્રેરિત કર્યો. આ કોઈ વ્યક્તિગત નથી પણ દબાણ દ્વારા કરવામાં આવેલ પગલું છે.
દલિત વિદ્યાર્થી, ઉદયભાનુ પ્રમાણે રોહિતનો બનાવ સામાજિક માળખાકીય હિંસા કહી શકાય. પોલીસ, ન્યાયતંત્ર અને વહીવટી તંત્રે જે પ્રકારે દબાણ ઊભું કર્યું છે. જેને પરિણામ સ્વરૂપે રોહિતે આત્મહત્યા કરી. આ સિવાય અભ્યાસક્રમ પણ હિંદુત્વ વિચારધારા પ્રેરિત છે. રોજ બ રોજની જિંદગીમાં અનેક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. તે અમારા અભ્યાસક્રમમાં ક્યાં ય જોવા મળતું નથી. શિક્ષણ દ્વારા મૂલ્ય આધારિત કુશળતા શીખીએ છીએ. પરંતુ જ્યારે મૂલ્ય આધારિત જીવવા માંગીએ છીએ તો સમાજ અમારી સામે પ્રશ્નો ઊભા કરે છે. ગુજરાતનાં દલિત સામાજિક કાર્યકર, માર્ટિન મેકવાન મુજબ દલિત વિદ્યાર્થીના આત્મહત્યાની જવાબદારી કોણ સ્વીકારશે? માત્ર બે દિવસમાં લોકોનું જીવન સામાન્ય થઈ જશે. પરંતુ રોહિતને પીએચ.ડી. કક્ષાએ આવા દબાણગ્રસ્ત થઈને આત્મહત્યાનાં પગલાં ભરવા પડે તો માનવ જીવનનો કોઈ અર્થ રહેતો નથી. ગુજરાતમાં પણ પ્રાથમિક શિક્ષણમાં જ્ઞાતિ ભેદભાવના કારણે અનેક દલિત વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે[xxxvi]. રાજકારણી અને નેતા, ઔવસી પ્રમાણે દલિત અને મુસ્લિમ વિદ્યાર્થીઓ વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવા માટે આવે છે નહીં કે આત્મહત્યા કરવા માટે. વિશ્વવિદ્યાલયમાં દલિત અને મુસ્લિમ વિધાર્થીને મોકલવા માટે તેમનાં કુટુંબને ખૂબ જ તકલીફો સહન કરવી પડે છે. તેમના કહેવા મુજબ રાજકીય સત્તાધારીઓને કહે છે કે ભારતના યુવાનો આવી ઘટના જોઈ રહ્યા છે. જેની ભવિષ્યમાં કિંમત ચૂકવવા તૈયાર રહેજો[xxxvii]. સામાન્ય વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ સુધી મોકલવામાં તેના આખા પરિવારે ભોગ આપ્યો હોય છે. જ્યારે વિશ્વવિદ્યાલયમાં આવી ઘટના બનતી હોય ત્યારે સમાજમાં છુપાયેલી વાસ્તવિક્તાઓ સામે આવી જાય છે.
અગ્ર સંશોધક, કંચ્ચા ઈલેય્યાનાં મત મુજબ રોહિત વેમુલાએ પોતાના આત્મહત્યાના પત્રમાં કોઈને વ્યક્તિગત રીતે જવાબદાર ગણ્યા નથી. જેવી રીતે જીસસ ક્રાઇસને પણ ક્રોસ ઉપર ચઢાવી ખીલા મારવામાં આવ્યા, ત્યારે તેમણે પણ કહેલું કે ‘હે પિતા, આ માણસોને માફ કરી દેજો. તે શું કરે છે તેમને તેની ખબર નથી’. એવી જ રીતે રોહિતે પણ કોઈ વ્યક્તિને ઘટના માટે જવાબદાર ગણી નથી. તેવું કહી સમગ્ર સમાજ જવાબદાર છે એવું પત્ર પરથી સાબિત થાય છે. બી.જે.પી., એ.બી.વી.પી., આર.એસ.એસ.ના લોકો એવું ઈચ્છે છે કે દલિત આગળ જઈને તત્ત્વચિંતક ન બને તેથી તેમને રોકવા હંમેશાં પ્રયત્ન કરતાં હોય છે. રોહિત વેમુલાનું મૃત્યુ સમગ્ર ઉચ્ચ શિક્ષણમાં સુધારણા માટેનું આંદોલન છે. ભારતની વિશ્વવિદ્યાલયમાં ફેલોશિપની સહી કરાવવા માટે પ્રોફેસર પૈસા માંગતા હોય છે. પરંતુ સારા ભારત માટે આપણે વ્યવસ્થામાં પરિવર્તન કરવું પડશે. ઉચ્ચ જ્ઞાતિનાં બાળકોને ખાનગી સ્કૂલમાં અને કોલેજમાં મોકલે છે, જેવી કે સેન્ટ મેરી, સેન્ટ જોસેફ, સેન્ટ સ્ટેફન્સ વગેરે જ્યારે દલિત બાળકો સરકારી સ્કૂલમાં અભ્યાસ અર્થે જાય છે. પરંતુ આપણે સંપૂર્ણ સુધારણા દ્વારા જ શિક્ષણને એક પ્રતિકરૂપે વિકસાવવું જોઇએ. જેમાં, સ્ત્રી-પુરુષ સમાન, આભડછેટમાંથી મુક્તિ, માનવ મૂલ્ય અને વિજ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ વગેરે ભવિષ્ય માટે મહત્ત્વનું સાબિત થઈ રહે[xxxviii]. દલિત વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણમાં આવતા રોકવા અને હરીફાઈમાં આવતા અટકાવતાં માટે સામાજિક બદીઓના સહારો લઈ હંમેશાં પરાસ્ત કરવા પ્રાચીન સામાજિક માળખાનો સહારો લે છે. જ્યારે સામાજિક ન્યાય અને તકની વાત હોય ત્યારે સમાન વર્તન કરતાં નથી.
અગ્ર નેતા, સીતારામ યચૂરી પ્રમાણે વિદ્યાર્થીનું શિક્ષણ પણ આજનું રાજકારણ નક્કી કરે છે. દેશની નીતિઓ અને કાયદા પણ રાજકારણ નક્કી કરે છે. તમામ બાબતો રાજકારણ નક્કી કરતું હોય તો મેં વિદ્યાર્થી કાળમાં રાજકારણ પસંદ કર્યું. મારા વિધાર્થીકાળમાં આવી ઘટનાઓ જોવા મળતી ન હતી. આવી ઘટનાઓ ભવિષ્યમાં ઊભી થાય એ યોગ્ય બાબત નથી[xxxix]. રાજકરણ વ્યક્તિ કે જૂથને પ્રભાવિત કરે છે. જીવનમાં જાણે-અજાણે તેની અસર થયા વિના રહેતી નથી. અગ્ર દલિત સંશોધક, આનંદ તેલતુબડેના મત પ્રમાણે જ્ઞાતિના પૂર્વગ્રહના લીધે જીવન હક કરતો રોહિત વેમુલાનો બનાવ કોઈક જ વાર બનતો હોય એવું નથી. પરંતુ જ્યારે હિંદુત્વને પરાણે પાલન કરાવવાનો પ્રયત્ન થાય છે ત્યારે દલિત વિરુદ્ધ અત્યાચારોના પ્રમાણમાં વધારો થયેલ જોવા મળે છે. દલિત સંશોધક પરના દમન બાદ કરેલ મૃત્યુનો બનાવ સામાન્ય માણસ દ્વારા નજરઅંદાજ કરવામાં આવે છે. પરંતુ રોહિતના મૃત્યુ પછી ભાવના સાથેના ઉદ્દેશ્યથી સ્વયંભૂ ઊભું થયેલ નવું આંદોલન ભવિષ્યમાં સ્થાપિત ‘કેસરિયા’ વિરુદ્ધ એક સીમાચિન્હ રૂપ બની રહેશે[xl]. હિંદુત્વને શ્રેષ્ઠ માનવાવાળો વર્ગ બંધારણીય મૂલ્યો વિરુદ્ધનું કાર્ય કરે છે. પરંતુ દેશના યુવાનોને કરેલ આંદોલન સ્થાપિત કટ્ટરવાદી રાજકીય પાર્ટીને જાકારો આપશે. છેલ્લે પ્રભાવી જ્ઞાતિઓ દ્વારા ધર્મેને વધારે મહત્ત્વ આપીને તેના પ્રચાર-પ્રસાર કરી અને અન્ય વિવિધતાની ઉપેક્ષા કરે છે. તેણે પરિણામે સમગ્ર ભારતીય સમાજમાં સંઘર્ષની પરિસ્થિતી પેદા થઈ છે. માટે રોહિત વેમુલાએ કરેલ આત્મહત્યા છે કે સંસ્થાકીય ખૂનની તેની ચકાસણી નીચેના મુદ્દાઓનાં આધારે કરી શકાય.
· યાકુબ મેમણ સાથે કોઈ લેવા દેવા નથી, ફક્ત ફાંસીની સજા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. અને તે પ્રદર્શન અને સુશીલનો બનાવ વચ્ચે કંઈ જોડાણ નથી. (4 ઓગષ્ટના અહેવાલમાં ઇ.સી. સમિતિએ યાકુબનો બનાવ કેમ નોંધ કરી એની સાથે સુશીલ કુમારનું કોઈ લેવાદેવા નથી).
· ઇ.સી. પેટા સમિતિની (EC Sub-Committee) રચના વિશ્વવિદ્યાલયે કરી હતી, તો શા માટે એ.બી.વી.પી.એ હાઇકોર્ટમાં કેસ કર્યો – શું તેની કંઇ જરૂર ન હતી? કે તેમણે શા માટે વિશ્વવિદ્યાલય ઉપર વિશ્વાસ ન હતો.
· યુ.એચ.ટી.એ. (UHTA[xli]) પ્રતિનિધિઓની સુનવણીને કેમ પ્રોક્ટોરિકલ બોર્ડએ કેમ સત્તાવાર માન્ય ન રાખી – તપાસ અને આગળ વધવાની કામગીરીમાં
· કોઈ મજબૂત પુરાવા નથી અને શારીરિક ઇજા પણ નથી તેવું પ્રોક્ટોરિકલ બોર્ડના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું.
· પી.બી. અહેવાલમાં (PB Report) શા માટે ફક્ત મુખ્ય પ્રોક્ટોરની જ સહી લેવામાં આવે.
· ઇ.સી. પેટા-સમિતિમાં (EC Sub-Committee) શા માટે કોઈ વિધાર્થીઓનું પ્રતિનિધિત્વ રાખવામાં ન આવ્યું.
· સિક્યોરિટી ગાર્ડના નિવેદનનો અમુક ભાગ જ શા માટે ઉપયોગ કરાયો.
· પી.બી. અહેવાલમાં (PB Report) શા માટે એવું કહ્યું કે કોઈપણ રાજકીય પ્રવૃત્તિઓ અને રાજકીય સંગઠન પર પ્રતિબંધ લાદ્યો.
· ઇ.સી. સમિતિ(EC Committee)એ શા માટે ગોચિબૌલી પોલીસ સ્ટેશન જઈને વિદ્યાર્થીઓ વિરુદ્ધ ઘમકીઓ જારી કરવી અને પોલીસે વહીવટી તંત્રને બાનમાં લીધી. જે વિદ્યાર્થીની વિશ્વવિદ્યાલયના પરિસરની આઝાદી છીનવી લીધી.
· સુશીલકુમાર જે હોસ્પિટલમાં દાખલ થયેલ હતો ત્યાંનો અહેવાલ પણ સામાન્ય (Normal) આવે છે.
ઉપરના મુદ્દાને ગહનતાથી જોઇએ તો ચોક્કસ કહી શકાય કે વિશ્વવિદ્યાલયે સ્વાયત્તતા અને તટસ્થ નિર્ણય કરવામાં નિષ્ફળ રહી છે. પરિણામે દલિત વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે. આ સિવાય વિવિધ સૂચનો નીચે મુજબ છે.
· ઘટના સાથે સંકળાયેલ રાજકારણી અને પદાધિકારીએ તેમના પદ પરથી દૂર કરી તેમણે અત્યાચાર અટકાયત ધારા અંતર્ગત સજા કરવામાં આવે.
· શા માટે અપ્પા રાવ(VC)ની જગ્યા પરથી દૂર કરવામાં આવ્યા નથી.
· અત્યાચાર અટકાયત ધારાનું સંપૂર્ણ અમલીકરણ કેમ કરવામાં આવતું નથી.
· ઉચ્ચ શિક્ષણમાં જ્ઞાતિ ભેદભાવ વિરુદ્ધ અલગથી કડક કાયદો બનાવવો જોઈએ.
· રોહિતના પરિવારને યોગ્ય સરકારી સહાય આપવામાં આવે.
· દલિત વિદ્યાર્થી વિરુદ્ધ કરવામાં આવેલ ખોટી એફ.આઇ.આર. ગુના નાબૂદ કરવામાં આવે.
છેલ્લે, હિન્દુ સમાજની સામાજિક ગેરરીતિઓના કારણે રોહિતનો જીવ લીધો. આ ગેરરીતિઓ સાથે રોહિતનો પરિવાર તૈયાર નથી. માટે તેમને સમાનતાવાદી મૂલ્યો આધારિત ઘર્મ એટલે બૌદ્ધ ધર્મ. આ બૌદ્ધ ઘર્મના અંગીકાર અને હિન્દુ ધર્મના પરિવર્તન માટે તા. 14 એપ્રિલ 2016ના રોજ રોહિત વેમૂલાનાં માતા અને ભાઈએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો. જેની દલિત વિમર્શમાં મહત્ત્વની દરમ્યાનગીરી કરી છે. આ વિમર્શ વિવિધ મુદ્દાઓ જેવા કે ઓળખ, રાષ્ટ્રવાદ, ભેદભાવ, જ્ઞાતિ અને ધર્મ વગરેને લઈને થયો છે. સરકારે સમાજમાં એકબીજી વ્યક્તિઓ સન્માન અને ભાગીદારીથી રહે તેવા પ્રયત્નો કરવા જોઈએ. સમતા, સમાનતા અને બંધુતાના મૂલ્ય પ્રસારિત કરવા જોઇએ. આપણે પ્રબુદ્ધ ભારત તરફ જવાનું છે. નહિ કે હિન્દુ ભારતનું સર્જન કરવાનું? જે આંબેડકરના માનવવાદના સ્વપ્નનું ભારત હશે. જે બૌદ્ધ ધર્મના અંગીકાર કે મૂલ્યનો સ્વીકાર વિના શક્ય નથી. હિન્દુ ભારતમાં અસમાન જ્ઞાતિપ્રથાના લીધે સમાજમાં શાંતિ શક્ય નથી. જ્યારે બૌદ્ધ ધર્મમાં સમાનતાના પાયા પર રચાયેલ છે (Kumar S., 2016).
ઉપસંહાર :
આજે પણ ન્યાયની માંગણી રોહિતનાં માતા, રાધિકા વેમુલા કરી રહ્યાં છે. તેમના મત પ્રમાણે ‘મારા પુત્ર રોહિતનું મૃત્યુ વ્યકત કરે છે કે જ્ઞાતિગત ભેદભાવથી ગ્રસ્ત લોકોની ગુનાહિત પ્રવૃત્તિ બહાર લાવી લીધી છે’[xlii]. પરિણામે સામાજિક બહિષ્કાર વિરુદ્ધની જે.એ.સી. દ્વારા ‘રોહિત એક્ટ’ની માંગણી કરવામાં આવી છે. જેવી રીતે નિર્ભયા એક્ટ લાવવામાં હતો. ઉચ્ચ શિક્ષણમાં પ્રવર્તમાન ભેદભાવ વિરુદ્ધ આ કાયદાની માંગણી કરવામાં આવી છે. બીજો તર્ક હતો કે રોહિતના પિતા ઓ.બી.સી. હતા. તે તર્ક સાથે સહમત નથી. પરંતુ રોહિત વેમુલા દલિત બૌદ્ધિક અને આંબેડકરવાદી હતા[xliii]. દલિત વિદ્યાર્થીની ઓળખ સામે પ્રશાસને પ્રશ્નો ઊભા કર્યા છે. રૂપણવાળા કમિશન[xliv] પ્રમાણે ‘રોહિત દલિત નથી અને વિશ્વવિદ્યાલયમાંથી કોઈ પ્રકારે સતામણી કરવામાં આવી નથી’. કમિશનની પણ રચના ઉગ્ર વિદ્યાર્થી આંદોલનના બાદ થઈ હતી. કમિશનના સભ્ય જ ‘જ્ઞાતિવાદી માનસિકતાથી ગ્રસ્ત’ છે. કમિશને તટસ્થતા દાખવવાની જગ્યાએ રાજય સત્તાની તરફદારી કરતો અહેવાલ રજૂ કર્યો. જે નિંદનીય અને ખૂબ ગંભીર બાબત છે. રાજ્ય સરકાર દ્વારા જ રોહિતને એસ.સી. જ્ઞાતિની પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તેમ જ રોહિતની ફેલોશિપ અને છાત્રાલયમાંથી દૂર કરવામાં આવ્યો હતો. જેમાં વિશ્વવિદ્યાલય જ જવાબદાર છે. વિશ્વવિદ્યાલયના આંતરિક પ્રશ્નોનું નિરાકરણ વિશ્વવિદ્યાલયમાં જ આવવા જોઇએ. ઉચ્ચ શિક્ષણમાં પોલીસ અને એમ.એચ.ડી.આર. પ્રભાવથી જ અનેક વિધાર્થીને કપરી પરિસ્થિતિ સહન કરવાનો વારો આવ્યો છે.
એચ.સી.યુ.ના વિદ્યાર્થી નેતાના મુજબ ‘કાયદા વ્યવસ્થા અને પોલીસ હંમેશાં રાજકીય પાર્ટીના દબાણ હેઠળ રહે છે. જે કોઈપણ રાજકીય પાર્ટી હોય એ મહત્ત્વનું નથી. સામાજિક ન્યાય મેળવવો છે, સ્વપ્ન છે. વાસ્તવિકતા જીવનમાં જોવા મળતું નથી. આ ફક્ત એચ.સી.યુ.ની વાત નથી. પરંતુ સમગ્ર ભારતમાં દલિતને ન્યાય માટે વલખાં મારે છે, પણ ન્યાય મળતો નથી. આંધ્ર પ્રદેશમાં અત્યાચારના બનાવો – કરમચેડું અને ચૂંદુરુમાં 23 વર્ષે સુપ્રીમ કોર્ટએ ચુકાદો આપ્યો. જેમાં ઘણાબધા આરોપી મૃત્યુ પામ્યા હતા. બીજા આરોપીને છોડી દીધા. કાયદાકીય ન્યાય દલિત માટે બહુ મુશ્કેલ છે. દલિતોએ રાજકીય રીતે મજબૂત પકડ બનાવવી પડશે. દલિતને મત માટે જ ગણવામાં આવે છે. સામાજિક ન્યાય માટે વ્યવસ્થાતંત્ર પાસેથી ઉપેક્ષા રાખી ન શકાય’[xlv]. વર્તમાન સમય બનેલા બનાવો – જેવા મહારાષ્ટ્રમાં ભીમા કોરેગાંવ અને ગુજરાતમાં ઉના કે મોડાસા અને અન્ય બનાવોમાં વ્યવસ્થા તંત્ર સશક્ત ભૂમિકા ન ભજવે ત્યાં સુધી દલિતને ન્યાય મળવો મુશ્કેલ છે.
Notes
રિસર્ચ એસોશિયેટ, હ્યૂમન ડિવેલપમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર, સેન્ટ ઝેવિયર કોલેજ કેમ્પસ, અમદાવાદ, Email : rajesh.cug@gmail.com
[i] રોહિત વેમુલા, પીએચ.ડી. ઇન સાઇન્સ, ટેક્નોલોજી અને સોસાયટી સ્ટડીસ, એમ.એસ.સી. ઇન લાઇફ સાયન્સ વિધાર્થી હતો.
[ii]https://thedeathofmeritinindia.wordpress.com/2011/04/24/%E2%80%98the-death-of-merit%E2%80%99-a-documentary/ Accessed Date 11 April 2020.
[iii] છેલ્લાં 10 વર્ષમાં 9 દલિત વિધાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેમાં સેન્થીલ કુમાર (2008) ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી., આર. બાલારાજ (2010) તેલુગુ સાહિત્યમાં પીએચ.ડી., મદારી વેંકટેસ (2013) ઉચ્ચ ઉર્જા સામગ્રી (High Energy Materials), પુલયા રાજુ (2013)માં આનુભાવિક ભાષવિજ્ઞાન (Applied Linguistic) વગેરે.
[iv] The Time of India, Bhopal, Dated 16 March, 2016.
[v] FeesMustFall protests in nine universities such as the University of Witwatersrand (Wits), Cape Peninsula University of Technology (CPUT), University of Zululand, Rhodes University, University of Limpopo (Turfloop Campus), Tshwane University of Technology (TUT), University of Cape Town (UCT), University of KwaZulu Natal (UKZN) and University of Western Cape (UWS).
[vi] ફર્નિચર, સીધુ-સમાન, રેડિયો, કેમેરા અને અન્ય
[vii] જય મકવાણા (2020) નવ-નિર્માણ આંદોલન, બી.બી.સી. ગુજરાતી, 10 જાન્યુઆરી, 2020 અને અન્ય વેબસાઇટ : www.opinionmagazine.co.uk.
[viii] Rohit Vemula Protest movement has orgainse by students in Hyderabad Central University, Hydarabad during Public speech in 2016.
[ix] Rohit FB post 9 September 2015: “To all my friends, Ambedkarites and comrades, I am happy to say that I got suspended for a semester by UoH because I am vocal against ABVP and RSS-backed systems. I am happier to say that I am not terrified or paralysed. If you have time, please come and join to support our resistance at the administration building at 7: am”.
[x] Rohit Vemula Facebook post, 11 September 2015 (Revocation of Suspension) Today saffron blankets are spread out on our conscience and we are doomed to believe that light is impossible. But truth will come out like a shining red sun in the blue sky and on that day, at that moment the saffron darkness will have to die.
[xi] વેલીવાડા એટલે સામાજિક બહિષ્કારનું સ્થળ
[xii] ધ ઇંડિયન એક્સપ્રેસ, 19 જાન્યુઆરી, 2016, અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે, રોહિત વેમૂલાનો છેલ્લો પત્ર, દલિત અધિકાર (પાક્ષિક), 16 ફેબુઆરી, 2016, પાનાં. 8.
[xiii] ધ ઇંડિયન એક્સપ્રેસ, 19 જાન્યુઆરી, 2016, અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે, રોહિત વેમૂલાનો છેલ્લો પત્ર, દલિત અધિકાર (પાક્ષિક), 16 ફેબુઆરી, 2016, પાનાં. 8.
[xiv] ધ ઇંડિયન એક્સપ્રેસ, 19 જાન્યુઆરી, 2016, અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે, રોહિત વેમૂલાનો છેલ્લો પત્ર, દલિત અધિકાર (પાક્ષિક), 16 ફેબુઆરી, 2016, પાનાં. 8.
[xv] ધ ઇંડિયન એક્સપ્રેસ, 19 જાન્યુઆરી, 2016, અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે, રોહિત વેમૂલાનો છેલ્લો પત્ર, દલિત અધિકાર (પાક્ષિક), 16 ફેબુઆરી, 2016, પાનાં. 8.
[xvi] ધ ઇંડિયન એક્સપ્રેસ, 19 જાન્યુઆરી, 2016, અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે, રોહિત વેમૂલાનો છેલ્લો પત્ર, દલિત અધિકાર (પાક્ષિક), 16 ફેબુઆરી, 2016, પાનાં. 8.
[xvii] ધ ઇંડિયન એક્સપ્રેસ, 19 જાન્યુઆરી, 2016, અનુવાદ: સંજય શ્રીપાદ ભાવે, રોહિત વેમૂલાનો છેલ્લો પત્ર, દલિત અધિકાર (પાક્ષિક), 16 ફેબુઆરી, 2016, પાનાં. 8.
[xviii] Press release by Joint Action Committee for social justice (UoH) dated 20th January 2016 in HCU, Hyderabad.
[xix] Press release by Joint Action Committee for social justice (UoH) dated 20th January 2016 in HCU, Hyderabad.
[xx] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hydarabad.
[xxi] Is not due to the result of any assault and it is coincidental that existing ailment was diagnosed and treated.
[xxii] Absolutely false, baseless
[xxiii] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderabad.
[xxiv] ડૉ. ટી. એન. સીમા, એમપી અને વિશ્વવિદ્યાલય કોર્ટના સભ્ય હતા.
[xxv] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderabad.
[xxvi] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderabad.
[xxvii] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xxviii]https://scroll.in/article/802088/prejudice-has-extracted-a-terrible-price-30-academics-express-concern-at-hyderabad-suicide Accessed Date 19 January 2016.
[xxix] આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, યુ.એસ.એ.
[xxx]https://drambedkarbooks.com/2016/01/23/justiceforrohith-from-san-francisco-to-boston-to-johannesburg-protests-all-over-the-world/ Accessed 26 January 2020.
[xxxi] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderbad.
[xxxii] https://drambedkarbooks.com/2016/01/23/justiceforrohith-from-san-francisco-to-boston-to-johannesburg-protests-all-over-the-world/ Accessed 26 January 2020.
[xxxiii] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderabad.
[xxxiv] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderabad.
[xxxv] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xxxvi] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xxxvii] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xxxviii] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xxxix] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xl] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xli] University of Hydarabad Teacher Association- UHTA
[xlii] યુનિવર્સિટીમાં પ્રદર્શન કરી રહેલા વિધાર્થીઓની મુલાકાત વિધાર્થી આંદોલન દરમ્યાન જાન્યુઆરી 2016, હૈદરાબાદ.
[xliii] Press Release by Joint Action Committee for social justice (HCU) dated 23rd January 2016 in HCU, Hyderabad.
[xliv] Ashok Kumar Roopanwal Commission (Formal Judge of Allahabad High Court) or inquiry
[xlv] હૈદરાબાદ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયના બાકાત (Suspended) વિધાર્થી અને વિધાર્થી નેતા સાથેની ટેલિફોનિક વાતચીત તા. 21 સપ્ટેમ્બર 2018, અમદાવાદ.
References:
Braz, R. (1973, June). Student Movement, Political Development and Modernization in India. un-published thesis. Amherst: University of Massachusetts.
Chukka, V. (2016, January 19). the Chain of Events Leading to Rohith Vemula’s Suicide. Retrieved April 11, 2020, from The Wire: https://thewire.in/education/the-chain-of-events-leading-to-rohith-vemulas-suicide
Kumar, S. (2016, April 21). Ambedkar was for ‘(Pra)Buddh Bharat’, Not ‘Hindu Bharat’. Delhi: SPM College.
Kumar, V. (2016). Discrimination on Camuses of Higher Education Learning: A Perspective from Below. Economic and Political Weekly , 12.
Langa, M. (2017). Researching the #FeesMustFall movement: Introduction. In CSVR, #Hashtag an analysis of the #FeesMustFall Movement. Johannesburg: South African Universities.
MHRD. (2016). All India Survey on Higher Education (2015-16). New Delhi: Department of Higher Education.
Jay Makwana (2020) Nav-Nirman Andolan (Nav Nirman Movement, BBC Gujarati, 10 January, 2020
Nayar, K. (2019, March 29). Dalit Discrimination Ends Lives, While India Watches Unconcerned. Retrieved April 12, 2020, fromhttps:// www.thecitizen.in/index.php/en/NewsDetail/index/4/10283/Dalit-Discrimination-Ends-Lives-While-India-Watches-Unconcerned
Nayar, K. (2017, March 16). Discrimination laces democracy. Retrieved April 12, 2020, from The Daily Star : https://www.thedailystar.net/opinion/between-the-lines/discrimination-laces-democracy-1376467
Pathania, G. (2018). the University as a site of Resistance: Identity and Student Politics . New Delhi: Oxford University Press.
Rathod, B. (2020). Caste Conflict on Campusrs: Examining Diversity Research to Transform Indian Universites into Inclusive Learning Spaces. Journal of Social Inclusion Studies , 1-18.
Sukumar, N. (2016). ‘Red Sun in the Blue Sky’: Rohit Vemula’s Utopian Republic. Social Change , 451-457.
Thorat, S. (2016a , January 26). Discrimination on the Campus. Retrieved April 12, 2020, from The Hindu: https://www.thehindu.com/opinion/lead/Discrimination-on-the-campus/article14019816.ece
Thorat, S. (2016, January 25). Lessons Unlearned: nine years after the Thorat Committee report. Retrieved April 12, 2020, from Sabrang : https://www.sabrangindia.in/article/lessons-unlearned-nine-years-after-thorat-committee-report
Vemireddy, N. (2019, JULY 13). the price of India’s Caste System: the Case of Rohit Vemula. Retrieved April 11, 2020, from https://aif.org/the-price-of-indias-caste-system-the-case-of-rohit-vemula/
પ્રગટ સૌજન્ય : “હયાતી જર્નલ”, સપ્ટેમ્બર-ડિસેમ્બર 2020, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદ.