ક્યાંકથી હું ખૂટી શકું,
તાંતણો છું, તૂટી શકું.
ડાળ પર રૈ' શેખી ન કર,
ફૂલ છે તું, ચૂંટી શકું !
રાખ ના એમાં તું સૂરત !
આયનો છું, ફૂટી શકું.
શ્વાસ પર શ્વાસો લખ ભલે,
એકડો ના, ઘૂંટી શકું.
તું જ સામેથી છોડી દે,
તો હું ક્યાંથી લૂંટી શકું?
ક્યાંક તો મરતું હોય કૈં,
હું ન માથું ફૂટી શકું.
મોતનું નક્કી ના કશું,
પણ ન એથી છૂટી શકું.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()


દીપાવલીનું પર્વ પ્રકાશનું પર્વ છે, આનંદોલ્લાસનું પર્વ છે. આમ તો આનંદની તકો આપણી પાસે ઓછી જ છે. તે એટલે કે આપણી સગવડોએ આપણને કામમાં નાખી દીધાં છે. આપણને નવરાશ જ નથી ને સાચું પૂછો તો ખાસ કામ પણ નથી. આપણી સગવડો વધી, એથી સુખ વધ્યું, પણ આનંદ વધે એવું દરેક બાબતમાં બન્યું નથી. એટલો પૈસો જરૂર વધ્યો કે સુગર ફેક્ટરી નાખી શકાય, એથી સુખ વધ્યું, પણ ડાયાબિટીસને કારણે ખાંડ ન ખાઈ શકાવાથી મીઠાશનો આનંદ ગયો. આપણે સગવડોથી સુખ વધાર્યું ને આનંદ ઘટાડયો એવું નથી લાગતું?