એક સવાલ :
ચિ. જ્યોત્સનાને.
‘કોમવાદી હુલ્લડોમાં મુસ્લિમ બહૂલ વિસ્તારમાં ફસાઈ ગયેલા એક હિન્દુ પરિવારને બચવાની શક્યતા કેટલી?
(‘વ્હોટસએપ’માં આવેલ મેસેજ)
મારો જવાબ :
પૂરેપૂરી શક્યતા છે.
કારણ કે દરેક જાતિ અને ધર્મમાં રાક્ષસી તત્ત્વોની સાથે અમુક માનવવાદી લોકો હોય છે, પણ મારે બીજાની વાત નથી કરવી. હું મારા પરિવારની વાત કરું છું. ધ્યાનથી વાંચજો.
1992માં જ્યારે કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, જ્યારે મારો જન્મ પણ નહોતો થયો, ત્યારે મારો પરિવાર જ્યાં રહેતો હતો એ વિસ્તારમાં પણ આની અસર થઈ હતી. મારા મોટાભાઈને જન્મના દોઢ વર્ષે પોલિયો થયો હતો, જેની સારવાર માટે મારા મમ્મી પપ્પા દરેક મંદિર, મજાર, બાબા અને મોલવી પાસે ભટકતાં હતાં. સાથે જ કોઈ હોસ્પિટલ કે દવાખાના પણ બાકી નહોતા રાખ્યા. ત્યારે કોઈએ કહ્યું હતું કે, તમારા દીકરાને તિરુપતિ બાલાજી લઈ જાવ, ત્યાં એક મોટી ચેરિટી હોસ્પિટલ છે ત્યાં ઇલાજ પણ ફ્રીમાં કરે છે અને લોકો સાજા થઈ જાય છે.
ડૂબતાને જાણે તણખલું મળ્યું હોય, એમ મારા પપ્પા મોટાભાઈને લઈને તિરુપતિ ઊપડ્યા અને પાછળ મારાં મમ્મી, મારી બહેન અને અન્ય નાના ભાઈ સાથે અહીં સુરતમાં હાજર હતાં. લગભગ 3 મહિના પપ્પા ત્યાં રહ્યા અને સારવાર કરાવી પણ કઈ ફરક ન પડ્યો અને તેઓ ત્યાંથી રવાના થયા પણ જેવા તેઓ તિરુપતિથી નીકળ્યા અને અહીં ગુજરાતમાં દંગા ચાલુ થઈ ગયા હતા.
ઘરે પત્ની અને બે બાળકો એકલાં અને પોતે એક અપંગ બાળકને ખંભે બેસાડી સુરત સ્ટેશન પર રઘવાયા થઈ, ઘરે જવા વાહન શોધી રહ્યા હતા. શહેરમાં અફરા તફરીનો માહોલ હતો.
હવે સાંભળો મુદ્દાની વાત, જે સ્થળે એમણે આ બાપ દીકરાને પહોંચાડ્યા એ સ્થળ એટલે સુરતમાં વેડ રોડ વિસ્તારમાં આવેલ મુસ્લિમ વસ્તી ધરાવતી વિજયનગર સોસાયટીની બાજુની સોસાયટી; જ્યાં બહારથી આવેલ ઝનૂની ટોળાએ ભારે કત્લેઆમ કરીને લોહી રેડ્યું હતું. (અહીંયા જાહેરમાં જણાવીશ કે એ ટોળું કયું હતું તો કેટલાયની લાગણી છોલાઈ જશે એટલે આટલું તમે જાતે કલ્પના કરી લેજો) એ સમયે વિજયનગરના મુસ્લિમો પોતાના ઘર અને સંપત્તિ છોડીને જીવ બચાવવા ભાગી ગયા હતા.
અહીંયા એ પણ જણાવી દઉં કે, કેટલાં ય સ્ત્રી અને બાળકોને ત્યાંથી રાંદેર જેવા મુસ્લિમ એરિયામાં સલામત પોહચાડવાની કામગીરી એ જ વિસ્તારના હિંદુ ભાઈઓએ કરી હતી. જેને ભરોસો ના હોય જાતે જઈને વિજયનગર જોઈ આવજો, ત્યાંનાં જૂના રહીશોને પૂછી લેજો અને જૂનાં મકાનોના નકશીકામ અને મસ્જિદ જોજો તમને ખ્યાલ આવશે કે ત્યાં 1992 પેલા કોણ રહેતું હતું અને આજે કોણ રહે છે
એ મુસ્લિમ રિક્ષા ચાલકને પણ ખબર હતી કે એ વિસ્તારમાં જવું કેટલું જોખમ ભરેલું છે જ્યાં એના જ સહધર્મીઓની લાશ રોડે રઝળતી હતી. કદાચ એનો પણ વારો આવી જાય, અથવા પોતાના ધર્મના લોકો સાથે જે થયું એનો બદલો એ ધારત તો આ એકલા નિહત્થા લાચાર પિતા પુત્રને નુકશાન પહોંચાડીને પણ લઈ શકત. પણ એણે પોતાના પર જોખમ લઈ બંનેને સહી સલામત ઘરે પહોંચાડ્યા.
આ કોઈ કહાણી નથી, હકીકત છે જે મારા પરિવારના મોઢે સાંભળેલી છે. તમે ચાહો તો મને મારી વિચારધારા માટે સ્યુડો સેક્યુલરનું બિરુદ આપી શકો છો. પણ મારી નજરમાં જ્યાં સુધી એ દૃશ્ય જીવતું રહેશે, જેમાં મારા પપ્પા પોતાના અપંગ દીકરાને ખંભે લઈને પોતાના અન્ય બાળકો અને પત્નીની ચિંતામાં રઘવાયા થઈ, સુરત સ્ટેશને મદદ માંગતા હતા અને એવા સમયે એક મુસ્લિમે એમને સહી સલામત પરિવાર પાસે ઘરે પહોંચાડ્યા ત્યાં સુધી મારી નજરમાં દરેક મુસ્લિમ ખરાબ નહીં જ બને.
તમારી નફરત તમને મુબારક; પણ મને દાઢી ટોપી કે ભગવા કપડાં પછી દેખાય છે, પેલા જીવતો જાગતો શ્વાસ લેતો માણસ દેખાય છે. તમારે જે બિરુદ આપવું હોય એ આપો, હું હજુ કહીશ કે, ‘આંતકવાદનો કોઈ ધર્મ હોતો નથી’ કારણ કે મારી નજરમાં ‘ધર્મ એ જ સૌથી મોટો આંતકવાદ છે !’
[સૌજન્ય : Jyotsna Ahir]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


‘ફુલે’ ફિલ્મ 11 એપ્રિલ 2025ના રોજ, જોતિરાવ ફુલેના જન્મદિવસે રજૂ થવાની હતી, પરંતુ સેન્સરબોર્ડે ફિલ્મમાં સુધારા સૂચવ્યા તેથી હવે 25 એપ્રિલના રોજ રજૂ થશે. સેન્સરબોર્ડના વાંધાઓ બાબતે ઊહાપોહ થયો છે. ભૂતકાળમાં લઈ જનારી ‘સત્તા’ને ફુલેના પ્રગતિશીલ વિચારો પચે નહીં તેવા હતા. અલગ અલગ બ્રાહ્મણવાદી સંગઠનોએ ફિલ્મ સામે વિરોધ નોંધાવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક છે અનંત નારાયણ મહાદેવન. પટકથા લેખક છે દારબ ફારુકી. મુખ્ય ભૂમિકામાં પ્રતીક ગાંધી અને પત્રલેખા છે.
જોતિરાવ કહે છે : “આ પુસ્તક લખવાનો મારો હેતુ ફક્ત એ બતાવવાનો જ નથી કે બ્રાહ્મણોએ કેવી રીતે શૂદ્રોનું શોષણ કર્યું પણ સરકારની આંખો ખોલવાનો પણ છે કે અત્યાર સુધી સતત ઉપલા વર્ગને શિક્ષણ આપવાની જે નીતિ ચાલી રહી છે એ શાસન માટે ખૂબ જ વધારે વિનાશકારી અને મુશ્કેલીભરેલી છે. અંગ્રેજ શાસનના કારણે ભારતમાં પશ્ચિમી સભ્યતા અને શિક્ષણનો પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, પણ એનો લાભ ફક્ત ઉપલા વર્ણનાં લોકો અને એમાં પણ ખાસ કરીને બ્રાહ્મણોમાં ઉચ્ચશિક્ષિત નવા વર્ગનું નિર્માણ થયું છે, જે વર્ગ અંગ્રેજ શાસન ચલાવવા માટે નોકરશાહીના રૂપે મદદ કરી રહ્યો છે. ધર્મના માધ્યમથી ‘બ્રાહ્મણ પુરોહિતશાહી’ અને સરકારના માધ્યમથી ‘બ્રાહ્મણ નોકરશાહી’ એવાં બેવડાં શોષણચક્રમાં શૂદ્ર-અતિશૂદ્રો ફસાઈ ગયા છે. હાલના શાસન દ્વારા ફક્ત ઉપલા વર્ગને શિક્ષિત કરવાનું એ પરિણામ રહ્યું છે કે સરકારમાં લગભગ બધા જ ઊંચા હોદ્દાઓ પર ફક્ત બ્રાહ્મણ બેઠા છે. જો મહેનતુ ખેડૂતોના કલ્યાણની કોઈ ચિંતા સરકારને હોય તો સરકારની આ જવાબદારી છે કે એ અગણિત કુકર્મોને રોકે અને આ પદો ઉપર રહેવાનો જે એકાધિકાર બ્રાહ્મણોએ મેળવ્યો છે એને ઓછો કરે. અને થોડાક સાર્વજનિક હોદ્દાઓ બીજી જાતિના લોકોને પણ આપે. તેથી સરકારે શૂદ્રોના શિક્ષણ માટે વ્યવસ્થા કરવી જોઈએ કેમ કે શૂદ્ર આ દેશના સ્નાયુ અને પ્રાણ છે. પ્રશાસનમાં યોગ્ય નોકરીઓ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ અને આ રીતે શૂદ્રો-અતિશૂદ્રોને શોષણમાંથી મુક્ત કરવા જોઈએ.”
“શૂદ્રો રોદણાં રડે છે કે ‘બ્રાહ્મણ કુલકર્ણીના કારસ્તાનને કારણે બ્રાહ્મણ મામલતદારે મારી અરજી યોગ્ય સમયે સ્વીકારી નહીં, આથી મારા વિરોધીએ મારા બધા સાક્ષીઓને ફોડી, ઊલટો મને જ જામીન મેળવવા માટે વિવશ કર્યો.’ કોઈ કહે છે કે ‘બ્રાહ્મણ મામલતદારે મારી અરજી લીધા બાદ આજ સુધી દબાવીને રાખી મૂકી છે. પણ મારા વિરોધીની અરજી બીજા દિવસે લઈને જ એની સુનાવણી કરી દીધી અને મારા અધિકારો સમાપ્ત કરી મને ભિખારી બનાવી દીધો.’ કોઈ વળી એમ કહે છે કે ‘બ્રાહ્મણ મામલતદારે મારા કહેવા પ્રમાણે મારી જુબાની લખી નથી અને પછી એ જ જુબાની ઉપરથી મારી ફરિયાદના વિષયને એવો ગૂંચવડાભર્યો બનાવી દીધો કે હવે હું ગાંડો બની જઈશ એવું લાગે છે.’ કોઈ કહે છે કે ‘મારા વિરોધીઓએ બ્રાહ્મણ મામલતદારની સલાહથી મારા ખેતરમાં હળ ચલાવ્યું ત્યારે મેં તરત જ એ બ્રાહ્મણ મામલતદાર પાસે જઈ એની સાથે નમ્ર થઈ જમીન ઉપર હાથ અડાડતાં દંડવત પ્રણામ કર્યા અને એની સાથે એક શબ્દ પણ ન બોલતા એના હાથમાં મારી અરજી આપી અને ચાર-પાંચ ડગલા પાછળ હટીને બે હાથ જોડી એની સામે ધ્રૂજતા ઊભો રહ્યો. એટલામાં એ યમદૂતે મારા ઉપર નીચેથી ઉપર સુધી નજર ફેરવી તરત એ અરજી મારી ઉપર ફેંકતા કહ્યું કે તે કોર્ટનું અપમાન કર્યું છે અને એમ કહેતાની સાથે જ મને દંડ કર્યો. એ દંડ ભરવાની મારી ત્રેવડ ન હોવાથી મારે કેટલાયે દિવસો સુધી જેલમાં રહેવું પડ્યું. બીજી તરફ મારા વિરોધીએ ખેતરમાં બીજની વાવણી કરી મારું ખેતર પોતાના કબજામાં લઈ લીધું એના માટે મેં કલેકટર સાહેબને બે ત્રણ અરજીઓ આપી. પણ ત્યાં પણ મારી અરજી બ્રાહ્મણ બાબુ એ ક્યાં દબાવીને રાખી દીધી એની કંઈ જ ખબર નથી પડતી ત્યારે હવે આના માટે શું કરવું? ક્યાં જવું?’ કોઈ કહે છે કે ‘બ્રાહ્મણ કર્મચારીએ કલેક્ટર સાહેબ સમક્ષ મારી અરજી વાંચી અને કહ્યું કે આ તો ખૂબ ફરિયાદ કરનાર વ્યક્તિ છે.’ વળી કોઈ કહે છે કે ‘ભગવાનની પૂજાના નિર્ધારિત સમય અનુસાર બ્રાહ્મણના ઘરોમાં વસ્તુઓ પૂરી પાડતાં પડતાં મારું ઘરબાર વેચાઈ ગયું, ખેતરો ગયાં. અનાજ ગયું અને મારા ઘરની દરેક વસ્તુ ખલાસ થઈ ગઈ. મારી ઘરવાળીના શરીરનું એક તૂટેલું ઘરેણું પણ ન બચ્યું. અને જ્યારે છેવટે અમે બધા ભૂખે મરવા લાગ્યા ત્યારે મારા નાના ભાઈઓએ છૂટક મજૂરીનો ધંધો કરી, તેઓ સડક બનાવવાના કામમાં માથે વજન ઊંચકવા લાગ્યા. પણ ત્યાં પણ બધા બ્રાહ્મણ સાહેબો કોઈ પણ કામને હાથ લગાડતા નહીં, ફક્ત રોજ સવાર સાંજ એકવાર આવી, હાજરી પૂર્યા બાદ કોઈ મરાઠી સમાચાર પત્રોમાં કોઈ અંગ્રેજે ધર્મની હાંસી ઊડાવી હોય એવા સમાચાર જતાં જતાં સંભળાવી પોતપોતાના ઘરે ચાલ્યા જતા હતા. સરકાર આ બ્રાહ્મણોને છૂટક મજૂર કરતા બમણો પગાર આપતી હતી છતાં જો પગાર થયા બાદ કોઈ શ્રમિકે એમને કંઈક ઉપલક નાણાં ન ચૂકવ્યાં હોય તો તરત જ બીજા દિવસે એમના ઉપરી સાહેબને એ શ્રમિકની અનેક પ્રકારની ચૂગલી કરી એની હાજરી ભરતાં નહીં.’ આવી અનેક પ્રકારની બ્રાહ્મણો દ્વારા અપાતી તકલીફોનાં કારણે શૂદ્રો ઘેર જઈ દંડ દંડ આંસુ પાડે છે. આ બધા બ્રાહ્મણો અઢાર વર્ણોના ગુરુ છે, એટલે એ જેવું પણ વર્તન કરે, આપણે શૂદ્રોએ એક પણ શબ્દ ન કહેવો જોઈએ, શૂદ્રોએ એમની આલોચના ન કરવી જોઈએ, આવું એમના ધર્મશાસ્ત્રો કહે છે.”
ફુલે : “જ્યારે મેં બ્રાહ્મણ અને સંલગ્ન સમુદાયોની છોકરીઓ માટે શાળાઓ ખોલી ત્યારે સરકારે મારું સન્માન કર્યું. પરંતુ પછીથી મને અતિશૂદ્રોના છોકરાઓ અને છોકરીઓ માટે શાળા ખોલવાની ખૂબ જ જરૂર સમજાઈ. તેથી મેં મોટી સંખ્યામાં બ્રાહ્મણ સભ્યોની નોંધણી કરાવી, આ કાર્ય માટે તેમનો સહયોગ મેળવ્યો અને તે બધી શાળાઓ તેમને સોંપી દીધી. ત્યારબાદ, મેં 1851માં અતિશૂદ્ર સમુદાયના છોકરાઓ અને છોકરીઓ માટે અલગ શાળાઓ ખોલી. ઘણા અંગ્રેજ સજ્જનોએ મને ઉદારતાથી મદદ કરી. મહેસૂલ કમિશનર Reeves સાહેબની મદદને હું ક્યારે ય ભૂલીશ નહીં. આ પરોપકારી અંગ્રેજ વ્યક્તિએ મને સમયસર મૂલ્યવાન દાન આપીને મદદ કરી, પોતાના વ્યસ્ત સમયપત્રકમાંથી સમય કાઢીને અતિશૂદ્ર બાળકો માટે આ શાળાઓની મુલાકાત લેતા અને વિદ્યાર્થીઓની અભ્યાસમાં પ્રગતિ વિશે પ્રેમથી પૂછતા. તેઓ આ સારા કાર્યને પ્રોત્સાહન આપતા. હું કેટલાક અન્ય પરોપકારી અંગ્રેજોનો પણ આભાર માનું છું જેમણે મારા શૈક્ષણિક કાર્યમાં મને શક્ય તેટલી મદદ કરી. મેં મારા કેટલાક બ્રાહ્મણ મિત્રોનો સહકાર મારા કાર્ય માટે લીધો હતો. પરંતુ જ્યારે મેં મારી શાળાઓમાં બ્રાહ્મણોના પૂર્વજો દ્વારા લખાયેલા બનાવટી ધાર્મિક પુસ્તકોમાં સમાવિષ્ટ છેતરપિંડીને



