બોલો,
શું કરો છો?
કેમ? શું કરવાનું?
રાજધાનીમાં બેઠા છીએ.
માથે ફર ફર ફરકતા ઝંડાનો અવાજ
કાન પર ફરક્યા કરે છે
અને
આંગળીઓના નખ રોજેરોજ વધ્યા કરે છે.
આંગળીઓના વધતા નખ જોતાં જોતાં
બસ બેઠા છીએ !
ક્યારેક નખની ધાર કાઢીએ છીએ.
બેઠા છીએ, બસ !
ક્યારેક થાય છે કે લાવ,
નેઇલ પોલિશથી નખોને રંગી કાઢું,
રૂપેરી રંગે રંગી કાઢું,
ચમકતાં ચપ્પા જેવા !
ક્યારેક થાય છે કે …..
સૌજન્ય : “નિરીક્ષક” – ડિજિટલ આવૃત્તિ; 13 ઍપ્રિલ 2020