એ મૂકે છે હળવે-હળવે પગ
ગંગામૈયાના પાણીમાં
તણાઈ ગયેલાં શબોના ચહેરાઓ સાદ કરે છે એને
ૐ શાંતિ!
મંદિરમાં પહોંચી
ધ્રૂજતા હાથે કૅમેરા સામે ઉતારે છે આરતી,
એ વગાડે છે ઘંટ,
યાદ આવે છે આ શસ્ત્રોથી જ
માંડ્યો’તો હારી ગયો એ જંગ!
ૐ શાંતિ!
દવા, ઈલાજ, પ્રાણવાયુ વિના તડપતા
અવાજો બની ગયા ધુમાડો
અવાજોની ભૂતાવળ માંડે છે ગોકીરો!
એ વગાડે છે ઘંટ,
ૐ શાંતિ!
ઘંટ અમોઘશસ્ત્ર છે એનું,
ઘંટ રક્ષાકવચ છે એનું,
મલેચ્છોના માથે મારો ઘંટ,
ગોત્ર વિનાની ખોવાઈ ગઈ છે એમની
કાલસર્પવાળી કુંડળી!
ૐ શાંતિ!
એ વગાડે છે ઘંટ
ને બંધ થઈ જાય છે આખા ય કાશ્મીરનું નેટવર્ક!
ૐ શાંતિ!
પગની પિંડીઓ ફૂલી જાય એમ રમરમાટ ભાગતા
મજૂરોની સાઇકલની ઘંટડીઓ પહોંચાડે નહીં ખલેલ એટલે,
એ વગાડે છે ઘંટ
ૐ શાંતિ!
ઘંટ વાગતાવેંત નીકળી પડે છે અનુચરો
ઢાળી દે છે ઘંટ સિવાયના કોઈ પણ અવાજને!
ૐ શાંતિ!
એ વગાડે છે ઘંટ.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2022; પૃ. 13
 


 કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે.
કપરાં કોરોનાકાળમાં વટહૂકમથી લેવાયેલાં ત્રણ કૃષિબિલ આખરે મોદી સરકારે પાછા ખેંચવા પડ્યાં! ૧૪ મહિના કડકડતી ઠંડી, કાળઝાળ ગરમી, ભારે વરસાદ ઉપરથી સરકારી ત્રાસ છતાં ય ખેડૂતો ડગ્યાં નહીં. નવસો ખેડૂતો શહીદ થયાં છે. ઉત્તરાખંડથી યુ.પી. સુધી સરકારે સેંકડો ખેડૂતો પર આંદોલન કરવા બદલ કેસો કર્યાં છે. સામ, દામ, દંડ, ભેદની તમામ સરકારી પ્રયુક્તિને કિસાન એકતાએ પાછી પાડી. મોદીનો પહેલો પરાજય સુપ્રિમ કૉર્ટ આ ત્રણ કોર્પોરેટી કાળા કાનૂન સ્થગિત કર્યા હતા ત્યારે જ થયો હતો, પરંતુ આંદોલનથી એ નિર્ણયને બળ મળ્યું. કિસાન આંદોલનની આ જીત ભારતની રાજનીતિમાં ઐતિહાસિક સીમાચિહ્ન છે. ક્યાંક નવટાંક, નવટાંક હેરોઇન મળી આવે ત્યારે હાકલા, પડકાર કરતું મીડિયા, ડ્રગ દો મુઝે ડ્રગ એમ તાબોટા પાડતા અર્ણવભાઈ ગોસ્વામી સહુ કોઈ અદાણીના મુંદ્રા પોર્ટમાં ત્રણ ટન હેરોઇન મળી આવ્યું છે, ત્યારે મોં પર માસ્ક લગાવીને બેસી ગયાં છે. ભારત સરકાર, ગુજરાત સરકાર કે કોઈ છપ્પનની છાતીએ પણ એક નાનકડો ઉદ્દગાર સુધ્ધાં કાઢ્યો નથી કેમ કોઈ બોલતું નથી કે એક એક જવાબદારને છોડીશું નહીં. શું આ નાનીસૂની ઘટના છે? ૨૧,૦૦૦ હજ્જાર કરોડનું આ હેરોઇન ભારતમાં ફરી વળશે તો? પણ ભાઈબંધની સંડોવણી હોય ત્યાં મૌન રહેવાની ભા.જ.પ.ની સંસ્કૃતિ છે. આતંકવાદીઓનો મિત્ર અને છવ્વીસમી જાન્યુઆરી ટાણે જ ધડાકા કરવા કાશમીરથી રવાના થયેલો, પુલવામાનો ડી.એસ.પી. શેરે કાશ્મીરનો જેને ભા.જ.પે. પુરસ્કાર આપેલો એ દેવેન્દ્રસિંહ પકડાયો ત્યારે પણ આ રાષ્ટ્રવાદી પક્ષ મૌન થઈ ગયેલો. બાકી તો ભાઈબંધ ન હોત તો શહેરે શહેરે ઠાઠડી બાળી હોતા! ન ગદ્દાર કહેવાયો કે ન મુર્દાબાદ.
ક્યાંક નવટાંક, નવટાંક હેરોઇન મળી આવે ત્યારે હાકલા, પડકાર કરતું મીડિયા, ડ્રગ દો મુઝે ડ્રગ એમ તાબોટા પાડતા અર્ણવભાઈ ગોસ્વામી સહુ કોઈ અદાણીના મુંદ્રા પોર્ટમાં ત્રણ ટન હેરોઇન મળી આવ્યું છે, ત્યારે મોં પર માસ્ક લગાવીને બેસી ગયાં છે. ભારત સરકાર, ગુજરાત સરકાર કે કોઈ છપ્પનની છાતીએ પણ એક નાનકડો ઉદ્દગાર સુધ્ધાં કાઢ્યો નથી કેમ કોઈ બોલતું નથી કે એક એક જવાબદારને છોડીશું નહીં. શું આ નાનીસૂની ઘટના છે? ૨૧,૦૦૦ હજ્જાર કરોડનું આ હેરોઇન ભારતમાં ફરી વળશે તો? પણ ભાઈબંધની સંડોવણી હોય ત્યાં મૌન રહેવાની ભા.જ.પ.ની સંસ્કૃતિ છે. આતંકવાદીઓનો મિત્ર અને છવ્વીસમી જાન્યુઆરી ટાણે જ ધડાકા કરવા કાશમીરથી રવાના થયેલો, પુલવામાનો ડી.એસ.પી. શેરે કાશ્મીરનો જેને ભા.જ.પે. પુરસ્કાર આપેલો એ દેવેન્દ્રસિંહ પકડાયો ત્યારે પણ આ રાષ્ટ્રવાદી પક્ષ મૌન થઈ ગયેલો. બાકી તો ભાઈબંધ ન હોત તો શહેરે શહેરે ઠાઠડી બાળી હોતા! ન ગદ્દાર કહેવાયો કે ન મુર્દાબાદ.