અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે.
સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે દરેક સર્જકનું એ જાગતિક-અજાગતિક સપનું બની રહે છે. છવ્વીસ પ્રકરણોમાં વિશ્વ ભરના વિજેતાઓએ પોતાની કેફિયત વર્ણવી છે અને એ સીમાચિહ્નરૂપ છે. બ્રિટન, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં એકવીસ જેટલાં સ્ત્રી-પુરુષ અનુવાદકોએ પોતાનો કસબ દર્શાવીને પુસ્તકને આસ્વાદ્ય બનાવવાની મહેનત કરી છે, જેમાં નવ લેખિકાઓ અને બાર લેખકો છે. સંપાદકીય ચીવટ અને સૂઝસમજનો ધ્યાનાકર્ષક વિનિયોગ થયો છે. અદમ ટંકારવીથી એમનાં નામ-કામનાં કારણે પરિચિત તો પંચમ શુકલ “મા પાસે શીખ્યો છું હું “ કાવ્યનાં કારણે મને પોતીકા લાગ્યા છે. વિપુલભાઈ તો ખાસ્સા નજીક લાગે, કારણ કે એકાદ અછડતી મુલાકાત છતાં એમણે મને વખતોવખત યાદ કરીને સાહિત્યક્ષેત્રે વિશાળ વર્તુળનો પરિચય કરાવ્યો છે. સૌથી વધારે યાદ રહી ગયો છે એ કાર્યક્રમ જે અભિવ્યક્તિની રૂંધામણને ટાઢી પાડતી નાગરિક હિલચાલના સંદર્ભે હતો.
અહીં વિજેતાઓમાં સાત લેખિકાઓ અને ઓગણીસ લેખકો છે. વિશ્વભરના સર્જકોની કેફિયત મૂળસોતી, પારદર્શક, વિચારવંત અને સહજ અનુભૂતિની અભિવ્યક્તિ છે. આ પુસ્તક એક બેઠકે વાંચી શકાય એવું નથી, કારણ કે એક એક પ્રકરણમાંથી પસાર થઈએ એટલે જે તે સર્જક અને તેના વસવાટના દેશની વાસ્તવિક સ્થિતિમાં વાચક તરીકે સહયાત્રા માણવાનું ચૂકી શકાય એમ નથી. અભ્યાસપૂર્ણ સંપાદકીય લેખ જ ધ્યાનાકર્ષક છે, જે ચારસો છવ્વીસ પાનાનાં ફલક પર ફેલાયેલી કેફિયતોનું પ્રતિબિંબ છે. વિવિધ
ભાષાના સર્જકોએ પોતાની કેફિયત માતૃભાષામાં આપી હોય તો તેનાં અંગ્રેજી અનુવાદના આધારે એનું ગુજરાતીકરણ થયું છે. પુસ્તક વાંચતા મૂળ ગુજરાતીમાં લખાયું હોય એવી છાપ પડે છે. બે સર્જક જાતે ઈનામ સ્વીકારવા હાજર રહી શક્યા નહીં, એટલે ટોમસ ટ્રાન્સ્ટ્રોમર વતી એમના જીવનસંગિની મોનિકાએ સંક્ષિપ્તમાં એમની કેફિયત આપી છે અને બીજી અભિવ્યક્તિ એલિસ મુનરોની છે તે મુલાકાતરૂપે છે.
મારા પર પડેલી પ્રથમ છાપ એ છે કે દરેક સર્જક માટે Personal is Political – यथा पिंडे तथा ब्रह्मांडे – જે પિંડમાં છે તે બ્રહ્માંડમાં કે વૈશ્વિક છે તે ભાવના બરકરાર છે. લગભગ દરેકના લેખનનાં મૂળિયાં બાળપણમાં સાંભળેલી વાર્તાઓ, અનુભવો પર વિસ્તરેલાં છે. આમ નકરી વાસ્તવિકતાની ભોંય પર એમની સર્જકતા વિસ્તરેલી છે. સાહિત્યનાં કોઈ ધારાધોરણોની કે માળખાગત નિયમો આધારિત સર્જનની બોલબાલા અહીં નથી દેખાઈ. પોતાના વાસ્તવિક અનુભવોની નિર્ભેળ અનુભૂતિ જ લેખનશૈલીને વિશ્વસનીય, ધારદાર, મંજાયેલી રાખે છે તે મુખ્ય સૂર સ્ફુટ થતો રહે છે. બીજી આંખે ઊડીને વળગે એવી વાત એ છે કે માણસજાત અત્ર તત્ર સર્વત્ર કોઈ પણ ભેદભાવ વગર સરખી જ છે એટલે કે એનાં વૃત્તિ-વલણમાં પ્રગટતી સારીનરસી તમામ લાગણીઓમાં કોઈ ફરક નથી. ખાસ કરીને હિંસક મનોવૃત્તિ તો સાર્વત્રિક જણાય. युद्धस्य कथा रम्या:॥ ભલે કહેવાયું હોય પરંતુ યુદ્ધ ક્યારે ય કોઈને માટે આશીર્વાદ નથી ને નથી જ તે અહીં વારંવાર દોહરાતું જણાયું છે. દુનિયાના તમામ પ્રદેશોમાં વર્ણ, વર્ગ, જાતિ, લિંગનો પ્રભાવ એકરસ કે સમરસ છે. આદિવાસીઓ, વિસ્થાપિતો, દલિતો, સ્ત્રીઓ, ગરીબોની સ્થિતિમાં કોઈ ફરક નથી.
નામોના ઉચ્ચાર કરતા ન આવડે અને અર્થ યાદ ન રહે તેવી અભિવ્યક્તિમાં પણ સરેરાશ-સામાન્ય સ્ત્રી પુરુષોનો દરજ્જો, કસોટી, વિટંબણા, પડકારો જગતભરમાં સરખા છે તે મને સમજાયું છે. ઘર-વર-છોકરાંને સાચવીને લખતી લેખિકાઓ સાર્વત્રિક છે. પોતે કેમ લખે છે, ક્યારથી લખે છે, શું અનુભવે છે, કદરદાનીની મોહતાજી વગર લખે છે ઉપરાંત બોલી કે ભાષાના ભવિષ્યથી લઈ ગરીબી, ભૂખ, અપમાન, અવગણના અને સ્થાપિત હિતો સામે સામે પૂરે તરનારી પ્રજાનો અવાજ બુલંદ કરવા મથતાં સર્જકો એક નાતના છે તે અહીં સુપેરે આલેખાયું છે. સત્તાધારીઓ કેવી રીતે તમામ સંશાધનો પર પ્રભાવક બને છે અને વખત આવે એમની ખાલ ઊતરી જાય છે અને તેમનો અહંકાર, સ્વાર્થ, સ્વકેન્દ્રિતતા, કહેવાતો રાષ્ટ્રપ્રેમ, પરિવારપ્રેમ, ઓળખની કટોકટી અને અન્ય પરિબળો મુખર થઈ સર્વનાશ વેરે છે તે સમજાતાં વાર નથી લાગતી એટલી હદે એ જગતભરમાં પોતાનો પંજો ફેલાવીને બેઠા છે. આવી નકારાત્મકતાઓ વચ્ચે પોતાની અભિવ્યક્તિ દ્વારા પોતાનો નગરખાનામાં તતૂડી જેવો અવાજ દુનિયાભરમાં સંભળાયો તેનું કારણ એમની સર્જન કે લેખિત અભિવ્યક્તિને વિવિધ ભાષાના અનુવાદકોએ પોતાના અવાજમાં તબદિલ કરી છે, વૈશ્વિક મંચ પર પોંખાવાનાં કારણે સર્જકો પોતાની વાત કેન્દ્રમાં આવી કહી શકે છે તે માટે દરેક વક્તા કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.
પોતાની અભિવ્યક્તિને સાહિત્ય થકી ઉજાગર કરનારાં કંઈકેટલા સર્જકોને મોતને ઘાટ ઉતરવું પડ્યું કે જેલોમાં સબડવું પડ્યું, દેશપાર થવું પડ્યું તેની દાસ્તાન પણ સરખી છે. તાકાતવર, સંપન્ન, સત્તાધારી લોકો કેવી રીતે વર્તે છે છતાં કલમનો એક ઝટકો એમને કેટલી અસલામતી અને અનિશ્ચિતતાનો અહેસાસ કરાવે છે તે અહીં બુલંદ અવાજે કહેવાયું હોય એમ લાગે છે કારણ કે અહીં આપણે જે દુનિયામાં જીવ્યાં છીએ કે જીવી રહ્યાં છીએ તેનો પડઘો પડે છે અને દર્શન સુપેરે થાય છે કારણ કે હવે એક અવાજ અંતહિન અવાજોમાં પલટાઈ ગયો છે, પરંતુ એ કર્કશ નથી એમાં આક્રંદ, આક્રોશ, ચુપકીદીનો પ્રભાવ, નીડરતા, હિંમત, સરફરોશીની તમન્ના સમેત સઘળું વણાઈ ગયું છે. આ સર્જકોનું સર્જન કે વક્તવ્યો ફક્ત નિરાશા, દુ:ખ, હોંસાતોંશી, ઈર્ષ્યા, અદેખાઈ, વેરઝેરનું જ વમન કરે છે એવું નથી. આશા, ઉત્સાહ, આનંદ, ગૌરવ, પ્રેમની સકારાત્મકતાને પણ ઘૂંટે છે.
મને જે સત્યદર્શન થયું તે આ : અંતે તો પ્રેમ જ દુનિયાને જિવાડે છે અને જિવાડશે.
સૌજન્ય : બકુલાબહેન દેસાઈ-ઘાસવાલાની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()


એ જ રસ્તે ચાલવાનું પછીના શાસકોને ફાવતું પડી ગયું? આપમેળે જ કટોકટી અને પાલન. મેં બોઈ બી’ની ને ચાઈ બી’ની.
કારોનું ઉલ્લંઘન, નિર્દયતા, હિંસા, પૂર્વગ્રહ, દ્વેષ અને અલ્પસંખ્યકોનું દમન પછી દુનિયામાં ગમે ત્યાં એ થતું હોય, વગેરેને ધ્યાનમાં નહીં લઈએ, આ બધાંના વિરોધમાં ઊભા નહીં રહીએ અને સત્તાના કેન્દ્રને આપણો સહિયારો અવાજ સાંભળવા ફરજ નહીં પાડીએ, તો આપણી નિષ્ક્રિયતાનાં વરવાં પરિણામોના જવાબદાર બીજા કોઈ નહીં, પણ આપણે પોતે જ હોઈશું. (નાગરકર, ૨૦૧૫ : ૫ પાનું ૪ અને ૫)”
ત્યાર પછી હેમાંગ કૉલોનિયલ-પોસ્ટ કૉલોનિયલ પ્રવાહની ચર્ચા કરી કોલાટકરના પ્રદાનને મૂલવે છે. સાથે કૉસ્મોપોલિટનનો અર્થધ્વનિ બે રીતે પ્રગટ કરતા લખે છે કે એક અર્થ મુંબઈ જેવા શહેરમાં વસતો સમુદાય જે ધર્મ, સંપ્રદાય, વર્ગ, વર્ણ, જાતિના ભેદભાવ વગર શાંતિથી રહે છે, જે મધ્યમવર્ગ છે, તો બીજો અર્થ સ્વ અને આંતરદ્વંદ્વને પ્રગટ કરે છે.એને બૃહદ્દ પરિપ્રેક્ષ્યમાં યુરોપિયન ઓલ્ટર ઇગો સુધી લઈ જઈ યહૂદી કલાકાર અને બુદ્ધિજીવી વગર યુરોપિયન કૉસ્મોપોલિટનનું પોત શું હોય તે દર્શાવવાની કોશિશ સાથે યુરોપિયન મૉડર્નિટીની વાત પણ કરે છે. અલ્પસંખ્યકની સભાનતા પણ અહીં અભિપ્રેત છે. અહીં હેમાંગ પોતાના, ચૌધરીના અને અન્ય વિદ્વાનોના મંતવ્યને પણ પ્રમાણી વિશદ ચર્ચા કરે છે. તેનું મૂળ છેવટે ઓળખની કટોકટી અને બેઘરપણું, અનિકેત, રોજિંદી ભાષા ભમતારામ સુધી અને સમાંતર બોહેમિયન સંસ્કૃતિના પરિચય સુધી પહોંચે છે, જેને માત્ર ને માત્ર સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે જ નિસબત છે. પછી બિટનિક કવિઓ અને બોહેમિયનના સંબંધને વર્ણવી મૉડર્નિટીનું વર્તુળ પૂરું કરે છે. જે કવિને પોતીકાપણાથી લઈ સાંસ્કૃતિક મૂળિયા સુધીની ખોજ તરફવાળી સ્વથી સમષ્ટિ સુધી વિચારી સર્જન માટે ઘડતર કરે છે, એટલે જ કોલાટકર પોતે મનપસંદ કવિઓની વાત કરે છે, ત્યારે વિશ્વભરના કવિઓ સાથે નામદેવ અને તુકારામને પણ જોડે છે. એમનું વાચન બહોળું, ગહન અને વૈવિધ્યસભર પણ છે. અહીં હેમાંગ કોલાટકરના દ્વિભાષી સર્જનની વાત કરી તેઓ કેવી રીતે મૌલિકતા અને અનુવાદના અરસપરસ સંબંધોનો છેદ ઉડાડી મરાઠી-અંગ્રેજીમાં એક જ કૃતિનું સર્જન કરી પોતાની નિર્બંધતાનો પરિચય આપે છે, તેનું વિવરણ કરે છે. તો અન્ય ભાષાની કવિતાઓને આત્મસાત્ કરી એનું નવસર્જન કરવાની હથોટીનો અણસાર પણ અહીં મળે છે, જેમ કે ઝેકીનાં કાવ્યો. તો વાનગીઓનો શોખ પણ એમને વિવિધ રેસ્ટોરાંથી ભોજનાલયોની મુલાકાતથી કાલાઘોડાના શિરામણનું કાવ્યસર્જન કરવા સુધી લઈ જાય છે. જે કૉસ્મોપોલિટન જીવનને અલગ અંદાજે વર્ણવે છે, તો ભૂખ અને ભોજનનાં સત્યને પણ કલાત્મક રીતે ઉજાગર કરે છે. પરિભ્રમણ, સ્થાપિત, વિસ્થાપિતની પ્રક્રિયાને વર્ણવતાં કાવ્યો સાથે પોતાનું એક રૂમના ઍપાર્ટમેન્ટમાં રહી જાળવેલું અસ્તિત્વ અને એના વૈશ્વિક સંબંધનો અનુબંધ જાળવી રાખી મૉડર્નિઝમ સાથે કાવ્યાત્મક અભિવ્યક્તિ કરવાની પ્રક્રિયાનો ખ્યાલ આપવાનો પ્રયત્ન થયો છે, તો નવરાધૂપ બની રખડપટ્ટી કરી વર્તમાન નીરખી અલગારી આવિષ્કારની રીતને પણ ઉજાગર કરી છે. ટોળામાં રહેવું અને અલિપ્ત રહેવું અને સઘળું નવ્યદૃષ્ટિથી જોવું – માણવું અને સર્જવું આ બધાં કોલાટકરની સર્જકતાનાં અભિન્ન અંગ છે. હેમાંગ આ બધાં પાસાંને કાલાઘોડાનાં કાવ્યોમાં તપાસવાનો ઉદ્યમ પણ કરે છે.
ગાંધીજી અને લાદેન વચ્ચે સંવાદ શક્ય છે કે કેમ એવો પ્રશ્ન થાય ત્યારે પહેલો વિચાર એ આવે કે એવો પ્રશ્ન ઉદ્દભવ્યો જ કેવી રીતે ! જો કે જેઓ ગાંધી વિચાર, જીવન અને કવન બાબતે અભ્યાસુ છે તેમને માટે આવો વિચાર સહજ છે. પ્રા.ભીખુભાઈ પારેખ ગાંધી વિચાર – આચારનું તટસ્થ વિશ્લેષણ કરી તેને પ્રસ્તુત કરવા માટે અધિકૃત વ્યક્તિ છે. આ પુસ્તિકા જે પ્રકરણ સંબંધે લખાઈ છે તે વિશે અગાઉ પણ વાંચેલું કે સાંભળેલું. જો કે મૂળ પુસ્તક Debating India મેં વાંચ્યું નથી, એટલા પૂરતી હું અજાણ કહેવાઉં. તેથી પણ હું આ ભાવાનુવાદિત પુસ્તિકાને ધ્યાનમાં રાખીને જ અહીં મારા પર શું છાપ ઊભી થઈ તે લખીશ.