
ન તો એમની પ્રતિમા ઊંચાઈની મોહતાજ છે, ન તો એમની પ્રતિભા કોઈ હોદ્દાની મોહતાજ છે
ભર કાળીચૌદશે પણ આપણી કને શાયરનું એ આશ્વાસન અલબત્ત અકબંધ છે કે, રાતભર કા હૈ મહેમાં અંધેરા … પણ કાળી ડિબાંગ રાત્રિ અને અરુણિમ ઉષા, કેમ કરીને કાપવું એ બે વચ્ચેનું અંતર? ભારતવર્ષની સ્વરાજનિયતિ એ વાતે કંઈક ખુશકિસમતીનો અહેસાસ અવશ્ય કરી શકે કે એની કને ગાંધીનેહરુપટેલ શકે જેવી મળતાં મળે એવી એક સ્વરાજત્રિપુટીનું સુમિરન દિવાળીની દીપમાળ સરીખું છે.
હમણાં ગાંધીનેહરુપટેલ એ મળતાં મળે એવી ત્રયીનું નામ એકશ્વાસે લીધું; પણ આજકાલ સુરખીઓમાં તે પૈકી સવિશેષ કોઈ એક નામ હોય તો તે પટેલ કહેતાં સરદારનું છે. જ્યાં સુધી ભાજપનો સવાલ છે, એની મુશ્કેલી સમજી શકાય એવી છે. ગાંધીનેહરુપટેલ સામે સ્વરાજસંગ્રામ અને સ્વરાજનિર્માણ બેઉ સંદર્ભે મૂકી શકાય એવું કોઈ મોટું નામ સંઘ પરિવાર પાસે નથી. એટલે અખિલ હિંદ અપીલ ધરાવતી આદર્શમૂર્તિને મુદ્દે એને ફાંફાં છે. મુખરજી અંતે તો ચોક્કસ વર્તુળના અને સાવરકરને વળી ચોક્કસ વણછો. એટલે કરવું શું.
આ સંજોગોમાં જવાહરલાલના વિકલ્પે અને વિરોધમાં સરદારનું નામ સોમનાથની સાખે ખપ આવી શકે એવું ખસૂસ છે. કોંગ્રેસે કોંગી સુધીનું અંતર કાપવા દરમિયાન વચગાળાનાં કેટલાંક વરસો સરદારને કોરાણે મૂકીને ભાજપને હાઈજેકિંગ સારુ રન વે પણ ઠીક પૂરો પાડયો છે, પણ થાઉં થાઉં થનગન સૌને થોડીક હકીકતી સુધબુધ કાં તો સોમનાથનિર્માણ એક બિનવિવાદી સ્થળે થયું હતું, પણ એ હાથ ધરનાર સરદારે જ દેશના ગૃહમંત્રી તરીકે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને એવી તાકીદ કરવાપણું જોયું હતું કે વિવાદાસ્પદ સ્થળે કથિત રામમંદિરને તાળાબંધ જ રાખશો.
નેહરુ અને પટેલ, ગાંધીને બાજુએ રાખીને ભારતના ભાગલા તરફ વળ્યા ત્યારે નિર્ણયાત્મક પહેલ પટેલની હતી. નેહરુ-પટેલ બેઉનું કાળજું કકળતું હતું, પણ વાસ્તવદર્શી લોહપુરુષે અણગમતા ફેંસલાને પાકો કરી આપ્યો. પૂર્વ બંગાળથી પશ્ચિમ બંગાળમાં ચાલુ હિજરતના સંજોગોમાં ભારત-પાક. સમજૂતીની જરૂરત જાણી પશ્ચિમ બંગાળને શાંત પાડી વિશ્વાસમાં લેવાની જવાબદારી નેહરુ વતી ભાંગલી તબિયતે પણ સરદારે પાર પાડી. ગાંધીએ બંગાળમાં બજાવેલી અનન્ય શાંતિસેવાનું એક અર્થમાં આ વહીવટી વહેવારુ પાસું હતું મુસ્લિમબહુલ કાશ્મીર ખીણનું પાકિસ્તાનમાં જવું સરદારને આરંભે સહજ લાગ્યું હશે. કંઈ નહીં તો પણ એ તે અંગે તટસ્થ અને ઉદાસીન હતા.
અલબત્ત, કબાઈલી મહોરા સાથેની પાક. આક્રમણ ચેષ્ટા પછી એમની કડકાઈ પણ એવી જ હતી. બંધારણમાં લઘુમતીઓના અધિકાર સરદારની પૂરી હિસ્સેદારી અને દરમિયાનગીરીથી અંક્તિ થયા હતા, પણ સરદારના ખાસ ટેકેદારોને અને ખાસ પ્રકારના ટીકાકારોને, બેઉને આ અંગે કશી કદરબૂજ નથી. ભાગલા તરફ લઈ ગયેલાં એ વરસો આપણા ઇતિહાસનો એક એવો નાજુકનિર્ણાયક તબક્કો હતો જ્યારે હિંદુ મહાસભાને મતે ગાંધીનેહરુપટેલની કોંગ્રેસ એક મુસ્લિમતરફી જમાવડો હતી તો મુસ્લિમ લીગને મતે તે એક હિંદુ સંસ્થા હતી.
૧૯૪૭થી ૧૯પ૦ના પ્રજાસત્તાક બંધારણનાં નિર્માણ-વર્ષોમાં સરદાર જે જે સમજ પર કાયમ હતા એ કોઈકે ભાગવત, અડવાણી, મોદીને સંભારી આપવા જોગ છે : હિંદુ રાષ્ટ્ર એક 'પાગલ ખયાલ’ છે. ગાંધીહત્યા પછી સંઘ ઉપર પ્રતિબંધ મૂક્યો ત્યારે, ઊઠયો ત્યારે અને તે પછી સરદાર એ સમજ પર કાયમ હતા કે હિંદુ મહાસભાની એક પાંખ આમાં સીધી સંડોવાયેલી છે અને સંઘે ફેલાવેલી ઝનૂન વિચારધારા છેવટે ગાંધીને ભરખી ગઈ છે. ભાગલાનું અને વેરઝેરનું રાજકારણ ખેલતા મુસ્લિમો વિશે નો-નોન્સેન્સ પેશ આવી શકતા સરદાર ગાંધીહત્યા પાછળનાં પરિબળો વિશે પણ એટલા જ નો-નોન્સેન્સ હોઈ શકતા હતા.
છેલ્લા ત્રણ દાયકામાં શાહબાનુ ચુકાદાને ઊલટાવવાની તેમ જ રામમંદિરનાં તાળાં ખોલવાની, આ બેઉ કોંગી ચેષ્ટાઓ અને અડવાણીના નેતૃત્વમાં ઊભરેલો અયોધ્યાજ્વર આદિ ઘટનાઓ વાસ્તવદર્શી સરદારના કિસ્સામાં કે પ્રામાણિક મતભેદો વચ્ચે નરવીગરવી એકંદરમતી વિકસાવી શકતી ગાંધીનેહરુપટેલ એ સ્વરાજત્રિપુટીના હિસ્સામાં કલ્પી શકાતી નથી : સરદાર માટેનો ભાજપી વિશેષાધિકાર દાવો અગર તો એ અમારા પક્ષના સભ્ય હતા એવો તાજેતરનાં વરસોનો કોંગ્રેસનો દાવો, બેઉ એટલે સ્તો ભોંઠા પડે છે.
સરદારની જેમ જ પોતે કોંગ્રેસમેન હોવાનો ગર્વ ધરાવતા મનમોહનસિંહે ગાંધીનેહરુપટેલ એકંદરમતીના ઉજાસમાં જોવાતપાસવાપણું બેલાશક છે. આવી એકંદરમતીમાં બધાને બધું આપી શકાતું નથી. પૂરો ન્યાય આપવાનો અને મૂળગામી સમાધાનનો કોઠો પણ ધાર્યો વીંધાતો ન હોય એવું બની શકે. આપણે જોવું એ રહે કે વહેવાર અને આદર્શના સંગમસ્થળે બની આવતી લાગતી રચના ન્યાય ભણી ઝૂકતી છે, કે પછી અન્યાય પરનો ઢાંકોઢૂંબો. આવી એકંદરમતીમાં વિભાજક અને વિષાકત કોમી ધ્રુવીકરણની રાજનીતિને અવકાશ ન હોય એ દેખીતું છે … દિવાળીના પૂર્વદિવસે અપેક્ષા સ્વરાજત્રિપુટી રૂપ દીપ-સ્મરણની.
પ્રકાશ ન. શાહ લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર 'નિરીક્ષક’ના તંત્રી છે.
(સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 02 નવેમ્બર 2013)
![]()


આજનો સમય 'તટસ્થ’ રહેવાનો નહીં પણ જનતાની તરફેણમાં આપણો અવાજ ચાલુ રાખવાનો છે …
અલબત્ત, એમના અનુપમ સેવાકાર્યની દુનિયાભરનાં જાગ્રત તબીબી ને નાગરિક વર્તુળોને જાણ હોઈ દેશવિદેશમાં ખાસ્સો ઊહાપોહ થયો અને સર્વોચ્ચ અદાલતે જામીન પર છોડયા એથી એ હાલ પૂરતા કારાવાસની બહાર છે, અને આપણી વચ્ચે છે. સેનની આ પહેલ પ્રથમ અમદાવાદયાત્રા એ અર્થમાં ગાંધીયાત્રા છે કે તે ‘ગૂજરાત વિદ્યાપીઠ’માં દીક્ષાના પ્રવચન માટે આવ્યા હતા. અહીં સાંભરતી (અને એમણે સંભારી આપેલી) મિસાલ એ છે કે આ જ વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ (કુલાધિપતિ) મહાત્મા ગાંધી સામે, આ જ શહેર અમદાવાદમાં એકાણું વરસ ઉપર રાજદ્રોહનો મુકદ્દમો ચાલ્યો હતો. વિદ્યાપીઠે પણ એની સ્થાપક પરંપરાને શોભીતો આ વિક્રમ જ સર્જયો ગણાય કે સ્વરાજકાળમાં તેણે એક ઓર રાજદ્રોહીને ચહીને બરકયા. એ રીતે વિદ્યાપીઠના સ્નાતકો નસીબદાર કહેવાય કે એમની શિક્ષાદીક્ષાના એક નિર્ણાયક પડાવે એમને એક એવી શખ્સિયત થકી ભાથું સંપડાવ્યું જે સામ્પ્રત ભારતમાં રચના અને સંઘર્ષના સાયુજ્યે સમ્પન્ન જંગમ વિદ્યાપીઠ હોઈ શકે છે.
એક સવાલ આ અઠવાડિયાઓમાં સતત ઊઠતો રહ્યો છે તે પણ અહીં દર્જ કરવો જોઇએ. જનસંઘ – ભાજપના છ દાયકાથી વધુ વરસો અને માતૃપિતૃભ્રાતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આઠ દાયકાથી વધુ વરસો – આટલા લાંબાગાળાની આ જ લબ્ધિ કે ઉપલબ્ધિ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષા (જે ઉચ્ચાકાંક્ષા હોવી જરૂરી નથી) આખા સંગઠનને આમ બાન પકડી શકે ત્યારે ખાસું મોડું થઈ રહ્યું હોય તો પણ જાતમાં ઝાંખવાની જરૂરત એકલા અડવાણીની જ સમજાતી હોય તો સંગઠન સમગ્રે પોતાનું વજૂદ ખોજવું રહે છે.