હુલ્લડની બૂમ
ફરી એક બૂમ હુલ્લડની પડી છે,
કહીં છે ગન, કહીં ચાકુ-છૂરી છે.
થયો છે લોહીનો વરસાદ જાણે,
કે રસ્તા તર ને છલકાઈ ગલી છે.
કહીં કણસે છે જખ્મી, રોડ વચ્ચે,
કહીં કંઈ કેટલી લાશો પડી છે.
આ કોના હાથપગને શ્વાન સૂંઘે,
આ કોનું શીશ, કોની ખોપરી છે.
અહીંયાં થાય છે દરરોજ માતમ,
અહીં સંગીત કે ના શાયરી છે.
છે બદમાશોની બદમાશીના દિવસ,
શરીફોની લૂંટાઈ પાઘડી છે.
હકૂમતને નથી દેખાતું કાંઈ,
કે ખુરશીઓ થઈ ગૈ આંધળી છે.
જુલમગ્રસ્તો કરે ફરિયાદ કોને,
ન કોઈ સાંભળે, ના સાંભળી છે.
અમસ્તી રાખ ના ખંખોળ ‘દીપક’,
અમારી તો બધી મિલકત બળી છે.
(કાવ્યસંગ્રહ : ‘વિસાત’, પૃ. 43; 2018)
 


 ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના જાણીતા શાયર દીપક બારડોલીકર ગત ૧૨ ડિસેમ્બરે અલવિદા કરી ગયા. તેના બે મહિના પહેલાં જ તેમનું પુસ્તક ‘સૌગાત’ [(પાંચ ભાષાનાં કાવ્યો); અનુવાદક -દીપક બારડોલીકર; મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ – ઑક્ટોબર 2019; કિંમત રૂ. 130] પ્રકાશિત થયું. મુખ્યત્વે ક્રાંતિકારી, બાગી અને સૂફી કવિઓ – શાયરોની પસંદગીની કૃતિઓના અનુવાદના આ પુસ્તકમાં એક શાયર તે ફૈઝ અહેમદ ફૈઝ પણ. તેનો પરિચય આપતાં બારડોલીકરે લખ્યું છે, “તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો અને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો”. અત્યાર સુધી આ હકીકતથી અજાણ રાષ્ટ્રપ્રેમીઓને ‘હમ દેખેંગે’ ઘટના પછી તેની પ્રતીતિ થઈ હશે. બારડોલીકરને શબ્દાંજલિ આપતા અહીં તેમણે આપેલો ફૈઝ અહેમદ ફૈઝનો પરિચય અને બારડોલીકરના સર્જનનો પરિચય વિપુલ કલ્યાણીની કલમે પુસ્તકમાંથી સાભાર
ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યના જાણીતા શાયર દીપક બારડોલીકર ગત ૧૨ ડિસેમ્બરે અલવિદા કરી ગયા. તેના બે મહિના પહેલાં જ તેમનું પુસ્તક ‘સૌગાત’ [(પાંચ ભાષાનાં કાવ્યો); અનુવાદક -દીપક બારડોલીકર; મુખ્ય વિક્રેતા : ગ્રંથવિહાર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ; પ્રથમ આવૃત્તિ – ઑક્ટોબર 2019; કિંમત રૂ. 130] પ્રકાશિત થયું. મુખ્યત્વે ક્રાંતિકારી, બાગી અને સૂફી કવિઓ – શાયરોની પસંદગીની કૃતિઓના અનુવાદના આ પુસ્તકમાં એક શાયર તે ફૈઝ અહેમદ ફૈઝ પણ. તેનો પરિચય આપતાં બારડોલીકરે લખ્યું છે, “તેઓ જીવન તથા કવનમાં સત્યના આગ્રહી હતા. કહો તે કરો અને કરો તે કહો એ તેમનો ઉસૂલ હતો”. અત્યાર સુધી આ હકીકતથી અજાણ રાષ્ટ્રપ્રેમીઓને ‘હમ દેખેંગે’ ઘટના પછી તેની પ્રતીતિ થઈ હશે. બારડોલીકરને શબ્દાંજલિ આપતા અહીં તેમણે આપેલો ફૈઝ અહેમદ ફૈઝનો પરિચય અને બારડોલીકરના સર્જનનો પરિચય વિપુલ કલ્યાણીની કલમે પુસ્તકમાંથી સાભાર તેમનો ગઝલસર્જનનો આરંભ ૧૯૫૦માં થયો. પાકિસ્તાનમાં ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટન વસવાટ કર્યો. ત્યાં તો ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઇકુ જેવા કાવ્યપ્રકારોમાં પણ સર્જન કર્યું. સાથે સાથે પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા છે. પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલનો મુખ્ય વિષય રહ્યો છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા કવિઓ-શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગુજરાતીમાં ‘સૌગાત’ લઈને આવનાર બારડોલીકરની કાવ્ય-પસંદગીમાં પણ કાવ્ય સંવેદના અને સ્વરૂપ બંને રીતે આ તત્ત્વ અનુભવાય છે.
તેમનો ગઝલસર્જનનો આરંભ ૧૯૫૦માં થયો. પાકિસ્તાનમાં ગુજરાતી શાયરોના સહયોગથી દીપક બારડોલીકરની સાહિત્યિક પ્રવૃત્તિઓ ચાલતી રહી. ૧૯૯૦માં બ્રિટન વસવાટ કર્યો. ત્યાં તો ગઝલની સાથે નઝમ, અછાંદસ, મુક્તક, હાઇકુ જેવા કાવ્યપ્રકારોમાં પણ સર્જન કર્યું. સાથે સાથે પંજાબી કાવ્યપ્રકાર ‘માહિયા’ અને સિંધી કાવ્યસ્વરૂપ ‘હો-જમાલો’ને પણ અજમાવ્યા છે. પ્રણય, વતનઝુરાપો, અસ્મિતા, ખુમારી, સંઘર્ષ, માનવપ્રેમ અને સમસામયિક ઘટનાઓનું આલેખન એમની ગઝલનો મુખ્ય વિષય રહ્યો છે. અંગ્રેજી, તૂર્કી, પંજાબી, સિંધી અને ઉર્દૂના વિશ્વભરના જાણીતા કવિઓ-શાયરોમાંથી પસંદગીના સર્જકોની ગુજરાતીમાં ‘સૌગાત’ લઈને આવનાર બારડોલીકરની કાવ્ય-પસંદગીમાં પણ કાવ્ય સંવેદના અને સ્વરૂપ બંને રીતે આ તત્ત્વ અનુભવાય છે. ફૈઝ સાહેબનો જન્મ સિયાલકોટના એક સુશિક્ષિત, સંસ્કારી કુટુંબમાં થયો હતો. પિતા ખાન બહાદુર સુલતાન મુહમ્મદ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. એમણે વિદ્યાભ્યાસ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં કર્યો હતો અને શાયરીની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. અંગ્રેજી તથા અરબીમાં એમ.એ. કર્યા પછી અધ્યાપક બન્યા, અને પછી ‘ધી પાકિસ્તાન ટાઇમ્સ’ જેવા એક મોટા પત્રના તંત્રીપદે નિમાયા. એમના તંત્રીપદે અખબાર ખાસું ચમક્યું, પણ એ દરમિયાન ઘણું કરીને ૧૯પ૧માં રાવલપિંડી કાવતરા કેસમાં અન્ય ફોજી અફસરો ભેગા ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ કાવતરું વડા પ્રધાન લિયાકત અલી ખાનની સરકાર ઉથલાવવા વિશેનું હતું. ૧૯પપમાં તેઓ જેલમુક્ત થયા. તેમની કવિતા તથા સમાજવાદી વિચારસરણીના કારણે પણ અનેકવાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. દેશનિકાલ પણ કરાયા હતા.
ફૈઝ સાહેબનો જન્મ સિયાલકોટના એક સુશિક્ષિત, સંસ્કારી કુટુંબમાં થયો હતો. પિતા ખાન બહાદુર સુલતાન મુહમ્મદ એક પ્રતિષ્ઠિત વકીલ હતા. એમણે વિદ્યાભ્યાસ લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાં કર્યો હતો અને શાયરીની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી. અંગ્રેજી તથા અરબીમાં એમ.એ. કર્યા પછી અધ્યાપક બન્યા, અને પછી ‘ધી પાકિસ્તાન ટાઇમ્સ’ જેવા એક મોટા પત્રના તંત્રીપદે નિમાયા. એમના તંત્રીપદે અખબાર ખાસું ચમક્યું, પણ એ દરમિયાન ઘણું કરીને ૧૯પ૧માં રાવલપિંડી કાવતરા કેસમાં અન્ય ફોજી અફસરો ભેગા ગિરફતાર કરી લેવામાં આવ્યા. આ કાવતરું વડા પ્રધાન લિયાકત અલી ખાનની સરકાર ઉથલાવવા વિશેનું હતું. ૧૯પપમાં તેઓ જેલમુક્ત થયા. તેમની કવિતા તથા સમાજવાદી વિચારસરણીના કારણે પણ અનેકવાર જેલવાસ ભોગવવો પડ્યો હતો. દેશનિકાલ પણ કરાયા હતા.