આદિવાસીઓના ગામમાં એક ઘરમાં રાતવાસો કરવાનો પ્રસંગ આવ્યો. એમાં એક જ ઓરડો હતો. તેને બારી નહોતી. ત્યાં જ રસોઈ થતી. આખા ઘરમાં ધુમાડો થતો. કેટલાંક મરઘાં હતાં. તેનાં બચ્ચાં આમતેમ રમતાં હતાં. એ લોકોએ વિચાર્યું કે મારા જેવા માણસને ત્યાં સુવડાવવો ઠીક નહીં ગણાય. પાસે એક ઝૂંપડી હતી, ત્યાં ખાટલી ઢાળી દીધી. ઘરધણી મારું અપમાન કે હાંસી નહોતો કરવા માગતો, પણ એણે ભોળેભાવે કહી નાખ્યું : ‘આમ તો અહીં અમે ભૂંડ રાખીએ છીએ. પણ અમારી પાસે બીજી જગ્યા નહોતી, એટલે આજે અમે આ જગ્યાને સાફ કરી નાખી છે.’
મેં કહ્યું, ‘ખેર, સાફ કરી એ તો સારું જ કર્યું.’ થોડી વારે મને વિચાર આવ્યો કે, આ માણસ અહીં ભૂંડ રાખતો હતો; પણ અહીં બારણું તો છે નહીં − રાતે કોઈ અંદર ઘૂસી જાય તો ? મેં પૂછ્યું, ‘આમાં બારણું નથી ?’
એ બોલ્યો, ‘એમાં બારણાંની જરૂર નથી.’
‘કેમ ? આસપાસમાં કોઈ ચોર નથી ?’
‘ચોર તો ઘણાય છે.’
‘તો તારા ઘરમાં બારણું કેમ નથી રાખતો ?’
એ બોલ્યો, ‘અમારાં એવાં ભાગ્ય ક્યાંથી કે અમારા ઘરમાં ચોર આવે!’
સાવ અભણ માણસના આ શબ્દો છે. એ કહે છે કે, અમારું એવું ભાગ્ય નથી ! કેમ ? એમાં ભાગ્ય શા સારુ જોઈએ ? તો કહે છે : ‘અમારી પાસે એક જ ચીજ છે : ગરીબી − અને એને ચોરનારું કોઈ છે નહીં.’
મેં કહ્યું, તો તો તમારે પોલીસની કશી જરૂર નહીં પડતી હોય.’
‘પોલીસની અમારે તો શી જરૂર ?’
‘તો પોલીસવાળા તારે ત્યાં કદી આવતા નથી ?’
કહે : ‘આવે છે ને!’
‘ક્યારે આવે છે ?’
‘તમારા જેવાની ઘડિયાળ ગુમ થઈ જાય, ત્યારે તે શોધવા સારુ અમારા ઘરમાં આવે છે ! તમારી અમીરી ને અમારી ગરીબી, બેયનું રક્ષણ એ કરે છે.’
[‘રોજરોજની વાચનયાત્રા :1]
 
 પરલોકવાદીઓને આપણું કહેવું એ છે કે આ પૃથ્વીથી બહાર ક્યાં ય અવકાશમાં આપણે કોઈ સ્વર્ગની ખોજ કરવી નથી. આ સમગ્ર પૃથ્વીને જ કાશી બનાવવી છે. મનુષ્ય કેવળ ચૈતન્ય નથી, તે શરીર પણ છે. તેહવામાં રહેતો નથી. બીજી ભૂમિકાવાળા જેઓ અર્થને પ્રાધાન્ય આપનારા સામ્યવાદીઓ છે તેને આપણે કહેવું છે કે કેવળઆ ર્થિક સમાનતા પ્રસ્થાપિત કરીને જ આપણે સમાધાન મેળવવાનું નથી. આપણે એક ડગલું આગળ ભરવું છે. મનુષ્ય કેવળ પાર્થિવ નથી, કેવળ માટીનું પૂતળું નથી. સાર્વત્રિક સંપન્નતા ન હોય તો આર્થિક સમાનતા ટકશે નહીં. સંભવ તો એ છે કે ફરીથી વિષમતાનાં બીજ અંકુરિત થવા લાગે. કેવળ સંપન્નતા પણ વિશુદ્ધ કલ્યાણકારી આંતરરાષ્ટ્રીયતાના વિકાસ માટે પર્યાપ્ત નથી. તે માટે દ્રવ્ય નિષ્ઠાથી વધુ તો માનવ નિષ્ઠાની જરૂર પડશે. આ માનવ નિષ્ઠા જ સામ્યયોગ છે. ગાંધીજી જ્યારે કહે છે કે ધાર્મિક, આર્થિક અથવા પ્રાદેશિક – આ બધા ભેદ કૃત્રિમ છે. માનવ માત્ર એક છે ત્યારે ગાંધીજીની આ ત્રીજી ભૂમિકા છે.